ચંપો Jayesh Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચંપો

:ચંપો :

સમીર અને ફોરમ, દિલ બે અને ધડકન એક ..બે હૈયા પણ એક મન. બંને એકબીજા ને એટલું વહાલ કરતા કે તેમની આજુ બાજુ ના લોકો ને પણ ઈર્ષ્યા ઉપજતી. ૨૮ પછી ની પાકટ ઉંમરે લગ્ન થયા અને બંને ટીચર ...પૈસા ની કમી નહોતી છતાં સાદગી અને સાદું જીવન પસંદ કરતા હતા.તે લોકો એક માધ્યમ વર્ગીય વિસ્તાર માં હાલોલ નજીક ના રૂસ્તમપુરા ગામ માં રહેતા હતા. ફોરમ સ્વભાવે મીઠડી,ગમી જાય તેવી સદાય હસતી જ લાગે,વ્યવહારુ અને થોડી ગણી ઉદાર ,એમજ કહો ને પરોપકારી ..આજુ બાજુ વાળા ને કઈ પણ જરૂર હોય તો તે સામે થી આપી દે ..એક ઘરોબો બંધાઈ ગયો હતો. ૩૦ થી ૪૦ ઘર ની ફળી માં બધાજ પ્રસંગ માં ફોરમ અને સમીર ને મોભાનું સ્થાન મળે ...
સમીર અને ફોરમ જયારે શાળા એ જાય ત્યારે એક ચંપા નું ફૂલ અવશ્ય સાથે રાખે ..ફોરમ ને તે બહુ ગમતું ..તેની સફેદ પાંદડી પર પીળા લિસોટા ..અને કૈક ન સમજાય એવી પણ મીઠી ગંધ ..ઠેક લાંબી દાંડી.. તે ક્યારેક તેને સાથે રાખે કે અથવા તો માથે રાખે ..ક્યારેક ફોરમ ભૂલી જાય તો સમીર યાદ અપાવે ..તારું ચંપા નું ફૂલ ..ક્યાં ?
એટલે ફોરમ મીઠું મલકતી ગાડી માંથી નીચે ઉતરે અને ઘર આંગણે થી તોડી પાકગી ગાડી માં બેસે. બંને ની સવલત માટે એક નાની મારુતિ અલ્ટો .વસાવી હતી ..બંધ ગાડી માં પણ ચંપા ની સુગંધ નોખી તરી આવતી.ફોરમ તો જાણે મદહોશી ની હાલત માં હોય તેમ આ ગંધ ની મજા લેતી હોય ..સમીર તેને શાળા એ છોડી તેનાથી દૂર આવેલ બીજા ગામ માં શાળા એ જાય ..રસ્તા માં ચંપો અને ચંપા ઘેલી ને વાતો ને વાગોળતો વાગોળતો ..

એક દિવસ સવારે ૧૦ વાગે બંને ગાડી માં બેઠા એટલે સમીર બોલ્યો "તારું ચમ્પા નું ફૂલ ક્યાં ?
"મને આજે થાક લાગે છે, તુજ લઇ આવ ને, પ્લીઝ."
"લઇ આવું એમાં પ્લીઝ શું કામ કહે છે "
સમીર ઉતર્યો ..તેને જોયું તો આજે ડાલી પર કોઈ ફૂલ જ નહોતું અને બીજો આસપાસ ક્યાંય ચંપો પણ નહોતો.તેને ચંપા ની કળી તોડી લીધી.ગાડી માં આવી ને ફોરમ ને આપી દીધી.
"આ શું ?"
" ત્યાં કોઈ ફૂલ જ નહોતું , અને તને ના કહેવું મને ના ગમે માટે લઇ આવ્યો"
"સારું, હવે ગાડી જવાદે નહીતો બંને જણ લેટ પડીશું "
સમીર ગાડી સ્ટાર્ટ કરી ને જવા દે છે.
"આ બારમાસી ચંપો હતો તો પછી કેમ કોઈ ફૂલ નહોતું"
"કોઈ ને જરૂર હશે તો લઇ ગયા હશે.કાલે લઇ લેજે "
"કાલે પણ ના મળે તો ..કળી તો તમે લઇ આવ્યા "
સમીર સહેજ ચિડાઈ ને "ફોરમ હું માત્ર એક કળી જ લાવ્યો છું,બીજી ગણી બધી ત્યાં ઉગેલી હતી"
"હા, પણ તમારી જેમ બીજું કોઈ કળી તોડી જશે તો ?"
" તમે સ્ત્રીઓ દરેક વાત ને ખેંચી ને આટલી લાંબી કેમ કરો છો ? જે ઘટના ઘટી જ નથી તેને વિચારી ને દુઃખી કેમ થાવ છો ?"
" અને તમે પુરુષો અમારા મન ની વાત ક્યારેય નહિ સમજો ..દરેક વાત તમને સમજાવવી પડે છે.મારો કહેવા નો મતલબ એમ કે ફરી ક્યારેય
ફૂલ ના મળે તો કળી ના તોડતા ..તેનાથી આવતી કાલ પર પ્રશ્ન લાગે છે.આજે તમે તોડી લાવ્યા એ કળી ના આજે કામ લાગી અને ના આવતી કાલે કામ લાગી ..એને ખીલવા દીધી હોત તો ...
"તારી સ્કૂલ આવી ગઈ "
ફોરમ ને ઉતારી સમીર ફરી એના રસ્તે આગળ વધ્યો.એક કળી તોડી જાણે કે કોઈ ની જિંદગી છીનવી લીધી હોય તેટલો અફસોસ થયો. ફોરમ કઈ બીજું સમજાવા માંગતી હતી ..કોઈ વાત તો છે જે એને અંદર થી ખાઈ રહી છે.આજે એને એની ફોરમ રોજ જેવી તાઝગી સભર ના લાગી.એક ચંપા ના ફૂલ નો આટલો મોહ ..ના એવું નથી ..તો શું છે વાત ? આજે શાળા માં તેનું મન ના લાગ્યું. સાંજે ઘરે પાછા ફરતા ફરતા પણ ફોરમ ચૂપ,ઉદાસ અને થાકેલી લાગી.
તેને હાલોલ હોટેલ પરથી જ જમવાનું પેક કરી લીધું. ફોરમ ના ના કરતી રહી પણ સમીર એની હાલત જોઈ ને તેને આરામ મળે એ હેતુ થી તૈયાર જમવા નું લઇ લીધું.
ફોરમ થોડું જમી.ફોરમ બીમાર છે તેવું જાણતા આસપાસ નું મહિલા મંડળ સમીર ની ઘરે આવી ગયું.સમીર પણ તેને ગમે એ હેતુ થી તે બહાર આવી ગયો.
થોડી વાર પછી અંદર ગયો .રૂમ માં બે જન અને થોડુંક માંદુ અજવાળું હતું. તેને ફોરમ નો હાથ પોતાના હાથ માં લીધો અને બોલ્યો
" આપણે કોઈ બીજા ડોક્ટર પાસે જઇયે તો "? તારો આ થાક દર ત્રણ - ચાર મહિને આપણા ઘર માં આવે છે અને મારી ફોરમ ને પજવે છે'
" હું સવારે તને એજ કહેવા માંગતી હતી પણ ..ચૂપ રહી..તું કાલે રજા લઇ લે ..આપણે બને વડોદરા કોઈ સારા ડોક્ટર ને બતાવીએ ..
" ઓકે, હું હમણાંજ ફોન કરી દઉં છું"
"બાજુ વાળા રમીલા બા કહેતા હતા કે જો આપણ ને કોઈ બાળક હોય તો ઘર નું આ એકાંત હળવું થાય"
" પહેલા તારી તબિયત અને પછી રમીલા બા ની વાત"
" જો મારી તબિયત ના ભરોસે તો કદાચ પિતૃ સુખ ના પણ પામી શકે "
"કઈ નહિ .મને પતિ સુખ તો છે જ " તેના હાથ પર ગરમ પાણી ના બે ટીપા ઉભરી આવ્યા.ફોરમ ની આંખ રડતી હતી.ફોરમ ની વેદના માત્ર ફોરમ ને ખબર હતી.
