jajbaat no jugar - 30 books and stories free download online pdf in Gujarati

જજ્બાત નો જુગાર - 30

પ્રકરણ ૨૫મું / પચ્ચીસમું
બાળકો જેમ જેમ મોટાં થતાં ગયા તેમ તેમ જરૂરિયાતો વધતી ગઈ. કલ્પના રાતદિવસ મહેનત કરી સિલાઈ મશીન ચલાવી પોતાનો જીવન નિર્વાહ કરવા લાગી.

હવે આગળ

આપડે એટલાં બધાં મોહ પાછળ ભાગીએ છીએ કે મહત્વની ભૂમિકા ભજવવાનું ભૂલી જઈએ છીએ. આપડે ક્યાં ભાગવું જોઈએ અને ક્યાં ઊભું રહેવું જોઈએ એ તો નક્કી કરતા જ નથી, દોડ લગાવી હોય એમ કંઈ સમજ્યા વગર દોડતાં રહીએ છીએ.

જિંદગીમાં ફક્ત પૈસા જ નહીં પરંતુ શું મહત્વનું છે એ ભૂલાય જાય છે.
વિરાજને હવે સંબંધ કરતાં પણ પૈસો મોટો અને મહાન લાગતો.
વિરાજે કલ્પના માટે ઘરેણાં આભૂષણો જે કંઈ પણ બનાવડાવ્યા આખરે બધું જ વેંચાઈ ગયું.
આપડા ભારત દેશમાં તુલસીનાં છોડને તુલસી નહીં પણ એક દેવી તરીકે પૂજાય છે. જેમ શાલીગ્રામને પથ્થર નહીં પણ ભગવાન કહેવાય છે. એમ મંગલસૂત્રને આભૂષણ નહીં પરંતુ એક સુહાગનની આન શાનની નિશાની તરીકે ઓળખાય છે. એવું મંગલસૂત્ર પણ વિરાજે વેચી નાખ્યું ત્યારે એ વેદના હદથી વધારે વેઢાઈ ગઈ. ત્યારે શું એક સુહાગનની કિંમત ચુકવી કે સુહાગની કિંમત ખબર ન પડી.
એતો ગયું સાથે બીજા ઘણું પણ ગયું આખરે કલ્પનાએ થાકીને વિરાજને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ વિરાજ સમજવા તૈયાર ન હતો.
ઘરખર્ચ વધતા વિરાજે અલગ અલગ બેંકો માંથી લોન લેવા માંડ્યો. એની ઈ એમ આઈ ન ભરાતાં તે શહેર માંથી ગાયબ થઈ ગયો.
કલ્પનાને કોઈકવાર કોલ કરે પરંતુ ક્યાં છે. ક્યાં શહેરોમાં છે એ કંઈ જ ન જણાવે.
કલ્પના અનેક જહેમત ઉઠાવી એમની અને બાળકોનું ઘરખર્ચ એકલા હાથે સંભાળે.
એક દિવસ અચાનક રાતે અંધારામાં કલ્પનાના ઘરમાં કોઈ ઘુસી ગયું. આ વાત આજુબાજુમાં વાયુવેગે પ્રસરી ગઈ. એક પછી એક સંબંધીઓ એ વાત જાણવા કલ્પનાના ઘરે જોવા આવે. નવાઈની વાત તો એ છે કે ઘરમાં કોઈ મળે જ નહીં. બધાં સગાંવહાલાં બબે વખત ઘરે આવી જોઈ ગયા પણ ઘરમાં કોઈ અજાણી વ્યક્તિ જોવા ન મળે.
કલ્પના એકલી આ બધું ચુપચાપ સહન કરી લેતી. આ બધું સહન કરવાની ક્ષમતા હવે રહી ન હતી
આવું જીવન જીવવું સહેલું નથી હોતું. એક ફિલ્મી ઢબે જોઈએ તો ખરેખર કંઈ જ ન લાગે પરંતુ આ કોઈ ફિલ્મ ન હતી. આ તો વાસ્તવિકતા હતી અને એ સ્વીકાર કર્યે જ છૂટકો.
આ વાત ને આશરે બે મહિના વિતી ગયા. પણ હજુ પણ બધાને એવું જ લાગતું કે કોઈક તો કલ્પનાના ઘરમાં છુપાયને રહે છે. કલ્પના પણ ઘરની બહાર જવાનું ટાળતી. કોઈ સાથે વાત ન કરતી.
ઈજ્જત આબરુ બધું વિરાજે ખાતીર ખોવાઈ ગયા બાદ કલ્પનાને હવે જીવનમાં નિસ્વાદ નિરસ લાગતું. ઘણી વખત વિચાર આવતો જિંદગી ટૂંકાવી લેવી જોઈએ. પરંતુ બાળકો અને બાળકોનું ભવિષ્ય નજર સામે આવું પગલું ભરવું એને માયકાંગલું લાગતું
આ વેદના ઠાલવવી તો ઠાલવવી ક્યાં? કોઈક તો એવો ખૂણો જોઈએ જ્યાં દિલ ખોલીને બધું જ કહી શકાય. મનની અંદર દબાવી રાખવાથી ક્યારેક લાવા બની ધરતીને ધ્રુજાવી ધરતીકંપ આવવાની શક્યતા વધી જાય છે.
ધીમે ધીમે કલ્પના બધી વાત અંતરાને કહેવા લાગી. એક એક વેદના સાંભળીને અંતરાનો મા પ્રત્યેનો પ્રેમ એમનાં નાના એવા મનમાં બાપ પ્રત્યે ધૃણા ઉપજાવી જતી. બાપ પ્રત્યેનો પ્રેમ વિસરાઈ ગયો. માની હ્રદયની વેદના, બાપ દિકરીની વચ્ચે નાની અમથી તિરાડે ક્યારે મોટી ખાઈ બની ગઈ તેની કલ્પનાને ખબર જ ન રહી.
કલ્પનાના એક એક સપનાં ધીમે ધીમે દિવસે દિવસે વાદળો વિખરાઈ તેમ વિખાતા રહ્યા. જેમ કાચ ફુટયા પછી એને સાંધી નથી શકતા તેમ ભસ્મીભૂત થઈ ગયેલા સપનાં પણ ક્યારેય નહી સંધાય એ પૂરેપૂરી ખાતરી થઈ ગઈ.
કોઈ અપેક્ષા વિનાનું જીવન હવે બોજારૂપ અને ખાલી વૃક્ષ વિનાના વન જેવું, પાણી વગરના સમુદ્ર જેવું, રેતી વગરના રણ જેવું, પ્રકૃતિ વગરની પૃથ્વી જેવું ઉજ્જડ લાગવા માંડ્યું.
એક સ્ત્રીનું હૃદય ખુબ જ કોમળ હોય છે.એ માંથી એ કઠોર, દયાળુ માંથી નિર્દય, લજ્જા વિહિન ત્યારે જ બને જ્યારે હોય છે જ્યારે જિંદગીમાં આવાં ઉતાર ચઢાવ આવે જાય પછી કોઈ ફર્ક પડતો નથી.
આજે કલ્પના એક સ્ત્રી, સ્ત્રી મટીને અમુક પુરુષો માફક કઠોર, નિર્દયી, લાગણી વિહોણી, ગમે એટલું દુઃખ વ્યથા સમસ્યા ગમે તે આવે પણ કંઈ ફરક ન પડે એવી વજ્ર સમાન બની ગઈ છે.

