અંતરપટ - 2 DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતરપટ - 2

અંતરપટ-2
 

ઓ કૃષ્ણા મારો તને એક જ સવાલ છે, તું ક્યાં છે ?

મારા અંતરપટમાં છે તો આ અંતરપટ ઉદાસ કાં છે ?

હરઘડી રાહ જોવું તારી, દૃયાકુર નયને

તારો આવવાનો અણસાર કયાં છે કૃષ્ણા

 

       નિત્ય ક્રમ મુજબ નાહી ધોઈને ફ્રેશ થઇ પરવારીને ભાવિન  પલંગમાં આડો પડ્યો. એનું એકમાત્ર જીવનસાથી કહો તો એ  ઘોંઘાટીયું ગીત-સંગીત જ હતું એ ચાલું કરવા એ ઉભો થયો પરંતુ કોઈ એને રોકી રહ્યું હોય તેવું લાગ્યુ. અચાનક એના મોંઢામાંથી "ૐ નમઃ ભગવતે વાસુદેવાય"ની સરવાણી ફૂટતી હોય તેવો અનુભવ થયો ભાવિનને. એ ફરીથી પલંગમાં બેસી ગયો.પલાંઠી વાળીને "ૐ નમ:ભગવતે વાસુદેવાય" મંત્રને  બોલતો ગયો. ‘‘ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો એ પણ તેનાથી વિસરાઈ ગયું.

        અડધો એક કલાકથી ‘‘ૐ નમઃભગવતે વાસુદેવાય’’ મંત્રનું રટણ ચાલુ હતું ત્યાં જ ભાવના અને નૈનેષ જમ્યા પછી વોકિંગ માટે નિકળ્યાં હતા, ને ભાવિનના દરવાજે અટક્યાં. આ શું ? બન્નેએ ખુલ્લા દરવાજામાં ડોકિયું કર્યું. ભાવનાના  માનવામાં આવી રહ્યું નહોતું. ભાવિનના મુખેથી ‘‘ૐ નમઃ ભગવતે વાસુદેવાય‘‘ નો  મંત્ર જાપ ! પાંચેક મિનિટ બન્ને ભાઈ બહેન ઉભાં રહ્યાં ને પછી ખુલ્લો દરવાજો ઘીમેથી બંધ કરીને ભાવના ભાઈ સાથે વોકિંગ માટે ચાલી નિકળી.

       આજે ભાવના વોકિંગમાં બે ધ્યાન થઈને  ચાલી રહી હતી. એને તેના માનસિક તરંગોએ વિહવળ બનાવી મૂકી હતી. વોકિંગમાઓથી ઘેર આવીને ફ્રેશ થઈને એ પથારીમાં આડી તો પડી પરંતુ એના મન હ્રદય પર ભાવિન  છવાયેલ હતો. ભાવિન  મુંબઈમાં છેલ્લા એક વર્ષથી હતો પરંતુ આ એક વર્ષમાં એણે એની જીંદગીનાં પાનાં આજ સુધી ક્યારેય ભાવના કે અન્ય કોઇની આગળ પણ ખોલ્યાં નહોતાં. ભાવિને તો માત્ર એટલું જ કહ્યું હતું આજસુધી કે, મારાં એક  વખત લગ્ન અને એક વખત સબંધ તૂટી ગયેલ છે અને હવે ફરીથી આ અંગેનો  હાલ કોઈ વિચાર નથી. મારા ભૂતકાળને હું ક્યારેય ઉખેળવા માગતો નથી એટલું બોલીને એ વાતને કાયમ વાળી લેતો હતો. એના ઘરનું અસ્ત વ્યસ્ત રાચ રચીલું ઘણીવાર ભાવના તેના  ભાઈ સાથે આવીને ગોઠવી જતી. વપરાશમાં આધુનિક સંગીત જ માણીને પડ્યો રહેતો હતો ભાવિન, આ બાબત ભાવના  માટે અત્યાર સુધી એક કોયડા સમાન જ હતી. ભાવિનના વાણી, વર્તન કાયમ એકદમ સાહજિક જ રહેતાં.એનો સૌ સાથેનો વ્યવહાર પણ સોજન્યપુણઁ  જ હતો.ઘેર બધા કામકાજ માટે બાઈ આવીને કચરા, પોતાં-વાસણ કરી રહે ત્યાં સુધી એ બહાર દરવાજા પાસે ખુરશીમાં બેસીને સંગીત જ સાંભળતો હોય. ભાવનાના ઘેર કોઈ મહેમાન આવેલ હોય અને ભાવનાનો  ભાઈ આવીને જમવાનું કહી જાય પરંતુ એના મોઢેંથી કાયમ ના જ હોય. કોઈ મિઠાઇ બનાવેલ  હોય તો પણ એકાદ ટૂકડો મોંમાં મુકીને ભાવિક પરત જ કરી દે. કોઈ પરાયી છોકરી સાથે હસીને વાતો કરતાં તો ભાવનાએ  આજ સુધી ભાવિનને જોયો ન હતો. તેને તો જાણે માનવજાત પ્રત્યે વૈરાગ ઉત્પન્ન થઈ ગયો હોય તે મુજબનું તેનું વર્તન હતું. ભાવિનને એ ભાવના તાદ્રશ્ય અનુભવી રહી હતી. શા માટે ભાવના આ બધું વિચારી રહી હતી તેનો ખ્યાલ તેને પોતાને પણ આવતો નહોતો ? 

       કારણ કે, જો કહેવા જઇએ તો બન્ને સમદુઃખીયાં જ હતાં. ભાવના પોતે  પણ લગ્નભંગ સ્ત્રી હતી. એને ભાવિનમાં  કોઈ ઉંમર આજસુધી દેખાઈ નહોતી એટલે જ તો એને ભાવિન  સાથે કુણી લાગણી બંધાઈ ગઈ હતી પરંતુ સાથે સાથે ભાવનાને  એનો ભૂતકાળ વિહ્વળ બનાવી રહ્યો હતો. ઘડીભર એ ભાવિનના  વિચારોને છોડીને એના ભૂતકાળને ખોતરવા લાગતી હતી.

     મધ્યવર્ગીય સંસ્કારી પરિવારની ભાવનાને એમબીએના છેલ્લા વર્ષ દરમ્યાન એની સાથે અભ્યાસ કરતા તૃષાર  સાથે તેની આંખ મળી ગઈ. મુલાકાતોનો દોર છે તે સમયે વધતો ગયો. તૃષારે  એના ઘેર લઈ જઈને ભાવનાને  એનાં માબાપને બતાવી તેમની સાથે મુલાકાત કરાવી ઓળખાણ કરાવી. તૃષારનો પરિવાર એકદમ સુખી પરિવાર હતો. એનાં માબાપે તો એનો લાંબોલચક ઈન્ટરવ્યુ લઈ લીધો. ભાવનાને તો તે સમયે મનોમન ખેદ બહુ થયો જ પરંતુ યુવાનીના જોશે એને સારાસારનો ભેદ ભૂલાવી દીધો. ભાવનામાં માતા-પિતા તૃષારનું ઘર  જોઈ આવ્યાં, અને તૃષારનો  પરિવાર પણ ભાવનાના ઘેર લટાર મારી આવ્યા. પારખુ નજરમાં જ ભાવનાના માતા-પિતા એ  તલમાં કેટલું તેલ છે એ જોઈ લીધું.

 

Dipak Chitnsi

Dchitnis3@gmail.com