ટચૂકડી વાર્તાઓ... Tru... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટચૂકડી વાર્તાઓ...

આ ટચૂકડી વાર્તાઓ(માઈક્રોફિકશન સ્ટોરી)તમને જરૂર થી ગમશે....

So please read this and rate it...

************************

60 વર્ષના રામભાઇ પરિવાર સાથે જમવા બેઠા હતા . જમી લીધા પછી વધેલી દાળની તપેલી સામે જોઈને બોલ્યા,"આ દાળ આજે વધારે બની ગઈ લાગે છે.સાંજે દાળ ઢોકળી બનાવી શકાય હો.ઘણા ટાઈમ થી ખાધી નથી.તમારા સાસુ ઘણીવાર બનાવતા.

સીમા એ તરત જ કહ્યું,"પપ્પા તમારા દીકરા કે છોકરાઓને ભાવતી નથી એટલે એક માટે શું કડાકૂટ કરવી.

સારું વહુ બેટા,એક માટે ના બનાવાય હો..છોકરાઓને ભાવે એ બનાવવું.મને તો બધું ફાવે.આટલું કહી એમની પ્રશ્નાર્થ ભરી નજર એમના પત્ની મીનાબેનના ફોટા ને જોઈ રહી...

2...

આવો આવો મંજુબેન કેમ છો?જમનાબેન બોલ્યા.

બસ મજામાં હો કહેતા મંજુબેન સોફા પર બેઠા.અને લક્ષ્મીના જોતાં તરત જ બોલ્યા," અરે લક્ષ્મીબેટા તું આવી છે?"

તરત જ જમનાબેને જવાબ આપ્યો,"

હા,હો ....જો દીકરી ઘરમાં હોય એટલે ઘર હર્યું ભર્યું લાગે.મા ની અડધી ચિંતા ઉપાડી લે હો.અને અમારી લક્ષ્મી અમારા ઘરની સાચી લક્ષ્મી છે. હજુ તો કાલે જ સાસરે થી આવી અને આજે મીરા વહુ એ સારા સમચાર આપ્યાં.ઘર માં ખુશાલી આવી ગઈ.હવે તો બસ દીકરાના ઘરે દીકરો પધારે એટલે અમે રાજી.

જમનાબેન ની વાત સાંભળી મીરાની નજર લક્ષ્મી બેન પર અને હાથ પેટ પર જતો રહ્યો.

3...

નિ-સંતાન જયશ્રીબેન 15 વર્ષ થી પોતાના આલિશાન બંગલામાં વૃધ્ધાશ્રમ ચલાવે છે.

આજે સવારે એ ઓફિસ માં બેઠા હતા ત્યાંજ તેમના એક કામ કરતા માણસે કહ્યું,"મેડમ, એક નવા બેન આવ્યા છે.એમના બંને છોકરાઓને વિદેશ મોકલવા બધી જ મૂડી વાપરી નાખી.એમના પતિ હયાત નથી.અને હવે છોકરાઓ બોલાવતા પણ નથી.એટલે અહીં રહેવા માંગે છે."

"સારું એમને અંદર મોકલ,અને એમના રહેવાની વ્યવસ્થા કરાવ",તરત જયશ્રીબેને કહ્યું.

રામ એમને અંદર લાવે છે.જયશ્રીબેન એમને ઓળખી જાય છે અને પ્રેમપૂર્વક દિલાસો આપી બહાર મોકલે છે.

'મેડમ તમે એમને ઓળખો છો?' રામે પૂછ્યું.

"હા,એ મારા પાડોશી હતા.ઘણા વર્ષો પહેલા સંતાન ના હોવાના કારણે મને પૂજામાં બેસવાની અમણેજ ના પાડી હતી. દીધી એને ખૂબ સંભળાવ્યું હતું."

"સાવ વહુઘેલો છે.પત્ની કહે એટલું કરે છે.ઘરની કઈ બાબતમાં એ બોલી જ કેમ શકે?એને કઈ પૂછવાનું થોડું હોય? આપણું મગજ નથી.એ આપણને પૂછ્યા વગર કઈ નિર્ણય ના જ લઈ શકે.અરે બહાર પણ સેના જાય બૈરા ઘણી ને પૂછ્યા વગર."રમેશભાઈ પોતના પુત્ર સાર્થક પર અકળાતા જેમ તેમ બોલતા હતા.હવે મુંગો કેમ બેઠો છે કઈ બોલ..

સાર્થક બોલ્યો,"પપ્પા મે મારી મમ્મીને જે સહન કરતા અને એકલા રડતાં જોયા છે એવું મારી પત્ની સાથે ક્યારેય નહી કરું.એ સ્વતંત્ર છે.મને એના પર વિશ્વાસ છે.અને એને ખુશ રાખવી મારી જવાબદારી છે.હું મર્દાનગીના નામે રાક્ષક નહિ થાવ."

5...

આજે મિતા અને માયા કોલેજના પાંચ વર્ષ પછી પહેલીવાર અનાયાસે બજાર માં મળી ગયા.બંને એકબીજાને મળી ખૂબ ખુશ થઈ ગયા અને સાથે કૉફી પીવા ગયા.

મિતા એ માયા ને કહ્યું, "માયા તને મળી મજા આવી ગઈ.તું મારી ખાસ મિત્ર હતી કૉલેજમાં.thank you.........તે મને એ વખતે સોહમ ના ખરાબ ઇરાદા વિશે જણાવ્યું.અને મે એની સાથેનો પ્રેમસંબંધ તોડી નાખ્યો.આજે હું આગળ વધી ગઈ છું ને મારા દાંપત્ય જીવનમાં ખુશ છું.તે એ વખતે મને બહુ સપોર્ટ કરેલો યાર."

