છેલ્લો દાવ - 6 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લો દાવ - 6

છેલ્લો દાવ ભાગ-૬

        આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. એ પછી દિવ્યા, નિશા અને કેયુરની રૂબરૂ મુલાકાત થાય છે ને ત.ઓ હવે સારા મિત્રો બની જાય છે, પરંતુ નિશા અને કેયુરનું વધારે મેસેજથી વધારે વાત કરવું દિવ્યાને હવે સહન થતું નથી. હવે આગળ.........................

           દિવ્યા હવે રોજ કેયુરનો મોબાઇલ ચેક કરવા લાગતી. તેમાં નિશાના મેસેજ હોય તો તે પૂરેપૂરા વાંચતી. તેને ખાતરી થતી કે, હા એવું કાંઇ નથી જે તે વિચારે છે. આ બાબતની જાણ કેયુરને તો હોતી જ નથી. ઘણી વાર કેયુર તેને મોબાઇલ ચેક કરી લેતાં જોઇ લેતો પણ જયારે તે દિવ્યાને આ વિશે પૂછતો તો ત્યારે તે એમ જ કહેતી કે, કંઇ જ નહિ. હું તો બસ ખાલી મેસેજ જોતી હતી. હવે કેયુરને થોડો-થોડો અણસાર આવી રહ્યો હતો. પણ એ દિવ્યાને કાંઇ જ કહેતો નહિ. એકવાર કેયુર દિવ્યાને બહાર જમવા માટે લઇ ગયો. ને પછી ખાસ વાત તેને કરવાની હતી તે કહેવા લાગ્યો.

કેયુર : દિવ્યા, મારે તને એક વાત કહેવી છે?

દિવ્યા : હા બોલો. શું કહેવી છે?

કેયુર : એ જ કે આપણે ત્રણેય સાથે રહીએ તો કેવું સારું.? (દિવ્યાને સમજ તો પડી કે એ ત્રીજા કયા વ્યક્તિની વાત કરે છે પણ તે ખાતરી કરવા માંગતી હતી.)

દિવ્યા : તમે કોની વાત કરો છો?

કેયુર : હું તારી, મારી અને નિશાની વાત કરુ છું. ( દિવ્યા હવે લડવાના મૂડમાં હોય છે પણ એ સમજી જાય છે કે હવે તે તેનો વિરોધ કરશે તો તેની અસર તેના સંબંધો પર વધારે પડશે.)

દિવ્યા : (મન સ્થિર રાખીને) કયા જઉં છે?

કેયુર  : આપણે ત્રણેય રૂમ ભાડે રાખી કયાંક અલગ રહેવા જઇએ. હું અને તમે બે. તારે અને નિશાને તો બહુ સારું બને છે એટલે સાથે રહેવામાં વાંધો નહિ આવે. આપણે બધું જ મેનેજ કરી લઇશું.

(દિવ્યાને સમજાઇ રહ્યું હતું કે તેણે પોતાના પગ પર કુહાડો માર્યો છે. કેયુરને હવે ફરીથી નિશા સાથે પ્રેમ થઇ ગયો હતો. એટલે જ તે તેને સાથે રાખવા માંગતો હતો. પણ દિવ્યા આ સહન કરી શકે તેમ નહતી. એક પત્ની તરીકે બીજી કોઇ સ્ત્રીને એ કઇ રીતે પોતાના ઘરમાં એક છત નીચે સહન કરી શકે ? )

દિવ્યા : તારે નિશા સાથે જીંદગી વીતાવવી હોય તો તને મને છૂટાછેડા આપી દો અને તેની સાથે રહે. ( એમ કરી તે રડવા લાગે છે. )

કેયુર : દિવ્યા, હું તને તો ના જ છોડી શકું. મારો જીવ છે તું. બસ ખાલી નિશાને સાથે રાખવા માંગું છું. એ તો બહુ નાદાન છે. લોકો એને બહુ ભોળવી નાખે છે. આાપણી સાથે રહેશે તો તેની જીંદગી સેટ થઇ જશે. ને આપણે કોઇને પણ આ વાત જણાવવી નથી.

(દિવ્યા હવે સમજી જાય છે કે કેયુરના દિમાગ પર નિશા છવાઇ ગઇ છે. હવે તે તેને લડી-ઝગડીને નિશાથી દૂર કરશે તો તે તેટલી જ નજીક આવી જશે. આથી તે બીજી યુક્તિ વિચારે છે કે કેવી રીતે નિશાને કેયુરથી દૂર કરવી)

દિવ્યા : કેયુર, હું કાલે જ નિશા સાથે વાત કરુ છું અને બધી ચર્ચા કરી લઇ છું કે કેવી રીતે ઘર મેનેજ કરવું એ બધું. ઓ.કે. ચલો મને ઉંઘ આવે છે. સૂઇ જાઓ તમે પણ.

કેયુર : ઓ.કે. ચલ સૂઇ જઇએ. પણ સાંભળ, નિશાના આવવાથી તારી જગ્યા કોઇ છીનવી નહિ શકે. તમે બંને બહેનોની જેમ રહેજો. આપણે ત્રણેય ખુશ રહીશું.

(કેયુરને ખ્યાલ જ નથી હોતો કે દિવ્યા તેના નિર્ણયથી દુખી છે ને કદાચ દિવ્યાએ જ તેને અણસાર આવવા નહોતી દેવા માંગતી. કેયુર દગાબાજ ન હતો પણ નિશા બાબતે તેની બેવફાઇ જણાતી હતી.)

        બંને એક ઘરમાં હોવાછતાં પણ મન અલગ હોય છે.....................

  

(વધુ આવતા પ્રકરણે ભાગ-૬ માં)

- પાયલ ચાવડા પાલોદરા