Najayaj Jayaj - 4 books and stories free download online pdf in Gujarati

નાજાયજ જાયજ - 4

પ્રહાર અમદાવાદ જવા માટે તૈયાર થઈ ગયો એ જાણી તેના માતા પિતા રાજીનાં રેડ થઈ ગયા.તમને થતું હશે આ માતા પિતા કેવા જે પોતાના દિકરાને પોતાનાંથી દુર કરી ખુશ થતા હશે.તો તમને જણાવી જ દઉં કે પ્રહાર તેનાં ખરાબ મિત્રોનાં રવાડે ચડી જઈ શરાબ અને શબાબનો શોકીન થઈ ગયો હતો.તે ક્યાંરેક ક્યાંરેક ડ્રગ્સ કે ચરસ પણ એવી વાત અમે સાંભળી એટલે તેને અમદાવાદ મોકલવાનું નક્કી કર્યું.જેથી તેનાં મિત્રો છુટી જાય અને તે સુધરી જાય.



પ્રહારને તેના માતા પિતા અને મિત્રો ઍરપૉર્ટ સુધી મુકવા આવ્યાં હતા.પ્રહાર પ્લેનમાં બેસીને અમદાવાદ નિકળી ગયો.એટલે માતા પિતા અને મિત્રો પાછા ઘરે ફર્યા.પુત્રનાં જવાથી ખુશ તો હતા પણ અંદરથી તો દુખી જણાતા હતા.

પ્રહાર અમદાવાદ પહોચી ગયો.પહોચી તેણે હોસ્ટેલમાંરહેવા માટે વ્યવસ્થા કરી.




******************



પ્રાચી સ્નેહાથી ખફા હોવા છતાં તે સ્નેહા પ્રત્યે લાગણી ધરાવતી હતી.બે દિવસ પછી પ્રાચીનો જન્મ દિવસ હતો.પ્રાચીએ પોતાના જન્મદિવસ પર આવવા માટે સ્નેહાને આંમત્રણ આપવાની વાત ફ્રેડ સરલાને કરી એટલે એ નરાજ થતા બોલી"યાર એ સ્નેહાને તારી બર્થ ડે પર બોલાવવાની શી જરૂર છે ? તે તારાથી કેટલી જલે છે એ તે તારી નજરોએ જોયા છતાં તું આમ કેમ કરે છે ? મને સમજાતું નથી.



મારાથી ભલેએ નારાજ હોય પણ હું એનાથી નારાજ નથી.એ દિલની મને બુરી જણાતી નથી.એના દિલમાં જે વેરભાવ છે એ મીટાવવા માટે જ મે એને મારા જન્મ દિવસનું આમત્રણ આપ્યું છે.જેથી સાથે બેસી બધી વાતનું સમાધાન થઈ જાય.એવુૃ મારુ માનવું છે.પ્રાચીએ કહ્યું.


પ્રાચીની વાત સાંભળી સ્નેહા પણ હવે તેની વાત સાથે સહમત થઈ ગઈ હતી.પ્રાચીએ લક્ચર પતાવી સ્નેહાને આમંત્રણ આપ્યું.સ્નેહાએ આમંત્રણ લઈ લીધુ.પ્રાચીએ સ્નેહાને બે ત્રણવાર પર્સનલી આવવા માટે રીક્વેસ્ટ કરી.સ્નેહાએ એટલે હા જરૂર આવીશ કહેવું જ પડ્યું.સ્નેહાને આમંત્રણ આપી પ્રાચી ગઈ એટલે સ્નેહાની ફ્રેડ સારીકા તેને બધાથી થોડે દૂર ખેચી ગઈ.


સારીકાએ કહ્યું "સ્નેહા તે આ શું કર્યુ ? તે પ્રાચીનાં જન્મ દિવસની પાર્ટીમાં જવાની હા કેમ પાડી ? શું નથી જાણતી કે તે તારી કોમ્પીટીશનમાં છે એમ તું જ કહેતી હતી .હા ! હું જાણુ છું પણ તું જ કહેતી હતી કે એનો સ્વભાવ મળતાવડો છે તે બધા જોડે હળીમળી જાય છે.તે જોયુ નહી તેણે પર્સનલી મને કેટલી રીક્વેસ્ટ કરી.એટલે મે હા પાડી. સ્નેહાએ શાંતીથી જવાબ આપ્યો.


સારીકા " દોસ્ત તારી વાતમાં દમ તો છે હો "

સ્નેહા "હાસ તો હું કોણ ? સ્નેહા પટેલ ! દરેક

વાતને તોલવી એ તો અમારા બાપ દાદાઓ નો વારસો છોડી થોડા દઈએ.

"સારુ યાર આપણે સાથે જઈશું ભુલતી નહી"સારીકાએ કહ્યું.

"મારી કારમાં આપણે સાથે જઈશું હું તૈયાર થઈ તને કોલ કરીશ"સ્નેહાએ કહ્યું

સારીકાએ હા પાડી. બન્ને પછી એકબીજાને બાય બાય સીયું કહેતા છુટા પડ્યાં.

પ્રાચીએ બધાને ઈન્વાઈટ કરી દીધા જે તેની ફ્રેડો હતી.બે ચાર સ્કૂલ મેટ પણ હતા જેમને પ્રાચીએ ઈન્વાઈટ કર્યા હતા.તેમના સીવાય કોલેજમાંથી કોઈ છોકરાને પ્રાચીએ બર્થ ડેમાં ઈન્વાઈટ કર્યા નહોતા.

