રચનાના કાકા- કાકી અને બેલાના કાકા- કાકી ત્યાંથી નીકળી જાય છે. મેના કાકી કહે છે કે; તમે લોકો શાંતિથી અહીંયા બેસો, હું તમારા દરેક માટે ચા બનાવી લાવું છું બધા જ લોકો ચા પીને બેઠા .
બેલા અને રચના કહ્યું ;કાકી આ બધી ચિંતા ના કરો હવે આ બધામાંથી તો અમે ટેવાઇ ગયા છીએ. હવે આ ગામની સ્ત્રીઓ કેવી રીતે જીવે છે એની વાત કરો. ત્યારે મેના કાકી કહ્યું;" બેટા" અહીંની સ્ત્રીઓની હાલત ખૂબ જ ખરાબ છે ગામલોકો દીકરીઓને ફક્ત શિક્ષણમાં લખી શકે એટલું જ ભણાવે છે અને પ્રાથમિક શિક્ષણ પુરું કર્યા વિના જ એને ઉઠાવી લેવામાં આવે છે કારણ કે એવું વિચારે છે કે દીકરીને બહુ ભણાવાય નહીં. દીકરીને ભણાવવામાં આવે તો એ સમાજની મર્યાદામાં રહેશે નહીં અને દીકરીને ભણાવી ને થોડી કમાણી કરીને આપણને આપવાની છે એવા એમના વિચારો છે ઘણી સ્ત્રીઓ અહીં ભણેલી છે કારણકે સાટા પદ્ધતિમાં સ્ત્રીઓનું જીવન જોખમાયું છે એમા ઘણા પુરુષ સાથે ભણેલી સ્ત્રી છે અને તે પોતાની અંદર એક સ્વપ્ન ભરેલી ઊર્મિ છુપાઈ રહી છે. ઘૂમટો તાણીને ચૂપચાપ બધું જ સહન કરી રહી છે. અહીંયા ઘણા જમીનદારો નાના ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે અને એ બિચારા ગરીબ હોવાથી અવાજ ઉઠાવી શકતા નથી. અહીંયા માતા-પિતા દીકરીને લગ્ન કરવાનો અધિકાર જેટલો નથી એટલો અધિકાર બીજા લોકોને છે. દીકરી ને લગ્ન માટે કંઈ પણ પૂછવામાં આવતું નથી ખરેખર હું જાણું છું કે આપણા દેશમાં ઘણા બધા સુધારા થઈ રહ્યા છે દેશ આગળ વધી રહ્યો છે શિક્ષણમાં લોકો ખૂબ આગળ વધી રહ્યા છે પરંતુ આપણા ગામના લોકો હજુ પણ જૂનીપુરાણી પદ્ધતિ માં જીવી રહ્યા છે અહીંયા કોઈ સ્ત્રી અવાજ ઉઠાવી શકતી નથી . નોકરની જેમ બધી સ્ત્રી ઘરમાં બધા જ કામ કરે જાય છે પરંતુ કોઈપણ રીતે એને નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવતો નથી બીજું કે ગામમાં ઘણી બધી જ અસુવિધાઓ છે .અહીંયા પીવાના પાણીની સુવિધા પણ નથી અહીં દૂર સુધી લોકોને પાણી ભરવા માટે જવું પડે છે અને અંધારામાં જ પાણી ભરવા જવું પડે દિવસે તો કોઈ જઈ ના શકે .અહીંની સ્ત્રીઓની સ્થિતિ જોઇને મને પણ ખૂબ જ દુઃખ થાય છે પરંતુ હું ઉંમરલાયક સ્ત્રી છું અને મારું સાંભળે કોણ! ગામમાં સરપંચ છે પરંતુ એ અભણ છે વધુ ભણેલા નથી એને નવી યોજનાઓને કંઈ પણ ખબર નથી પરંતુ પૈસાના જોરે એમને બિનહરીફ ચૂંટાઇ દેવામાં આવ્યા છે ઘણા બધા સક્ષમ પણ છે પરંતુ એ લોકો સરપંચ બની શકે તેટલી પહોંચ ધરાવતા નથી એટલા માટે અહીં દિનપ્રતિદિન શોષણ વધતું જાય છે ખરેખર તમારા જેવી દીકરી ભણેલી-ગણેલી ગામની સ્થિતિ સુધારશો તો ગામના લોકોના આશીર્વાદ મળશે અહીંયા ગામ ની ઘણી બધી સ્ત્રીઓ ઉદ્યોગ બધું કરી શકે એટલી સક્ષમ છે. ગામમાં બેરોજગારીનું પ્રમાણ પણ ખૂબ જ છે ગામમાં પશુઓ છે પરંતુ ડેરી નથી ઉદ્યોગ ચાલુ થાય તો પણ લોકોને આમદની વધે પરંતુ હજુ તમે જે રીતે ગામ ને છોડીને ગયા એ જ પ્રમાણે જીવન ચાલી રહ્યું છે કોઈના પણ જીવનમાં સુધારો થાય એવી પરિસ્થિતિ નથી આ અહીંના લોકો એકબીજાને ધમકાવવામાં , નિર્ણય લેવામાં ગમે તે રીતે બોલવામાં કંઈ પણ વિચારતા નથી. બધા મનફાવે એ રીતે જીવી લે છે પરંતુ જે લોકો અવાજ ઉઠાવી શકે એવા છે એમને સહેજ પણ બોલવા દેતા નથી અહીં ગામમાં એક તમારા જેવી વહુ કૃપા આવી હતી. એને ગામ માં સુધારા લાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એને મારી જુડી ને છૂટાછેડા આપી દેવામાં આવ્યા.તેને ઘણા ઉપાય ઘણો બધો પ્રયત્ન કર્યો હતો પરંતુ અહીંની સ્ત્રીઓએ પણ સાથ આપ્યો નહીં નહિતર કૃપા તમારા જેવી ભણેલી ગણેલી હતી એને ગામની રોનક ને સુધારી દે તેવી હતી પરંતુ વગર વાંકે એને બિચારી ને પોતાના લગ્નજીવનને અલવિદા કહેવી પડી કારણ કે એનો પતિ તો એને છૂટાછેડા આપવા માગતો ન હતો પરંતુ ગામલોકો સામે એ કંઈ પણ બોલી શક્યો નહીં અને વગર વાંકે બન્નેનું લગ્નજીવન બરબાદ થઈ ગયું.પરંતુ મને તમારા પર વિશ્વાસ છે કે ગામ લોકોને સમજાવવામાં તમે ચોક્કસ સફળ થશો શરૂઆતમાં તમારે ઘણો બધો સામનો કરવો પડશે પરંતુ બેટા કોઈપણ સફળતા નું ફળ એકદમ સહેલાઈથી મળતું નથી કઈ પણ ગુમાવ્યા વિના કોઈ પણ સફળતા મળતી નથી પરંતુ તમે તમારો પ્રયત્ન છોડવા નો વિચારતા નહીં.
રચના અને બેલાએ કહ્યું ; કાકી અહીંના લોકોને કેવી રીતે સમજાવવા એ પહેલા તો એ લોકો અમારી વાત સાંભળે તેવું આયોજન કરવું પડે તો અમે કંઈ કહી શકીએ. એના માટે અમારે તમારી મદદની જરૂર છે કારણ કે અમારા વિચારો એમની તરફ નહીં જાય ત્યાં સુધી એ લોકોમાં હિંમત આવશે નહીં અમારે એમની અંદર રહેલા આત્મસન્માન જગાડવું છે એટલા માટે ગમે તે કરીને અમારે સ્ત્રીઓ સાથે મુલાકાત કરવી છે એટલે તમે અમને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને અમે દરેક સ્ત્રીને મળી શકીએ એમની અંદર રહેલા આત્માને ઝંઝોળી શકીએ.
મેના કાકી એ કહ્યું ;એ તો ખૂબ જ સરળ બાબત છે અહીંની સ્ત્રીઓને પાણી ભરવા માટે દૂર જવું પડે છે એ પરંતુ સવારે અને સાંજે જાય છે એટલે તમારે સવારે અને સાંજે દૂર પાણી ભરવા જાય છે ત્યાં દરેક સ્ત્રીને મળવાનો પ્રયત્ન કરવાનો રહ્યો ત્યાં દરેક સ્ત્રી તમને મળશે અને હું પણ સાથે છું સ્ત્રીઓને તો ગુલામી માંથી બહાર નીકળવું છે પરંતુ એ કયા બળે પોતાના જુનવાણી વિચારો માંથી બહાર આવે.
રચના અને બેલાએ કહ્યું; મેના કાકી હવે ચિંતા ના કરો હવે તો આજ સાંજથી જ અમે એ લોકોને મળવાનો પ્રયત્ન કરીશું હવે તમે અમારી ચિંતા કરતા નહીં અમે આ ગામમાં જે લક્ષ્ય લઈને આવ્યા છે એને પાર પાડીને જઈશું અત્યારે અમે રજાઓ લઈને આવ્યા છે એટલે દસ દિવસમાં તો અમારે આ ગામની રોનક ને બદલવાની જ રહી.
વધુ આગળ....
હવે વધુ આગળ જોઈશું કે રચનાને બેલા ગામની સ્ત્રીઓને સમજાવવામાં સફળ થાય છે કે નહીં!!?