"ગાંડી, આમ રડાય..તને બધું સારું થઈ જશે ...રડતા રડતા બોલી મારુ એક કામ કરશો
"બોલ ને એમાં પૂછે છે શું ?"
" જો હું ના હોઉં તો બીજા લગ્ન કરી લેજો અને ચંપા ના ફૂલ ને ભૂલતા નહિ"
"તું આજે આવી વાતો કેમ કરે છે..મને પુરી વાત કર ..આજે સવાર થી તું અટકી અટકી ને થોડું કહે છે અને થોડું છુપાવે છે"
" મને બ્રેન કેન્સર છે એ વાત મેં અને મારા વડીલો એ તમારા થી છુપાવી.તેઓ ને એમ હતું કે એક વાર ઓપેરશન કર્યું એટલે મને સારુઁ થઈ ગયું. જો કે હું પણ એમ સમજતી હતી કે હવે મને કઈજ નથી ..અને એટલેજ મેં તમને આ વાત ના કહી.તમારો મારા પ્રત્યે નો પ્રેમ જોઈ ને હું તમને કોઈ પ્રકારે આઘાત ના લાગે માટે તમને પહેલા ના જણાવ્યું કે મને બ્રેન કેન્સર છે.૧૭ વર્ષ ની હતી ત્યારે એક ઓપરેશન કરાવ્યું હતું ત્યાર પછી બધું સલામત લાગતા તમારી સાથે ૨૮ ની ઉંમરે લગ્ન કર્યું. હવે તમારે મને નફરત કરવી હોય તો પણ કરો ..
" ફોરમ, તું આરામ કર..કોઈ પણ ચિંતા કાર્ય વિના સુઈ જા..કાલે આપણે વડોદરા જવાનું છે ..
ફોરમ આખી રાત જાગતી જ પડી રહી તે જાણતી હતી સમીર ક્યારેય તેની પર ગુસ્સે નહિ થાય...અને સમીર બધું સમય પર છોડી ને સુઈ ગયો હતો. આ એક રાત કદાચ જીવન માં સૌથી ભારી હતી.
આખી રાત ની જાગેલી ફોરમ કાયમ માટે સુઈ ગઈ હતી..જયારે સમય ને ભરોસે ઊંઘી જનારો સમય આજે ફરી છેતરાઈ ગયો..તેની ફોરમ સમીર ને મૂકી ને જતી રહી. આસ પાસ ના લોકો ભેગા થયા ..સમીર યંત્રવત વિધિ કરતો રહ્યો..એને થયું કે ફોરમ આખી રાત વિચારતી રહી ..તેને કારણે માથા માં અસહ્ય દુખાવો ઉપડ્યો હશે અને તેના મગજ ની કોઈ નસ ફાટી ગઈ હોય ..અરે રે..બિચારી એ આખી રાત કેટલું દુઃખ સહન કર્યું ..પીડા ની મારી તડપતી હશે પણ ... તેને મને કેમ ના જગાડ્યો ...?
થોડા દિવસ પછી સમીર શાળા એ જતો શરુ થયો. તે રોજ ચમ્પા નું ફૂલ તેની સાથે રાખતો.
એક દિવસ તેને શાળા ના રસ્તા પર એક શ્રીમંત ના ઘર પાસે સુંદર ચંપા નું ઝાડ જોયું.તે બે ઘડી ઉભો થઇ ગયો ..ફોરમ ની યાદો ને વાગળતો ..હતો. તે ગાડી માં થી ઉતર્યો ..મેઈન ગેટ ખોલી અંદર આવ્યો તો જોયું એક યુવાન સ્ત્રી નીચે બેઠી હતી અને બીજી થોડીક પ્રૌઢ હતી તે હીંચકા પર બેઠી હતી.
"કોનું કામ છે ભાઈ ?"
"કોઈ નું નહિ ..બસ આ ચમ્પો જોયો એટલે આવી ગયો ..માફ કરજો "
" તમને પણ ચંપો ગમે છે એમ "
" હા ..મને પણ એટલે "
"પ્રૌઢ સ્ત્રી બોલી " મારી મહેક ને પણ ચમ્પો બહુ ગમે ..તે ૧૦ વર્ષ ની હતી ત્યાર ની રોજ ચંપા ના ફૂલ સાથે રમે ..આજે પણ ..તે ..આ ફૂલ પાછળ ગાંડી છે .."