કોલેજથી સીધા તે સરલાનાં ઘરે પહોચ્યાં એટલે સરલાએ કહ્યું" તું અહીયા ઉભી રહે હું માઁને કહીને આવું છું.પ્રાચી ઉભી રહે છે.સરલા તેની માતાને કહીને આવે છે એટલે બન્ને પ્રાચીનાં ઘરે પહોચી જાય છે.પ્રાચીનાં જન્મ દિવસની તૈયારીમાં બન્ને લાગી જાય છે.રાતનાં નવ વાગ્યા પહેલા પ્રાચી સરલાને તેના ઘરે છોડી દે છે.


પ્રાચીનાં જન્મ દિવસ ઉજવવા માટે બનાવેલા મોટા હોલમાં ઉજાવણીની માટેની મોટા ભાગની તૈયારી થઈ ગઈ છે.

પ્રાચી તેની ફ્રેડો આવી એક પછી એક પ્રાચીને ગીફ્ટ આપે છે.પ્રાચી સ્નેહાની રાહ જોઈ રહી છે.રાતના સાત થયા એટલે કેક કાપવા માટે પરસોત્તમ દાસે પ્રાચીને બોલાવી પ્રાચીએ કેક કાપી એટલે બધાએ ગીત ગાયુૃ " હેપ્પી બર્થ ડે ટુ યુ પ્રાચી હેપ્પી બર્થ ડે " પ્રાચી બધાનો આભારમાંને છે.


બધાની ગીફ્ટ આપે છે સ્નેહા સ્વિકારી લે છે પણ તેના પપ્પાનું અને સરલાનું ગીફ્ટ સ્વીકારતી નથી એટલે તેના પપ્પા પરસોત્તમ કહે છે." બોલ બેટા પ્રાચી તારે શું જોઈએ છે ?

પ્રાચી " તમે મને વચન આપો હું જે માગીશ તે તમે મને આપશો .

પરસોત્તમદાસ " હા હું વચન આપુ છુ કે જો તારી માગણી યોગ્ય હશે તો હું તને એ આપીશ.

પ્રાચી " સરલા તું પણ મને વચન આપે કે હું તારી પાસે જે માગીશ તે તું મને આપીશ.તો જ હું તારુ ગીફ્ટ સ્વીકારીશ.

સરલા વચન આપતા કહે છે કે જો મારા ગજામાં હશે તો હું તને જરૂર આપીશ.

પ્રાચી "યાર તારાથી વધારે નહી માંગુ"

પરસોત્તમદાસે આપેલ ગીફ્ટ સ્વીકારતા પ્રાચી કહે છે મારુ ગીફ્ટ હું નિરાંતે માંગીશ.સરલાને પણ આજ જવાબ આપીને તેનું ગીફ્ટ સ્વીકારી લે છે.

પ્રાચીને બધા કેક ખવડાવે છે.પ્રાચી પણ તેમને કેક ખવડાવે છે.હજી સ્નેહા આવી નથી.આવેલ મહેમાનો નાચગાનમાં જોડાય છે.નાચગાન પતવાની તૈયારી હતી ત્યાં સ્નેહા આવી તેની સાથે સરીતા તો ખરી જ.બન્નેએ પ્રાચીને ગીફ્ટ આપ્યું.પ્રાચીએ તેમનો આવવા બદલ આભાર માન્યો.સ્નેહા જોડે પ્રાચી વાત કરતી હતી ત્યા નાચગાન બંધ થયુને બધા ભોજન કરવા જવા લાગ્યાં.

પ્રાચી સ્નેહાને ભોજન કાઉંટર પર લઈ ગઈ.સ્નેહા અને સરીતા ભોજન કરતા હતા ત્યા પ્રાચી પણ ભોજન લઈ તેમની સાથે જમવા બેઠી.જમતાં જમતાં પ્રાચીએ કહ્યું કે સ્નેહા તારી હરીફાઈમાં હું નથી જો તું એવું વિચારતી હોય તો હું તને જણાવી દઉં.સ્નેહાને પ્રાચીની આ સ્પષ્ટતા ખુબ ગમી ગઈ.


" પ્રાચી મને માફ કરી દેજે મે તારા વીશે જે ગલત ફેમી પાળી હતી કે તું કોલેની ચુટણીમાં મારી સામે ઊભી રહેવા માંગે છે.પ્રાચી આઈ એમ સો સોરી"સ્નેહાએ કહ્યું.


પ્રાચીએ કહ્યું" તો હું માની લઉં કે આજથી આપણે સાચા મિત્રો છીએ."

"આજથી જ કેમ હું કહું છું કે"આજથી નહી આપણે હમણાથી જ સારા અને સાચા મિત્રો છીએ."સ્નેહાએ કહ્યું.

(પ્રાચી તેના માતા પિતા પાસે ગીફ્ટમાં શું માગશે ? સરલા પાસે તે શુ માંગવાની હશે ? પ્રાચી જે માંગશે તે શું તેઓ આપી શકશે.જાણવા માટે વાચતા રહો નવલકથા "નાજાયજ જાયજ" )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED