રચના અને બેલા બીજા દિવસે સવારે વહેલા જાગી જાય છે અને નિત્યક્રમ પ્રમાણે એમની જોબ પર ચાલ્યા જાય છે. સમય પસાર થતા રચના અને બેલા વિચારે છે કે હવે રજાઓ લઈ ને આપણા ગામડે જઈ ત્યાંની શું સ્થિતિ છે તે જાણીએ. અને બંને સખીઓ રજા લઈને ગામડે જવા નીકળી પડે છે. સાથે રચનાના માતા-પિતા પણ હોય છે. રચનાના માતા-પિતાને ઘણી બધી ચિંતા પણ હોય છે ત્યાં જઈને લોકો ફરીથી રચનાને હેરાન કરશે તો! બીજી તરફ એમને રચના ઉપર વિશ્વાસ પણ છે આટલું વિચારતા વિચારતા તેમનું ગામ આવી જાય છે. રચના અને બેલાને એમની જ ગાડીમાં ઘરે આવતા જોઈને બધાને નવાઈ લાગે છે. કારણકે ગામમાં કોઈ છોકરી ગાડી ચલાવતી નહોતી જ્યારે રચના અને બેલા બંને જણા ગાડી ચલાવતા શીખી ગયા હતા, પહેલા તો બધાને અચંબો લાગી ગયો. ગામડામાં રહેતી સામાન્ય ઘરની છોકરીઓ આજે ગાડી લઈને ગામમાં આવી ગઈ હતી. બધા જ લોકો ભેગા થઇ ગયા પરંતુ ગામના લોકો આ રચનાના કાકા કાકી થી ડરતા હતા એટલે કોઈએ વધુ એમને વાત કરી નહીં બેલાના કાકા, કાકી પણ આવ્યા હતા એમને તો ત્યાં બેલાને બોલવાનું શરૂ કરી દીધું હતું ,પરંતુ રચના ત્યાં બોલી દીધું કાકી હવે તમારો કોઈ અધિકાર નથી કે તમે બેલાને કંઈ પણ કહી શકો,બેલાની જિંદગી છે એ પોતાની રીતે જે રીતે ઇચ્છે તે રીતે જીવી શકે છે. અત્યાર સુધી તમે બેલાને જેમ ફાવે તેમ તમારી રીતે નચાવી છે પરંતુ હવે તમારો કોઈ અધિકાર નથી એક શિક્ષિત અને સરકારી કર્મચારી છે એટલે તમે એને કંઈ પણ કરી શકશો તો હું પોલીસ કમ્પ્લેન કરી દઈશ. અને હું પોતે વકીલ છું અને કેસ પણ હું જ લડીશ એટલે મહેરબાની કરીને અહીં કોઈ પણ વ્યક્તિ તમને બંને ને હેરાન કરવાનો પ્રયત્ન કરે નહીં નહિતર હું હાલ ને હાલ પોલીસને કન્ફોર્મ કરીને બોલાવી દઈશ. ગામના લોકો પોલીસથી ખૂબ જ ડરતા હતા એટલે સૌ પોતપોતાના ઘરમાં જતા રહ્યા પરંતુ ગામની કેટલીક સ્ત્રીઓ ખૂબ જ ખુશ હતી કારણ કે એ પોતાનો વિકાસ તો કરી શકી નહોતી પરંતુ રચના અને બીજાને આગળ વધતા જોઈને એમના મનમાં ખૂબ જ આનંદ થઈ રહ્યો હતો.
