ટાવર નમ્બર- ૪ - 1 BIMAL RAVAL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

ટાવર નમ્બર- ૪ - 1

ભાગ-૧

“સાહેબ ટાવર નમ્બર ચારનો ગાર્ડ વોકી પર તમારી સાથે વાત કરવા માંગે છે”. મેઈન ગેટનો સિકયુરિટી ગાર્ડે સેલ્યૂટ મારતાં બોલ્યો.

સિકયુરિટી સુપરવાઈઝર થાપાએ સામે દીવાલ પર ટાંગેલી ઘડિયાળમાં જોયું, રાતના બે વાગ્યા હતા. હજી હમણાં અડધો કલાક પહેલા તો એ રાઉન્ડ લગાવીને આવ્યો હતો અને ટાવર ચાર પર પણ ગયો હતો. થાપાના ચહેરાના હાવભાવ તંગ થઇ ગયા. તે ખુરશીમાંથી ઉભો થયો અને વોકી-ટોકી સ્ટેશન પાસે પહોંચી ગયો. વોકી હાથમાં લઇ, ટાવર ચાર પર સંપર્ક કર્યો.

સામે છેડે ગાર્ડ કંપતા સ્વરમાં, "સાહેબ, હું ટાવર ચારનો ગાર્ડ બોલું છું, અહીં આપણી દીવાલની પેલી તરફ જે ગોચર જમીન છે ત્યાં દૂર ઝાડીમાં કોઈ સફેદ વસ્તુ હલી રહી હોય એવું દેખાઈ છે."

થાપાએ છણકો કરતા કહ્યું, "કોઈ જાનવર હશે, સફેદ ગાય, બકરી કે ગધેડો."

પેલો ગાર્ડ બોલ્યો, "ના સાહેબ, મેં નાઈટ વિઝન દૂરબીન વડે જોયું, એ કોઈ માનવ આકૃતિ હોય એવું જણાય છે"

"હશે, કોઈ ખેડૂત ખેતરમાં કઈં કામે નીકળ્યા હશે તો એ બાજુ આવી ગયા હશે, એમાં તું એટલો બધો ગભરાઈ છે શું. ગાર્ડ થઈને તું ડરીશ તો કંપનીની અને કંપનીમાં કામ કરતા લોકોની શું સુરક્ષા કરીશ", થાપાના અવાજમાં થોડો ગુસ્સો ભળ્યો.

"પણ સાહેબ આ ગોચર જમીન છે, આવા સમયે અહીં કોઈ શું કામ..........,” ગાર્ડના શબ્દો અધૂરા રહી ગયા અને થાપાએ ઓવર એન્ડ આઉટ કહી વોકી મૂકી દીધી.

રાઉન્ડરને ટાવર ચાર પર જવા કહી થાપા કેબિનમાં આવી ખુરશી પર બેસી ગયો.

થાપા આ વીજમથકમાં છેલ્લા પંદર વર્ષથી સિકયુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો પણ આજદિન સુધી આવી ફરિયાદ કોઈએ નહોતી કરી.

વિસ મિનિટ પછી ફોનની ઘંટડી રણકી ઉઠી. થાપાએ રીસીવર ઉપાડ્યું, સામે છેડે રાઉન્ડર ખુબજ ડરી ગયેલા અવાજમાં બોલ્યો, "સાહેબ ટાવર ચારના ગાર્ડે જે જોયું તે કોઈ જાનવર કે ખેડૂત નથી."

"તો શું ભૂત છે?"  થાપા તાડૂક્યો.

"હા સાહેબ એવુજ છે, કોઈ ચુડેલ લાગે છે, હું તમને ફોન કરવા નીચે આવ્યો છું, પણ ઉપર ગાર્ડ બૂમો પાડી રહ્યો છે અને આ તરફની બધી લાઈટો લાબકઝબક થઇ રહી છે. એ ચુડેલ ગાર્ડનો જીવ લઇ લેશે, ઓહ! ગયો......", રાઉન્ડરનો ફોન કટ થઇ ગયો.

થાપાએ ટોર્ચ ઉપાડી અને ડ્રાઇવર રસિકને બૂમ પાડી જલ્દી ગાડી કાઢવા કહ્યું.

ટવેરા આવીને ગેટ પર ઉભી રહી, થાપા ગાડીમાં બેઠો. રસિક બોલ્યો, "શું સાહેબ થોડી વાર તો આરામ કરવા દો, હમણાં દોઢ વાગે તો રાઉન્ડ મારીને આવ્યા છીએ આપણે."

થાપાએ કહ્યું, "તું ગાડી ટાવર ચાર તરફ લઇ લે."

"ટાવર ચાર? કેમ શું થયું છે સાહેબ ત્યાં?" રસિકે પૂછ્યું.

થાપાએ કહ્યું, "ટાવર ચારના ગાર્ડે દીવાલની પેલી તરફ ચુડેલ જોઈ……."

રસિકનો પગ બ્રેક પર જોરથી દબાઈ ગયો, ગાડી ટાયર ઘસાવાની કિકિયારી સાથે ઉભી રહી ગઈ. થાપાના મોઢામાંથી એક ગંદી ગાળ નીકળી ગઈ. એણે સીટબેલ્ટ ન બાંધ્યો હોત તો કદાચ આગળના કાચ સાથે એનું માથું અથડાયું હોત

રસિકના હાથ પગ રીતસરના ધ્રુજવા લાગ્યા, "સાહેબ, એ નક્કી પેલી ભૂતમામાં વાળી ચુડેલ હોવી જોઈએ. છેલ્લા ત્રણ ચાર દિવસથી અમારા ગામમાં બધા વાતો કરે છે કે રોજ રાત્રે એ ચુડેલ આવી રીતે નીકળે છે અને જે મળે એને ઉપાડી જાય છે. બે દિવસથી અમારા ગામના શંભુ કાકાની ઘરવાળી અને પ્રભુ કાકાનો શહેરની કોલેજમાં ભણતો છોકરો બેય ગાયબ છે. બધા કે છે આ ચુડેલનાજ કામ છે."

થાપાએ રસિકને ઠપકો આપતા કહ્યું, "ચૂપ બેસ એ બધી ખોટી અફવાઓ છે, આજેજ તમારા સરપંચ સાથે વાત થઇ હતી, એમણે કીધું કે એ શંભુ કાકાની બીજી વારની બૈરી એમના કરતા વિસ વર્ષે નાની હતી અને એનું ને પેલા પ્રભુના છોકરાનું લફરું ઘણા દિવસથી ચાલતું હતું, એટલે એ બંને ભાગી ગયા છે, એમાં ચુડેલને કઈં લેવા દેવા નથી. અને હા આ ભૂતમામાં વાળી ચુડેલ એટલે શું?"

રસિકે ડરતા ડરતા આસપાસ જોઈ લીધું, પછી એકદમ ધીમેથી બોલ્યો, "સાહેબ, એ બધાને એવુજ કહે છે કે મામાના ઘરેથી આવી છું અને તમને તો ખબરજ છે કે મામા એટલે ભૂતમામા."

રસિક ગાડી પાછી વાળવા લાગ્યો, થાપાએ તેને રોકતા કહ્યું, "ભાઈ, આપણે ટાવર ચાર પર જવાનું છે, છાનોમાનો ગાડી એ તરફ લઇ લે." રસિકે મોઢું કટાણું કરી ગાડી એ તરફ દોડાવી.

વીજમથકમાં નોકરીએ લાગ્યો ત્યારથી થાપા પરિવાર સાથે બાજુના ગામમાં રહેતો હતો અને આટલા વર્ષોથી ગામવાળાઓ સાથે ધડિકા લઈને ફાંકડું ગુજરાતી બોલતા શીખી ગયો હતો. રસિકે જે કીધું એ એણે આસપાસના લોકો પાસેથી પણ સાંભળ્યું હતું. રસિકે ટાવરથી થોડું પહેલા વણાંક પાસે ગાડી ઉભી રાખી દીધી. થાપા ત્યાંજ ઉતરી ગયો.

થાપાએ જોયું બધી લાઈટો બંધ હતી એટલે ચોતરફ એકદમ ભેંકાર લાગી રહ્યું હતું. અંધકાર અને નીરવ શાંતિના કારણે નજીકના વૃક્ષો નીચે પડેલા સૂકા પાંદડા પર ફરી રહેલા નિશાચર જીવ જંતુઓના પગરવનો અવાજ વાતાવરણને વધુ ડરામણું બનાવી રહ્યો હતો.

થાપાએ ટોર્ચની લાઈટ ટાવરની ઉપર તરફ કરી, લાઈટ જોઈ રાઉન્ડર દોડી આવ્યો, હાંફતા હાંફતા તે બોલ્યો, "સાહેબ કોઈ બહુ શક્તિશાળી ચુડેલ લાગે છે, પેલી બાજુ રહ્યે રહ્યે જ તેણે આ તરફની સ્ટ્રીટ લાઈટો અને ટાવરની લાઈટો બંધ કરી દીધી છે. મેં તમને ફોન કર્યો ત્યારેજ આ બધું થયું અને તેણે લગભગ ટાવર પરના ગાર્ડનું પણ કામ તમામ કરી નાખ્યું લાગે છે, ઘણા સમયથી ઉપર કોઈ હિલચાલ જણાઈ નથી રહી."