સ્નેહા તેની ફ્રેંડ સારીકાને કહેતી હતી.સારીકા તને શું લાગે છે ? આ પ્રાચી બધા જોડે આમ હળી મળી ગઈ છે એનો અર્થ કે એ મારી સામે કોલેજની ચુટણીમાં ઊભી રહેવા માંગે છે.સારીકાએ જવાબ આપ્યો" મને નથી લાગતું કે તે ચુટણી લડવા માટે આમ કરતી હોય.મને તો લાગે છે કે તેનો સ્વભાવ જ મળવતાવડો છે એટલે કાઈ વધારે વિચાર કરવા જેવો નથી.છતાં પણ તને એમ લાગતું હોય કે તે આપણી સામે આવશે તો જોઈ લઈશું.ચાલ હવે મોડું થાય છે લેક્ચર શરુ થઈ ગયું હશે.બન્ને જાય છે.
પ્રાચી પહેલાથી જ પહેલી હરોળમાં ગોઠવાય ગઈ હતી.સ્નેહાએ તેની તરફ જોઈ મો મચકોડ્યુંને આગળની હરોળમાં ગોઠવાય ગઈ.પ્રાચીને સ્નેહાનાં આવા વ્યવહારનું કારણ સમજાયું નહી.તે વિચારવાં લાગી આ સ્નેહા આમ કેમ કરતી હશે ?
લેક્ચર પછી પ્રાચી તેની ફ્રેંડ સરલાને કેન્ટીનમાં મળે છે.બન્ને નાસ્તો કરતા કરતા વાતો કરે છે.યાર આ સ્નેહાને તો જો એ મને જોઈ મો મચકોડે છે.એ એવું શું કામ કરતી હશે.સરલા "મને લાગે છે કે એ તારી ખૂબસુરતીનાં કારણે પોતાને કોલેજની ક્વિન કહી શકતી નથી જે તે પહેલાં હતી.એના કારણે તેના ઈગોને ઠેશ પહોચી હશે એટલે એ આમ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી હશે.છો કરતી "ભેસનાં શીંગ ભેસને ભારી "આપડે શું ?
સરલાને પોતાના ઘરે છોડી પ્રાચી કાર પોતાના ઘર તરફ મોડે છે.સરલા હમણાં થોડા સમયથી પ્રાચીને પોતાના ઘરે આવવા માટે કહેતી નથી તે આવું કેમ કરે છે.એ તે સમજી શકી નથી.ત્યાં આ સ્નેહા તેને જોઈ મો મચકોડવાં લાગી.તેના માતા પિતાના આંસુઓનું કારણ જાણવા અને સરલામાં આવેલ આ પરિવર્તન જાણવા માટે તે ઉપાય શોધતી હતી અને તેને ઉપાય મળી પણ ગયો.
પ્રહાર લીલાવતી હોસ્પિટલનાં ચક્કર લગાવી રહ્યો છે.તેના પિતા પ્રેમજી ભાઈની તબીયત બગડતા તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.પિતાની ચિંતામાં તે લોબીમાં આમતેમ આટા મારી રહ્યો હતો.ડૉ.દેસાઈ એ તેને કૅબીનમાં બોલાવ્યો.ડૉ.દેસાઈ બોલ્યા"મીસ્ટર પ્રહાર તમારા પિતાને દિલનો દોહરો પડ્યો હતો તમે ઉતાવળ કરી લઈ આવ્યાં એટલે તેમની તબીયત સુધરી ગઈ છે.તેમને દુઃખ થાય એવું કોઈ કામ તમારે કરવાનું નથી.હું આ દવા લખી આપુ છું એ તમારે દરરોજ આપવાની છે.
પ્રહાર હા !ચોક્કસ હું પપ્પાનું ધ્યાન રાખીશ તેમને દુઃખ નહી પહોચવા દઉં.તે બીલ ચુકવી પિતાને લઈ ઘરે પહોચે છે.તેની માતા તેમની રાહ જોઈ રહી હતી.તે સાથે આવવા માંગતી હતી પણ પ્રહારે જ તેને ના પાડી દીધી હતી.પ્રહાર તેની માતા પ્રેમજીભાઈને ઘરે લાવ્યાં.પતિને આરામ કરવાનું કહી તે પ્રહાર પાસે પહોચી.અંબીકાદેવી બોલ્યા" શું થયું છે તારા પિતાજીને ? "તેમને હ્રદયનો હુમલો આવ્યો હતો "પ્રહારે જવાબ આપ્યો.
અંબિકા દેવી : "તારા કારણે જ તારા પિતાની આ હાલત થઈ છે" "પપ્પાને હૉસ્પિટલ કોણ લઈ ગયું હતુ"પ્રહારે જવાબ આપ્યો."પ્રહાર તું ગમે એટલો પોતાનો બચાવ કરીલે પણ તારા પિતાની આ હાલત માટે તું જ જવાબદાર છે."અંબિકા દેવી બોલ્યા.પ્રહારે કોઈ પણ જવાબ આપ્યા વિના પોતાના રૂમમાં જતો રહ્યો.તેના કાનોમાં માનો અવાજ હજી ગુંજતો હતો.તારા કારણે જ તારા પિતાની આ હાલત થઈ છે.
