jajbaat no jugar - 33 books and stories free download online pdf in Gujarati

જજ્બાત નો જુગાર - 33

પ્રકરણ ૩૩મું / તેત્રીસમું




કલ્પના અને કલ્પેશ બંને ડોક્ટરની કેબિનમાં ગયા. થોડીવાર પછી બહાર આવ્યા. કલ્પનાએ અંતરા સામે જોયું અને અંતરા બેહોશ થઈ હેઠી પડી ગઈ.

હવે આગળ

અંતરાને બેડ પર સુવડાવી પછી તપાસ કરી, થોડું બીપી લો થયું હતું. બાકી બધું નોર્મલ હતું. કલ્પનાને વિચારો ઘૂમી રહ્યા હતા. અંતરાએ કહ્યું ત્યારે તેની વાત સાંભળી લીધી હોતતો સારું હતું.
કલ્પેશે ધમકી ભર્યા શબ્દો સાથે કલ્પનાને વિષાદ ભાવે પુછ્યું. આમ જ આવી રીતે તારે આ માણસ સાથે આગળનું જીવન વ્યતીત કરવું છે કે કોઈ નિર્ણય લેવાનો છે?
તું કહેવા શું માંગે છે? કલ્પેશ! નિર્ણય તો કુદરતે અને નસીબે કરી લીધો હવે મારે શું લેવાનો હોય?
બસ, તારી આ વાતોથી જ મને તારા પર ગુસ્સો આવે છે. નસીબ,નસીબ નસીબ તે તારી જાતે જ અપનાવ્યું છે. તું ચાહે તો હજુ નસીબને બદલી શકે છે. પણ ખબર નહીં તને તો મહાન બનવાનો શોખ છે ને. બંને હાથ હવામાં ઉંચા કરીને ઠપકાભર્યા શબ્દો થી કલ્પેશે કહ્યું.
જો ભાઈ, આપડી છતને છિદ્રો પડેને તો એ છિદ્રો સાંધા મારીને સાંધી લેવાં જોઈએ. કે છત જ કાઢી નાખવી જોઈએ?
પણ દી, છિદ્રો નાના હોય તો સાંધી શકાય, મોટાં થઈ ગયાં હોય તો છત જ બદલી નાખવી જોઈએ. છિદ્રોના સાંધા કેટલી વખત સાંધીશ?
એટલામાં પ્રવિણભાઈ પ્રકાશભાઈ અન્ય આવેલા વ્યક્તિઓ, જ્યાં વિરાજને હોંશ આવ્યો પછી શિફ્ટ કર્યો ત્યાં આવ્યા. એટલે ભાઈ બહેનની વાતો પર ફૂલસ્ટોપ લગાડી બંને અંતરાને જે રૂમમાં દાખલ કરી હતી ત્યાં તેની પાસે ગયા.
' અંતરાને તે કંઈ પુછ્યું?, સાંભળ્યું ને તે ડૉક્ટર સાહેબે શું કહ્યું ' કલ્પેશે ગુસ્સે થઈ પુછ્યું.
હું પુછવાની જ હતી, ત્યાં અચાનક આ બધી ઘટનાઓ ઘટતી ગઈ. એટલે વાત રહી ગઈ. એટલામાં અંતરાને હોંશ આવી ગયો.
કલ્પેશે કલ્પનાને ઈશારો કરી કહ્યું કે તું પુંછ હું બહાર જાવ છું. કલ્પનાએ પણ આંખના પલકારાનો ઈશારો કરી જવાબ આપ્યો.
જેવો કલ્પેશ બહાર ગયો. તુરંત જ આંતરાએ રડવાનું શરૂ કરી દીધું. કલ્પનાએ શ્વાતના આપી કહ્યું તું બિન્દાસ રહે તારી આંખોમાં મેં જોયું ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે નક્કી તારું કંઈ કાવતરાના કાવાદાવા કરેલા છે. તો જ તારી આ આંખોના ખૂણા ભીના થયા હોય બાકી મને મારી અંતરા પર પૂરો ભરોસો છે કે તું દુઃખમાં પણ આંસૂને આંખ સુધી નથી આવ્યા તે આજ કઈ રીતે આવી શકે.
માતૃત્વ પ્રેમની લાગણી આગળ અંતરા લાચારી ભરી નજરે જોઈ રહી. કલ્પનાએ આંખો વડે અંતરાને દિલાસો આપ્યો. અંતરાએ આગળના દિવસની આપવિતી કહેવાનું શરૂ કર્યું. મેં પહેલા થી જ મારા ફ્રેન્ડને કહી દીધું હતું કે તારે નાનું એવું એક્સિડન્ટ થાય એવી રીતે ગાડી ભટકાવવાની છે. મેં પપ્પાને બીજા રસ્તા પર બાઈક ચલાવવા કહ્યું પણ એ કોઈ દિવસ ક્યાં કોઈનું કહ્યું કરે છે તો આજ મારી વાત માને. ન જ માને અને મારી અંદરનો પ્રત્યાઘાતની અગનજ્વાળા તેજ તો હતી જ તેને થોડી હવા મળી અને તેજ અગ્નિ સાથે મારી અંદરની આગ ભભુકી ઉઠી.
અને મારા પોતાનો મન પરનો કાબુ ઘણા દિવસોથી અંદર ભભૂકેલી આગને હુ ઠારવા ચપ્પુ કાઢું તે પહેલાં એક પહેલવાન જેવો દેખાતો એક શખ્સ આવી મારા હાથ માંથી ચપ્પુ ખેંચી ધીમાં ઘાએ ઘાયલ કરી ગાયબ થઈ ગયો.
તારાં કહેલા વેદનાભર્યા એક એક શબ્દ મારી ભીતર રોજ અગનગોળાને સળગતા રાખું છું. એક સ્ત્રીને શૃંગારનો અનહદ શોખ હોય છે. એ દિવસ જેમ તું નથી ભૂલી શકતી તેમ હું પણ નથી ભૂલી શકતી. છતાં મારા પપ્પાનો અહંમ એવોને એવો જ છે. આજ દિન સુધી તેણે આ બાબતે અથવા તો કોઈ બીજી બાબતે તારી માફી માંગી નથીને? ના શામાટે માંફી માંગે? ત્યાં જ એક પુરુષનો અહંમ ઘવાય જાય છે. આજ મારી મા પાસે એકપણ શૃંગારમાં પહેરી શકાય એવું કશું જ નથી.
તારી એ પ્રતિજ્ઞા લેવી કે જ્યાં સુધી હું અને સર્વ ભણવામાં શ્રેષ્ઠ સ્નાતક ન થઈ જઈએ ત્યાં સુધી તારું આમ અડગ રહેવું કેમ ભૂલી શકું. તે તો શૃંગારનો ત્યાગ કર્યો પણ એને રત્તિભર પણ કંઈ ફરક ન પડ્યો.
કારણ, કારણ ફક્ત મારા પપ્પાને તારું થોડીવાર પણ ઘરની બહાર જવું એની વહેમીલી વાતોથી આજ પણ મારા કાનમાં ગરમ તેલ રેડયાની ભીતી કરાવે છે. તને શંકાની નજરે જોનાર મારા પિતા હોવાની લાયકાત ક્યારના ગુમાવી બેઠાં છે.
કોઈ તારી સામે જુએ તો દોષનો ટોપલો તારાં શિરે હું એ ખોટા આરોપ સહન નથી કરી શકતી. મામા કહેતા હતા તેમ તારે મહાન બનીને ક્યાં જવું છે? તું વિદ્રોહ નથી કરી શકતી તો મારાથી તારું દર્દ. મારા થી નથી જોવાતું. તું તારું દર્દ કોઈની સાથે શેર નથી કરતી પરંતુ મારી સાથે શેર કરે છે. એટલે તારા દર્દ નો નાશ કરવા મારે આ પગલું ભરવું જ પડ્યું. તને આ દર્દનો ટોપલો ઉસકવાની આદત પડી ગઈ છે પરંતુ એ જ ટોપલો મારાં પપ્પાને સુખનું સાધન થઈ ગયું છે.
એ ટોપલો મને ભારરૂપ લાગતો એટલે મારે આ પગલું ભરવું પડ્યું.
એટલામાં અંતરાના એ મિત્રનો કોલ આવ્યો. તું ક્યાં છે? જે રોડ પર તે ઉભા રહેવા કહ્યું હતું. ત્યાં હજુ સુધી તારાં પપ્પા કેમ નથી આવ્યા? તું તો કહેતી હતી ને કે તું તારા પપ્પાને લઈને ખાંડબજાર વાળા રોડ પર આવો છો. શું થયું? અંતરાનો મિત્રએ એકીશ્વાસે બધા પ્રશ્નો પુછતો રહ્યો. હું તને થોડીવાર પછી કોલ કરી જણાવું છું હમણાં તું ફોન મૂકી મને એક કામ યાદ આવ્યું છે. પણ મારે શું કરવું એ તો કહે, અહીં ઉભો રહું કે જાવ. તું જા ઘરે જતો રહેજે જેટલું બને એટલું જલ્દી પ્લીઝ......એમ કહી અંતરાએ કોલ કટ્ટ કરતા કંઈ સુઝ્યું હોય એમ અચાનક રોતલ આંખોમાં સૂર્યનાં ગોળા જેવી ચમક આવી ગઈ. બેડ પરથી એક કૂદકે બેઠી થઈ.
હરણફાળે દોડતી દોડતી કલ્પેશ પાસે ગઈ. મામા,મામા મને કહો પેલા પોલીસ અંકલે તમારા મિત્ર ડૉક્ટર સાહેબને શું કહ્યું હતું. તો તમને તેમણે અંદર બોલાવી એવી શું વાત કરી હતી મને કહેશો? પ્લીઝ પ્લીઝ
હાં પણ તું આટલી ખુશ કેમ થાય છે. કાવતરું કરવું એ પણ ગુનો જ છે. જેટલી સજા ગુનેગારને હોય એટલી જ સજા કાવતરું કરનારને પણ હોય છે.
અંતરાનો પીછો કરી આવતી કલ્પના, મામા ભાણેજના સંવાદો સાંભળી અંદેશો લગાવી રહી હતી.
આંખના ઈશારે કલ્પેશને સાઈડમાં બોલાવી કલ્પેશને કંઈક કાનમાં કહ્યું.
ઉત્સુકતા ભરી નજરે કલ્પેશ અંતરાને તાકતો રહ્યો. આફત આવવાની હોય ને એની કોઈ આગોતરી આગમવાણી નથી હોતી
ડૉક્ટરે દવા લેવા માટેનો કાગળ આપ્યો. અને કહ્યું ફટાફટ દવા લઈ આવો લોહી બંધ થતું નથી માટે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. સાંભળતા જ કલ્પનાએ ડૉક્ટરને પૂછ્યું કલ્પેશ ફટાફટ દવા લઈને આપી. ત્યાં ફરીથી પોલીસ આવી.
કલ્પેશ હાઇપર થઈ ગયો. અને આવેલી પોલીસને ધમકાવવા લાગ્યો. તમે કેમ ફરીથી આવ્યા પેશન્ટને શાંતિનો શ્વાસ લેવા દો. વિરાજ હવે તમારી સાથે વાત નહીં કરે, કેમકે તેને આરામની સખત જરૂર છે.
પોલીસે કલ્પેશનું ગેરવર્તનનો વિરોધ કરતા કહ્યું. કલ્પેશભાઈ તમે કેમ આવું વર્તન કરો છો. કલ્પેશ એકદમ સભાન થતાં બોલ્યો સોરી ઇન્સ્પેક્ટર સાહેબ. એ જરા આ ઉપાધીમાં બોલાઈ ગયું. વન્સ અગેઈન સોરી.
અગમચેતી રૂપે પોલીસ આ વાતની નોંધ લીધી હોય તેમ પોલીસકર્મીના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
કહેવાય છે ને કે ફેકાયેલ તીર, વિતેલો સમય અને બોલાયેલા શબ્દો પાછા નથી લઈ શકતા તેમ પસ્તાવો કરવો નકામો થઈ જાય છે જ્યારે મનુષ્ય આવી ઉતાવળ કરી બેસે છે.
અચાનક એક નર્સ આવે છે. કલ્પેશભાઈ કલ્પેશભાઈ તમોને સાહેબ અંદર બોલાવે છે. ફટાફટ ઓપરેશન થિયેટરમાં આવો. હડબડીમાં કલ્પેશ પોતાનો મોબાઈલ લોક કર્યા વગર જ પોકેટમાં મુકવા જતા નીચે પડી ગયો અને રેકોર્ડર સ્ટાર્ટ થઈ ગયું હોય એવાં અવાજમાં કોઈ બે વ્યક્તિ વચ્ચે થતી મંત્રણા સંભળાતાં પોલીસ તથા ત્યાં ઉભેલા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા અને એકબીજા સામે આંખો ફાડી ફાડીને સાંભળતા રહ્યાં

ક્રમશઃ........



એવી તે શું મંત્રણા મોબાઈલમાં ચાલતી હશે કે બધાનાં હોંશ ઉડી ગયા??
જાણવા માટે વાંચતા રહો જજ્બાતનો જુગાર


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED