અંતરપટ - 5 DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

અંતરપટ - 5

અંતરપટ-5
 

મારો આરંભ અને મારો અંત તું છે, મારા અંતરમાં જાગતો ધબકારો તું જ છે

શમણાંઓની સોનેરી સવાર અંતરપટમાં આશા ઉજાળતો તું જ છે,

ભર બપોરે લાગણીઓનો ઉકળાટ બફારામાં વસતો હાશકારો તું જ છે,

સમીસાંજે થાકેલી ઇચ્છાઓ ડુબતી મારી નાવનો કિનારો તું છે,

શ્યામ રાત ટળવળતી આંખો ઢળતી ઉંમર અને વિસામો મારો તું જ છે.

 

      હું એક પૈસાદાર કુટુંબનો નબીરો છું. હું  ખુબજ અત્યંત લાડકોડમાં ઉછરેલો છું. મારા પિતાજી પાસે મોટો બિઝનેસ છે. જો કે નાના ભાઈના અણધડ વહીવટના કારણે અત્યારે એ મંદીમાં ફસાયો છે.

   પરિવારમાં અમે બે ભાઈ અને માબાપ છે. હું શરૂઆતથી જ ભણવામાં ખુબ હોશિયાર હતો પરંતુ નોકરીની કોઈ જરૂર નહોતી. ઘરના બિઝનેસમાં હું પૂરક બની શકું એટલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પુરુ કર્યું.

       પિતાજીની માલેતુજાર પરિવારોમાં સારી એવી ખ્યાતિ હતી. માબાપની મરજીથી જ મારાં લગ્ન એક બિઝનેસમેનની દીકરી સાથે ગોઠવાયાં.તેની જીવનશૈલી એકદમ બિંદાસ્ત અને સ્વછંદી હતી. મારાં માબાપ તેમજ છોકરીનાં માબાપની પ્રબળ ઈચ્છાને કારણે એ સબંધ માટે હું ના કહી ના શક્યો. કોણ જાણે કેમ પણ આ બધી દંભી અને લોકો સામે પ્રદર્શન કરનારી લાઈફ સ્ટાઈલ મને પહેલાંથી જ પસંદ નહોતી ?

    એ છોકરીની સતત મૂવી જોવાની ઘેલછા અને અનુકરણ, અઠવાડિયે પાર્ટીઓ,બીજા ત્રીજા દિવસે હોટલોમાં મિજબાની ! આ બધું મારા મનને અકળાવતું હતું  અંકલ. જીંદગી માત્ર ઔપચારિક બની ગઈ. ઘણું બધું સમજાવવા છતાંય એના વર્તનમાં કંઈ પરિવર્તન ના આવ્યું. એકવાર એના જુના બોયફ્રેન્ડ સાથે સીગારેટના દમ ખેંચતી મારી પત્નિને એક ગાડીમાં જતી જોઈ. બસ, પુરુ થયું. મારા દિલમાં જેના પ્રયાસે નફરત જ્વાળા ઘુંટાઈ ગઈ. એનાથી અલગ થવા મેં મારા પિતાજીને જણાવી દીધું બધું પરંતુ મારા પિતાજી આ સબંધ તોડવા રાજી ના થયા. 

      ના છુટકે મેં પિતાજીનું ઘર છોડ્યું. પિતાજીના નિર્લેપ ચહેરા પર કોઈ રંજ દેખાયો નહીં. એમણે તો સ્પષ્ટ જણાવી દીધું કે, તારા માટે આ ઘરના દરવાજા કાયમને માટે બંધ છે. મારી મિલ્કતમાંથી તને એક રૂપિયો પણ નહીં મળે.મારી મમ્મી પણ એ વખતે ચૂપચાપ ઉભી હતી. હું માબાપને પગે પડીને નિકળી ગયો.

     બીજા જ દિવસે મિત્રની નાનકડી કંપનીમાં ભાગીદાર બનાવ્યો. એને મારી સુઝબુઝની બધી ખબર હતી એટલે મને કંપનીમાં આગ્રહ કરીને પચાસ ટકાનો હિસ્સેદાર બનાવ્યો.પહેલા જ વર્ષે હું વીસ લાખ જેવી માતબર રકમ કમાયો. એ જ વખતે મારી પ્રથમ પત્નિ સાથે મને છુટાછેડા મળી ગયા. 

        મારી કમાણીની વાત ફોન પર મેં મારાં મમ્મી પપ્પાને તો જણાવી જ પરંતુ એ વાતનો એમના શબ્દોમાં કોઈ પ્રત્યાઘાત નહોતો. સારુ સારુ કહીને એમણે ફોન મુકી દીધો.

      બીજા વર્ષે એક વર્ષા નામની છોકરી અમારી કંપનીમાં જોડાઈ. એ સ્વાભાવે એકદમ સરળ હતી. એની સાથે મારી થોડી ઘણી આત્મિયતા બંધાઈ. જોતજોતામાં બીજું વર્ષ પુરુ થયું. કંપનીએ મારી સુઝબુઝના કારણે મોટી હરણફાળ ભરી દીધી હતી. અમે બન્ને મિત્રો એક કરોડ રૂપિયા કમાયા. બસો એમ્પલોયરની કંપનીની ખ્યાતિ અમેરિકા સુધી પહોંચી ગઈ. કંપનીને મોટાભાગના પ્રોજેકટ ત્યાંથી મળતા થઈ ગયા. 

    મારા  મિત્રએ મને વર્ષા સાથે ઘરસંસાર માંડવાની સલાહ આપી. અગાઉ ઘાયલ થયેલા હ્રદયને હું થોડું સંભાળી ચુક્યો હતો.મારી અને વર્ષાની મુલાકાતો હોટલોમાં થવા લાગી. 

      અચાનક મને પોલીસનું તેડું આવ્યું. વર્ષાએ  મારા પર છેડતીનો કેશ કર્યો હતો.બીજા દિવસે મારા મિત્રએ મને જામીન પર છોડાવ્યો. હું ઓફિસે આવીને બેઠો તો મારા મિત્રએ મને સ્પષ્ટ શબ્દોમાં કહી સંભળાવ્યું કે, મિસ્ટર ભાવિન ! તમે આ કંપની છોડી દો અથવા છેડતીના કેશ માટે તૈયાર રહો એમ કહીને મારા ખોળામાં લપેટાયેલી વર્ષાના   કેટલાક ફોટોગ્રાફ મારી સામે મુક્યા. હું મારી મર્યાદામાં જ હતો. કંઈજ અશોભનીય નહોતું  પરંતુ ભાઈ સમાન ગણેલ મિત્રના શબ્દોથી મારુ હ્રદય ચિરાઈ ગયું હતું. મેં એક જ કલાકમાં ભાગીદારીનાં ડોક્યુમેન્ટ સાથે મારા મિત્રને વકીલ પાસે લઈ ગયો અને એકપણ રૂપિયો લીધા વગર ભાગીદારીમાંથી છુટો થઈ ગયો. પોલીસ કેશ પાછો ખેંચાઈ ગયો. હું અમદાવાદ છોડીને દશમા દિવસે અહીં મુંબઈ આવી ગયો.

 
 

Dipak Chitnsi

Dchitnis3@gmail.com