તેનું મન ચકરાવે ચડી ગયું.બે દિવસ પહેલાંનું દ્રશ્ય તેની આંખો સામે આવી ગયું.
રાતનાં બાર વાગ્યાં હોવા છતાં તે હજી ઘરે પહોચ્યો નહોતો.પાર્ટી કરવા કરવામાં તે કાયમ શરાબ વધુ પી લે તો હતો આજે તેણે ધ્યાન રાખ્યું હતું કે પોતે ઓછુ પીવે જો તે વધુ પી લેતો તો આખી રાત બારમા જ કાઢી નાખતો.આજે તે બે વાગ્યે ઘરે પહોચ્યો ત્યારે ઘરની લાઈટ ચાલુ હતી.તેને આશ્ચર્ય થયું કે કોઈ દિવસ નહી ને આજે ઘરનું લાઈટ કેમ બળતું હશે ?
તેણે બારણે પહોચી ડોર બેલ વગાડ્યો.તેના પિતાએ દરવાજો ખોલ્યો.પ્રહાર આશ્ચર્ય સાથે બોલ્યો"પિતાજી તમે હજી સૂતા નથી"તારા જેવો કપૂત જેના કપાળે લખ્યો હોય તેને ઉંઘ કેવી રીતે આવે"પ્રેમજીભાઈએ જવાબ આપ્યો.
કપૂત નહી સપૂત કહો જો કપૂત હોત તો તમારુ કાસળ કાઢી આ કરોડોની જાયદાત મારે નામે કરી લીધી હોત.આમ વારવાર તમારી પાસે પાર્ટી માટે પૈસા ન માંગ તો હોત.પ્રમજીભાઈ બોલ્યા "બસ આ સાંભળવાનું બાકી રહી ગયું હતુ.બાપ બેટાની તુ તુ મે મે સાંભળી અંબિકા દેવી જાગી જાય છે.
અંબિકા દેવી બન્ને પાસે આવે છે અને બોલે છે."તમે બન્ને બાપ દિકરાએ આ અડધી રાતે શું મહાભારત માડ્યું છે."પ્રેમજીભાઈ બોલ્યા" પુછ આ તારા દુશાસન દિકરાને કે તે હમણા ઘરે આવ્યો છે.તેને વિશ દિવસ થઈ ગયા એડ્મિશન લીધાને હજી સુધી તે અમદાવાદ કેમ નથી ગયો."કાલે સવારે બધી વાત કરશું તમે બન્ને ઊંઘી જાઓ"અંબિકા દેવીએ કહ્યું.ના માઁ શુૃ કામ ઊંઘી જઈએ મારે અમદાવાદ અભ્યાસ માટે જવું નથી.
પ્રેમજીભાઈ બોલ્યા "તારે જવું જ પડશે મે મારા મિત્રને વાત કરી દીધી છે.એડમિશન થઈ ગયું છે કોલેજમાંથી ફોન આવ્યો હતો મે કહી દીધુ છે કે બે દિવસમાં આવી જશે."
પ્રહાર :"તમે ભલે જે કહ્યું હોય તે પણ હુૃ મુંબઈ છોડી જવાનો નથી"
પ્રેમજીભાઈ : "એમ કેમ નથી કહે તો કે તારા રખડુ અને દારૂડીયા દોસ્તો છોડી જવુ નથી"
પ્રહાર : તમારે જે સમજવું હોય તે સમજો.
પ્રેમજીભાઈ અને પ્રહારની તુ તુ મે મે વધવા લાગી .અંબિકા દેવીએ તેમને સમજાવવાંની કોશીશ કરી પણ તે નિષ્ફળ રહી.આ તુ તુ મે મે ચાલતી હતી ત્યા પ્રેમજી ભાઈ અચાનક બેસી ગયા તેમને હ્રદયમાં દુખાવો થવા લાગ્યો.પ્રહાર તેમને તરત જ હોસ્પિટલ લઈ ગયો.આ દ્રશ્ય નજર સામે આવતા જ તે પોતાની જાતને દોષી માનવા લાગ્યો.તેની આંખમાં આંસુ આવી ગયા તેણે મનોમન નક્કી કર્યુ કે તે અમદાવાદ જશે.
( સરલા પોતાના ઘરે પ્રાચીને કેમ બોલાવતી નથી ? સરલા કેમ આમ કરે છે તે જાણવાનો ઉપાય પ્રાચીએ શું વિચાર્યો હશે ? પ્રાચીને તેના માતા પિતા તેમનું અતિત કહેશે ? કહેશે તો ક્યારે કહેશે ? પ્રહાર અમદાવાદ આવશે તો ક્યાં રાકાશે ?જાણવા માટે મારી સાથે જોડાયેલા રહોને વાંચતા રહો "નાજાયજ જાયજ" નવલકથા )