અતીતરાગ - 25 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • અઘૂરો પ્રેમ - 1

    "અઘૂરો પ્રેમ"પ્રિય વાંચક મિત્રો... ઘણા સમય પછી આજે હું તમારી...

  • ભીતરમન - 44

    મેં એની ચિંતા દૂર કરતા કહ્યું, "તારો પ્રેમ મને ક્યારેય કંઈ જ...

  • ઍટિટ્યૂડ is EVERYTHING

    પુસ્તક: ઍટિટ્યૂડ is EVERYTHING - લેખક જેફ કેલરપરિચય: રાકેશ ઠ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 3

    વિચાર    મમ્મી આજે ખબર નહિ કેમ રસોડાનું દરેક કામ ઝડપથી પૂરું...

  • ખજાનો - 49

    " હા, તું સૌથી પહેલાં તેને મૂર્છિત કરવાની સોય તેને ભોંકી દેજ...

શ્રેણી
શેયર કરો

અતીતરાગ - 25

અતીતરાગ-૨૫

આજની કડીમાં આપણે વાત કરીશું.
બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી વિષે.
જેને આપણે સૌ તેના ફિલ્મી નામથી ઓળખીએ છીએ.

જ્હોની વોકર.

આ બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી આખરે જ્હોની વોકર બન્યાં કઈ રીતે ?
ઇન્દોરમાં જન્મેલા જ્હોની વોકર કઈ પરિસ્થિતમાં મુંબઈ આવ્યાં. ?
અને બોમ્બે ઇલેક્ટ્રિકસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ ( BEST ) બસના કંડકટર બદરુદ્દીન જમાલુદ્દીન કાઝીને બોલીવૂડમાં લાવ્યું કોણ ?

જ્હોની વોકર વિષે આવી કંઇક ઈન્ટરેસ્ટીંગ વાતોનો ખુલાસો કરીશું આજની કડીમાં.

બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી ઉર્ફે જ્હોની વોકરનો જન્મ થયો હતો ઇન્દોરમાં તારીખ હતી. ૧૧ નવેમ્બર ૧૯૨૬.

તેમના પિતાજી એક મિલ વર્કર હતાં. કોઈ કારણોસર તેમના પિતાની જોબ જતી રહી અને તે પછી તેઓ શિફ્ટ થયાં મુંબઈ.

જ્હોની વોકરનું બચપણ સંઘર્ષભર્યા દિવસોમાં વીત્યું. તેમણે શાકભાજી વેંચી. આઈસ્ક્રીમ વેંચી. પુખ્ત વયની ઉંમર થતાં BESTની પબ્લિક ટ્રાન્સપોર્ટની બસમાં તેમને કંડકટરની જોબ મળી ગઈ.

તેમની રમૂજવૃત્તિ તેમનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો. રોજિંદી મુસાફરી કરતાં મુસાફરો તેમના પ્રશંસક બનવાં લાગ્યાં. તેઓ ખુશમિજાજ વ્યક્તિત્વના ધણી હતાં એટલે તેમની પ્રકૃતિમાં એક નેચરલ કોમીક સેન્સ ઓફ હ્યુમરનું વરદાન હતું.

જ્હોની વોકરમાં રહેલી આ વરદાન જેવી પ્રતિભાના દર્શન થયાં, બલરાજ સહાનીને. જયારે તેઓ એકવાર બસમાં સફર કરી રહ્યાં હતાં.

એ સમયે બલરાજ સહાની એક ફિલ્મના નિર્માણ કાર્યમાં વ્યસ્ત હતાં.
એક્ટર તરીકે નહીં પણ, તેઓ તે ફિલ્મના સ્ટોરી અને સ્ક્રીન પ્લે રાઈટર પણ હતાં.
ફિલ્મના ડીરેક્ટર હતાં ગુરુદત્ત અને મુખ્ય પાત્રમાં હતાં દેવ આનંદ.
ફિલ્મનું નામ હતું ... ‘બાઝી’.

‘બાઝી’ના સ્ટોરી રાઈટર બલરાજ સહાની સાબ હતાં એટલે તેમણે બદરુદ્દીન જમાલુદ્દીન કાઝીને ધ્યાનમાં રાખીને તે ફિલ્મમાં તેમના માટે એક પાત્રનું નિરૂપણ કર્યું. અને તેમને સેટ પર લઈને આવ્યાં, ગુરુદત્ત સાથે મુલાકાત કરાવવા માટે.

પણ બલરાજ સહાનીએ બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી અને ગુરુદત્તની મુલાકાત કરાવી નહીં. સેટ પર આવીને બલરાજ સહાનીએ બદરુદ્દીન જમાલુદ્દીન કાઝીને એટલું જ કહ્યું કે,

‘અત્યારે તમે ભૂલી જાઓ કે, તમે એક બસ કંડકટર છો. તમારે અત્યારે માત્ર એક દારૂડિયાની એક્ટિંગ કરવાની છે.’

આટલું બોલીને બલરાજ સહાની ચુપચાપ એક ખૂણામાં જઈને બેસી ગયાં.
અને બાકીનું કામ બદરુદ્દીન જમાલુદ્દીન કાઝીએ સાંભળી લીધું.

સેટની એક તરફ દેવ આનંદ અને ગુરુદત્ત બન્ને કોઈ શોટ માટેની ચર્ચા કરી રહ્યાં હતાં.

ત્યાં અચનાક જ ગુરુદત્તના કાન પર કોઈ ધમાલ અને શોરબકોરનો અવાજ સંભળાયો.
એટલે તરત જ તેમણે પૂછ્યું કે, આ શું ચાલી રહ્યું છે ?
તો કોઈકે જવાબ આપ્યો કે. કોઈ દારૂડીયો નશાની હાલતમાં સેટ પર ઘુસી આવ્યો છે.

ગુરુદત્ત એ જોવાં ગયાં કે છે કોણ ?

બે-પાંચ મિનીટ સુધી આમથી તેમ લડખાતા અને લાવરો કરતાં બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી તરત જ સીધા ઊભાં રહી ગયાં.

પછી ખ્યાલ આવ્યો કે આ તરકટ બલરાજ સહાની સાબનું હતું.
ગુરુદત્ત આફરીન પોકારી ઉઠ્યાં
અને એ પાંચ મિનીટના તરકતટે બદરુદ્દીન જમાલુદ્દીન કાઝીની તકદીર બદલી નાખી.

અને ત્યાં જ બદરુદ્દીન જમાલુદ્દીન કાઝીનું ફિલ્મી નામકરણ કર્યું ગુરુદત્તે, જ્હોની વોકર.

જ્હોની વોકર નામ એટલે રાખવામાં આવ્યું કારણ કે તે ગુરુદત્તના શરાબના લત્તની ફેવરીટ બ્રાંડ હતી. આ રીતે બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી બન્યાં જ્હોની વોકર.

જ્હોની વોકરની ટેલેન્ટથી ગુરુદત્ત એ હદે પ્રભાવિત થઇ ચુક્યા હતાં કે,
ફિલ્મ ‘સાહિબ બીવી ઔર ગુલામ’ ને બાદ કરતાં જ્હોની વોકર માટે તેમની દરેક ફિલ્મમાં તેમના માટે અચૂક પાત્ર લખાયું.

પચાસના દાયકામાં ટોચના ફિલ્મ મેકર્સ તેમની ફિલ્મમાં જ્હોની વોકરની ભૂમિકા માટે ખાસ પ્રાધાન્ય આપવાં લાગ્યાં.

બી,આર. ચોપરાની ‘નયા દૌર.’ ચેતન આનંદની ‘ટેક્સી ડ્રાઈવર’ અથવા રાજ ખોસલાની ‘સી.આઈ.ડી’.

તેમની લોકપ્રિયતાની બુલંદી માટે આ એક ઉદાહરણ કાફી છે.

હિન્દી ફિલ્મ જગતના ઇતિહાસમાં કોઈ કોમેડી કલાકારના નામ પર ફિલ્મ બની હોય અન તે જ કલાકાર એ ફિલ્મનો હીરો હોય, એવો પહેલો દાખલો હતો.
ફિલ્મનું નામ હતું.. ઓફ કોર્સ.. ‘જ્હોની વોકર.’

૧૯૫૮માં બિમલ રોય એ એક ફિલ્મ બનાવી હતી, ‘મધુમતી’ તે ફિલ્મમાં ખાસ જ્હોની વોકર માટે એક પાત્ર લખવામાં આવ્યું હતું. એક શરાબી ચરણદાસનું. અને એ શરાબીનું પાત્ર તેમણે એવી લગનથી ભજવ્યું કે, તે ચરણદાસની ભૂમિકાએ તેમને તેમનો પહેલો ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો.

પચાસ અને સાઈંઠનો દાયકો જ્હોની વોકર માટે સુવર્ણ યુગ હતો. સિંતેરનો દાયકો આવતાં આવતાં ઘણું પરિવર્તન આવવાં લાગ્યું. કોમેડીની પરિભાષામાં પણ પરિવર્તન આવ્યું.

સ્લેપ્સ્ટીક કોમેડીનો દૌર ચાલ્યો. અરુચિકર સંવાદોનો સિલસિલો શરુ થયો. દર્શકોનો ટેસ્ટ બદલાયો અને જ્હોની વોકરે ધીમે ધીમે તેમનો રસ્તો બદલ્યો.

બોલીવૂડમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઇ એક લાંબો બ્રેક લીધો.
તેમના બ્રેક પછીના કમ બેકનો શ્રેય જાય છે, કમલ હાસનને. જે જ્હોની વોકરને લાવ્યાં ‘ચાચી ૪૨૦માં’ વર્ષ ૧૯૯૭માં એ ફિલ્મ આવેલી.
‘ચાચી ૪૨૦’ તેમની અંતિમ ફિલ્મ બની રહી.

જ્હોની વોકર તેમની પત્નીને પુષ્કળ પ્રેમ કરતાં હતાં.
તેમણે પ્રેમ લગ્ન કર્યા હતાં. ફિલ્મ ‘આરપાર'ના સેટ પર તેમની ભાવિ પત્ની સાથે તેમની મુલાકાત થઇ હતી. જ્હોની વોકરની પત્ની હતાં એક્ટ્રેસ ‘નૂર’.
જે અભિનેત્રી શકીલાની નાની બહેન હતાં.

જ્હોની વોકરના બંગલાનું નામ હતું ‘નૂર વિલા’. જે એક સમયે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્થિત હતું.

તેમના નિવાસ્થાન પાસે એક બસ સ્ટોપ હતું, જેનું નામ હતું ‘જ્હોની વોકર’

સમય અને કિસ્મત શું ચીજ છે ?

એ જતાવે અને જણાવે છે આ વાત.. કે એક સમયે જ્હોની વોકર એક બસ કંડકટર હતાં અને એક એ સમય આવ્યો કે એક બસ સ્ટેન્ડનું નામ હતું ‘જ્હોની વોકર.’

જ્હોની વોકર સાબને લાઇસન્સ ધારી બંદૂક કલેક્શન કરવાનો અજબ શોખ હતો.
તેઓ શિકારના પણ શોખીન હતાં અને તેમની આ શિકાર પ્રવૃતિમાં તેમના શાથી હતાં સંગીતકાર નૌશાદ સાબ.

તેમની એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું ‘શિકાર’. જેના લીડ રોલમાં હતાં ધર્મેન્દ્ર. તે ફિલ્મમાં જ્હોની વોકરના પર્ફોમન્સ માટે તેમને તેમનો બીજો અને અંતિમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

આશરે ૩૦૦ ફિલ્મોમાં અભિનયના અજવાળા કરનાર જ્હોની વોકર ડાયાબીટીસના મરીઝ હતાં. અને એ દર્દ વકરતાં તેમની કીડની અસરગ્રસ્ત થઇ.

૨૯ જુલાઈ ૨૦૦૩ના દિવસે તેમનું ઇન્તેકાલ થયું.

જ્હોની વોકરના કરોડો ફેંસને તેમનું નામ સાંભળતા એક ગીત અચૂક યાદ આવે..
‘તેલ માલિશ...’
‘સર જો તેરા ચકરાયે.. યાં દિલ ડૂબા જાયે..’

આગામી કડી..

‘સીન વન.. ટેક વન ..મૂહર્ત શોટ ,... કલેપ’

સુપર સ્ટાર રાજેશ ખન્નાની એક સુપરહિટ ફિલ્મના મુહુર્ત શોટ માટે કલેપ આપ્યો હતો, બોલીવૂડના એક લીજન્ડ કલાકારે. એક આઇકોનિક અદાકાર ક્લેપર બોય બન્યાં હતાં.

કોણ હતાં એ દિગ્ગજ કલાકાર જે યશરાજ બેનરની સ્થાપનાના શ્રી ગણેશની યાદગાર ક્ષણના ભાગીદાર બન્યાં હતાં ?

જાણીશું આગામી કડીમાં,

વિજય રાવલ
૨૯/૦૮/૨૦૨૨