પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨

જિંદગી કે રાસ્તે અજીબ હો ગયે,
કોઈ આયે કોઈ જાએ સબ હે મુસાફિર,

વિશાલ ના અગ્નિ સંસ્કાર આપીને વીણા ઘરે પહોંચે છે. તેની હાલત હજુ સભાન હતી નહિ. આંખો માંથી આશુઓ ની ધારા વહેતી હતી અને શરીર જાણે ભાગી ગયું હોય તેમ તેનું શરીર પણ કામ કરી રહ્યું ન હતું. જાણે કે તેણે દુનિયાની બધી ખુશી ગુમાવી બેઠી હોય તેમ ઉદાસ ચહેરો અને આંખોમાં આંસુઓ ની ધારાથી નર્વસ થઈને સોફા પર બેસી ગઈ તેની નજર દીવાલ પર લાગેલ એક ફોટા પર હતી તે ફોટો તેના અને વિશાલ ના લગ્ન થયા નો હતો. પોતાની સુવર્ણ પળો વાળો ફોટો પણ આજે વીણા ને સપના સમાન લાગી રહ્યો હતો. તો પણ ફોટા પર નજર રાખીને વીણા ચૂપચાપ બેસી રહી. અને વિશાલ ને મહેસૂસ કરતી રહી.

અચાનક દરવાજે બેલ વાગી. એક વાર વાગી, બીજી વાર વાગી અને ત્રીજી વારે ઘણો સમય બેલ વાગતી રહી એટલે વીણા ભાનમાં આવી અને તે દરવાજા તરફ આગળ વધી. ચહેરા પર આંશુ લૂછીને દરવાજો ખોલીને જુએ છે તો તેમની મિત્ર રાજલ હોય છે. રાજલ ને જોતા જ વીણા તેને ભેટી ને રડવા લાગે છે. રાજલ તેને રડતી બંધ કરીને રૂમમાં દાખલ થાય છે અને વીણા ને આશ્વાસન આપે છે.

"હૈયાને હૈયાની હૂંફ મળે બસ એજ સાચું તાપણું,
બાકી કોણ કેટલું આપણું એનું ક્યાં છે કાઇ માપણુ."

જો વીણા... ભગવાને જે ધાર્યું હોય તે થવાનું જ હોય અને આજે નહિ તો કાલે આપણે પણ જવાનું છે. લાગે છે ભગવાન ને વિશાલ ની જરૂર પહેલાં હશે. આમ કહીને વીણા ને સમજાવવા લાગી. અને થોડી વાર પછી રાજલ રસોડામાં જઈને વીણા માટે ચા બનાવીને લાવી.

રાજલ વીણા ની નાનપણ ની કે અભ્યાસ સમયના વખત ની ફ્રેન્ડ હતી નહિ પણ રાજલ તો વિશાલ ની કોલેજ ફ્રેન્ડ હતી અને વિશાલ અને રાજલ ની દોસ્તી વચ્ચે જ્યારે વીણા આવી ત્યારે રાજલે પણ વીણા સાથે દોસ્તી કરી લીધી અને લગ્ન પછી તો વીણા અને રાજલ ખાસ મિત્રો બની ગયા હતા એટલે તો રાજલ પણ વીણા ની નજીક આવીને રહેવા લાગી હતી અને અવાર નવાર વીણા ની ઘરે આવતી જતી હતી. આમ વીણા ની લાઇફ માં રાજલ એક મિત્ર નહિ પણ પરિવાર નો સભ્ય સમાન હતી.

સવાર ની વીણા એ પાણી નું ટીપુ પણ મો માં નાખ્યું ન હતું. એ રાજલ જાણતી હતી એટલે જ તેણે રસોડા માં જઈને બે કપ ચા બનાવીને આવી. એક કપ વીણા ને આપતા બોલી.

"વીણા લે આ ચા પી.."
જાણે હજુ તેને કઈ ખાવું કે ન પીવું હોય બસ વિશાલ ની યાદોમાં વીણા ખોવાઈ રહી. હજુ તેની નજર દીવાલ પર લાગેલા ફોટા પર હતી.

"ના જોયા કર તું આમ મને...
નહીં તો હું આ મોત ભૂલી જઈશ...
તારી નજર સાથે નજર મિલાવીને...
ચોક્કસ હું ફરી તારી પાસે આવી જઈશ...!"
જાણે દીવાલ પર ના ફોટા ને વાચા આવી.

રાજલ આ જોઈને ફરી ચા આપવાનો પ્રયાસ કર્યો પણ વીણા ની નજર દીવાલ પર લાગેલા ફોટા પરથી હટી નહિ. એવું રાજલ ને લાગવા લાગ્યું કે શું વીણા વિશાલ ના ગમ માં છે કે પછી મને જાણી જોઈને નકારે છે. જો નકારતી હોય તો હું આવી ત્યારે કેમ મને ભેટીને રડવા લાગી.
રાજલ નકારાત્મક વિચાર ભૂલીને રાજલ ને ભાનમાં લાવી અને વીણા એ સામે જોયું એટલે તરત રાજલે ચા નો કપ તેના હાથમાં આપ્યો. અને ધીરે ધીરે વીણા ચા ની ઘૂંટ મારતી આખો કપ ચા નો પી ગઈ. અને વીણા નું દુઃખ અને મન હળવું કરવા માટે તેની સાથે થોડી વાતો કરવા લાગી.

વીણા અને રાજલ બંને એ વાતો પર આવીને અટકી ગયા કે વિશાલ નું જાણી જોઈને એક્સિડન્ટ કરવામાં આવ્યું છે કે આક્સમિત અકસ્માત છે. વીણા જાણી જોઈને એક્સિડન્ટ થયું હોય તેવું માનવા લાગી હતી પણ રાજલ તે માનવા તૈયાર હતી નહિ. તે વીણા ને કહેવા લાગી.
વિશાલ નો કોઈ દુશમન છે નહિ, નહિ કે એ કોઈનું ખરાબ કર્યું હોય તો આપણે શા માટે માની લેવું જોઈએ કે વિશાલ નું એક્સિડન્ટ કરવામાં આવ્યું હતું. હું તો કહું છું પોલીસ નું કામ જ હોય કેસ બનાવીને લોકો સામે મૂકવાનું. આટલું કહીને રાજલ ઘરે જવા નીકળી.

રાજલ નું ઘર એક શેરી મૂકીને હતું એટલે તે ચાલીને વીણા ના ઘરે આવી હતી પણ જયારે રાજલ પોતાના ઘરે પહોંચી ત્યાં અગાઉથી આવેલ રાજલ નો પતિ વિરલ ભડક્યો.

ક્યાં ગઈ હતી....?
અને શું કરવા ગઈ હતી.?
તને ખબર ન હોય મારો ઓફિસ થી આવવાનો સમય થઈ ગયો હોય..!!

વિરલ જે રીતે ગુસ્સે થી કહી રહ્યો હતો તે જોઈને રાજલ શોકી ઉઠી. અત્યાર સુધી શાંત સવભાવમાં રહેતો વિરલ આજે કેમ ભડકી રહ્યો છે. અત્યાર સુધી ક્યારેય ઉચા અવાજે પણ કોઈ દિવસ બોલ્યો નથી હંમેશા પ્રેમથી વર્તન કરનારો આવી રીતે વાત કરશે તે રાજલ ને સપને પણ ખ્યાલ હતો નહિ ! પણ વિરલ નું આવી રીતે ગુસ્સે થઈને કહેવું રાજલ તો થોડું સમજી ગઈ હતી અને તે અત્યારે કોઈ બબાલ કરવા માંગતી ન હતી એટલે ચૂપચાપ સોફા પર આવીને બેસી ગઈ અને માથું દબાવવા લાગી જાણે તે વિરલ ને ભાન કરાવતી હોય કે મને આજે માથું દુઃખી રહ્યું છે આપણે પછી વાત કરીશું.

"કોના નસીબ મા શુ છે એ કોણ કોને સમજાવે..રોજ હીબકા ભરતી આ લાગણીઓ ને નસીબ ની ઓળખાણ કોણ કરાવે...."

સોફા પર બેસવાની સાથે રાજલ સાથે વધુ વાત ન કરતા વિરલ તેના બેડરૂમમાં જઈને આરામ કરવા લાગ્યો.

રાજલ એ વિચારમાં હતી કે અત્યાર સુધી વિરલ ઉચા અવાજે એક શબ્દ પણ બોલ્યો નથી તો આજે કેમ આટલો ગુસ્સો મારા પર કર્યો. ? ક્યાંક મારા કારનામા ની ખબર તો નહિ પડી ગઈ હોય ને.!

આ વિચારથી તે પોતાના કોલેજ સમયમાં વિરલ સાથે જે પ્રેમ થયો હતો તે સપનામાં ખોવાઈ ગઈ અને શાંત સ્વભાવ વાળા વિરલ ને મહેસૂસ કરવા લાગી.

જે સમયમાં રાજલ ને પ્રેમ નો પુર્ણ સંતોષ મળ્યો હતો તે તેની કોલેજ લાઇફમાં ખોવાઈ ગઈ.

11 વાગ્યા હતા પણ કોલેજ ના ખૂલવાનો સમય 11. 30 હતો. કોલેજ ના સમય પહેલા તે દિવસે રાજલ કોલેજ પહોંચે છે. પણ ગેટ પાસે ઊભી રહીને તે કોઈની રાહ જોવા લાગે છે. કેમકે હજુ કોઈ ખાસ કોલેજીયનો આવ્યા ન હતા. એ સમયે સામેના રોડ પરથી કોઈ આવી રહેલ યુવાન પર રાજલ ની નજર પડે છે. ભરાવદાર બાંધો, સુંદર ચહેરો, ઉપરથી તેની ચાલવાની ચટ્ટા જાણે બધાની નજર એકવાર તો તેની તરફ અટકી તો જાય જ. આમ રાજલ પણ પહેલી નજરમાં તેની નજરમાં બેસી ગયો હોય તેમ તે આવી રહેલ યુવાન તેના દિલને ઘાયલ કરવા લાગ્યો હતો. બસ પાસે આવે એટલે વાત કરવાનું રાજલે મન બનાવ્યું પણ તે યુવાન કોલેજના ગેટ પાસેથી પસાર થઈને કોલેજ ની અંદર દાખલ થયો. રાજલે બે વાર હેલ્લો. કહ્યું પણ તે યુવાને કોઈ ભાવ આપ્યો નહિ જાણે તે પોતાનો એટ્યુટયુડ બતાવતો હોય...

વિરલ નું ગુસ્સે થવાનું કારણ શું હતું.? શું વિરલ કઈ રાજલ ના કારનામા વિશે જાણી ગયો હતો.? કોલેજમાં સામેથી ચાલીને આવનાર તે યુવાન કોણ હતો જેણે રાજલ ને ઘાયલ કરી દીધી. જોઈશું આગળનાં ભાગમાં...

ક્રમશ....