અવસર ચુક્યા મેહુલિયો ફરીથી નથી આવતો તેમ કલ્પનાના જીવન રેતી વગરના રણ જેવું, ઉદાસીનતા હતાશા સિવાય કંઈ બચ્યું જ ન હતું. દુઃખને અંદર દબાવી રાખી દુનિયા સામે પોતાના ગાલે તમાસો મારી ગાલ રાતાં રાખ્યા સિવાય કોઈ ઉપાય નથી એ સત્ય તેણે સ્વીકારી લીધું.
આછાં ઉજાસમાં લઘરવઘર પહેરેલો લેંઘો. ઉપર અત્યંત બારીક છીદ્રો વાળું બનિયાન. કેટલા દિવસથી પહેરીને બેઠા હોય એવો, દાઢીના વાળ છાતી સુધી પહોંચી ગયેલા. માથાના વાળ ખંભા સુધી, માથાના વાળ અને દાઢી બંનેનુ એવું મિશ્રણ કે જાણે કેટલાય સમયથી વાળંદની વિઝિટ લીધી જ નથી. એક લાંબા મેજ પર કંઈક રૂમાલ જેવું પાથરેલુ એની ડિઝાઇન મુજબ ગમના ટપકાં કરી ચિતરેલ પર સ્ટોનનું હેન્ડ વર્ક ચાલતું હતું કે અચાનક જ અણધારી આફત આવી પડે તેમ ગુલાબે જેવી એન્ટ્રી કરી અને આ બધું જોઈ સ્તબ્ધ થઈ ગઈ.
ગુલાબની આમ અચાનક અણધારી એન્ટ્રીએ કલ્પનાના મગજમાં અવનવા વિચારો માંડ્યા દોડવા. ગુલાબ મને પુછશે તો હું શું જવાબ આપીશ. શામાટે આને મારા ઘરે... નહીં મકાનમાં રહેવા દઉં છું? શામાટે એક આતંકવાદીની જેમ આશરો આપ્યો છે? શામાટે સમાજથી સંતાડ્યો છે. શું કહીશ?
કલ્પનાનો ખંભો પકડી ગુલાબ તેને ખંખોરતી પૂછી રહી હતી કે શું છે આ બધું? હું સત્ય જાણવા જ આમ અચાનક તારા ઘરે આવી દુનિયાનાં ગળે ગળણા ન બંધાય. માટલાના મોં પર બંધાય.
આવાં દૂધ પીતા મરતાં હોય તો ઝેર પાવા ન બેસાય. તારી અક્કલ ઘાંસ સરવા ગઈ છે?
આ સમાજ, તારો પરિવાર, તારું કુટુંબ બધાં તને કઈ નજરે જુએ છે તને અંદાજ પણ નથી છતાં, છતાં તું આ માણસ સાથે કઈ રીતે જીવી લેછે મને તો એજ સમજાતું નથી.

એક કળી માંથી ખીલીને ગુલાબની માફક પ્રેમ પુષ્પો ખીલાવવા હતાં. એકમેકને એકબીજાની જિંદગીમાં આથમતી સંધ્યા સુધીનાં એક અનોખાં બંધનો નીભાવી જિંદગીમાં મઘમઘાટ સાથે લાગણીઓની સુવાસિત કરી રગ રગને રોમ રોમમાં મહેકાવી ઉગતી સવારને નિહાળવાની હતી. આથમતી સંધ્યા ટાણે કરચલીઓ પડે ત્યાં સુધી સાથે રહેવું સહેવું હતું. પશ્ચિમ તરફ ઢળતી સંધ્યા સમયે સૂર્યનાં આછાં રાતાં રંગો નીરખતા નીરખતા એકબીજાના હાથમાં હાથ પરોવીને આંગળીઓમાં આંગળીઓ ગૂંથીને હમસફર બનીને રોમાંચક રાતોને છેક પાનખર સુધી પાંગરતી પાનખરની પીડાતા દર્દને માણી શ્વાસમાં શ્વાસ ભરી સ્થાપેલા વિશ્વાસને વળતી વેળા સુધી અવીરત વહેતો રાખવા માંગતા હતા. આ સપ્તરંગી સપનાંઓને બાથમાં લઈ સાથે જીવનની સફરને પારંગત થઈ હમસફર બનીને રોમાંચક સફર શરૂ કરવાની શરૂઆત શેર વિખેર થઈ ગઈ. એનું તને ભાન જ નથી??
'જો દુઃખોને લણવાના ન હોય એતો સુખી થવા વાવવાના હોય છે. કદાચ મારા નસીબમાં આવું જ લખાયું હશે' કલ્પના બોલી
પણ, પણ ક્યાં સુધી આ છોકરાં મોટા થયા. કાલે એમનાં લગ્નની ઉંમર થવાની. તું સહન કરવાનું છોડી એક વખત વિદ્રોહ કરીને તો જો.

કોણ હશે એ માણસ
જાણવા માટે જોડાયેલા રહો
વાંચતા રહો જજ્બાતનો જુગાર

ક્રમશઃ......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED