ફરી મળીશું..... મળીશ...? Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

ફરી મળીશું..... મળીશ...?

રાહી - હાય..ક્યાં છે તું ? સાંજે 5 વાગે આપણે ટી પોસ્ટ પર મળીએ છીએ...ઓકે.

મીત - નહિ યાર..આજે હું વ્યસ્ત છું.. મળવાનું પોસીબલ જ નથી.

રાહી - ઓ મિસ્ટર મીત.હું તારી પરવાનગી નથી માંગતી. તને ઓડર કરું છું.

મીત - અરે પણ....

રાહી - પણ બણ કહી નહિ.. આવવાનું છે મતલબ આવવાનું છે...

મીત - કેમ તું પ્રાઈમ મિનિસ્ટર છો કે તારી વાત માનવી જ પડે??

રાહી - પ્રાઈમ મિનિસ્ટર થી પણ ઉપર ફ્રેન્ડમિનિસ્ટર...દરેક ફ્રેન્ડ્સને મારું હુકમ માનવું જ પડે નહિતર હું એમને ફ્રેન્ડશીપમાંથી સસ્પેન્ડ કરી નાખું...

મીત - ઓકે બોસ...આવી જઈશ પણ કારણ તો કહો તમારી અરજન્ટ મુલાકાતનું ??


રાહી - તો કારણમાં એવું છે કે........મળીએ 5 વાગે... બાય બાય....

5 વાગ્યામાં 10 મિનિટની વાર હોય છે ને ત્યાં જ રાહી ટી પોસ્ટ આવી જાય છે અને મીતની રાહ જોવે છે.
રાહી - બીઝી માણસ મીત, હું આવી ગઈ છું,તમે ક્યારે પધારો છો ?
મીત - બસ આવ્યો 10 મિનિટમાં જ...
રાહી - ઓકે પણ તારી 10 મિનિટ ઘડિયાળ વાળી સાચી 10 મિનિટ હોવી જોઈએ હો..
મીત - હા વાયડી હા... ઓછા ટોન્ટ માર હવે.
રાહી એકલા બેઠા બેઠા કોઈક વિચારમાં ખોવાયેલી હોય છે ને ત્યાં જ મીત આવે છે.
મીત - અરે કંઈક મોટા ચિંતનમાં લાગે છે ને મેડમ.
રાહી - કંઈ નહીં.ચાલ બે ચા મંગાવ અને બોલ શું ચાલે નવા જૂની...?
મીત - મોજ મોજ.હવે મુદાની વાત કર કેમ બોલાવ્યો મને?
રાહી - એ તો તારી જોડે ગપ્પા મારવા હતા એટલે ખોટું બોલીને તને બોલાવ્યો... કંઈ અરજન્ટ વાત નથી.
મીત - તારી આંખો મને કહી દે છે કે તારે કોઈ વાતની મુંજવણ છે પણ કોઈને કહી શકતી નથી અને મને કહેવા તો માંગે છે પણ સ્ટાર્ટ કઈ રીતે કરું એ સમજાતું નથી..એમ આઈ રાઈટ ??
રાહી - રાઈટ.તારું આ નિખાલસપણું અને તું મારા મૌન અને આંખોની ભાષા કેટલી સારી રીતે સમજી જાય છે.મને એ બહુ જ ગમે છે...
મીત -અચ્છા.. ખાલી એ વાત જ ગમે છે કે હું પણ ગમું છું?
રાહી - ખોટું લાઇન મારવાનું રહેવા દે. મેળ નહિ પડે.

