રચના અને બેલા ની વાત કર્યા પ્રમાણે ઘણી બધી સ્ત્રીઓએ ફોર્મ ભરીને આપી દીધા . જેમાં ઘણી સ્ત્રીઓને અમુક પુરુષો સહકાર આપ્યો હતો એમને ઘરે ગૃહ ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કર્યું કારણકે ઘણા બધા પુરુષો ઇચ્છતા હતા કે એમની સ્ત્રીઓ કામ કરે જ્યારે અમુક સ્ત્રીઓના પતિઓએ એમને મારઝુડ પણ કરી પરંતુ કહેવાય છે ને કે સફળતા પામવી હોય તો ઘણું બધું સહન કરવું પડે.
બેલા અને રચનાના શબ્દો એમના દિલમાં એટલા બધા ઘર કરી ગયા હતા કે હવે તેમને કોઈનો ડર રહ્યો ન હતો. ધીમે ધીમે બધાએ ગૃહ ઉદ્યોગ માટેના ફોર્મ ભરીને આપી દીધા અને તાત્કાલિક રચના અને બેલાએ એમને દરેક વસ્તુઓ લોન ઉપર લાવી આપી અને સબસીડી પણ અપાવી ગામની સ્ત્રીઓ ખૂબ જ ખુશ થઈ ગઈ .પુરુષો આવીને બધાને ધમકાવતા ગામમાં મીટીંગો પણ કરતા અને કહેતા કે રચના અને બેલા ગામની સ્ત્રીઓને બગાડી રહી છે પરંતુ ધીમે ધીમે ઘરમાં આવક થતા અમુક પુરુષો ચૂપ રહેવા લાગ્યા અને ધીમે ધીમે જાણે ગામનો નકશો બદલવાનો હોય બદલાઈ રહ્યો હતો ગામમાં પીવાના પાણી માટેની બોરની સુવિધા માટેનું ફોર્મ ભર્યું અને એ પણ મંજુર થઈ ગયું અને ગામમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા થઈ ગઈ. રોડ રસ્તાઓનો પણ સુધારો કર્યો. ગામમાં સરપંચ તરીકે એક ગ્રેજયુએટ સ્ત્રીને ફોર્મ ભરાવ્યું અને એ જીતી ગઈ અને ગામની એક સ્ત્રી મહિલા સરપંચ તરીકે ચૂંટણી આવી રચના અને બેલા એ તમામ કાર્યો વિશે એમ ને માહિતી આપી એ પણ ગ્રેજ્યુએટ હતી એટલે એને વધારે શીખવવાની જરૂર નથી ગામમાં હવે સ્ત્રીઓ ઘુંઘટ પ્રથામાંથી બહાર આવી રહી હતી.રચના અને બેલાની મહેનત રંગ લાવી રહી હતી. બધી સ્ત્રીઓએ રચનાને બેલાને કહ્યું કે આજે તો ગામમાં ભર બજારે જ મિટિંગ કરવી છે હવે અમને કોઈનો પણ ડર રહ્યો નથી બધા જ લોકો તૈયાર થયા જે ગામની સ્ત્રીઓ અંધારામાં બહાર નીકળતી ન હતી ,એ સૂર્યપ્રકાશમાં પોતાની આત્મબળે બહાર નીકળવા માટે તૈયાર થઈ ગઈ .ગામના ચોકમાં સ્ત્રીઓ ની મીટીંગ ભરાઈ ગઈ ગામના પુરુષો પણ ત્યાં આવી ગયા એમને પણ હવે ધીમે ધીમે રચના અને બેલાની વાતોમાં તથ્ય લાગતું હતું .રચનાને કહ્યું કે ગામની દરેક સ્ત્રીને પોતાની રીતે જીવવાનો અધિકાર છે અને સમાજનું કયું બંધન સ્ત્રીઓ તોડી રહી છે એ તો તમારા પરિવારને સંભાળે છે, ઘર કામ કરે છે અને તમને આવક પણ કમાઈ આપે છે તો એ સ્ત્રી તમને કેવી રીતે સમાજ માં તમને બદનામ કરતી હોય તેમ લાગે છે કે તમારા સમાજની વિરુદ્ધ જઈ રહી છે એવું લાગે છે, બીજું કે દરેક સ્ત્રીને ભણવાનો અધિકાર છે જો એ ભણી રહેશે તો તેને નાના નાના કામ કર્યા કરતા એક સારી એવી નોકરીમાંથી એ સારું એવું વળતર કમાઈ શકશે .દીકરીના નાની ઉંમરે જે લગ્ન થઈ રહ્યા છે એને પણ રોકવાની જરૂર છે કારણ કે દીકરી હોય કે દીકરો નાની ઉંમરમાં એમને કંઈ પણ સમજ હોતી નથી કે જીવનની ધારા કેવી રીતે ચાલુ કરી શકાય એટલા માટે એમના લગ્ન 18 વર્ષની ઉંમરે કરવા જોઈએ હવે તો ધીમે ધીમે ગામમાં સુખ સગવડ પણ વધી છે ધીમે ધીમે બધી સગવડો આપણા ગામમાં જે મહિલા સરપંચ આવ્યા છે એ કરશે અમને આવતા જતા રહીશું અને લોકોની પરિસ્થિતિને પૂછતા પણ રહીશું અમે તો અમારું જીવન શિક્ષણ મેળવીને સુધાર્યું છે પણ અમે એવું નથીઈચ્છતા કે ગામના લોકોનું શિક્ષણ પણ આવા જુનવાણી વિચારોમાં રહે. આપણો દેશ ખૂબ જ આગળ વધી રહ્યો છે આપણે એની સાથે ચાલવાનું છે સરકાર તરફથી ઘણી બધી