The Author Dr. Damyanti H. Bhatt અનુસરો Current Read નારી શક્તિ - પ્રકરણ- 31 ( સતી- સાવિત્રી , ભાગ- 3 ) By Dr. Damyanti H. Bhatt ગુજરાતી મહિલા વિશેષ Share Facebook Twitter Whatsapp Featured Books ભાગવત રહસ્ય - 147 ભાગવત રહસ્ય-૧૪૭ મહાત્માઓ આ વાત જાણે છે-કે-સંકેતથી,પરિહાસથી... લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-28 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-28 ... સુધા મૂર્તિ (મનની વાત) માંથી ભારતભરની બધી જ ભાષાઓમાં સંસ્કૃતના એક બહુ જ वाज्यनु लाषांतर थ... નિતુ - પ્રકરણ 63 નિતુ : ૬૩ (આડંબર)નિતુની નજર સામે વિદ્યાની અશ્રુ ભરેલી આંખો... જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10 શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09 ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Dr. Damyanti H. Bhatt દ્વારા ગુજરાતી મહિલા વિશેષ કુલ એપિસોડ્સ : 31 શેયર કરો નારી શક્તિ - પ્રકરણ- 31 ( સતી- સાવિત્રી , ભાગ- 3 ) (1) 1.1k 3.3k નારી શક્તિ, પ્રકરણ- 31, ( "સતી- સાવિત્રી" ભાગ -3 )[ હેલ્લો ફ્રેન્ડ્સ, વાંચક મિત્રો ! નમસ્કાર ! નારી શક્તિ પ્રકરણ- 31,, "સતી- સાવિત્રી"- ભાગ -૩, આ પ્રકરણમાં આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું. ગયા પ્રકરણમાં સતી-સાવિત્રી નો સત્યવાન સાથે વિવાહ એ વિશે ની કથા જાણી. ત્યારબાદ એક વર્ષ વીતી જતાં સત્યવાનનુ આયુષ્ય પૂર્ણ થતાં યમરાજા તેનો પ્રાણ લેવા આવે છે અને જંગલમાં લાકડા કાપવા ગયેલો સત્યવાન, સાથે સાવિત્રી પણ ગયેલી હોય છે તે વખતે યમરાજા સત્યવાન નો પ્રાણ લેવા માટે આવે છે, સાવિત્રી નો યમરાજા સાથે વાર્તાલાપ થાય છે, સાવિત્રીના વચનોથી પ્રસન્ન થયેલા યમરાજા સાવિત્રીને બે વરદાન આપે છે અને પછી પાછી વળી જવા માટે કહે છે અહીં સુધીની કથા આપણે ગયા પ્રકરણમાં જોઈ હતી. ચાલો મિત્રો, હવે આપણે આગળ જાણીએ કે યમરાજાએ સત્યવાનનો પ્રાણ કેવી રીતે પાછો આપ્યો ? આપનો અને માતૃ ભારતી નો ખૂબ ખૂબ આભાર,, ધન્યવાદ !! આશા રાખું છું કે આ પ્રકરણ પણ આપને વાંચવું ખૂબ જ ગમશે. ]હવે આગળ.........યમરાજા ના આગ્રહ થી સાવિત્રી એ ત્રીજું વરદાન એ માગ્યું કે, સાવિત્રી બોલી,મારા પિતા રાજા અશ્વપતિ પુત્રહીન છે તેમને પોતાના કુળની વૃદ્ધિ કરવાવાળા સો વરસ પુત્ર થાય આ હું ત્રીજા વરદાનમાં માગું છું.યમરાજા બોલ્યા: રાજપુત્રી ! તારા પિતાની કુળની વૃદ્ધિ કરવાવાળા સો તેજસ્વી પુત્ર થશે, હવે તારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે, તું પાછી ફરી જા હવે તું ખૂબ દૂર આવી ગઈ છે.સાવિત્રી એ કહ્યું પતિદેવની સન્નિધીને કારણે મને દૂર લાગતું નથી મારો મન તો ખૂબ જ દૂર દૂર દોડી રહ્યો છે તેથી હવે હું જે વાત કહું છું તેને પણ સાંભળવાની કૃપા કરો. આપ વિવસ્વાન સૂર્યના પ્રતાપી પુત્ર છો માટે પંડિત લોકો આપને વૈવસ્વત કહે છે. આપ શત્રુ મિત્ર વગેરેનો ભેદભાવ છોડીને બધાને સમાનરૂપથી ન્યાય કરો છો એથી બધી પ્રજા ધર્મનું આચરણ કરે છે અને તેથી આપ ધર્મરાજ કહેવાઓ છો.યમરાજ બોલ્યા, હે સુંદરી ! તે જે વાત કહી છે તેવી મને તારા સિવાય કોઈએ નથી કહી, તેથી હું ખૂબ જ પ્રસન્ન છું તું આ સત્યવાનના જીવન સિવાય કોઈપણ ચોથું વરદાન માગી લે અને અહીંથી પાછી ઘરે ફરી જા.સાવિત્રી એ કહ્યું: મારા સત્યવાન દ્વારા કુળની વૃદ્ધિ કરવાવાળા બળવાન અને પરાક્રમી 100 ઔરસ પુત્ર મને થાય એમ હું ચોથું વરદાન માગું છું. યમરાજા બોલ્યા : હે અબળા ! તારા બળ અને પરાક્રમથી સંપન્ન સો પુત્ર થશે જેને તો ખૂબ જ આનંદપૂર્વક પ્રાપ્ત કરીશ. હે રાજપુત્રી ! હવે તું પાછી ફરી જા.જેથી તને થાક ન લાગે કારણ કે તું બહુ જ દૂર સુધી આવી ગઈ છો.સાવિત્રી એ કહ્યું : સત્પુરુષોની વૃત્તિ નિરંતર ધર્મમાં જ રહે છે તેઓ ક્યારેય પણ દુઃખી અથવા વ્યથિત થતા નથી. સત્પુરુષોનો સાથે જે સત્પુરુષોનો સમાગમ થાય છે, તે ક્યારેય નિષ્ફળ જતો નથી. સંતોની સાથે સંતોને ક્યારેય ભય થતો નથી. સત્પુરુષો સત્યના બળથી સૂર્યને પણ પોતાની નજીક બોલાવી શકે છે. તેઓ પોતાના તપના પ્રભાવથી પૃથ્વીને ધારણ કરેલા હોય છે. સંતો જ ભૂત અને ભવિષ્યનો આધાર છે.તેમની વચ્ચે રહીને સત્પુરુષો ને ક્યારેય ખેદ થતો નથી. આ સનાતન સદાચાર સત્પુરુષો દ્વારા સેવિત છે.એવું જાણીને સત્પુરુષ પરોપકાર કરે છે અને પ્રતિ ઉપકાર ની ક્યારે પણ દૃષ્ટિ રાખતા નથી.યમરાજા બોલ્યા: હે પતિવ્રતા! જેમ જેમ તું મને ગંભીર અર્થયુક્ત અને ચિતને પ્રસન્ન કરવા વાળી, પ્રિય લાગવા વાળી, ધર્માનુકૂળ વાતો સંભળાવે છે, તેમ તેમ તારા પ્રત્યે મારી અધિકા ધિક શ્રદ્ધા વધતી જાય છે. હવે તું મારી પાસેથી કોઈ અનુપમ વર માગી લે.સાવિત્રી એ કહ્યું: હે માન્યવર! આપે જે મને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું છે, તે દાંપત્ય ધર્મ વિના પૂર્ણ થઈ શકે તેમ નથી ,તેથી હવે હું એ વરદાન માંગુ છું કે સત્યવાન જીવિત થાય એનાથી આપનું વચન સત્ય બનશે. કારણ કે પતિ વિના તો હું મોતના મુખમાં પડેલી છું .