Shu Kharekhar aapne khush chhiae ? books and stories free download online pdf in Gujarati

શું ખરેખર આપણે ખુશ છીએ?

બધાને મારા તરફથી નમસ્તે, આજે હું દરેક મનુષ્યના જીવન ને લગતું એક સત્ય અર્થાત્ એક સવાલ સાથે આવી છું જે દરેક એ પોતાના મનને એક વાર તો પૂછવો જ જોઈએ.
આ વાત છે કૉલેજ સ્ટુડન્ટની , એક વખત બધા મિત્રો કૉલેજ થી છૂટી ને બહાર જતા હતા, ત્યાંજ વાતો વાતો માં એ લોકો વિચારે ચડી ગયા. હવે કૉલેજ નું છેલ્લું વર્ષ છે, એટલે સ્વાભાવિક છે, "કૉલેજ પછી શું? , આગળ ભણવું કે પછી જોબ કરવી? કે પોતાનો બીઝનેસ કરવો? ", ત્યાં એક મિત્ર એ વાતો વાતોમાં એક ગંભીર સવાલ પૂછ્યો, " શું ખરેખર આપણે ખુશ છીએ? "
આ જીવનની દોડભાડ માં આપણે જીવન જીવવાનું જ ભૂલી ગયા છીએ, બાળપણ માં નાની નાની વાતોમાં જે નિખાલસ હાસ્ય દેખાતું એ આજે કશે ખોવાય ગયું છે. બાળપણ માં જે જોઈએ એની માટે લડી લેતા, કંઈક નવા નવા પ્રયોગો કરતા રેહતા એ પણ પૂરા ઉત્સાહ સાથે, કોઈ પણ ડર વગર, "આજે એ જુસ્સો અને એ જીદ ક્યાં છે? " આજે આપણે કોઈ નવા પ્રયોગો કરવા માટે એક પગલું આગળ વઘારિયે કે બીજી જ ક્ષણે લોકોનો વિચાર આવા લાગે, "મારું કાર્ય એને ગમશે કે નહીં , તે મારા વિશે શું વિચારશે ? " જેવા નજીવા કારણો સર આપણે આપણા જીવનની મહત્વપૂર્ણ તક ગુમાવીએ છીએ, જે ખરેખર આપણી ખુશી હતી એને ગુમાવીએ છીએ.
બાળપણમાં જેમાં આપણી ખુશી હોય એ કાર્ય કરતા અને આજે જે લોકો ને ગમે , જે લોકો ને ખુશી આપે એ કરીયે છીએ.
આજે "શું સાચા અર્થમાં કોઈ એક માણસ પણ ખુશ છે?" બધા એકબીજાને પાછળ પાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પોતે આગળ વધવા માટે નહિ. જ્યારે સ્ટુડન્ટ જીવન માં હોઈએ ત્યારે મસ્તી માં સમય પ્રસાર કરીયે છીએ અને પછી પરિક્ષા વખતે સ્ટ્રેસ લઈએ છીએ અને વાંક પાછો શિક્ષકનો કે પેપર ઘણું અઘરું હતું, ખરું ને?, પણ " આ કેટલા અંશે સાચું છે? કે ભૂલ આપણી પણ વાંક હંમેશા બીજાનો." પછી જ્યારે ફિલ્ડ પસંદ કરવાની આવે ત્યારે બધા કઈ ફિલ્ડ માં જાય છે?, ક્યાં વધારે પૈસા મળે છે?, એના પરથી ફિલ્ડ પસંદ કરીએ છીએ, ના કે આપણી ખુશી શેમાં છે? એના પરથી ફિલ્ડ પસંદ કરીએ.
પછી જ્યારે આ સ્ટુડન્ટ લાઇફ પૂરી થાય અને જવાબદારી પૂરી કરવાનો વારો આવે ત્યારે તો જાણે આપણે આપણું અસ્તિત્વ જ ભૂલી જઈએ છીએ, આખું જીવન પૈસા કમાવા પાછળ ખર્ચ કરીયે છીએ અને વિચારીયે છીએ કે આ બધું હું પરિવાર માટે કરું છું. પણ "શું તમે ખુશ છો?", શું તમે પરિવાર ને પૂછ્યું "એમની માટે શું મહત્વનું છે? તમે અને તમારો સમય કે પૈસા? ", હકીકત તો આપણે બધા જાણીએ છીએ પણ છતાં અણજાન રહીયે છીએ.
આપણી પાસે જે છે એની કદર નથી અને જે બીજા પાસે છે એને આપણું બનાવવા પાછળ ભાગીયે છીએ, એમાં આપણે આપણી ખુશીઓને જ ગુમાવિયે છીએ.
વીતેલો સમય તો પાછો નથી આવતો એટલે કે આપણું નિખાલસ હાસ્યથી ભરેલું બાળપણ પાછું નહિ આવે પણ બે ઘડી નાના બાળક સાથે સમય વિતાવી આપણા બાળપણની યાદો સાથે ફરી બાળપણ ને માણી તો શકીએ જ છીએ. ફરી એકવાર તે નિખાલસ ભર્યું હાસ્ય તો મૂખ પર લાવી જ શકીએ છીએ જે બીજા કોઈ માટે નહિ પણ આપણા પોતાની માટે હોય.
મારો એક જ સવાલ છે, " શું ખરેખર આપણે ખુશ છીએ? "
- આયુષી ભંડારી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED