DILAVAR books and stories free download online pdf in Gujarati

દિલાવર

"સત શ્રી અકાલ...હરનામ"
ઓયે ,સત શ્રી અકાલ મુંડે,વાહે ગુરૂકી ફતેહ, વાહે ગુરુ કા ખાલસા ..ઓયે દિલાવર મેનુ એક બાત બતા .તું હર ધરમ કો માનતા હૈ ?
"નઈ,સરદારજી એસી બાત નહિ, મુજે સબ અપને લગતે હૈ,વો ફિર કરીમ મિયાં હો યા હરણામપાજી ..સબ ઉપરવાલે કે હી બંદે હૈ "
"તું સચ મેં દિલાવર હૈ ..બઢીયા દિલ વાલા...મેનુ જલ્દી જાના હૈ મેં નીકલતા હું ..કહને કે બાદ હરનામ ચલા ગયા ."
મુંબઈ થી અમદાવાદ દર ૩ દિવસે ૧ ફેરો મારવાનો હોય ટ્રક ડ્રાયવર એકબીજા ને સારી રીતે ઓળખતા હોય.રસ્તા માં આવતા કેટલા ઢાબા ઉપર ભેગા થતા હોવાથી પરિચય થઈ જતો હોય છે.
'ચલો ઉસ્તાદ ,પાણી લઇ આવ્યો " કહી ને ૧૭ વર્ષ નો છોકરો દિલાવર ની ટ્રક પાસે જઈ ને ઉભો રહ્યો. દિલાવર એટલે દિલાવર.ઉંમર તો ૩૫ ઉપર ની પણ હજી સુધી કુંવારો જ હતો.માધવ પૂર ગામ માં જમીન અને મકાન બંને વેચી પપ્પા એન મોટા ભાઈ સાથે મુંબઈ નજીક આવેલ ભીલાડ માં છેલ્લા ૧૫ વર્ષ થી સ્થાયી હતા. કેટલીક વાર આપણી ગણતરી ખોટી પડે અને જે દુઃખ આપણે અનુભવીએ એવીજ લાગણી દિલાવર ના પપ્પા ને થઇ હતી.ભીલાડ જેવી મોંઘુ શહેર અને રોજી રોટી ની કમી, સરવાળે બધીજ રકમ ગમે ત્યાં ખર્ચાઈ ગઈ.દિલાવર નો મોટા ભાઈ લગ્ન કરી ને ગૃહસ્થી બની ગયો.દિલાવર પપ્પા ની બીમારી અને કરજ ના ચક્કર માં રહી ગયો. પપ્પા ગયા પછી દિલાવર ભાઈ સાથે રહેતો.ખાલી સુવા કે જમવા પૂરતો જ બાકી તો તે ભલો,તેની ભાડા ની ટ્રક ભલી અને છોટુ (ક્લીનર).
અને હવે તો તે ઊંઘે તો પણ સપના માં કાળા ડામર ના રોડ અને ટ્રક ના પૈડાં સિવાય કશુજ નહોતું આવતું. તે ટ્રક પાસે આવ્યો રેડિયટર માં પાણી રેડ્યું અને પોતાની સીટ પર બેઈ ગયો."છોટુ જલ્દી કર હજુ તો સુરત પણ નથી આવ્યું" કહી ને તેને ટ્રક સ્ટાર્ટ કરી.ટ્રક ભલે ને ભાડા ની રહી પણ એને દુલ્હન ની જેમ સજાવી ને રાખતો. અંદર બધી સુવિધા પણ હતી.છોટુ પણ ગોઠવાઈ ગયો.ટ્રક ધીમે ધીમે ઝડપ પકડવા લાગી.
" પરદેશીયો સે ના અખિયાં મિલાના" -ગીત ટ્રક માં વાગી રહ્યું હતું જોડે દિલાવર પણ લલકારતો હતો.છોટુ ને અટકચાળું કરવાનું મન થયું
"ઉસ્તાદ, હવે તો ભાભી લઇ આવો ..ક્યાં સુધી ગાયનો ગાઈ ને દિવસો કાઢશો.?"
" તું જયારે નવરો પડે ત્યારે આજ સવાલ કેમ પૂછે છે ? "-સહેજ ખિજાઈ ને બોલ્યો.
