નારી શક્તિ - 3 ( ઋષિ- લોપામુદ્રા ) Dr. Damyanti H. Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારી શક્તિ - 3 ( ઋષિ- લોપામુદ્રા )

પ્રિય વાચક મિત્રો, નમસ્કાર, નારી-શક્તિ- પ્રકરણ-3 માં આપનું સ્વાગત છે. આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર,,,,,,ઋષિ લોપામુદ્રા ની કહાની આપને પસંદ આવશે, એવી અપેક્ષા સહ,,)

નારી શક્તિ- પ્રકરણ-3 ( ઋષિ- લોપામુદ્રા )

“નારી‌- શક્તિ” પ્રકરણ-3 ( ‘ઋષિ લોપામુદ્રા’- જીવન-દર્શન )

“ઋષિ લોપામુદ્રા”

પ્રસ્તાવના:-

એમ કહેવાય છે ને કે દરેક મહાન પુરૂષનાં જીવનની પાછળ એક સ્ત્રી હોય છે. આ વાત ખરેખર સાચી છે.લોપામુદ્રા ના જીવનની કથા પણ આ જ વાતને સિદ્ધ કરે છે.વિશ્વમાં જેટલાં પણ મહાનુભાવો થયાં તેની મહાનતાની પાછળ કોઈ ને કોઈ નારીની પ્રેરણા, ત્યાગ, બલિદાન, અને સમર્પણનો ભાવ રહેલો છે.કારણકે આદિ- ચિરંતનકાલથી નારીજાતિની આશા- આકાંક્ષાઓ, સુખ,દુ:ખ વગેરેનાં કેંદ્રમાં પતિ,પુત્ર,અને પરિવાર જ રહ્યાંછે. નારીએ પોતાની શક્તિ, ઊર્જા, સમગ્ર જીવન નિ:સ્વાર્થભાવથી પરિવારનાં મંગલ માટે જ ખર્ચી દીધું છે. તેનાં જીવનનાં દરેક શ્વાસમાં પરિવારની જ હિતકામના વસેલી હોય છે.પતિનાં જ સુખ-દુ:ખની સાથે તેનાં આનંદ અને વ્યથા જોડાયેલાં હોય છે.સૂર્યનાં પહેલાં કિરણથી તેનાં દિવસનો પ્રારંભ થાય છે, અને રાત્રિની નિ:સ્તબ્ધતામાં તેનો અંત. દયા, કરૂણા, ક્ષમા, સહિષ્ણુતા, વાત્સલ્ય, કર્તવ્યબોધ આ બધાની વચ્ચે એક ક્ષણમાત્ર પણ તેને પોતાની સામે જોવાની ફુરસદ નથી આપી..

“લોપામુદ્રા” ની કથા
ઋગ્વેદનાં પ્રથમમંડળનાં 179 માં સૂક્તમાં લોપામુદ્રાની કથા આલેખાયેલી છે.આ સૂક્તમાં પહેલાં બે મંત્રોની રચના ઋષિ લોપામુદ્રા એ કરી છે. 3,4 ,મંત્ર નાં ઋષિ અગસ્ત્ય છે.આ સૂકતનાં દેવતા રતિ છે. એટલેકે કામદેવ છે.આ સૂકતમાં સુસંતતિ ઉત્પન્ન કરવાની આવશયકતા અને મર્યાદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.અહીં ઋષિ દમ્પતિ લોપામુદ્રા અને અગસ્ત્ય વચ્ચેનો સંવાદ રજૂ થયો છે.પ્રાચીન કાળમાં પત્તિ-પત્ની ની શારીરિક- માનસિક સ્થિતિનું પરીક્ષણ કરીને ગર્ભાધાન સંસ્કાર કરાવવામાં આવતાં. રાજા દિલિપ દ્વારા સપત્ની ગુરૂ આશ્રમમાં રહીને તપ કરવાથી રઘુનો તથા શ્રીકૃષ્ણ દ્વારા બદ્રિકાશ્રમમાં રહી તપ કરવાથી પ્રદ્યુમન જેવા પુત્રની પ્રાપ્તિ થઈ હતી..તે ઉપરાંત રાજા દશરથે પણ પુત્રકામેષ્ટિ યજ્ઞ કર્યો હતો.સંતાન ઉત્પાદનનાં યજ્ઞીય અનુશાસનનો ઉલ્લેખ આ સૂક્તમાં છે.

