છેલ્લો દાવ - 8 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લો દાવ - 8

છેલ્લો દાવ ભાગ-૮

        આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. એ પછી દિવ્યા, નિશા અને કેયુરની રૂબરૂ મુલાકાત થાય છે ને તેઓ હવે સારા મિત્રો બની જાય છે, પરંતુ નિશા અને કેયુરનું વધારે મેસેજથી વાત એટલી આગળ વધી જાય છે કે કેયુર એ નિશા અને દિવ્યાને સાથે રાખવા માંગે છે એક ઘરમાં, પરંતુ નિશા ગેરકાયદેસરની પત્ની તરીકે રહેવા તૈયાર થતી નથી ને ફોન મૂકી દે છે. હવે આગળ.................................

        દિવ્યા બહુ ખુશ હતી. હવે તે સીધો જ ફોન કેયુરને કરે છે અને થોડા ઉદાસ અને રડતા અવાજે વાતની શરૂઆત કરે છે.

દિવ્યા : હમમમમ.... શું કરો છો?  

કેયુર : બસ કઇ નહિ. તે નિશાને ફોન કર્યો કે નહિ?

દિવ્યા : હા ફોન કર્યો અને વાત પણ કરી દીધી. તે આપણી સાથે રહેવા તૈયાર છે પણ હવે હું તમારી સાથે રહેવા તૈયારી નથી.

કેયુર : કેમ ? શું થયું?

દિવ્યા : બસ હવે, કેયુર. તમે સમજતા કેમ નથી. હું નથી જોઇ શકતી તમને કોઇ બીજા જોડે. આટલા દિવસથી શાંતિ રાખીને બેઠી હતી. પણ હવે નહિ. આજ પછી મને ફોન ન કરતા.

કેયુર : પ્લીઝ સાંભળ મારી વાત.

        કેયુરના બોલ્યા પહેલા જ દિવ્યાએ ફોન કાપી નાખ્યો. કેયુર એક નહિ પણ પચાસ વાર ફોન કર્યા. તો પણ દિવ્યા એ ફોન ઉપાડ્યો જ નહિ. આ બાજુ કેયુર બેચેન અને બીજી બાજુ દિવ્યા બસ રડયા જ કરતી હતી. તેને સમજ નહોતી પડતી કે આ શું થઇ ગયું તેની જોડે. કેવી રીતે તે અલગ રહી શકશે કેયુરથી ? છૂટાછેડા નહિ લેવાય એનાથી ? દિવ્યા માથું પકડીને બેઠી હતી ને ફરીથી કેયુરનો ફોન આવ્યો. આ વખતે તેણે ફોન ઉપાડી લીધો.

દિવ્યા : જુઓ તમને મારી લાગણીની કાંઇ પડી જ નથી. એટલે તો મારી સાથે પેલીને રાખવા માંગો છો. સમજો છો શું મને ? હું માણસ છું ભગવાન નથી. તમને કોઇ બીજાની બાહોમાં હું ના જોઇ શકું. સમજો તમે......એક વાર પણ તમને વિચાર ના આવ્યો કે હું શું કહું છું. આને કેવું લાગશે ? બસ પોતાનો જ સ્વાર્થ જોવાનો. (તેનો અવાજ ઉંચો થઇ ગયો.)  

કેયુર : હા દિવ્યા. મારી ભૂલ છે ને હું સ્વીકારું છું. તું મારી વાત સાંભળ પહેલા. પછી તારે મારાથી અલગ થઉં હોય તો થઇ જજે.

દિવ્યા : (રડતા) 

કેયુર : હું તને જ પ્રેમ કરું છું. પણ થોડા સમયમાં મારું ધ્યાન ભટકી ગયું હતું. પણ એ રાતે જયારે તે નિશાને સાથે રાખવા સંમતિ આપી ત્યારે હું આખી રાત સૂઇ ના શકયો. વિચારમાં પડી ગયો કે, તુ કેટલો પ્રેમ કરે છે મને !!!! કે મારી ખુશી માટે તું તારી ખુશી જવા દઇશ. એક જ ઘરમાં નિશા રહે તો તને કેટલી તકલીફ પડે એ બધી જ વસ્તુ હું સમજી ગયો. મને લાગ્યું કે, હું નિશાને લાગણીના લીધે સાથે રાખવા માંગું છું. મને કોઇ પ્રેમ નથી તેનાથી. એટલે જ દિલથી તારી માફી માંગું છું. મને તું જોઇએ. એ નથી જોઇતી. તારાથી અલગ થઇને તો હું નિશાને રાખવા જ નથી માંગતો. તારી કિંમત મારા જીવનમાં વધારે છે. તુ સમજ. I love you………

દિવ્યા : (રડી પડે છે.)  

કેયુર : પ્લીઝ વાત કર મારી જોડે. હું નહી રહી શકું તારા વગર. સોરી યાર, પ્લીઝ વાત કર.

દિવ્યા : હું કયા રહી શકીશ તામારા વગર. તુ જ મને હેરાન કરે છે અને તારા મનમાં નિશા હતી નહિ તો સવારે કેમ કહ્યું કે, નિશાને ફોન કર્યો કે નહિ. ???

કેયુર : મને ખબર હતી. તુ નિશા સાથે વાત કરીશ અને નિશા ના જ પાડશે. પછી જ હું તેને ફોન કરીને ના પાડી દઇશ. એટલે તને વાત કરવા દીધી. હવે સાંભળ હું નિશાને ફોન કરું છું જે પણ વાત થાય તે તું ખાલી સાંભળજે. વચ્ચે બોલતી નહિ. એને ખબર ના પડવી જોઇએ કે તું પણ તેની વાત સાંભળે છે.

દિવ્યા : ઓ.કે.

(વધુ આવતા પ્રકરણે ભાગ-૯ માં)

- પાયલ ચાવડા પાલોદરા