એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩

આગળના બે ભાગ વાંચતા તમને લાગ્યું હશે કે આ કઈ નવી સ્ટોરી ચાલુ થઈ ગઈ.પણ એવું નથી સ્ટોરી એ જ છે દેવ અને નિત્યા વાળી.આજ તમને ૫૨ અને ૫૩ માં ભાગના જેટલા પણ પાત્રો છે જે તમને નવા જણાઈ રહ્યા છે એમનો ખુલાસો કરી આપું.ખુલાસો કર્યા પહેલા તમને થોડી ઘણી પણ ખબર પડી હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો.

(ડીપી ઉર્ફ દેવ પટેલ:-કેનેડાની છ યુનિવર્સિટીસનો માલિક.અને તમે જોયું એમ મોંટ્રીઅલમાં પણ સાતમી યુનિવર્સિટીનો પણ ભાગીદાર બનવા જઈ રહ્યો છે.)

(જસુબેન ઉર્ફ જશોદાબેન પટેલ "દેવ અને સ્મિતાના મમ્મી"એ રસોઈ બનાવવામાં ઘણા એક્સપર્ટ હતા પણ એમને શ્વાસની તકલીફ થઈ ગઈ હોવાથી દેવ અને એની વાઈફએ એમના રસોડામાં જવા માટે નો એન્ટ્રીનું બોર્ડ લગાવી દીધું હતું.)

(ડીપીની વાઈફ "નિત્યા પટેલ":-રિપોર્ટ રાઇટર ઓફ સીબીસી ન્યુઝ ચેનલ ઇન કેનેડા.એન્ડ મોટીવેશનલ સ્પીકર ઓફ ઇન્ડિયન કમ્યુનિટી ઓફ કેનેડા.અને સાથે સાથે પરફેક્ટ પત્ની,વહુ અને માં પણ.એનું આખા દિવસનું સ્કેડ્યુલ ગમે એટલું બીઝી હોય પણ એની જવાબદારી હંમેશા પુરી કરતી અને પરિવારને પૂરતો સમય આપતી.)

(પહેલા સ્મિતા અને પંકજની અને હવે દેવ અને નિત્યાની દિકરી જે કોલેજના ફર્સ્ટ યરમાં આવી ચૂકી હતી જેનું નામ કાવ્યા પટેલ.કાવ્યાને નિત્યાની પરછાઈ કહીશું તો ખોટું નથી.કાવ્યા ઘરમાં કોઈનું કહ્યું માને કે ન માને પણ નિત્યાની નાનામાં નાની વાત પણ કાવ્યા એના મગજમાં ફિટ કરીને રાખતી અને એ કહે એમ જ વર્તતી.)

(મારિયા:-દેવના ઘરની ફૂલ ટાઈમ કેરટેકર.સવારથી આવી જતી.એનું લન્ચ,ડિનર બધું જ દેવના ઘરે થતું.ફક્ત રાત્રે સુવા માટે ઘરે જતી.)

(જ્યૂસી:-મારિયાની ડોટર.દેવના કહેવાથી એને યુનિવર્સિટીમાં એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં જોબ મળી ગઈ હતી.અને જ્યૂસી ખૂબ એજ્યુકેટેડ અને લાયક હતી એ જગ્યા માટે.)

નીતુ અને ચકલીનો માસી-ભાણીનો સંબંધ માં-દિકરીમાં કઈ રીતે ફેરવાયો?

કાવ્યના મમ્મી-પપ્પા સ્મિતા અને પંકજ માંથી દેવ અને નિત્યા કેવી રીતે બની ગયા.

દેવ અને નિત્યા જેમને અઢાર વર્ષ પહેલાં એક-બીજાને મોઢું પણ ના બતાવવાની વાત કરી હતી એ પતિ-પત્ની જેવા સંબંધના એક તાંતણે કેવી રીતે બંધાયા?

જશોદાબેન જે આખો દિવસ રસોડામાં જ રહેતા એમનો હવે ફક્ત ઘરના મંદિરથી લઈને પોતાના રૂમ સુધીનો જ સફર કેવી રીતે થઈ ગયો?

પ્રોફેસર દેવ પટેલ ડીપી બિઝનસમેન કેવી રીતે બની ગયો?

બાકીના લોકો ક્યાં અને શું કરતા હશે?

આવા ઘણા બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે વાંચતા રહો એક અનોખો બાયોડેટા..........

ચાલો આગળ જોઈએ.......

"સોરી મારી ચકલી,અમે સવારે........"આટલું બોલતા બોલતા તો કાવ્યાએ નિત્યાના હોઠ પર આંગળી મૂકી દીધી અને ગાલ પર એક પપ્પી કરતા કાવ્યા બોલી,"આગળ કઈ જ બોલવાની જરૂર નથી નીતુ.તારા અને એમના તરફથી સોરી પપ્પા પહેલા જ બોલી ચુક્યા છે"

"અચ્છા,કેવો ગયો પહેલો દિવસ"નિત્યાએ કાવ્યાને પૂછ્યું.

"બહુ જ મસ્ત નીતુ,મારી એક ફ્રેન્ડ પણ બની ગઈ.હું કાલ બતાવીશ તને"

"બીજી વાતો આપણે અહીંથી નીકળીને કરીશું?"દેવે કહ્યું.

"હા,ચાલો મમ્મી પણ ઘરે એકલા છે"નિત્યા બોલી.

"મમ્મી,મારિયા આંટી છે ઘરે.જસુ એકલા નથી"

"ચકલી તને કેટલી વાર કહ્યું કે એમને નાની કહેવાય"

"નીતુ હું તને મમ્મી નથી કહેતી ત્યારે તું મને કંઈ જ નથી બોલતી પણ નાનીને જસુ કહું એટલે કેમ વઢે છે તું મને?"કાવ્યાએ પૂછ્યું.

કાવ્યાના માસૂમ સવાલો સાંભળી દેવ અને નિત્યા એકબીજા સામે જોઈને હસ્યાં.

"તારી અને મારી વાત અલગ છે"

"મારી અને એમની વાત પણ અલગ જ છે.મમ્મી તે જ મને શીખવાડ્યું છે કે રિસ્પેક્ટ મનમાં હોવી જોઈએ બાકી કોઈને પણ ગમે તે કહીને બોલાવી શકાય"

કાવ્યા,નિત્યા અને દેવ ત્રણે પોતાના ઘર જવા માટે નીકળ્યા.રસ્તામાં ગાડીમાં બેસેલી નિત્યા કઈક વિચારી રહી હતી.નિત્યાને આમ વિચારોમાં ખોવાયેલી જોઈ કાવ્યા બોલી,"નીતુ......"

"હા બોલ"

"પપ્પા બાજુમાં બેસ્યા છે તો તું કોના વિચારોમાં ખોવાઈ ગઈ છે?"કાવ્યાએ મજાકમાં કહ્યું.

નિત્યાએ પાછળ ફરીને આંખો મોટી કરીને કાવ્યા સામે જોયું અને બોલી,"તું આજ-કાલ બહુ વધારે પડતું જ બોલતી હોય એમ નથી લાગતું"

"હું તો પહેલેથી જ એવી છું"

"તો હું પણ પહેલેથી જ એવી છું.હું એમ જ બેસી છું.કઈ જ નથી વિચારતી"

"નીતુ તું જસુ અને પપ્પા સામે જૂઠું બોલી શકે પણ મારી સામે નહીં"

"ચૂપ"

ત્રણેય ઘરે પહોંચ્યા.ઘરનો ડોરબેલ વગાડ્યો.મારિયાએ દરવાજો ખોલ્યો.

"મારિયા દીદી,મમ્મી ક્યાં છે?"નિત્યાએ પૂછ્યું.

"ઇન હર રૂમ"

"જમ્યા છે એ?"

"યસ"

"મેડિસીન લીધી"

"શી સેઇડ,આઈ ટેક મેડિસીન આફટર સમ ટાઈમ"

"ઓકે"

"મારિયા,હું ફ્રેશ થઈને આવું ત્યાં સુધી મારુ લન્ચ તૈયાર કરી દો.મારે ઓફીસ જવું છે"દેવે મારિયાને કહ્યું.

"તમે ફ્રેશ થઈ જાવ,હું તૈયાર કરી દઉં છું"નિત્યાએ દેવને કહ્યું.

"તું આરામ કરે એટલે જ મેં મારિયાને કહ્યું"

"આરામ અને નીતુ,એ તો ભૂલી જ જાવ તમે પપ્પા"કાવ્યા એના રૂમમાં જતા જતા બોલી.

દેવ ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ પર બેસ્યો.એના આવ્યા પહેલા જ એની પ્લેટમાં બધું જ પીરસાઈ ગયું હતું.છેલ્લે નિત્યા ગ્લાસમાં જ્યુસ લઈને આવીને ટેબલ પર મુક્યો.દેવને લાગ્યું કે નિત્યા એના માટે જ્યુસ લઈને આવી.નિત્યાએ મેડિસીન બોક્સમાંથી મેડીસીન લીધી અને જ્યુસનો ગ્લાસ ઉઠાવી જશોદાબેનના રૂમ તરફ આગળ વધી.