સહાયો મળી રહી છે અને જે મોટા જમીનદારો છે એમને પણ વિનંતી છે કે નાના જમીનદારોને પર શોષણ ઓછું કરવું જોઈએ દરેકને જીવવાનો અધિકાર છે અને એ જ્યારે પોતાનો અવાજ તમારી સામે ઉઠાવશે ત્યારે તમારે એ વખતે સમાજનો ડર નહીં નડે એટલા માટે તમારે પણ એ લોકોનું શોષણ કર્યા વિના એને સહકારથી ખેતીની આવકમાં વધારો કરવો જોઈએ ખેતીમાં ઘણી બધી ટેકનોલોજી પણ આવી છે એ ધીમે ધીમે આપણા ગામમાં આવે એવા પ્રયત્નો પણ કરીશું. ખેતી માટે પણ લોન મળે છે ગૃહ ઉદ્યોગ માટે પણ લોન મળે છે ભણવા માટે પણ લોન મળે છે અને દીકરીઓને તો મફત ફરજિયાત શિક્ષણ મળે છે . તો કેમ તમે દીકરીઓને અશિક્ષિત રાખો છો? દીકરા- દીકરીને એક સમાન રાખો દીકરો અને દીકરી સિક્કાની બે બાજુ છે ,બંનેને જીવન સફળ જીવન જીવવાનો અધિકાર છે. તો એમના જીવનમાં ક્યારેય કોઈ આડે રૂપ ન બનો તો ઘણું બધું સારું. ગામના લોકો આટલું બધું સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા અને કહ્યું કે રચના અને બેલા ખરેખર તમે અમારા ગામના દીકરા ઓ છો.
રચના અને બેલાએ કહ્યું કે ;હવે અમે આ ગામમાંથી અમારી નોકરી પર જવા માટે કાલથી જ નીકળી જવાના છે પરંતુ હવે અમે એવું વિચારી રહ્યા છે કે અમે આવતા જતા રહીશું પણ ગામની રોનક હંમેશા રહે એવું અમે ઇચ્છીએ છીએ એટલા માં રચનાના કાકા અને બેલાના કાકાએ એમની માફી માંગી અને કહ્યું;" બેટા " તમે અમારી આંખો ઉઘાડી દીધી હવે પછી અમે હંમેશા તમને સાથ સહકાર આપીશું તમારા માટે ગામ ના અને ઘરના દરવાજા ખુલ્લા છે ખરેખર તમે આજે શિક્ષણ મેળવીને જો આટલી બધી પ્રગતિ કરી હોય તો દરેક ના ઘરે શિક્ષણનો પ્રકાશ ફેલાવવામાં મદદ રૂપ બનજો આવે તો સાથે મળીને દરેક ઘરમાં ઉછળતા નો પંથ નીકળીને અજવાળું પાથરીએ.
રચના અને પેલા બંને જણા નીકળવા ની તૈયારી કરતા હતા ગ્રામજનોએ આવીને એમને ફૂલોથી સ્વાગત કર્યું અને એમને સરસ રીતે વિદાય આપી અને કહ્યું કે બે દીકરીઓ તમારા માટે હંમેશા આ ઘરના દરવાજા ખુલ્લા રહેશે. રચના અને બેલાના મમ્મી- પપ્પા પણ ખુશ હતા ખરેખર એમને પણ થયું કે અમારા ગામના દરેક ઘરને એક નવુ જીવન આપવાની શરૂઆત કરી છે હવે આ શરૂઆત એક નવો જ રંગ લાવશે.
બેલા અને રચનાને હવે શાંતિ થયી કે મોડે મોડે ગામના લોકો સમજતા થયા ખરા.
સમય જતાં રચના અને બેલા ના લગ્ન ગામના લોકોએ સાથે રહીને એમને મનગમતા પુરુષ સાથેકરાવી આપ્યા હવે તેઓ ખુશ અને સુખી હતા. પોતાના જીવનમાં જે કંઈ પણ કઠિન ભોગવી હતી એ એમના આત્મા વડે દૂર કરી અને એક સફળ જીવન જીવવાની શરૂઆત કરી એની અંદર જે ઉર્મિઓ હતી એ ભલે એક સમયે તૂટી ગઈ હતી પરંતુ ધીમે-ધીમે સમયના સાથે એની અંદરની તમામ ઉર્મિઓ એમના શક્તિ અને આત્મબળ ના કારણે પૂરી થઈ ગઈ.
દરેક સ્ત્રી ધારે તે કરી શકે છે દરેક પુરુષ પણ ધારે તે કરી શકે છે બસ તમારે અંદર રહેલી આવડતને જગાડવાની છે અંદર રહેલી શક્તિઓને બહાર લાવવાની છે સમય ગમે એટલું ખરાબ હોય પરંતુ એ ખરાબ સમય પણ પસાર થઈ જાય છે અને કહેવાય છે ને કે અંધારું થતા રાત્રી થાય છે અને બીજા દિવસની સવાર એક સોનેરી સપના લઈને આવે છે દરેક સમયે કંઈક નવું જ વિચારવાની પ્રેરણા મળી છે હંમેશા કંઈક નવું વિચારો અને આગળ વધતા રહો રચના અને પહેલાની જેમ તમારા જીવનને હંમેશા આગળ વધારતા રહો.
મારી આ નવલકથા હું કરું છું તમને આ નવલકથા વાંચી ને કંઈ પણ પ્રેરણા મળે તો હું મારી આ નવલકથા એક ઉજ્જવળ પંથે લખાઈ એમ વિચારીશ.
સમાપ્ત.