નાજાયજ જાયજ - 6 AD RASIKKUMAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાજાયજ જાયજ - 6

પરસોત્તમદાસે કહ્યું "બેટા પ્રાચી રાતનાં અગીયાર થયા હવે તું ઊંઘી જા અમે પણ ઊંઘી જઈએ છીએ."

પ્રાચીએ કહ્યું " પાપા આગળ કહોને મને ઊંઘ નથી આવતી."

"બેટા પ્રાચી મને ઊંઘ આવે છે.બે દિવસની દૌડ ધામનાં કારણે થાક પણ લાગ્યો છે."

" પાપા મારા બચપણની ને ભયલાની વાત ક્યાંરે કહેશો ?"

"સવારે તો તું કોલેજમાં જતી રહીશ.જ્યારે તું કોલેજથી આવીશ ત્યારે હું ઓફિસમાં હોઈશ એટલે તને હું રાતે જમ્યાં પછી નિરાંતે આગળ વાત કરીશ.ઓકે."

"ઓકે પાપા.ગુડ નાઈટ એન્ડ સ્વિટ ડ્રીમ."પ્રાચીએ કહ્યું

"ગુડ નાઈટ"કહી પરસોત્તમદાસ ઊંઘવા માટે ચાલ્યાં ગયાં.


સવારે પ્રાચી કોલેજ માટે તૈયાર થઈ નિકળતા પહેલા માતા પિતાને પગે લાગી.કાર લઈ કોલેજ જવા નિકળી.રસ્તાંમાં તેણે વિચાર્યું એક વચન તો પુરુ કર્યુ માતાપિતાએ હવે બીજુ વચન પુરુ કરવાનો વારો સરલાનો છે.ચાલ સરલાને ઘરે જાઉં એમને એમ એને કોલેજ પણ લેતી જઈશ.


પ્રાચી આજે રોજ કરતા થોડી વહેલા હતી.તેણે જગ્યાં જોઈ ગાડી પાર્કીગ કરી.સરલાના ઘર તરફ પગ ઉપાડ્યા.સરલા ઘરે જઈ એણે ડોર બેલ વગાડ્યો.ડોરબેલ રણકી રહ્યો પણ કોઈ બહાર ન આવ્યું.પ્રાચીએ ફરી ડોર બેલ વગાડ્યો એ પણ પુરો થઈ ગયો પ્રાચીએ ફરી ડોર બેલ વગાડ્યો ત્યારે સરલાએ દરવાજો ખોલ્યો.દરવાજો ખોલી તે બહાર આવી દરવાજો બંધ કરવા જતી હતી ત્યાં પ્રાચીએ તેને અટકાવી કહ્યું "સરલા તે આપેલ વચન પુરુ કરવાનો સમય આવી ગયો છે."

"પ્રાચી બોલ તારે શું જોઈએ છે મારી તેવડમાં હશે તો હું જરૂર આપીશ."

"સરલા તારી તેવડમાં છે અને મારે એ અબ ઘડી જોઈએ છે"

"હમણાં જ આપી શકું એવુ તારે શું જોઈએ છે ?"

"સરલા મારે તારા ઘરમાં આવવું છે ને તારી મમ્મીને મળવું છે" સરલા આ સાંભળીને અવાચક બની ગઈ તે શું જવાબ આપે એ વિચારતી હતી ત્યાં પ્રાચીએ તેને ફરી કહ્યું ચાલ તારા વચન પ્રમાણે મને તારી મમ્મીને મળવા માટે ઘરમાં લઈ જા."


સરલા મુંગા મોએ ઘરમાં ચાલી તેની પાછળ પાછળ પ્રાચી.પ્રાચીએ જોયું કે પોતાની સેવા કરવા હંમેશા તૈયાર રહેતા કાકી પથારીમાં સુતા સુતા કણસી રહ્યાં.પ્રાચીને જોઈ તે બોલ્યાં આવ બેટા "હાં કહી પ્રાચી તેમની નજીક બેસી ગઈ."


પ્રાચીએ કાકીને પ્રશ્ન કર્યો શું થયું છે "કાકી".

કણસતા કણસતા કાકીએ કહ્યું ખબર નથી બેટા.સરલા કહે છે કે પેટમાં સોજો છે ધીરે ધીરે ઠીક થઈ જશે પણ આ તો વધે છે પણ મટતું જ નથી.


પ્રાચીએ પ્રશ્ન સુચક આંખો સરલા તરફ ફેરવી એટલે સરલા બીજા રૂમમાં ચાલી ગઈ.પ્રાચી તેની પાછળ રૂમમાં ગઈ તેણે સરલાને સીધો પ્રશ્ન કર્યો.કાકીને શું થયું છે.સરલાએ કહ્યું "કૅન્સર."


પ્રાચીએ બીજો પ્રશ્ન કર્યો કેટલા સમયથી થયું છે.

"ત્રણ મહીના પહેલા ખબર પડી.બીજા સ્ટેજમાં છે." સરલાએ જવાબ આપ્યો.