"તારે નથી જમવાનું?"દેવે નિત્યાને પૂછ્યું.

"મમ્મીને મેડિસીન લેવાનો ટાઈમ થઈ ગયો છે"

"એમણે મારિયા આપી આવશે,તું જમી લે"

"ના ના,તમે જમી લો.હું પછી જમીશ"

નિત્યા મેડિસીન અને જ્યુસ લઈને જશોદાબેનના રૂમમાં ગઈ.

"મમ્મી,ચાલો આ મેડિસીન લઈ લો"નિત્યાએ જશોદાબેનને કહ્યું.

જશોદાબેનને કઈ જવાબ ન આપ્યો.

નિત્યાએ ફરીથી કહ્યું,"મમ્મી,મને ખબર છે તમે નથી સુઈ ગયા"હજી પણ જશોદાબેન સુયેલા જ હતા.

"મમ્મી,મને ખબર છે તમને દવા ગળવી નથી ગમતી પણ પ્લીઝ મારા માટે તમે ગળી લો"

"તારા માટે તો આ કડવી દવા ખાઈને પણ જીવું છું,બાકી આજ તારી જગ્યાએ દેવ પણ હોત તો હું એની વાત ન માનું"

"તમારી વાતો પછી કરજો પહેલા આ દવા લઈને જ્યુસ પી લો"

"તું કહું અને હું ના માનું એવું બને"

"બસ હો,રોજ તમારો આ જ ડાયલોગ હોય છે"

"મને ગમે છે તું મને આમ જીદ કરીને દવા ખવડાવે એ"

"હું એવી પહેલી વહુ હોઈશ જે સાસુમાં પર હુકુમ ચલાવે છે"

"હું પણ દુનિયાની પહેલી સાસુ હોઈશ જેને વહુ કડવી દવા ખવડાવે તો પણ એના હાથે ખુશી ખુશી ખાઈ લે છે"

બંને એક-બીજા સામે જોઇને હસી પડ્યા.

"મમ્મી તમે આવી બધી વાતો ના કરશો,મને નથી ગમતું"નિત્યા જશોદાબેનના ખોળામાં માથું મુકતા બોલી.

"એમાં શુ ખોટું કહ્યું મેં,હું ફક્ત તારા માટે જ તો છું.મને ખબર છે કે જો કદાચ હું ના હોઉં તો તું કાવ્યા,દેવ અને મારા ઘરને સંભાળી શકીશ પણ જો હું ના હોઉં તો મારી આ દિકરીની માં ખોવાઈ જશે,એનો સથવારો ખોવાઈ જશે"જશોદાબને નિત્યાના માથા પર હાથ ફેરવતા કહ્યું.

"હા માં,તમારી વાત સાચી છે પણ અડધી"

"એટલે?"

"દેવ અને કાવ્યાને પણ તમારી જરૂર છે પણ મને તમારી સૌથી વધારે જરૂર છે"

"તારા માટે તો ભગવાને મને હજી સલામત રાખી છે નઈ તો હું પણ........."જશોદાબેનના એટલું બોલતા જ નિત્યાએ એમને અટકાવ્યા અને નિત્યા બોલી,"બસ માં,આગળ કઈ જ ન બોલશો"
બંને રડી પડ્યા.નિત્યા જશોદાબેનના ખોળામાં માથું રાખી સૂતી રહી અને જશોદાબનેનો મમતા ભર્યો હાથ નિત્યાના માથામાં ફરતો રહ્યો.

"ચાલ બેટા જમી લે"

"ના મમ્મી,સુવા દો ને મને તમારા ખોળામાં.જાણે બધો જ થાક ઉતરી ગયો હોય એમ લાગે છે.બધું જ ભુલાઈ ગયું હોય એમ લાગે છે"

"દેવ ગયો?"જશોદાબેને પૂછ્યું.

આ સવાલ સાંભળતા જ નિત્યા ફટાકથી ઉભી થઇ ગઇ અને બોલી,"અરે હા,એ તો જમવા બેસ્યા હતા.હું તો ભૂલી જ ગઈ,મમ્મી હું જાઉં.એમને કદાચ કઈક જોઈતું હશે તો"

"અરે તો મારિયા છે ને,તું જમીને આરામ કર"

"હા મમ્મી,હું જાઉં"કહીને જલ્દીથી બહાર તરફ નીકળી ગઈ.

જશોદાબેન મનમાં વિચારવા લાગ્યા કે,"આ છોકરીને પોતાના સિવાય બધાની ચિંતા છે.હે કાન્હાજી!, મારી આ દિકરીને તમે બધી જ ખુશીઓ આપજો જેની એ હકદાર છે"