" બા ..અજાણ્યા વ્યક્તિ સાથે આટલી વાત ના કરાય "
" જુવો હું અહીં નજીક ની શાળા માં ટીચર છું ..આ તો આજે નજર પડી આ ચંપા ના ઝાડ પર એટલે આવ્યો ...
"બેસો ..બેસો, માસ્ટર જી ...
"આ તમારી દીકરી છે ?"
" હા, પણ તેને એક બીમારી છે .માટે તેના લગ્ન નથી કર્યા "
" શું બીમારી છે...પૂછી શકું ?"
" બ્રેન કેન્સર"
" તો તેની સારવાર કરવો ને ..."
" અમારા થી જેટલી થઇ એટલી સારવાર કરાવી ..જમીન અને રૂપિયા બધા ખાલી થઇ ગયા ..હવે તો અમેં બંને ખાઈ શકીયે એટલું જ
છે ..અને મારી મહેક પણ ના પડે છે ..બધું સમય પર છોડી ને જેટલું જીવાય એટલું મસ્તી થી જીવી લઉં.એવું કહે છે"
"જો ..તમે મને વાત કરી એટલે કહું છુઁ, તમારી મહેક ને લગ્ન કરવું હોય તો એક છોકરો છે મારી નજર માં ..તેના કરતા ઉંમર માં ૩ થી ૪ વર્ષ મોટો છે. વધારા માં એની બીમારી નો બધો ખર્ચ ઉપાડી લેશે .બોલો ?
" એ તો મહેક જાણે ..એને કરવું હોય તો?
" ના ,મારે કોઈ ની મદદ લઇ ને ,દયા પર નથી જીવવું..
"આ ચંપો ક્યારેય ફૂલ પોતાની માટે નથી ખીલવતો.જો તમને તો એમ પણ જીવન માં રસ નથી તો કોઈ ની જીવન સાથી બનશો તો તમને સુ વાંધો ?
" બધી હકીકત જાણ્યા પછી પણ ..કોઈ ને નુકસાન શા માટે કરવું "
" એવું કઈ નથી, તમે હા કહેશો તો બીજા કોઈ ને પણ નવું જીવન મળશે "
"હા કહી દે બેટી, મને આવાત ઠીક લાગી .. આપણે કોઈ બીજા માટે જીવીયે તો કેટલું સારું !"
" જો તમે હા કહેશો તો ..મને પણ ગમશે "
" હા , પણ એ છે કોણ ,જે મારી આ પરિસ્થતિ જાણ્યા પછી મારી સાથે લગ્ન કરે"
"હું,કરીશ ..પહેલા તમારો સંપૂર્ણ ઇલાઝ અને પછી તમારી સાથે લગ્ન "
" બા..કહી દો..મને કોઈ વાંધો નથી ..હું લગ્ન માટે તૈયાર છુઁ,"
" તો પછી કાલે હું તમને લેવા આવીશ . તમે તૈયાર રહેજો ..હું હવે આ બ્રેન કેન્સર સામે લડીશ અને તમને સાજા કરી દઈશ"
એક હલકું સ્મિત એ મહેક ને હોઠ ને મલકાવી ગયું..અને ચંપા ના દરેક ફૂલ જાણે આનંદ થી હસી રહ્યા હોય એવું લાગ્યું ..
સમીર ને દૂર આકાશ માં ફોરમ નો ચહેરો દેખાયો ...પહેલા જેવો તાજો .. સમીરે ન આપેલ વચન પાડ્યું બીજા લગ્ન નું અને ચમ્પા ના ફૂલ નું.
તેને મહેક ના સ્વરૂપ માં બીજી ફોરમ મળી ગયી . .ચંપા ની ફોરમ કે મહેક તો એજ રહી ..પવન સાથે ..સમીર સાથે વહેતી ને વહેતી ...

: ::::::::: સમાપ્ત ::::::::::::::::::::::