છેલ્લો દાવ - 3 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લો દાવ - 3

છેલ્લો દાવ ભાગ-૩

         આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. આ વાત કેયુર ઘરે જઇને દિવ્યાને કહે છે અને દિવ્યા નિશા સાથે અંગત રીતે વાત કરવાની તૈયારી બતાવે છે. પછીથી થોડા વખતમાં તો ત્રણેય એકબીજા સાથે વોટ્સએપ અને ફોનથી સંપર્કમાં રહેવા લાગ્યા. દિવ્યાને કેયુરની આ રીતે ફોન પર નિશા સાથે વાત કરવી એ તેને ગમતું નહી. કારણ તો હતું જ કેમ કે, તે તેની પત્ની છે પણ શરૂઆત જ તેણે કરી હતી કે તે હવે બોલે તો ચાલે એમ જ ન હતું. હવે આગળ.......................

        કેયુર, દિવ્યા અને રેસ્ટોરન્ટમાં રાતના ડિનર માટે જમવા ગયા. કેયુર અને દિવ્યા સાથે બેઠા અને નિશા તેમની સામે બેઠી.

દિવ્યા : બોલો. ચલ નિશા, શું ઓર્ડર કરું.?

નિશા : કંઇ પણ. તમને જે ગમે તે.

દિવ્યા : ના એવું ના હોય. આપણે પાર્ટી કરવા આવ્યા છીએ. તો તારી પસંદગીનું જ આજે જમીશું. બોલ હવે.    

કેયુર : દિવ્યા બરાબર કહે છે. તું બોલ તારે શું જમવું છે?

નિશા : ઓ.કે. ફુલ થાળી મંગાવી લઇએ.    

કેયુર : પરફેકટ.

દિવ્યા : બરાબર છે.

        તેમનો ઓર્ડર આવી જાય છે. તેઓ જમવાનું શરૂ કરે છે. દિવ્યા નોટીસ કરે છે કે, નિશા જમતા-જમતા એક વાર તો કેયુર સામે નજર કરે જ છે અને કેયુર પણ તેને જુએ છે. તેને બહુ ખરાબ લાગે છે. પણ તે કાંઇ બોલતી નથી. કેમ કે, તે કેયુર પર શંકા કરવા નથી માંગતી. પછી દિવ્યા પહેલાની વાતો ઉખેડે છે. તેઓની વચ્ચે થોડી ચર્ચા થાય છે.

દિવ્યા : અરે યાર. એ તો કહો તમે કયા મળ્યા હતા? કેવી રીતે પ્રેમ થયો? કોને પહેલા શરૂઆત કરી?  

નિશા : (શરમાઇને) અમે એકબીજાને પ્રપોઝ નહતું કર્યુ. એક જ એરીયામાં રહેવાના કારણે સારી રીતે ઓળખતા હતા. ફોન પર વાત થતી અમારી રેગ્યુલર અને એમાં પ્રેમ થઇ ગયો.     

કેયુર : (તે કાંઇ જ બોલતો નથી. પછી દિવ્યાને કહે છે.) પહેલાની વાતો શું કામ ઉઘેડે છે.?

દિવ્યા : અરે યાર, હવે તો આપણે મિત્રો છીએ. તો જસ્ટ એમ જ પૂછું છું.  

નિશા : વાંધો નહિ. મને તો કહેવામાં કોઇ વાંધો નથી. પણ કેયુરને વાત નથી કરવી એવું લાગે છે.  

કેયુર : હાસ્તો વાત ના જ કરું ને એ વિશે. કેમ કે, આ તારી સામે જે બેઠી છે એ મારી પત્ની છે ને તું ભૂતપૂર્વ ગર્લફ્રેન્ઙ.

દિવ્યા : અરે, ઝગડો શું કામ કરો છો? આ તો ખાલી વાત ચાલે છે.

કેયુર : દિવ્યા, પ્લીઝ. તું પહેલાની વાતો યાદ ના દેવડાવ.

નિશા : હા વળી. તમે શું કામ પહેલાની વાત યાદ રાખશો. (નિશા દિવ્યાને દીદી કહીને જ બોલાવે છે.) દીદી, તમને ખબર છે, એક વાર કેયુરે મને મિત્રો સાથે ફિલ્મ જોવાની ના પડી હતી. ને તો પણ હું મિત્રો સાથે ફિલ્મ જોવા ગઇ હતી. ત્યારે તમને ખબર છે એણે શું કર્યું હતું?

દિવ્યા : એવું બોલ શું કર્યુ હતું. ?? (કેયુર બહુ ગુસ્સે થઇ જાય છે પણ નિશાની સામે તે દિવ્યા પર ગુસ્સો નહિ થઇ શકતો.)

નિશા : કેયુરે મને બધાની સાથે એક લાફો મારી દીધો હતો. તે પણ એક સામાન્ય બાબત પર.

કેયુર : એ કાંઇ સામાન્ય વાત ન હતી. તું મારાથી જૂઠું બોલી હતી. એટલે મે તને લાફો માર્યો અને તું માર ખાય એ દાવની જ છે. (નિશા પણ હવે ગુસ્સે થઇ જાય છે.)

નિશા : તને ખબર પણ છે તે મને એવો જોરથી લાફો માર્યો હતો કે હું ખુરશી પરથી પડી ગઇ હતી. કાનમાં સંભળાતું બંધ થઇ ગયું હતું.

(કેયુર કઇ કહે તે પહેલા જ દિવ્યા વચ્ચે બોલી ઉઠી)

દિવ્યા : અરે બસ હવે. આપણે અહી ઝગડવા નથી આવ્યા. શાંતિથી વાત કરવા અને એન્જોય કરવા આવ્યા છીએ.

કેયુર : દિવ્યા, ચલ હવે ઘરે જઇએ. મારું માથું દુખે છે.

દિવ્યા : હા જઇએ. એ પહેલા આપણે ગાર્ડનમાં બેસીને જઇએ. પ્લીઝ.......

કેયુર : ઓ.કે. તુ કહે છે એટલે જઇએ. તને હું ના નહિ કહી શકુ.

(કેયુર, દિવ્યા અને નિશા જમીને તરત જ બાઇક પર બેસીને ગાર્ડનમાં બેસવા ગયા.)

        આ બાજુ દિવ્યાના મગજમાં કંઇક અલગ રમત ચાલતી હતી. આગળ....................

 

 (વધુ  આવતા પ્રકરણે ભાગ-૪ માં)

 

- પાયલ ચાવડા પાલોદરા