અંતરપટ - 6 DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતરપટ - 6

અંતરપટ-6
 

મારુ અંતરપટતો જાણે છે તને, પણ હકીકતે તું કેવી હોઇશ,

વિચારો કર્યા કરુ છું જેના, અને રૂબરૂ હું ક્યારે જોઇશ,

મન તો કહે મારું કે મારા, મનસપટલના પ્રતિબિંબ જેવી હોઇશ,

જોતાં ખબર પડશે એ તો કે મન, અને અંતરમાંથી પહેલાં હું કોને ખોઇશ.

 

 મારા રીઝ્યુમે મને અહીની મલ્ટીનેશનલ કંપનીએ મને સીધો બે લાખનો મહિનાનો પગારદાર બનાવી દીધો. આજે કંપની મને માસિક સાડા પાંચ લાખનો પગાર આપી રહી છે એ ભાવનાને  પણ ખબર છે પરંતુ મારા જીવનમાં શાંતિ નથી. મારી જીંદગી વેરાન બની ગઈ છે અંકલ. હું ધારુ તો અત્યારે બે ત્રણ કરોડનો ફ્લેટ ખરીદી શકું એમ છું પરંતુ મને આ વેરાન જીંદગીને પસાર કરવા સિવાય બીજો કોઈ મોહ રહ્યો નથી. હું મહીને બે મહિને મારાં માબાપ સાથે વાત જરૂર કરી લઉં છું. મારા પગારને લીધે હોય કે પછી ગમે તે હોય પરંતુ એમનામાં છેલ્લા વીસેક દિવસથી  થોડી લાગણીનો અહેસાસ જરૂર મને થાય છે.

         છેલ્લે એક વાત વર્ષાની  બાબતમાં કહેવાની રહી ગઈ. હું અમદાવાદથી અહીં આવ્યો એના પછી વર્ષાનો  વિનંતીભર્યો ફોન મારા પર આવ્યો હતો. એ મને એકવાર મળીને ઘડાયેલ કાવતરા વિષે કંઈક કહેવા માગતી હતી. 

   .     એના ફોન પછીના રવિવારે હું સીધો અમદાવાદ જઈને એણે આપેલ એના ઘરના સરનામે પહોંચી ગયો.જ્યાં જઈને જોયું તો એના પિતાજી કેન્સરગ્રસ્ત હતા. 

      એણે મને પાણી પાઈને એની મમ્મી સાથે બીજા રૂમમાં લઈ જઈને વાતની શરૂઆત કરી. મને માફ કરી દો ભાવિન  સર. તમારી સાથે પ્રેમનું નાટક કર્યું ત્યારે  મારૂ સગપણ થઈ ગયેલ હતું એ વખતે. હું લગ્ન પણ કરી ચુકી છું ને એક દિકરાની મા છું અત્યારે. મેં એ વખતે મારા પિતાજીને આ મહારોગમાંથી બહાર કાઢવા તમારા મિત્ર પાસે પાંચ લાખની લોનની માગણી કરી.તેમણે હકારાત્મક પ્રતિભાવ આપીને બીજા દિવસે ખાનગીમાં મળવા બોલાવી. હું થોડી ડરતી ડરતી આપેલ સરનામે હોટલ પર ગઈ તો ત્યાં સુટબુટમાં તૈયાર એક બીજો વ્યક્તિ પણ હાજર હતો.

  એ તમારી છુટાછેડા આપેલ પત્નીનો બાપ હતો એ મને પાછળથી ખબર પડી.બન્નેએ અઢી અઢી લાખનાં બંડલ સામે ધરીને કહેવા લાગ્યા કે, આ પુરા પાંચ લાખ રૂપિયા છે. હજી બીજા પાંચ લાખ પણ આપશું.એ પણ કોઈ દિવસ પાછા નહીં માંગીએ.  પરંતુ તારેભાવિન સાથે પ્રેમનું નાટક કરીને તારે આ કંપની છોડાવી દેવાની છે.

      મને માફ કરી દો સર. એ નરાધમોએ તો મને બીજા રૂપિયા આપવાની ના જ કહી દીધી. હું મારા પિતાજીને બચાવવા ખાતર મેં મારા સંસ્કારને ગિરવે મૂકી દીધા. મેં મારી માનવતાને લાંછન લગાડ્યું. મારા પિતાજીની હાલત અત્યારે પણ એ જ છે. હું મારી અક્ષમ્ય ભૂલની માફી માંગવા મારી સાસરીથી અહીં આવી છું સર ! હું અત્યારે બીજી કંપનીમાં છું અને મારા ગરીબ માવતરને દવાના ખર્ચમાં થોડો ટેકો કરાવું છું. વર્ષા અને એની માની આંખોમાં ભરપૂર આંસું હતાં. તે પસ્તાવા સવરૂપના આંસુઓ દ્વારા વહી રહ્યો હતો. 

     મેં તરત જ વિચારીને વર્ષાને  એના માબાપના સોગંદ આપીને કહ્યું, "તું હાલતનો શિકાર બની છે એમાં તારો કોઈ દોષ નથી. તારાં મમ્મી કે પપ્પાનો બેંક ખાતા નંબર આપ. હું આવતી કાલે જ ખાતામાં પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દઈશ. બોલીને હું ચાલતો થયો અંકલ. પાંચ લાખ સિવાય થોડા સમય પછી બીજા બે લાખનો પણ ટેકો કર્યો એ લોકોને. અત્યારે વર્ષાના પિતાજી સંપૂર્ણ સ્વસ્થ છે અને મને અવાર નવાર ફોન કરીને ખુબ ખુબ આશિર્વાદ આપે છે."

      સમય થંભી ગયો હોય એવું લાગી રહ્યું હતું અત્યારે ! સૌની આંખો ચુઈ રહી હતી અત્યારે. છેવટે ભાવનાના પિતાજીએ ઉભા થઈને ભાવિના માથા પર હાથ ફેરવીને સાંત્વના આપી. બધાં થોડાં સ્વસ્થ થતાં જ ભાવનાના  પિતાજીએ ભાવનાને એની જીંદગીમાં આવેલ વાવાઝોડા વિષે કહેવાનું કહ્યું. જ્યાં નિર્દોષ પ્રેમની પરિભાષા હોય ત્યાં શરમ સંકોચને શો અવકાશ !

 
 

Dipak Chitnsi

dchitnis3@gmail.com