લોપામુદ્રા એક શુદ્ધશીલા ઋષિપત્નીનાં રૂપમાં તેનું વ્યક્તિત્વ ચિરસ્મરણીય અને પ્રેરણાદાયી છે.તેણી મહર્ષિ અગસ્ત્ય ની પત્ની છે.પ્રૌઢાવસ્થાનાં ઉંબરે ઊભેલી જેની કાંતિ મ્લાન, નિસ્તેજ થઈ ગઈ છે જેનું યૌવન ચાલી ગયું છે,શક્તિ ક્ષીણ થઈ ગઈ છે, તેવી પોતાને જુએ છે, હવે પતિનું પ્રણય નિવેદન,પોતાને નથી રોમાંચિત કરી શકતું કે નથી આનંદિત કરી શકતું, તેવી અવસ્થાને પ્રાપ્ત કરેલી, બસ એક ભાવાવેગહીન ઉદાસીનતાની અનુભૂતિ છે. છતાં પણ પત્તિ-પુત્રવતી હોવાનો આત્મસંતોષ છે. પરંતુ લોપામુદ્રા એક એવી નારી છે કે જેણે યુવાની માં માત્ર પત્તિની સેવાજ કરી છે, પત્તિનું સૌભાગ્ય નથી મેળવ્યું. આવી નારીની મન:સ્થિતિ કેવી હશે ? આવી જ એક પતિપરાયણ પ્રૌઢા નારીનું પ્રતિનિધિત્વ કરે છે, લોપામુદ્રા.

મહર્ષિ અગસ્ત્ય ને મૈત્રાવરૂણિ કહેવામાં આવે છે. મિત્ર અને વરૂણનાં સંતાન. મિત્ર-વરૂણ અને ઉર્વશીનાં પુત્ર. તેમને ‘માન’ અને ‘માન્ય’ કહેવાય છે. આ માન વાચક શબ્દો છે..દક્ષિણ ભારતમાં આર્ય સંસ્કૃતિ નો ફેલાવો કરવાનું શ્રેય એમનાં ફાળે જાય છે. પૌરાણિક કથા પ્રમાણે અગસ્ત્ય એક જ અંજલિમાં એટલે એક જ ખોબામાં સમુદ્રને પી ગયા હતા..એમનાં આદેશથી એમ કહેવાય છે કે આજ સુધી વિંધ્યાચળ પર્વત નતમસ્તક થઈ ઊભો છે. આવા મહાન ઋષિનાં જીવન પાછળ ખરેખર, પત્તિનાં જીવનને ઊંચાઈ આપવામાટે લોપમુદ્રાએ પોતાની જાતને નિ:સંદેહ જ ભૂલાવી દીધી હશે, એમાં બે મત નથી..

પત્તિ પ્રેમ,ઘર,પરિવાર વગેરે નાં ઈંદ્રધનુષી સપનાઓ લઈને લોપામુદ્રા નો ઋષિ આગસ્ત્ય સાથે વિવાહ થાય છે. તેણી એ અનેક સપનાઓ સજાવ્યા છે, અને પત્તિગૃહે આવે છે. મહર્ષિ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યાં પછી પણ તપ-સાધનામાં લીન રહેવા લાગ્યાં. સાધનાપથ પર અગ્રેસર પોતાનાં મહાન પત્તિને જોઈને નવવધુ લોપામુદ્રા પણ રાત-દિવસ પત્તિની સેવા-સુશ્રુષા કરતી રહી.દિવસોનાં દિવસો વીતવાં લાગ્યા.અનેક વર્ષાઋતુઓ આવીને ચાલી ગઈ, વસંતઋતુઓ પણ ઘણી પસાર થઈ ગઈ. પત્તિ તરફથી કોઈ પ્રણય સંદેશ ન આવ્યો.વર્ષો ના વર્ષો વીતી ગયા, સમય ઝડપથી વીતીરહ્યો હતો.