સરલાનાં જવાબ સાથે તેના ગાલ ઉપર એક સણસણતો તમાચો પડી ગયો.એ સાથે આવાજ ગુંજયો કાકી ત્રણ મહીનાથી બીમાર છે છતાં તું મને કહેતી નથી.રસ્તેથી જ વળાવી દે છે.આવું તે કેમ કર્યુ સરલા આવુ તે કેમ કર્યુ.


તને માઁની આ હાલત જોઈ દુ:ખ થતું અને બીજુ એ કે ડૉક્ટરે ઓપર્શનનાં સાત આઠ લાખ કહ્યાં એટલા બધા પૈસા લાવવા ક્યાંથી માટે મે તને વાત ન કરી માઁએ પણ ના જ પાંડી હતી.એ તને બરાબર ઓળખે છે.પ્રાચી આંસુ લુછતા બોલી માઁ છે ને એટલે ના પાડી પણ બેટીની ફરજ છે કે તેને બચાવે બોલતા તે કાકી પાસે જવા લાગી.


કાકીને પ્રાચીએ કહ્યું " કાકી તૈયાર થઈ જાવ આપડે જવાનું છે."

કાકીએ પ્રશ્ન કર્યો " ક્યાં જવાનું છે બેટી."

" કોઈ સવાલ જવાબ નહી બસ તમે તૈયાર થઈ જાવ." પ્રાચીએ જવાબ આપ્યો.


સરલા કોલેજ જવા તૈયાર હતી જ તેણે માઁને કપડા પહેરાવી તૈયાર કરી.પ્રાચી સરલા અને તેની માઁ કેન્સર હોસ્પીટલ પહોચ્યાં.માઁને દાખલ કરવા માટે વિશ હજાર ડીપોઝીટ ભરવાની હતી તે પ્રાચીએ પોતાના ક્રેડીટ કાર્ડથી કપાવ્યા. તેણે પોતાનું ક્રેડીટ કાર્ડ સરલાને આપતા કહ્યું " જે દવા લાવવાની થાય તે તું આ ક્રેડીટ કાર્ડથી લઈ આવજે.હું બીજા પૈસાની વ્યવસ્થા કરવા માટે જાઉં છું.


સરલા પોતાની માઁ પાસે રહી.પ્રાચીને જતાં અનિમેશ નજરે જોતી રહી.તેની આંખ ભીની થય ગઈ હતી.આવા ઘોર કળીયુગમાં દિકરા પોતાની માઁને રઝળતી મુકી દે છે જ્યાંરે પ્રાચી પરાયાની માઁ માટે કેટલું સાહસ કરી રહી છે.તે મનમાં બોલી " હે ભગવાન મને હર જનમમાં પ્રાચી બહેન રૂપે આપજે."


સરલા આમ વિચારતી હતી ત્યા નર્શે કહ્યું પેશન્ટને અલગ રૂમ આપવામાં આવ્યો છે એ રૂમમાં તેની જોડે એક જણ રહી શકે છે.એમ જણાવવામાં આવ્યું.સરલાની માઁના ફરીથી રીપોર્ટ કરવામાં આવ્યાં બધા રીપોર્ટોનો ખર્ચો લગભગ દશ હજાર રૂપીયા થય ગયો.દવા અને બીજુ આમતેમ કરતા એક દિવસ પૂર્ણ થાય તે પહેલા તો પાત્રીસ હજાર પુરા થઈ ગયા.


પ્રાચીને ગયાને કેટલાયે કલાક થઈ ગયા પણ તે હજી આવી નહોતી સરલાને તેની ફીકર થવા લાગી.એટલે તેણે પર્સમાંથી ફોન કાઢી નંબર લગાવ્યો.સામેથી ગીત સંભળાય રહ્યું " ભુલો ભલે બીજુ બધુ માઁ બાપને ભુલશો નહી અગણિત છે ઉપકાર એના એ કદી વિસર સો નહી."


કોલર ટ્યુંન વાગતી બંધ થઈને ટુ ટુ થઈ કોલ કટ થઈ ગયો.સરલાએ ફરી નંબર મીલાવ્યોને ફરી ગીત સંભળાયું "ભુલો ભલે બીજુ બધુ માઁ બાપને ભુલશો નહી અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહી" ગીતનાં શબ્દોએ સરલાની આંખ ભીની થઈ ત્યાં સામેથી અવાજ આવ્યો હલ્લો સરલા આ અવાજ ઓળખી ગઈ તે પ્રાચીની મમ્મી પ્રેમીલાનો અવાજ હતો.


સરલાએ કહ્યું " આન્ટી પ્રાચી શું કરે છે ?"

"બેટી પ્રાચી તો મોબાઈલ ઘર પર જ ભુલી ગઈ છે."પ્રેમીલાએ જવાબ આપ્યો.

" આન્ટી પ્રાચી આવે તો કહેજો કે સરલાનો ફોન આવ્યો હતો."

" પ્રેમીલા આન્ટીએ કહ્યું " તું ચિંતા ન કરતી પ્રાચી આવી જશે એટલે અમે સાથે હોસ્પિટલ આવશું.


*******


પ્રાચિને તેના પપ્પા આગળ શું કહેશે ? પ્રાચિ સરલાની મમ્મીને બચાવી શકશે ? જાણવાચતા રહો નાજાયજ જાયજ .