ના... Tru... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ના...

"તન્વી, ચાલ મારી સાથે આપણે આ રસ્તે થી આજે નિશાળે નથી જવું."તૃષા પરાણે તન્વી નો હાથ પકડીને બીજા રસ્તે ખેચી ગઈ.એ થોડી ગભરાયેલી હતી.
તૃષા અને તન્વી બંને ખાસ બહેનપણીઓ.લગભગ પહેલા ધોરણ થી અત્યારે દસમા ધોરણ સુધી નો બંને નો સંગાથ.બંને ના ઘર પણ પાસ પાસે ની જ સોસાયટીમાં.એટલે ટ્યુશન હોય સ્કૂલ હોય કે બહાર ક્યાંક જવાનું હોય તે બંને સાથે જ હોય.
"અરે,ઊભી તો રહે.હું બે - ત્રણ દિવસ બહારગામ શું ગઈ તે તો શાળા એ જવાનો રસ્તોજ બદલી નાખ્યો.આ રસ્તે થી નિશાળ દૂર પડે યાર.તન્વી પોતાનો હાથ છોડાવતા બોલી.
"હા મારે એ રસ્તે નથી જવું.તૃષા રડમસ અવાજે બોલી.
તન્વી તૃષા ના ખભા ઉપર હાથ મૂકી ને બોલી,તૃષા શું થયું છે.તું મને નહિ કે.પ્લીઝ બોલ ને શું થયું છે?
સારું કહું છું પણ પ્લીઝ કોઈ ને પણ નઈ કહેતી.તું બહારગામ ગઈ હતી તો હું તે દિવસે મારે ઘણું મોડું થઈ ગયું હતું.હું એકલા આ રસ્તે જતી હતી.તો પેલા રીક્ષાવાળા કાકા જે કોર્નર પર ઊભા રહે છે એ મારી પાસે આવી ને કહે , ' ચલ હું તને આજે સ્કૂલે મૂકી જાવ.'
મે ના પાડી તો પરાણે મારી પાસે થી બેગ લઈ ને ચાલવા લાગ્યા.મને ખભે થી પકડી ને જ્યાં ત્યાં અડવા લાગ્યા...એટલું કહેતાં તો તૃષા રડવા લાગી.
અરે પાગલ,તો ના પડાય,ગુસ્સો કરાય,દોડી ને જતાં રહેવાય,બૂમો પડાય.તે કઈ ના કર્યું.અને હવે રડે છે.
તન્વી પણ મારું બેગ એમની જોડે હતું.બપોરે આસપાસ કોઈ દેખાતું પણ ના હતું.એ પપ્પા ને પણ ઓળખે છે,મને બીક લાગી.એ બધા ને ખોટું કહેશે તો?મારી જોડે વધુ ખરાબ કરશે તો,મને મારી ને ફેંકી દેસે તો.તૃષા હજુ પણ જને મનમાં ચાલતી કલ્પનાઓ થી ડરેલી હતી.
'જો તૃષા,આપણે જો કોઈ ખોટી વસ્તુ માટે ના પાડતાં હોય,એનો વિરોધ કરતા હોય તો હિંમત થી પરિસ્થિતિ નો સામનો કરવાનો.સામે શું પરતિક્રિયા આવે એની ચિંતા નહિ કરવાની.કદાચ આપને ધરતાં હોય ડરતા હોય તેવું ના પણ બને.અને બંને તો સામનો કરી લેવાનો એમાં ડરવાનું નહિ.
ઓકે.અને તે આ વાત ઘરે કરી?તન્વી એ પૂછ્યું.
તૃષા એ નકાર માં માથું ધુણાવી કહ્યું, મને બીક લાગે.
'સાવ જ બીકણ છો તું.ચલ હવે, આજે તો રોજ ના રસ્તે થી જ જવાનું છે.એટલું કહી બાજુ ના રસ્તા પર થી ડંડા જેવી સોટી ઉપાડી.
બંને થોડે દૂર ચાલ્યા ત્યાં એ રિક્ષાવાળો સામે આવી બોલ્યો,આજે તો બંને બહેનપણીઓ સાથે છે.ચાલો તમને નિશાળ સુધી મૂકી જાવ.
તૃષા એ તો ચીસ જ પાડી ને ના કહ્યું.અને તન્વી તો સોટી જ મારવા લાગી.એકલી છોકરીઓ ને જોઈ ને જ્યાં ત્યાં અડો છો.લો હવે માર ખાવ.
તૃષા માં પણ ગજબની હિંમત એવી ગઈ.એ પણ રિક્ષાવાળાને મારવા લાગી.છોકરીઓનું આવું રૂપ જોઈ રિક્ષાવાળો ત્યાંથી ભાગી ગયો.
પછી બંને એ આ વાત શાળા ના સાહેબ અને મમ્મી પપ્પા ને કરી.શાળાના આચાર્ય અને એમના મમ્મી પપ્પા એ પણ રીક્ષાવાળા ની શોધ કરી તેને યોગ્ય સજા અપાવી અને ખાલી રસ્તે છોકરીઓને એકલા ના જવું પડે એવી વ્યવસ્થા ગોઠવી.બંનેની બહાદુરી માટે એમને ઈનામો પણ આપ્યા.