જ્યારે સત્યનો સાક્ષાત્કાર કરીને, દેવસાનિધ્ય અને દેવકૃપાથી સાધના પૂર્ણ કરીને મહર્ષિ ઉર્ધ્વલોકમાંથી લૌકિક ધરતી પર પધાર્યા, ત્યારે તેમણે પ્રણય નિવેદન કર્યુ, પરંતું લોપામુદ્રા પ્રૌઢાવસ્થામાં પ્રવેશી ચૂકી હતી. પતિની ઈચ્છા લોપામુદ્રાને આકર્ષી ન શકી, અજાણતાં પણ હૃદયનાં કોઈ એક ખૂણામાં વેદનાએ હૃદયને દારુણ કરી નાખ્યું. ચીરી નાખ્યું.આગસ્ત્યને સમ્બોધિત કરીને તેણીએ કહ્યું;અનેક વર્ષો સુધી ઉષાના પહેલાં કિરણથી લઈને રાત્રી સુધી આપની સેવામાં ઉપસ્થિત રહીને શરીરની શક્તિને ક્ષીણ કરતી હવે હું થાકી ગઈ છું,વૃધ્ધાવસ્થાએ પહોંચી ગઈ છું. હવે પત્ની પતિથી શું ઈચ્છા રાખે ?

લોપામુદ્રાનાં આ મંત્રો એનાં સુપ્રસિધ્ધ પૌરાણિક વ્યક્તિત્વથી અલગ, અન્ય બધી જ ઋષિ પત્નીઓનાં સંવાદ નું પતિનિધત્વ કરે છે,જે કઠોર કર્મમય અનુશાસિત જીવનની પાછળ છૂપાયેલી કોમળ નારીસંવેદનાઓ, અને જીવનનાં શાશ્વત સત્યોને ઉજાગર, અભિવ્યક્ત કરે છે. એમની દ્રષ્ટિમાં ‘કામ’ જીવનનું સત્ય છે. સનાતન સૃષ્ટિનું પ્રથમ બીજ છે. જેનું ઉલ્લંઘન દિવ્યગુણ સંમપન્ન ઋષિમુનિઓ માટે પણ સંભવ નથી. પરંતુ લોપામુદ્રા અનુસાર ,સત્યની મર્યાદાઓથી બંધાયેલ ‘કામ’ માટે આદર્શ વય યૌવન છે, જ્યારે શરીર સુંદર અને મન ઉમંગ યુકત હોય. યૌવન અવસ્થામાં જ દેહધર્મ નું પાલન થઈ શકે છે. ઋગ્વેદ્ નાં સાક્ષ્ય અનુસાર મહર્ષિ અગસ્ત્યએ પોતાનાં વીર્યબલ અને દેવકૃપાથી સંતાન ઉત્પન્ન કરનાર કામ અને તપ બંન્ને ને સિદ્ધ કર્યાં.પરંતુ પ્રશ્ન એ છે કે મહર્ષિ ‘લોપા મુદ્રા’નું યૌવન પાછું લાવી આપી શક્યા ? આ કથા પત્તિપરયણ અને પતિવ્રતા નારી નાં આદર્શને સમર્પિત છે. લોપામુદ્રાનું વ્યક્તિત્વ પણ એક મહાન નારીનાં અને એક વિદૂષી નારીના વ્યક્તિત્વને ઉજાગર કરે છે..............

[ ( C ) AND BY : DR. BHATT DAMYANTI H... ]