"તમે ચિડાવ છો એટલે " -છોટુ એ બહુ નાની જ ઉંમર માં દુનિયા દેખી ,સ્વાર્થ અને પ્રેમ નો મતલબ સમજી ગયો હતો. આ ઉસ્તાદ તેના માતા પિતા કે ભાઈ જે ગણો તે.અને દિલાવર પણ તેને એટલો જ પ્રેમ કરતો.બે સમદુખીયા નજીક જ હોય.
" સમય આવે તારી ભાભી પણ આવશે.."
" ક્યાંથી ?સુરત થી કે કામરેજ ના ઢાબા પર થી "? હે..હે... કહી ને હસવા લાગ્યો
એની આ હરકત થી દિલાવર પણ હસી પડ્યો.કામરેજ ચોકડી આગળ ચંપા ની હોટેલ છે.એટલે કે ચંપા ત્યાં કામ કરે છે.રોટલી વણવી ,બનાવવી ,શાક સમારવું , કોઈ ને કઈ જોઈએ તો આપવું ..આ બધા કામ ચંપા કરે જે દિલાવર ને નથી ગમતું.
"ઉસ્તાદ,૧૨ કિલોમીટર બાકી કામરેજ ચોકડી"
"મને નથી ખબર..?એક ઊંધા હાથી આપીશ ને "
" આ તમારો બનાવટી ગુસ્સો રહેવા દો,અંદર થી કેટલા લડ્ડુ ફૂટે છે મને ખબર છે"
"છોટુ એક દિવસ એનેજ તારી ભાભી બનાવીશ"..એને ગંભીર ભાવે કીધું. છોટુ જાણતો હતો કે ઉસ્તાદ પેલી ચમ્પા પર દિલોજાન થી મરે છે.જયારે તેના ઢાબા ઉપર જમવા જઇયે ત્યારે મુંબઈ થી લાવેલી વસ્તુઓ ,કપડાં અને રોકડા રૂપિયા પેલી ચમ્પુડી ને આપવાના જ. અને એ પણ કોઈ દિવસ ના નથી પાડતી.ઉસ્તાદ જયારે લગ્ન ની વાત કરે ત્યારે ના પાડે ..બહાના બતાવે ..ગોળ ગોળ જવાબ આપી ને ઉસ્તાદ ને છેતરે છે પણ કહે છે ને દિલ લગા ગઘી સે તો પરી કય ચીઝ હૈ ?"
થોડી વાર થઇ ને ટ્રક ઉભી રહી.રોજ ના કરતા ઘરાકી ઓછી હતી.જોકે જમવાનો સમય પણ નહોતો થયો એટલે ચમ્પા નવરી જ હતી.
ટ્રક જોઈ ને તેજ દોડી આવી. એને આવતી જોઈ ને દિલાવર કૂદી ને નીચે ઉતર્યો.અને એનો હાથ પકડી ને ત્યાં નજીક ના પાથરેલા ખાટલા પાસે લઇ ગયો.ચંપા એ ધીરે થી હાથ છોડાવી લીધો.અને ચહેરા પર બનાવટી મુસ્કાન લાવી બોલી
" દિલાવર ..મારા રાજા,,આજે તારી રાની માટે શું લાવ્યો?"
"છોટુ ..એ છોટુ ..પેલી મોટી બે થેલી અને એક નાનું બોક્સ લઇ આવ..આ તારી ભાભી ને આપ " અને ચંપા તરફ જોઈ ને "આજે જમાડે નઈ કે પછી એમ જ કાઢીશ "
" હોય એવું કઈ તારી તો રોજ રાહ જોતી હોવ છું" તું મને તારી બનાવી ને લઇ જા પછી રોજ પકવાન જમાડીશ કહી ને તેને હોઠ અને છાતી ના ઉલાળા કર્યા.
"ચંપા હવે ૩ મહિના પછી આ ટ્રક હું ખરીદી લઈશ.મેં રાત દિન મહેનત કરી જે મૂડી બચાવી છે તેનાથી.પછી આપણે લગ્ન કરી ને તારા બધા જ અરમાન પુરા કરીશું. અને પછી તારે અહીં કામ નહિ કરવું પડે"
એટલા માં છોટુ બધો સમાન લઇ ને આવ્યો અને બંને ની વચ્ચે ખાટલા માં જોર થી નાખ્યો.
"છોટુ,ધીરે થી તૂટી જાય તો " છોટુ ડોટ મારતો ને ઢાબા ની અંદર જતો રહ્યો.