પતિ વિના મને આ સુખ કેવી રીતે મળશે? પતિ વિના તો હું સ્વર્ગની કામના પણ કરતી નથી. મારા પતિદેવ વિના જો લક્ષ્મી આવે તો પણ મને એની આવશ્યકતા નથી ,અને મારા પતિ વિના હું જીવિત પણ રહેવા ઈચ્છતી જ નથી. આપે જ મને સો પુત્ર નું વરદાન આપ્યું છે. તો પછી આપ તો મારા પતિને લઈ જઈ રહ્યા છો. તેથી હું એ વરદાન માગી રહી છું કે આ સત્યવાન મારા પતિ જીવિત થાય તેનાથી આપનું વચન સત્ય બનશે.આ સાંભળીને સૂર્યપુત્ર યમરાજ ખૂબ જ પ્રસન્ન થયા અને એમ જ થાઓ ! એમ કહેતાં એમણે સત્યવાનના બંધન ખોલી દીધા ત્યાર પછી તેઓ સાવિત્રીને કહેવા લાગ્યા : હે કુલનંદિની કલ્યાણી ! લે હું તારા પતિનાં બંધનો છોડુ છું .હવે તે સર્વથા નિરોગી બની જશે તો તેને ઘેર લઈ જા. આના બધા જ મનોરથ પૂર્ણ થશે. તે તારા સહિત 400 વર્ષ સુધી જીવિત રહેશે અને ધર્મપૂર્વક યજ્ઞાનુષ્ઠાન કરીને લોકમાં કીર્તિ પ્રાપ્ત કરશે. તેનાથી તારા ગર્ભમાં સો પુત્ર ઉત્પન્ન થશે. આ પ્રકારે સાવિત્રીને વરદાન આપીને સત્યવાનને સોંપીને ધર્મરાજ પોતાના લોકમાં ચાલ્યા ગયાં.યમરાજાના ચાલી જવા પછી સાવિત્રી પોતાના પતિની પાસે જે સ્થાન પર આવી જ્યાં સત્યવાન નું શબપડેલું હતું. પતિને પૃથ્વી ઉપર પડેલા જોઈને તે એની પાસે બેસી ગઈ એનું માથું ખોળામાં રાખી અને બેઠી થોડીક જ વારમાં સત્યવાનના શરીરમાં ચેતના આવી ગઈ. તે સાવિત્રીની તરફ વારંવાર પ્રેમપૂર્વક જોતાં વાતો કરવા લાગ્યો. માનો કે કેટલાયે દિવસોના પ્રવાસ બાદ તે પાછો ફર્યો હોય. તે બોલ્યો હું બહુ લાંબો સમય સુધી સૂતો રહ્યો તે મને જગાડ્યો કેમ નહીં અને આ કાળા રંગ વાળો મનુષ્ય કોણ હતો? જે મને ખેંચીને લઈ જઈ રહ્યો હતો સાવિત્રી એ કહ્યું : પુરુષ શ્રેષ્ઠ આપ લાંબા સમયથી મારી ગોદમાં સૂઈ રહ્યા હતા. તેઓ શ્યામ વર્ણના પુરુષ પ્રજાનું નિયંત્રણ કરવાવાળા દેવ શ્રેષ્ઠ ભગવાન યમરાજા હતા હવે તેઓ પોતાના લોકમાં ચાલ્યા ગયા છે. જુઓ સૂર્યાસ્ત થવા આવી રહ્યો છે, રાત્રી ગાઢ થઈ રહી છે એટલા માટે આ બધી વાતો હું તમને કાલે સંભળાવીશ. આ સમયે તો આપણે આપણા માતા-પિતાના દર્શન કરીએ. વધુ આવતા અંકે...................................[ © & Written by Dr.Damyanti Harilal Bhatt. ] ‹ પાછળનું પ્રકરણનારી શક્તિ - પ્રકરણ- 30 (સતી -સાવિત્રી ભાગ 2) Download Our App