અંતરપટ-4
અંતરપટમાં જો જો મારાથી આજે એવી કોઇ
ભૂલ તો નથી થઇ ને કે જેથી બીજાને દુઃખ થાય
ઘેર આવીને શરીરેથી લેવાઈ ગયેલી દિકરીએ માતા-પિતાનું કહ્યું નહોતું માન્યું એ બદલ માતા-પિતાની માફી માંગી. બધી હૈયાવરાળ ઠાલવી દીધી લગ્નજીવનની પંદર દિવસે છુટાછેડાની વિધિ પૂરી થઈ ગઈ. આ વાતને આજે પાંચ વર્ષનાં વહાણાં વાઈ ગયાં છે. ભાવના અત્યારે અઠ્ઠાવીશ વર્ષની હતી, પરંતુ એના હ્રદયમાં પડેલ ઘા હજી રૂઝાયા નહોતા.માતા-પિતાના સંસ્કારો એ એને જરૂર સાથ આપી રહ્યા હતા આજસુધી. હા, છેલ્લા છ એક મહિનાના અલગારી ભાવિનના સ્વાર્થવિહીન સ્વાભાવે એના મનને જરૂર ટાઢક આપી હતી અને અંદરખાનેથી તેના અંતરપટલ પર કાબુ મેળવવાનો પ્રયત્ન પણ થયો હતો.
અચાનક ભાવિન ભાનમાં આવ્યો. ફ્લેટનું વાતાવરણ આજે તેને અલૌકિક લાગતું હતું. એના મનને આજે ન જાણે કેમ પણ પરમ શાંતિનો અનુભવ થયો હતો. મોબાઈલમાં જોયું તો એક કલાક પસાર થઈ ગયો હતો. આજે એના મુખ પર વાસ્તવિક હાસ્યની લહેર આવી ગઈ. દરવાજો બંધ કરીને એણે પલંગમાં લંબાવ્યું. સવારે ઉઠીને જોયું તો આઠ વાગી ગયા હતા. દશ કલાકની બ્રેક વગરની ઉંધ બાળપણ સિવાય આજે ત્રીસી વટાવ્યા બાદ પહેલી વખત એણે માણી હતી.
નાહી ધોઈ તૈયાર થઈને ઓફિસે રવાના થયો. કયારેય નહીં પણ આજે પહેલીવાર તેની કાર આપોઆપ હવેલીના રસ્તે ફંટાઇ ગઇ. અને આજે એણે સ્વાનુભવે પૂજનકાર્ય કર્યું શ્રીજી પ્રભુનું અને તેના અંતરને કંઇક મહદઅંશે શાંતિ મળી.
એના હ્રદયમાં શ્રીજીની પ્રતિમા કોતરાઈ ગઈ. નાસ્તિક પરિવારના આ ફરજંદના ઘેર સાંજે આઠ વાગ્યે શ્રીજી પ્રભુના ચિત્રાજી મોટી સાઇઝમાં આવી ગયાં.
ધાર્મિક અસમજ ધરાવતા ભાવિને પ્રથમવાર ભાવનાના ઘેર આવીને ભાવનાના પિતાજીને નમસ્તે કરીને કહ્યું, "અંકલ! અત્યારે હું શ્રીજી પ્રભુના ચિત્રાજી લઈને આવ્યો છું. હવે એનું શું કરવાનું એ મને સમજાવશો તો હું તમારો આભારી રહીશ."
ભાવનાના પિતાજીએ ભાવિકને સોફા પર બેસવાનું કહ્યું, ભાવના પણ આશ્ચયભાવે ભાવિનને જોતાં જોતાં પાણી આપ્યું. આશ્ચર્યભાવનાં બે કારણો હતાં. એક તો ભાવિને પ્રથમવાર ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બીજું ભાવનાને, ભાવિનમાં પ્રથમવાર ધાર્મિક આસ્થા દેખાઈ હતી. ખરેખર તો અત્યારે ભાવનાનો આખો પરિવાર ભાવવિભોર હતો.
ભાવિને પાણી પી લીધું કે તરત જ ભાવનાના પિતાજીએ કહ્યું, જો "બેટા ! આ ધાર્મિક આસ્થાનો વિષય છે. તારા હ્રદયમાં શ્રીજી નો વસવાટ થવો એ જ તારે માટે પરમ કૃપા છે એમની. કાલે સવારે તું નાહી ધોઈ લે ત્યારે અમને બોલાવજે. આપણે એ વખતે દિવો અગરબતી કરીને શ્રીજીનું સ્થાપન કરી દઈશું. એના પછી તને સમય મળે એ રીતે શ્રીજીનું સ્મરણ કરીને ગ્રંથનું વાંચન કરતો રહેજે.
પંદર દિવસમાં તો ભાવિનના મુખ પર ધાર્મિક આસ્થાનું નૂર છવાઈ ગયું. ઓફિસમાં ભાવના અને ભાવિન વચ્ચે હાય-હેલ્લોના બદલે "જયશ્રી કૃષ્ણ" ના મધુર ધ્વનીની આપલે થવા લાગી. સાથે સાથે બન્ને વચ્ચે આત્મિયતાનો દોર પણ વધવા લાગ્યો. નિર્વિકાર ભાવે બન્ને વચ્ચે વાતચીત વધવા લાગી.
પવિત્ર શ્રાવણ માસ પુરો થયો એના જે દિવસે જ્યારે જન્માષ્ટમી ના રવિવારે ભાવના અને એનાં માતા-પિતા સવારે બધી ક્રિયાઓ પુરી કરીને ભાવિનન ફ્લેટ પર આવ્યાં. ભાવિકે આદર સહ બેસાડીને તેઓને પાણી આપ્યું. થોડીવાર ખામોશી છવાયેલી રહી. છેવટે બંસરીના પિતાજીએ શરૂઆત કરી, "બેટા જો ! તને વાંધો ના હોય તો તારી જીંદગી વિષે જાણવું છે. શું તું આ વિષે થોડું કહી શકીશ ?"
આમ તો મનથી નિષ્ઠુર થઈ ગયેલ માનવી હતો ભાવિન, પરંતુ છેલ્લા એકાદ મહિનાથી એનામાં ન જાણે કેમ પણ ગજબનું પરિવર્તન આવ્યું હતું એ ક્યાં અજાણ્યું હતું હવે ! ક્યારેય નહીં રડેલા ભાવિનની આંખો છલકાઈ ઉઠી. એણે ઉભા થઈને થોડું પાણી પી લીધું અને આંખો લુંછીને બોલ્યો,"અંકલ ! તમે મને બેટા તરીકે સંબોધન કર્યું છે એમાં જે મીઠાશ છે એ મીઠાશ મને મારી જીવન કથની કહેવા મને મજબૂર કરે છે.
Dipak Chitnsi
Dchitnis3@gmail.com