"રચના અને બેલા બંને ઘરે આવી જાય છે.જમીને બધું કામ પરવારી બંને જણા પોળની વચ્ચે ખાટલો પાથરી સુઈ જાય છે."
રચના કહે; બેલા આજે તારે તારા જીવનની બધી હકીકત મને કહેવાની છે.હું જાણવા માંગુ છું કે' તું મારી સાથે અભ્યાસ કરતા, કરતા તું અહીં સુધી આવી ગઈ.તારા મમ્મી, પપ્પા પણ હયાત નથી મામા અને કાકાએ પણ મોં ફેરવી લીધું.છતાં આજે તું હિંમતભેર એકલી અડીખમ ઊભી છે.
બેલા કહે; રચના ભૂતકાળ યાદ કરીને શું કામનો?
રચના કહે; તારી વાત સાચી છે.પણ તારી હદયમાં વર્ષો સુધી પડી રહેલી દર્દભરી ઊર્મિઓને તું બહાર લાવી દે અને તારા દિલમાં જે દર્દ છુપાવ્યું તેને બહાર વહેંચી દે તો તને પણ મનનો સંતોષ થાય.
બેલા કહે; રચના મારી જીંદગી એક દર્દ ભરી અંધારી રાત છે.જન્મતા ની સાથે માતાને ગુમાવી અને માંડ પિતાની આંગળી પકડી ચાલતી થયી ,ત્યાં પિતાને ગુમાવ્યા .સમજણ આવી ત્યારે કાકા અને મામા એ મારો સોદો કરી નાખ્યો.મને ભણવાનું બંધ કરાવી મારા લગ્ન લઈ લીધા .હું ખૂબ અણસમજ હતી દુનિયાદારીનું કોઈ ભાન હતું નહિ.પરંતુ માતા- પિતા હોય તો આપણે જીદ કરી શકીએ પણ હું હતી અનાથ .એટલે મારું સાંભળે કોણ.
રચના કહે; તું કેવી રીતે શહેરમાં આવી ગઈ હતી.
બેલા કહે; રચના મારા લગ્ન એક સુખી પરિવારમાં પૈસા લઈને નક્કી કર્યા હતા.પરંતુ જેની સાથે મારા લગ્ન થયા હતા એને હું બિલકુલ પસંદ હતી નહિ. પરંતુ તેના માતા, પિતાને હું પસંદ આવી ગયી હતી.એમને એમ કે એમના છોકરાને હું સુધરી દઈશ એ લોકોએ અમને બંને શહેરમાં મોકલી દીધા.અહી ભાડે રહેવા લાગ્યા.
રચના કહે; તારા સાસરી વાળા ક્યાં રહેતા હતા એમને પોતાનુ મકાન નહોતું કેમ! એતો ખૂબ પૈસા વાળા હતા ને!
બેલા કહે; એ લોકો ગામડે રહેતા હતા અને એમનો છોકરો અહી પોળમાં રહેતો હતો .મકાન લેવાનું હતું પણ એમને એમ કે અને બંને સારી રીતે રહીએ એટલે મકાન લેવાના હતા.એમને પોતાના છોકરા પર ભરોષો નહોતો.
રચના કહે: કેમ?
બેલા કહે; એ લોકોએ મારા અને મારા ઘરના લોકોથી વાત છૂપાવી હતી.એમના છોકરાએ બહારના સમાજની છોકરી સાથે લગ્ન કર્યા હતા.પણ સમાજની બીકે એમને એમના છોકરાને કહ્યું તું આપણા સમાજમાં લગ્ન નહિ કરે તો મિલકતમાં ભાગ નહિ મળે.એટલે એ પોતાની પહેલી પત્ની શહેરમાં મૂકી આવ્યો.અને ઘરે કહ્યું હું તમે કહો તેની સાથે લગ્ન કરીશ.....
રચના કહે; તારા સગાઈ વખતે કોઈ તપાસ નહોતી કરી .
બેલા કહે; કોણ તપાસ કરે ખબર હોય પણ ખરી પણ એમને સગાઈના બદલામાં પૈસા મળ્યા હતા કદાચ હોય તો પણ ખબર નથી.મારા લગ્ન અચાનક લેવાઈ ગયા
રચના કહે; પછી શું થયું.
બેલા કહે; લગ્નની પ્રથમ રાત્રે મને કહે, આપણે શહેરમાં વહેલી તકે જતા રહીએ ત્યાં જઈને આપણી નવી જિંદગીની શરૂઆત કરીશું .
રચના કહે; તો તારી જિંદગીની શરૂઆત એટલે કે સુહાગરાત નહોતી ઉજવી.
બેલા કહે; હજી સુધી હું કુંવારી છું.દુનિયાની નજરમાં પરણિત.
રચના કહે; અરે આટલો મોટો વિશ્વાસઘાત
બેલા કહે; એટલું નહિ એને તેને મળેલી મિલકતની વારસાઈ માં મારો કોઈ ભાગ નથી એમ મારી સહી કરાવી લીધી
.રચના કહે; તું કેટલી ભોળી તે સહી કરી.
બેલા કહે; એમાં પણ મારી સાથે છેતરપિંડી થયી હતી
રચના કહે; કેવી રીતે?...
બેલા કહે; મને કહે આપણા નવા મકાનમાં રહેવાનું હોવાથી તારા નામે મકાન હોવાથી તું સહી કરી દે.મને વિશ્વાસ જે મારો પરણેતર મારી સાથે દગો કરશે નહિ.
રચના કહે; બેલા પછી શું થયું?
બેલા કહે; મે સહી કરી દીધી.મારા સાસુ,સસરા ભોળા હતા એમને પણ કંઈ સમજ ન પડી.
રચના કહે; આપણી સ્ત્રીઓની એ આદત છે કે આપણે ભરોષો આંખ બંધ કરીને કરી દઈએ છીએ પણ સહેજ પોતાનો વિચાર કરતા નથી કોઈ પણ કાગળ પર સહી કરતા વાંચવો.કોઈની સલાહ લેવી.અત્યારે કોઈના વિશ્વાસ પર સહી કરી દેવાય નહીં.પણ હવે એ અફસોસ કરી શું ફાયદો. જે થવાનું હતું તે થયી ગયું.પછી કેવી રીતે તું પોળમાં એકલી પડી ગયી..
બેલા કહે; રચના મારી ખરી કસોટી અહી શરૂ થઈ. રચના અમે અમદાવાદની પોળમાં ગયા ત્યારે મારી અંદર આનંદની ઊર્મિનો પાર નહોતો.હું ખૂબ ખુશ હતી.મારી લગ્નની ઉર્મિઓના ઓરતા અહી પૂરા થવાના સ્વપ્નાં જોતી હતી.ફટાફટ ઘરકામ પરવારી અને પલંગ સજાવ્યો.પછી.....(એ ના આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા)
રચના કહે; સુહાગરાતે કોઈ આંસુ કેમ સારે..એવું શું બની ગયું તું આ પાણી પી લે પછી મને વાત કર.
બેલા કહે; અડધી રાતે એ મારી સોતન લઇને આવી ગયો. મને તો એમ જ એ કોઈ ઓળખીતું હશે પરંતુ એ બંને તૈયાર થઈને બં મારા સજાવેલા પલંગમાં જ સુઈ ગયા અને મને કહે કે; તું બહાર જ પથારી કરીને સુઈ જા .હું કઈ પૂછું એ પહેલા તો એમને દરવાજા બંધ કરી દીધા.હું આખી રાત રડતી રહે કોને ફરિયાદ કરું.આ દુનિયામાં મારું કહી શકાય એવું કોણ હતું .કોને વાત કરવી! મારા કાકાના ઘરે પહોંચી ગઈ.ત્યાંથી તે દિવસે હું તને મળવા આવી હતી પરંતુ મેં તને કંઈ પણ વાત કરી નહોતી. કરી હોત તો સારું હોત.
મારા માટે મને કંઈક આગળ શું કરવું એ રસ્તો મળત. હું કંઈ પણ બોલ્યા વિના પાછા મારા કાકાને ઘરે આવી ગઈ. કાકાએ કહ્યું ;હવે તારા માટે આ ઘર ના દરવાજા બંધ છે .મારા મામા પણ હતા એમને જ કહ્યું કે છોકરીનું ઘર સાસરું જ ગણાય.એમને પણ મારી પરવા કરી નહિ અને એ બંને જણા મને મારા સાસરીયે મૂકી ગયા. મારા સાસુ, સસરાએ કહ્યું ; તારા કર્મમાં જે લખ્યું છે એ તમારે ભોગવ્યા વિના છુટકો નથી અમે તો તમને મારા છોકરા સાથે મોકલ્યો હતા, મારા સસરા ફરીથી મને એની પાસે મૂકી ગયા.મારા પતિએ કહ્યું ચૂપચાપ ઘરમાં પડી રહે. હવે તારું કોઈ છે જ નહિ.
રોજ રાતે એ અને મારી સોતન લઈને આવે હું નજરે જોયા કરું એ બધા મસ્તી કરે અને મારી અંદર લોહી ના આંસુ મારું કાળજું કપાતું હતું, આ મારા કર્મે લખ્યું હશે પરંતુ એક દિવસ હિંમત કરીને મેં નક્કી કર્યું કે હું તારી સાથે હવે રહીશ નહિ, બીજા દિવસે મેં કહ્યુ ; હું તને છુટા-છેડા આપવા માંગુ છું અને એ પણ આપવા માટે તૈયાર થઈ ગયો હતો.અને અમે કોર્ટ મારફત છૂટાછેડા લઈ લીધા. મે એને કહ્યું તું બીજે રહેવા જા. હું અહી એકલી રહીશ.પોળના લોકોએ એવું માન્યું કે એ મને છોડીને જતો રહ્યો એ લોકોએ મને છોકરીની જેમ હૂંફ આપી મકાનમાલિક પણ સારા હતા.એમને મને ભાડામાં થોડીક રાહત આપી.ધીમે ધીમે હું મારા સમજ મુજબ ઘડાઈ ગઈ.આજે જેવી છું તારી સામે છું.
રચના કહે; તારી આ ભૂતકાળની વાત સાંભળી હું પણ ખૂબ દુખી રહ્યો રહી છું.પણ હવે સુખના દહાડા આપણે લાવીશું.
આગળ ભાગ/6
રચના અને બેલા આગળ શું વિચારે એ જાણવા વાંચતા રહો.