રચના અને બેલા બંને જણા ઘરમાં ગયા. બાજુમાં મેના કાકી કરીને હતા.તેમને બધા ની રસોઈ બનાવી મેના કાકી રચનાના મમ્મીના ખૂબ જ નજીકના સખી હતા એટલે એમને ખૂબ જ આગતા-સ્વાગતા કરી રચનાના મમ્મીએ કહ્યું ને ના મને કોઈનો ડર તો નથીને કારણ કે તમારા ગયા પછી તને લોકો હેરાન પણ કરશે કારણ કે તો અમને બોલાવે એ લોકોને પસંદ નથી નૈને કહ્યું એક સખી સખી ના કામે નહીં આવે તો કોણ આવશે તું ઘણા સમય પછી આવી છે અને મારી દીકરીઓને તો ખૂબ જ અભ્યાસ કરાવી ને સમાજમાં એક ઊંચું સ્થાન અપાવ્યું છે.એમની સેવાનો મને મોકો મળ્યો છે તો લોકોનો ડર કેમ કરીને રાખું? ચિંતા કરીશ નહિ! હું બધાને પહોંચી વળું એવી છું ચિંતા કર્યા વિના બધા જમી લો બધા ભેગા થઈને જમવા બેઠા ,જમતા, જમતા રચના બોલી અહીંયા આપણા ગામમાં કેવુ ચાલી રહ્યું છે હું અને બેલા એ જ જાણવા માગીએ છીએ. મેના કાકી એ કહ્યું તમે જમી લો પછી સાંજે તમને બધી જ વાત કરું છું એટલામાં તો રચનાના કાકા ,કાકી આવ્યા અને કહેવા લાગ્યા કે તમે હાલ ને હાલ અહીંથી નીકળી જાઓ હવે તમને ગામમાં રહેવાનો કોઈ હક નથી રચનાને કારણે કેટલી છોકરીઓ એના જેવું શીખી જાય તો પછી અમારા ગામનું શું થાય લગ્નમંડપમાંથી ભાગી ગઈ અમારા સમાજમાં અમારું ઈજ્જત અને આબરૂ કંઈ પણ વિચાર્યું ન હતું એટલે હવે તમારો આ ગામમાં કોઈ પણ કામ નથી અને જરૂર પણ નથી કારણ કે ગામના લોકોને પણ ખબર છે કે તું લગ્નમંડપમાંથી ભાગી ગઈ ને અમારી ઈજ્જત ધૂળધાણી કરી હતી એટલે તમે અહીંથી આ નીકળી જાઓ અને મેના કાકી તમારે કોઈ પણ અધિકાર નથી કે અમારા ઘરના લોકોને તમે તમારા ઘરે આશરો આપો તમે પણ સમજી લો કે તમને પણ અમે છોડીશું નહીં એટલામાં રચના જમતા ,જમતા ઊભી થઈ ગઈ અને કહ્યું ;કાકા કોઇપણ વાત તમે મર્યાદામાં રહીને કરો તમારો કોઈ અધિકાર નથી અમારી જિંદગી પર કોઈ નિર્ણય લેવાનો અને કંઈપણ કહેવાનો અત્યાર સુધી હું ચૂપ હતી પરંતુ હવે હું ચૂપ નહિ રહું. તમે અમારા પર કયા હક થી અમારા જીવનનો નિર્ણય લઈ શકો છો.! એટલામાં બેલા ના કાકા ,કાકી પણ આવ્યા. કેવા લાગ્યા કે રચનાને બગાડવામાં બેલા નો જ હાથ છે રચનાને તો અમદાવાદમાં કઈ ગલીમાં જવું કેવી રીતે રહેવું એ ખબર જ પડતી ન હતી પરંતુ આ બેલા જ એમને ત્યાં લઈ જઈને એમને આટલા બધા બોલતા કરી દીધા છે નહિતર આ લોકોનો અવાજ પણ ક્યાં આવતો હતો ,હવે તો બેલાને અમારે સબક શીખવાડવા નો છે હવે તું અહીંથી કેવી રીતે જઈ શકે છે અમે જોઈ લઈશું હવે તો અહીંથી નીકળે એ પહેલા તારા લગ્ન કરાવી દઈશું કારણ કે એકલી છોકરી ને હવે સમાજમાં આવી રીતે રખાય નહીં અમારે પણ સમાજમાં રહેવાનું છે એટલે હવે તમને બંનેને ત્યાંથી જવા દઈશું નહીં.
બેલાએ કહ્યું! હવે મને કોઈનો ડર નથી પહેલા નાબાલીક હતી મને કંઈ સમજ પડતી નહોતી પરંતુ હવે તો તમારી સામે અવાજ ઉઠાવી શકું એટલે મારામાં આવડત છે અને હું મારા પગ પર ઊભી છું તમે કોઈએ મને ભાવ પણ પૂછ્યું નથી કે હું કઈ હાલતમાં રહું છું હું જીવું છું મરું છું કે એકલી કેવી રીતે જીવન જીવું છું એ મને કોઈ પૂછવા પણ આવ્યું નથી .શું મારા લગ્ન કરાવી ને તમે તમારી બધી જ ફરજ ભૂલી ગયા તમને એ પણ ખબર નથી કે મારા છૂટાછેડા પણ થઈ ગયા કઈ હાલતમાં મેં આપ્યા છે મારું જીવન કેવી રીતે પસાર કર્યું છે ,એટલે મહેરબાની કરીને હવે પછી મને કોઈપણ ભાષણ આપવાની વાત ન કરો તો સારું ,અને કયો સમાજ?? આ સમાજે મને શું આપ્યું છે? તમે લોકોએ તો મને ગમે તેમ ફાવે ત્યાં મારા લગ્ન કરી દીધા પરંતુ સામેનું પાત્ર પણ તમે જોયું નહીં કે એને મારા શું હાલ કર્યા હતા,એ તો સારું કે રચના તે આવી અને ત્યાં ડોક્ટર સાહેબના સહકાર થી હું આજે શિક્ષણ મેળવીને એક સરકારી શાળામાં નોકરી કરું છું નહિતર તો તમે લોકો તો મને જીવતે જીવ મારી નાખી હતી એટલે હવે તમે મને કંઈ પણ કહી શકો એટલા હકદાર પણ નથી.
રચના પણ કહ્યું ;તમે લોકો સાંભળી લો હવે તો તમે તમારા જીવન પર એક પણ નિર્ણય લઈ શકશો નહીં અને જો લઈ શકશો તો હું ગમે તે પર કેસ કરીશ અને પછી તમે જીવનભર જેલના સળિયા પાછળ ધકેલાઈ જશો, અત્યાર સુધી અમે ઘણું બધું સહન કર્યું છે પરંતુ હવે પછી અમે સહન કરવા માટે સહેજ પણ તૈયાર નથી. હું એક વકીલ છું અને નિયમો પણ બધા જાણું છું અને નિયમોની અંદર રહીને અમે અમારું જીવન પ્રસાર કરીએ છીએ અમે એવા કોઈ નિયમો તોડ્યા નથી કે જેથી કરીને તમારે લોકોને સમાજ સામે નીચા જોવું પડે અમે તો એક સારું એવું શિક્ષણ મળ્યું છે અને શિક્ષણ મેળવવું એ ગુનો હોય તો કહો કારણ કે દરેક વ્યક્તિ પોતાના પગ પર ઉભા રહેવા માટે શિક્ષિત હોવી જરૂરી છે અને મારું જીવન બેલા ના કારણે સુધર્યું છે. નહીંતર તમે મારા મમ્મી -પપ્પા ને એક ગુલામી જેવી જિંદગી આપી હતી અને જોડે મને પણ એક ગુલામ બનાવી દીધી હતી ,પરંતુ હવે મહેરબાની કરીને તમે લોકો અહીંથી ચાલ્યા જાઓ હવે અમારે તમારી કોઈ પણ જરૂર નથી અમે તમે અમને કઈ મદદ કરી છે હંમેશા તમે અમને ધુતકારવા માટે જ આવતા હતા.
આટલું સાંભળીને બેલા અને રચનાના કાકા કાકી ત્યાંથી નીકળી ગયા.
વધુ આગળ..
હવે આગળના ભાગમાં જોઈશું બેલા અને રચના ગામમાં જે સ્ત્રીઓ પીડાય છે એમને કેવી રીતે મદદરૂપ થાય છે અને ગામલોકોને કેવી રીતે જાગૃત કરે છે.