આવી જાને પાછી એલિયન, પ્લીઝ... Ayushi Bhandari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • અપહરણ - 11

    11. બાજી પલટાઈ   અંધારું સંપૂર્ણપણે ઊતરી આવ્યું હતું. હું, થ...

  • રેડ સુરત - 3

      2024, મે 17, સુરત         ચાર પ્લૅટફોર્મ ધરાવતા સુરત રૅલ્વ...

  • લવ યુ યાર - ભાગ 72

    સાંવરી વારંવાર તે નંબર ઉપર ફોન કરતી રહી પરંતુ ફોન ઉપડ્યો નહી...

  • એક અનુભવ - પાર્ટ 3

    સેકન્ડ વિચારી હું પૈસા પાછા લઈ ચાલવા લાગી તે પાછળ પાછળ દોડી...

  • ઉર્મિલા - ભાગ 6

    અંબિકા ગઢના મહેલથી પરત ફર્યા પછી, ઉર્મિલા અને આર્યનના જીવનમા...

શ્રેણી
શેયર કરો

આવી જાને પાછી એલિયન, પ્લીઝ...

કેટલો સુંદર સંબંધ હતો એનો અને મારો. હતો એ દોસ્તી નો પણ કંઈ ખાસ હતો. રાતે સૂતા પહેલાં નું ગુડ નાઈટ અને સવારનું ગુડ મોર્નિંગ કંઈ ખાસ જ હતું. કોઈ વાત ન હોવા છતાં પણ કલાકો ની એ વાત, બાય કહ્યા પછી પણ ચાલતી એ કલાકો ની વાતો કઈ ખાસ હતી, એક બીજાને ઇડીઅટ, ડફર કહેવાની મજા ખાસ હતી, મારું પ્રિય એને એલિયન કેહવાની મજા ખાસ હતી. એના કપડા થી હાથ લૂછવાની મજા, એને હેરાન કરવાની મજા, એની સાથે હસવાની મજા ખાસ હતી. યાર, તારું એ હસતું મોઢું અને ચશ્મા કંઈ ખાસ હતા. અરે ડફર તું જ ખાસ હતી મારી માટે અને હંમેશા રહેશે.

હા, અમે બાળપણ ના તો મીત્ર નતા, પણ ટૂંક સમયમાં જ એની સાથે અલગ જ બોન્ડ બની ગયો હતો. એ મારા દિલ નો એક મહત્વ નો ટુકડો બની ગઈ હતી, ટૂંક માં એ મારી બહેન બની ગઈ હતી. ખૂબ સુંદર હતું એ બધું, એના મળ્યા પછી તો મે દોસ્તીનો મતલબ સમજ્યો, દોસ્તીના સંબંધને ઓળખ્યો, એને મારી આદતો બગાડી, મારી દરેક જીદો પૂરી કરી. પેહલા તો સોશિયલ મીડિયા અપડેટ માટે હતું, એના આવ્યા પછી એ એની મુલાકાત માટે બની ગયું, દોસ્તીનું મારા મનમાં જે સમીકરણ હતું એ એને બદલી નાખ્યું, એને મને જીવન ના સૌથી સુંદર સંબંધ થી મુલાકાત કરાવી દીધી.
અંતે આ બધું એક સુંદર સ્વપ્ન બની ગયું.

માન્યું હતી ભૂલ મારી, પણ મે એને મનાવવાના દરેક પ્રયત્ન કર્યા, પણ એ દરેક પ્રયત્ન નિષ્ફળ ગયા, એને મારાથી ગુસ્સો કે નફરત ન હતી, પણ એને એહસાન કર્યા. જેની પર કાલ સુધી હક હતા, આજે એ તદ્દન અજાણ્યા થયા.

એ કહે છે," મે નથી છોડી તને." પણ હવે કોઈ ગુડ નાઈટ કે ગુડ મોર્નિંગ ના મેસેજ નહિ, કામ પૂરતી વાતો અને બાય કહેતા પેહલા જ વાત નું પૂરું થવું. આ બધું હર્ટ કરે છે, યાર! પેહલા જે હક હતો હવે એ એહસાન બની ગયા છે. એના ક્લાસ માં આવતી વખતે આપેલી એ સ્માઈલ અને સાથે બેસવાના જુગાડ, બહુ યાદ આવે છે, યાર! પેહલા દૂર રહીને પણ જોડાયેલા હતા અને હવે સાથે રહીને પણ અલગ છીએ.

પહેલાં પણ એ દરેક સાથે રહેતી પણ કલાકો સુધી વાતો મારી સાથે હતી, એના દરેક અહેસાસ મારા હતા. આજે એ વાતો કે અહેસાસ કંઈ જ રહ્યું નથી. આજે એ બોલે છે કઈ અને એની આંખો કહે છે કઈ. એલિયન તું તો આવી નતી. તે મને ઇગનોર તો નથી કરતી પણ અવોઇડ કરે છે. એ જોઈ મને મારી પર જ સવાલ થાય છે.

આજે પણ મનમાં એક વિશ્વાસ છે કે એ ફરી મારી એલિયન બનશે, ફરી મારી રાત એના ગુડ નાઈટ અને સવાર એના ગુડ મોર્નિંગ થી થશે, એ બેમતલબી વાતો ફરી શરૂ થશે. પાછળથી આવીને એક ટાઇટ વાળુ હગ કરશે, અને જે આજે બનેલી હકીકત ને એક ખરાબ સ્વપ્ન બનાવશે.

સાચે કહુને યાર તો તારી બોવ યાદ આવે છે, આવી જા ને યાર. આટલી મોટી સજા નહિ આપને. તું મારી માટે કેટલી ખાસ છે એ તો તને ખબર છે ને યાર, મને મારી એલિયન જોઈએ છે, જેની આંખો અને અહેસાસ બંને એક હતા.
આઈ હેટ યુ એન્ડ મીસ યુ સો મચ. આવી જા ને પાછી એલિયન, પ્લીઝ..! ફરી મિત્ર બનીએ ને?

- આયુષી ભંડારી