થોડા વર્ષો પછી...........
હવે તૃષા અને તન્વી કૉલેજના ત્રીજા વર્ષ માં આવી ગયા.છતાં પણ એમની મિત્રતા પહેલા જેવી જ અંકબંઘ.બંને એકબીજા ને દિલ ની બધી વાતો કરે.તન્વી ની તો સગાઈ પણ થઈ ગઈ હતી.તૃષા એને ખૂબ ચિડવતી અને મજા લેતી.
આજે બંને લેક્ચર પતાવી કોલેજની કાફે માં નાસ્તો કરવા બેઠાં.તૃષા એ તન્વી ને ચૂપ જોઈ ને ચિડવવાનું શરૂ કર્યું
શું વાત છે, તન્વી મેડમ નવરા પડ્યા નથી કે રાહુલ એમના મગજમાં આવ્યો નથી.આસપાસ બીજા હોય એમના પણ પર થોડું ધ્યાન આપવાની કૃપા કરો.એટલું કહી તૃષા એ તન્વી બાવળા પકડી ને જોરદાર હચમચાવી નાખી.
તન્વી ખાલી ઢીલા અવાજે મુક ને યાર એટલું જ બોલી ..
ઓય તન્વી શું થયું?કેમ એમ ઢીલી ઢીલી છું.ચૂપ ચૂપ છું.રાહુલ જોડે ઝઘડો થયો છે?હું જોવું છું થોડા દિવસ થી તું એના ફોન પણ ટાળે છે.શું થયું છે? કહે મને.તૃષા એ જાણે હુકમ કર્યો.
તન્વી એ તૃષણો હાથ પકડી કહ્યું,
તૃષા તું જાણે છે ને રાહુલ મને બહુ જ ગમે છે.એ well educated છે,એનું behaviour એકદમ સરસ છે.એના ઘરના બધા પણ સરસ છે.મારું future હું એની સાથે જોવું છું.પણ.........થોડા દિવસ થી એ બહુ અયોગ્ય માંગણી કરે છે.એ ફોર્સ નથી કરતો પણ જીદ કરે છે.ન્યૂડ ફોટો માંગે છે.લગ્ન પહેલા relation બાંધવા માંગે છે.
તન્વી તું આવી વાતો ને લઇ ને ટેન્શનમાં છો.આ બધું અત્યારે નોર્મલ છે.તૃષા એ વાત હળવી કરવા પ્રયત્ન કર્યો
પણ,મને એ બધું નથી યોગ્ય લાગતું,મને આ બધું લગ્ન પહેલા નથી કરવું.તન્વી એ કહ્યું.
તો ના પડી દેવાની.what a big deal....તૃષા એ કહ્યું.
યાર,શું what a big deal....this is a big deal.શું મે એને આડકતરી રીતે ના નહિ પાડી હોય.એને મારા વિચારો નહિ કહ્યા હોય.યાર મે સમજાવવા પ્રયત્ન કર્યો તો એ trust પર વાત લઈ જાય છે..
તો સીધી અને સ્પષ્ટ ના પાડ...હજુ ઘણા લોકો ધીમી ના કે આડકતરી ના ને ' ના ' નથી સમજતા,તૃષા એ કહ્યું.
સાચી વાત પણ એને કંઇક વધારે ખોટું લાગી ગયું તો.બીક લાગે છે યાર.તન્વી એ ચિંતા વ્યક્ત કરી.
તન્વી યાદ છે પેલા રીક્ષાવાળા વખતે તે મને શું કહ્યું હતું....

આપણે જો કોઈ ખોટી વસ્તુ માટે ના પાડતાં હોય,એનો વિરોધ કરતા હોય તો હિંમત થી પરિસ્થિતિ નો સામનો કરવાનો.સામે શું પરતિક્રિયા આવે એની ચિંતા નહિ કરવાની.કદાચ આપને ધરતાં હોય ડરતા હોય તેવું ના પણ બને.અને બંને તો સામનો કરી લેવાનો એમાં ડરવાનું નહિ.આગળ જતાં અફસોસ થાય એવા સંબંધ પર પૂ્ણવિરામ જ મૂકી દેવાય. આ સાંભળી તન્વી માં ગઝબ ની હિંમત આવી.
અને તમે બને તો love bird છો તો ચિંતા શું.love હશે તો તારો પોપટ તારી લાગણી ને માન આપશે તને સમજશે ક્યાંય ઊડી નહિ જાય હો.અને રાહુલ તો ખૂબ સમજદાર દેખાય છે. એતો તારા પ્રેમમાં પાગલ છે એટલે થોડા ગાંડા તો કાઢે ને,તૃષા આટલું બોલી અને બંને હસવા લાગ્યા.
એટલામાં તન્વી ઊભી થઈ.
અરે ક્યાં ચાલ્યા મેનાબેન?તૃષા એ મજાક કરી.
મારા પોપટ ની પરીક્ષા લેવા.એને મળવા, એને મારી આડકતરી ના ને સ્પષ્ટ સમજાવવા.હવે ઊડી જાય કે રહે કોઈ ચિંતા નથી.
અને ફરી બંને એકબીજા સામે જોઈ ને હસવા લાગ્યા.