ત્યાંજ માયા ના ફોનમાં રીંગ વાગી.મિતા એ જોયું.એમાં નું નામ લખેલું હતું અને ફોટો સોહમનો હતો.

6...

પાંચ વર્ષની ગાઢ મૈત્રી પછી ત્રિશા એ હિંમત કરી હતી તન્મય ને પ્રપોઝ કરવાની.પણ, ત્રીશાના સામાન્ય દેખાવના લીધે ત્તન્મયે તેને ચોખ્ખી ના પાડી દીધી.આપણે બંને મિત્રો જ બરોબર છીએ ત્રિશા.

આજે પાંચ વર્ષ પછી ત્રિશા એ તન્મયને જોયો.એક ખૂબ જ સુંદર દેખાતી સ્ત્રી જોડે જે તન્મયને કહી રહી હતી," તારામાં અક્કલ જેવું કઈ છે કે નહિ.જલ્દી ગાડી લાવ મને તડકો લાગે છે.ગાડી ક્યાં પાર્ક કરવી એટલી પણ અક્કલ નથી.તારી સાથે લગ્ન કરી ને મે ભૂલ જ કરી છે.

7...

"અરે!તારી ગર્લફ્રેન્ડ રિયનો ક્યારનો ફોન આવે છે ઉપાડ ને ભાઈ"સહિલે સમીર ને કહ્યું.

નથી ઉપાડવો અમારું બ્રેક અપ થઈ ગયું છે.હવે એક કામ કર તું જ ફોન ઉપાડી ને કહી દે મારે વાત નથી કરવી.

ઓકે,સાહિલે ફોન ઉપાડ્યો.રિયા સમીરને ભૂલી જા એ તને પ્રેમ નથી કરતો.સામે થી રિયા એ કઈક કહ્યું.સાહિલ સતબ્ધ બની સાંભળી રહ્યો.

'શું કહેતી હતી એ',સમીરે પૂછ્યું.

રિયા એ કીધું, કે તું છેલ્લા અઠવાડિયા થી મોડી રાત સુધી જેની સાથે મેસેજમાં વાત કરે છે એ રિયા નું જ ફેક એકાઉન્ટ છે.તો હવે ક્યારેય મેસેજ કે વાત કરવાની જરૂર નથી. આજ થી આપણું બ્રેક અપ.

.......

8...

જમના,ત્તને આ શાક સાવ સ્વાદ વગરનું નથી લાગતું.વહુ ને કઈ કહેતી હોય તો.રામભાઇએ જમનાબેન ને ફરિયાદના સ્વર માં કહ્યું.

'અરે સાહેબ,જેવું બન્યું એવું ખાઈ લો ને.સરસ જ બન્યું છે.ઘડપણમાં હવે સ્વાદના શું ચસકા .અને આપણે તો નસીબદાર છીએ. સમયે સમયે જમવાનું તો મળે છે.પેલા અંબલાલભાઈ ની હાલત જોઈ છે.

એટલામાં વહુનો અવાજ આવ્યો ,"શું થયું પપ્પા કઈ જોઈએ છીએ".

રામભાઇ તરત જ બોલ્યા,

"ના બેટા,જમવાનું સરસ બન્યું છે હો..... "?

9...

રવિવારની રજામાં પણ રાજ સવારનો મોબાઇલ પર જ હતો. ફોન કોલ્સ, ગેમ અને પછી ફિલ્મ.સાંજે એ ટીવી જોતો હતો ત્યારે એના દીકરાએ મોબાઇલ જોવાની જીદ કરી.દીકરાની જીદ રાજ ને ટીવી જોવામાં ખલેલ પહોંચાડતા હતી તેથી રીમા એ એના દીકરાને મોબાઇલ આપી દિધો.આ જોઈ ને રાજ રીમા પર ગુસ્સે થયો અને બોલ્યો, બસ આંખો દિવસ છોકરાઓને કામના બહાને મોબાઇલ પકડાઈ દો.મોબાઇલનું વળગણ થઈ ગયું છે.એમ ના થાય કોઈ બીજી પ્રવૃત્તિ છોકરાને કરાવીએ.

રીમા ઘુંઘવાઈ ને એટલું બોલી,એ તમારો પણ દીકરો છે . રજા ના દિવસે તમે પણ એ કરી શકો.

રસિકભાઈ ને મહેશભાઈ બંને ખાસ મિત્રો હતા.બંને સરકારી કર્મચારી.રસિકભાઈ પ્રમાણિક સાચા અને સંતોષી માણસ અને મહેશભાઈ પૈસા કમાવવા ઘણી ગેરરીતિઓ ચાલવી ને આગળ વધી ગયા.

આજે બંને નિવૃત્તિ થઈ ગયા છે. રસિકભાઇ નાના પણ સુખ સુવિધા થી સંપન્ન ઘરમાં રહે છે. છોકરો વ્યવસ્થિત નોકરીએ લાગી ગયો અને દીકરીને ઘર અને વર બંને સારા મળ્યા.વર્ષ માં એકાદ બે વાર રસિકભાઈ અને તેમના પત્ની આનંદ થી તીર્થયાત્રા કરવા જાય છે.

મહેશભાઈ પણ ખુશ છે મોટા આલિશાન બંગલામાં એમની બીમાર પત્ની સાથે રહે છે.છોકરીને વિદેશમાં પરણાવી છે.એટલે કેટલા વર્ષે મળવાનું થાય નક્કી નહિ,હા ફોન ઘણીવાર આવે અને છોકરો નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર હેઠળ છે.બાકી પૈસો ઘણો છે.

- Trupti.R.Rami(Tru...)