પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૪ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૪

રાજલ ની જીદ આગળ ન છૂટકે કોમલ ને નમવું પડે છે તેનું કારણ હતું તેને અમદાવાદમાં રહીને કોલેજ પૂરી કરવી હતી અને તે માટે રાજલ નું ઘર અને તેનો સાથ જરૂરી હતો. હું કાલે તને ચોક્કસ મળાવિશ એવું કહીને બંને ઘર તરફ સ્કુટી લઈને પ્રયાણ કર્યું.

રાજલ જે યુવાન ને મળવા તલપાપડ હતી તે આજે હું રાજ ને મળી શકીશ તે ખુશીમાં તે કોલેજ જતી વખતે કોમલ પર પ્રેમ વરસાવી રહી હતી. કોમલ જાણતી હતી કે આ રાજ છોકરો સારો છોકરો નથી તે જરૂરથી રાજલ ને નુકશાન પહોંચાડશે એટલે તે એવું કઈક કરવા વિચાર કરવા લાગી જેથી તે રાજ અને રાજલ ની મુલાકાત કરાવી શકે પણ આગળ કઈ ન થાય. જેથી રાજલ સુરક્ષિત રહે. એક દિવસમાં રાજ ને કોમલે જોઈ લીધો હતો તે કેટલો હરામી છે.

કોલેજના ગેટ પાસે પહોંચતા જ સ્કુટી ઊભી રાખીને કોમલ ને રાજલ યાદ અપાવે છે. રાજ ક્યાં મળશે.?
જાણે રાજ ને મળવા તલપાપડ થતી હોય તેમ આમ તેમ નજર કરી રાજ ને શોધવા લાગી.

હવામાં તારી હવા છે, એટલે તો મળવું છે,!
દરદની તું જ દવા છે, એટલે તો મળવું છે.!!

કોલેજ ના ગેટ પાસેથી પાર્કિંગમાં સ્કુટી પાર્ક કરવા કોમલે કહ્યું એટલે સ્કુટી ને પાર્કિંગ તરફ રાજલ લઈ ગઈ. ત્યાં સ્કુટી પાર્ક કર્યા પછી કોમલ જુએ છે તો રાજ ની કાર પડી હતી. આ જોઈને કોમલ સમજી ગઈ કે રાજ કોલેજમાં આવી ચૂક્યો છે. પણ તેં હજુ રાજ પાસે જઈને રાજલ ને મળાવવા માંગતી ન હતી કેમકે તે જાણતી હતી આનું પરિણામ રાજલ અને મારે બન્ને ને ભોગવું પડશે પણ રાજલ ની જીદ આગળ લાચાર બનીને કોમલ પોતાના ક્લાસ તરફ આગળ વધી અને રાજલ ને સાથે ચાલવા કહ્યું.

કોમલ જેટલી ભોળી હતી એટલી જ હોશિયાર હતી તે જલ્દી થી કોઈ પણ વ્યક્તિ ને પારખી જતી અને તેને બધું યાદ પણ રહેતું હતું. પહેલા દિવસે કોલેજ ની અંદર પ્રવેશ કરતા તેણે બધું નોટિસ કરી લીધું હતું એટલે રાજ ક્યાં હશે. તે કોમલ ને ખબર હતી.

રાજલ ને ક્લાસરૂમમાં માં લઇ જવાને બદલે કોમલ તેને લાઇબ્રેરી તરફ લઈ જાય છે. જ્યા પહેલેથી રાજ અને તેમના મિત્રો લાઇબ્રેરી ના પાછળના ભાગમાં સિગારેટ ફૂકી રહ્યા હતા. કોમલ ને જ્યારે રાજ તંગ કરી રહ્યો હતો ત્યારે બીજા મિત્રો સિગારેટ ની વાતો કરી રહ્યા હતા એટલે કોમલ ને ખબર હતી કે રાજ અને તેના મિત્રો લાઇબ્રેરી પાસે સિગારેટ ફૂકી રહ્યા હશે અને જો આ દ્રશ્ય હું રાજલ ને બતાવીશ તો કદાચ રાજ ને મળવાનું ટાળી શકાશે એટલે જ તો હિંમત કરીને કોમલ લાઇબ્રેરી પાસે રાજલ ને લઇ ગઈ અને રાજ ના કરતૂત નજારો નજર જોઈ શકે.

રાજલ નો હાથ પકડીને કોમલ લાઇબ્રેરી પાસે લઈ જાય છે પણ રાજ અને તેના મિત્રો સિગારેટ ફૂકી ને આ તરફ આવી રહ્યા હતા. આ જોઈને કોમલ જે બતાવવા માગતી હતી તેના પર પાણી ફરી ગયું. હવે તો સામે ચાલીને રાજ આવી રહ્યો હતો એટલે ન છૂટકે રાજલ ને તેની સાથે મુલાકાત કરવી જ રહી.

રાજ અને તેના મિત્રો જ્યારે કોમલ અને રાજલ પાસેથી પસાર થયા એટલે બધા ની નજર કોમલ પર પડી. રાજ ત્યાં જ ઊભો રહી ગયો અને કોમલ ને જોવા લાગ્યો.
કોમલ ની નજર જઈને બોલ્યો.
હાય.... આજે કેમ ચાંદ સામે ચાલીને ઊગ્યો.?

નજર નીચે કરીને કોમલ બોલી.
હું અહી રાજલ ને તમારી પાસે લાવી છું. એ તમારી સાથે વાતો કરવા ઈચ્છે છે.

રાજે કોમલ તરફ નજર હટાવીને રાજલ તરફ નજર કરી અને તેને જોવા લાગ્યો. પછી તેમના મિત્રોને ઈશારો કર્યો.
અહી થી દુર જતા રહો.

રાજ ના મિત્રો ગયા પછી રાજ બોલ્યો.
"બોલ રાજલ શું વાત કરવા માંગે છે.?"

હું તારી સાથે દોસ્તી કરવા માંગ્યું છું.
બોલ તું મારો ફ્રેન્ડ બનીશ.?
વિના સંકોચે તરત રાજલ બોલી ગઈ.

આટલી નિખાલસ છોકરી રાજ પહેલી વાર જોઈ રહ્યો હતો. રાજલ નો આ સ્વભાવ તેને પસંદ તો આવ્યો પણ તે કોમલ ને દોસ્ત બનાવવા માગતો હતો. અને કોમલ તેનાથી દૂર ભાગી રહી હતી. એટલે કોમલ ની સાથે રહેવા રાજ ને ખ્યાલ આવી ગયો. જો હું રાજલ સાથે મિત્ર રહીશ તો કોમલ આપો આપ મારી નજીક આવતી જશે.

હાથ લંબાવતા રાજ બોલ્યો.
"રાજલ તું આજથી મારી દોસ્ત. અને તું મને ગમે ત્યારે મળી શકે છે."
આટલું કહીને રાજ ક્લાસ તરફ આગળ વધ્યો.

ખોટ હતી જે બધી પૂરી થઈ ગઈ...
જિંદગી જેમ કે ખુશ્બુદાર ફૂલ બની ગઈ...
દુઆ માં માગ્યું હતું એક સાચા ને સારા દોસ્ત ને...
મળ્યા જો તમે તો લાગ્યું એવું જાણે દુઆ કબૂલ થઈ ગઈ..!!

રાજ ની સાથે દોસ્તી થતા રાજલ ખુશી ની મારી પાગલ થવા લાગી ને કોમલ ને ભેટી પડી. ત્યારે કોમલે એક સવાલ કર્યો.
રાજલ મને એક વાત કરીશ.
તને રાજ માં એવું તે શું દેખાયું જ્યારે તું એને મળવા તલપાપડ બની ગઈ હતી.?

કહેવાય છે ને પ્રેમ બે રીતે થાય એક દિલ થી અને એક શરીર ના આકર્ષણ થી પણ અહી તો રાજ પાસે દિલ હતું નહિ એટલે શરીર નું આકર્ષણ છે એવું કોમલ ને લાગ્યું હતું. પણ જે રીતે રાજલ હતી તે જોતાં રાજ પણ એવો હતો બસ રાજલ મધ્યમ વર્ગની હતી અને રાજ જોવામાં પૈસાદાર નો છોકરો હોય. એટલે પૈસા પાછળ પડી હોય તો નવાઈ નહિ. આવા વિચારો કોમલ ના મનમાં ઘૂમ્યા કરતા હતા.

રાજલ જવાબ આપતા કહે છે.
"જો કોમલ હું તેના શરીર કે દિલ જોઈને તેમની નજીક જવા નથી માંગતી પણ તેની પાસે રહેલ પાવર અને તેની હિંમત નાં કારણે મને ઘણું બધું મળી શકે તેમ છે એટલે હું તેમની સાથે રહેવા માંગુ છું."

તને ખબર છે રાજ કેટલો હરામી છોકરો છે.? જાણે કે હજુ રાજલ ને પાછી વાળવા મથામણ કરતી હોય તેમ કોમલ આવા સવાલો કરી રહી હતી.

હું બસ એટલું જાણું. મને રાજ પસંદ છે અને તું હવે રાજ વિશે કઈશ બોલીશ નહિ. આટલું કહીને રાજલ ક્લાસ તરફ આગળ વધી.

બીજા દિવસે રાજલ ની ઈચ્છા થાય છે રાજ સાથે કોફી લેવાની. એટલે રાજ ને કોફી માટે બહાર બોલાવે છે.

કોલેજ ના ગેટ પાસે રાજલ અને કોમલ ઉભા રહે છે. રાજ આવતા ની સાથે રાજલ તેનો હાથ પકડીને કોલેજ ના ગેટ ની સામે કોફી શોપ પર લઈ જાય છે અને કોમલ ને ત્યાં ઊભી રહેવા કહે છે.

રાજલ સાથે રાજ એક ડગલું ચાલ્યો ત્યાં ઊભો રહ્યો અને કોમલ ને સાથે લઈ જવા રાજલ ને કહ્યું.
"આપણે કોમલ ને પણ સાથે લઈ જઈએ."
રાજલ એકલી રાજ સાથે વાતો કરવા માંગતી હતી એટલે રાજ ને કહ્યું .

"કોમલ નું ત્યાં કઈ કામ નથી. ચાલ આપણે બંને જઈએ."

રાજ ની નજર તો કોમલ પર હતી એટલે રાજલ ની વાત ને અવગણના કરીને રાજે કોમલ નો હાથ પકડીને કોફી શોપ તરફ ચાલતો થયો.

શું રાજ અને રાજલ ની દોસ્તી બની રહેશે.? શું રાજ કોમલ ની સાથે કઈ કરવા માંગે છે કે ખાલી દોસ્તી.? શું રાજ ના કારણે રાજલ અને કોમલ વચ્ચે મતભેદ કે દરાર ઉતપન્ન થશે.? આખરે રાજ નો પણ શું ઇરાદો છે. આ બધું જોઇશું આપણે આગળના ભાગમાં...

ક્રમશ...