'તું દરવર્ષે અંહી ફક્ત મારી સાથે ગરબા રમવા આવે છે કે કંઈક છે, આજ મને ફાઈનલ કહીં દે' થોડી ગંભીર ગહનતાથી રાહીએ મીતને પુછ્યું.
અને આજ પણ તું કંઈ કહ્યા વગર જ જાય છે, તને શરમ નથી આવતી? થોડા ગુસ્સાના ભાવ પણ ચહેરા પર આવી ગયો.
નવરાત્રીના પંદર દિવસ પહેલાં જ હું ખરીદી કરવા લાગી જાઉં અને તને વિડિયો કોલ કરી એક એક સેટ પહેરી એ ડોક પરનો કલરે કલરના પારા વાળું નેકલેસ ત્રણ વખત પહેરી પ્રથમ વખત મારી જાતને જોઉં એક ઘડીના વિલંબ વગર ફક્ત તારો ખ્યાલ આવે કે આપડે સાથે ગરબે ઘુમતા હશું ત્યારે મારો એ નેકલેસ અને તારું કેડિયું મેચિંગ તો થશે ને?
એ શણગાર, એ શ્રૃંગાર, હું શા માટે કરું છું ખબર નથી પણ એ ઝુમખાની એક એક ઘૂઘરી જ્યારે મારા ગાલને સ્પર્શ કરે છે ત્યારે ફક્ત એ ગાલના ખંજરને પણ સસ્મિત થઇ શરમ આવી જતી હશે. અરીસામાં જોઈ મારી જાતને ભૂલી હું તારા વિચાર વમળમાં એવી ફસાઈ જઉં ત્યારે એ વમળમાં રહેવાનો આનંદ બેવડાઈ જાય એવી આશાઓ સાથે કલાકો સુધી મારી જાતમાં વાગોળાએલી રહું છું
એ ગરબાની રમઝટ હજુ તો કેટલા દિવસની વાર હોય તો પણ હું ફક્ત ગરબે જ ઘુમતી હોય એ પણ તારી સાથે. માથાના માંગ ટીકાથી લઈને પગની પાયલ સુધી એ દરેક ઘૂઘરીનાં સ્પર્શમાં ફક્ત ને ફક્ત તું અને જ તું હોય છે.
ચણિયાચોળી સિલેક્ટ કરતી વખતે પણ બંનેના કલર મેચિંગ થશે કે નહીં તે જોવા હું મોલના મોલ વિખીં નાખું છું. એકવાર તો દુકાનદાર પણ મને કહીં જ લે કે બેન તમે એકલા આવો એનાં કરતાં બંને આવતા હોય તો સિલેક્શન સારી રીતે અને ઝડપથી થઇ જાય. ત્યારે હું એનાં પર ગુસ્સો કરું અને કહીં દઉં કે તમે તમારું કામ કરો, હું મારું નહીં અમારું જોઈ લઈશ ઓકે .
એ 'અમારું' શબ્દમાં કદાચ ન દેખાતી અધુરપ હશે નોતી ખબર.....
હેય....હેય કંયા ખોવાઈ ગઈ?

આપડી ચા આવી ગઈ જો....
'ચાલને દરવખતની જેમ આજે પણ શરત લગાવીએ કોણ પહેલા પીય જાય?? ' મીત બોલ્યો

અચાનક ગાડીને બ્રેક મારતાં ઝટકો લાગે એમ, ઝટકો લાગ્યો રાહીને.
'ઓહ...યેસસ કેમ નહીં ચાલ અને દરવખતની જેમ આજે પણ તું જ જીતીશ.
કેમ કે હું હારીને પણ જીતી જાવ છું'. રાહી મનમાં બોલી

અમેરિકામાં મારા જેવું કોઈ મળે તો હવે લગ્ન કરી લે.

ફુ....ફુ.... કરતી ચા સીધી ટેબલ પર ફુવારો થયો મીતના મોં માંથી,
અ...રે,અ...રે મેં એવો તે શું ગુનો કર્યો કે તું મારા લગ્ન વિશે વાત કરે છે?
બસ એમ જ ક્યારેક તો કરીશ ને લગ્ન?
મીતની નજર અચાનક ઘડિયાળ તરફ ગઈ અને બોલ્યો ઓહ માય ગોડ આઈ એમ લેટ.
મારે ફ્લાઈટ મીસ નથી કરવી. ચાલ તું મને ડ્રોપ કરવા આવે છે કે દરવખતની જેમ આજે પણ તારે અરજન્ટ મિટિંગ છે?
રાહી ધીમે થી બોલી હાં આજે પણ મિટિંગ છે.
કંઈ નહીં તું તારું કામ પતાવ હું પણ દરવખતની જેમ આજે પણ એકલો જ જઈશ.
ચાલ બાય એન્ડ ટેક કેર.
બાય, ઉ ટૂ.
રાહી કંઈ બોલી ન શકી
મનમાં બોલી ફરી ક્યારે આવીશ.........?
મીત અદ્રશ્ય થયો ત્યાં સુધી જોતી રહી રાહી,

ક્રિષ્વી ✍🏽



નોંધ; થોડા સંવાદ,
લેખક શ્રી સૌરભભાઈ જોશીના છે
જે સહ લેખક તરીકે આપનો ખુબ ખુબ આભાર ભાઈ