"ચમ્પા,બોલ ને મારી હારે લગ્ન કરીશ ને?"
"તું બહુ ઉતાવળો ના થા ..મારી પાહે થોડા પૈસા તો આવવા દે ..અને હું તને ના ક્યાં કહું છું ?"
" તો તું લગ્ન ની હા પણ ક્યાં કહે છે,મારે એક વાર તારા મોઢે હા સાંભળવી છે બોલ ને .."
" તારે લગ્ન પછી જે જુવે તે આપી દઉં ચાલ " થોડી ગુસ્સા માં બોલી (બનાવટી )
" તું જાણે છે કે મને એમાં રસ નથી.મને તારા માં રસ છે .તને મારી બનાવા માં રસ છે "
" સારું હવે મને મોડું થાય છે જવાદે ..અને જમી ને જતી વેળા મળતો જજે " કહી ને સામાન લઇ ને ચાલતી થઈ ગઈ.
-લગ્ન ની વાત તો હા પાડતી જ નથી .બીજી વાતો કરે છે પણ .. એવું વિચારતો હતો ને પાછળ થી છોટુ બોલ્યો 'ચૂનો ચોપડી ગઈ તમને "
"તું જાને હવે ..ચાલ જમી ને જલ્દી નીકળીએ ....દિલાવર દિલ માં ચમ્પા ના વિચારો લઇ ને જમવા ખાટલા પર સરખો ગોઠવાયો.
"દાળભાત શાક રોટલી પાપડ -શુદ્ધ ગુજરાતી જમવા નું મજા આવે .."
" એકલી રોટલી ના વખાણ કરો તો પણ ચાલશે ..ચમ્પા ની રોટલી ને .."
" છોટુ તારી જીભ બહુ ચાલે છે ..આજે હવે તને પાછળ બેસાડીશ ,કેબીન માં હું એકલો થોડી મજા તને પણ .."
જમીને તે ચમ્પા ને શોધતો શોધતો પાછળ ની બાજુ ગયો. તો એક આધેડ ઉમર ના વ્યક્તિ અને ચમ્પા કઈ વાતચિત્ત કરતા જણાયા.પેલા શખ્સે ખીસા માંથી નોટો નું બંડલ કાઢ્યું ને એને આપ્યું.પેલી એ બ્લાઉઝ ના પોલાણ માં તે સરકાવી દીધું.પછી એક દમ પેલા ડોસા જેવા વ્યક્તિ ને બાથ ભરી લીધી.પેલો પણ તેને લપેટાઈ ગયો.બે મિનિટ પછી ચમ્પા તેનાથી છૂટી પડી અને દિલાવર જ્યાં ઉભો હતો તે તરફ આવતી હતી.
દિલાવર તેનું આ રૂપ જોઈ ને ડગી ગયો.
તેને છોટુ ને બૂમ પાડી ટ્રક ચાલુ કરી ને બેસી ગયો.છોટુ ઉસ્તાદ ને ગુસ્સા માં જોઈ પાછળ બેસી ગયો. ટ્રક ની ઝડપ પર થી ઉસ્તાદ નો ગુસ્સો ખબર પડી ગયો આજે ટ્રક ૧૨૦ ની ઉપર દોડતી હતી.
દિલાવર ના બધા સપના આંખો માં થી નીકળવા લાગ્યા. દિલ નું દર્દ એટલું વધી ગયું કે તે ટ્રક પર કાબુ ગુમાવા લાગ્યો અને અંતે સામે થી આવતી લકઝરી સાથે નજીવી ટક્કર થઇ ટ્રક રોડ પર થી નીચે ફેંકાઈ ગયો.દિલાવર વધારે અને છોટુ ને થોડું વાગ્યું હતું.બંને બેહોશ હતા.
બે દિવસ પછી રિકવરી આવી તો દિલાવર નો ભાઈ અને છોટુ સાથે ઉભેલા જોયા છોટુ ને હાથ પર પાટો હતો અને માથા ના ભાગ માં ઈઝા થઇ હતી પણ એ જલ્દી સાજો થઇ ગયો.
દિલાવર નો ભાઈ નજીક આવ્યો તેના માથે હાથ ફેરવ્યો અને બોલ્યો " આ ચંપા કોણ છે ? તું જાને છે તેને ? તું બેહોશી માં પણ ચમ્પા ચંપા કરતો હતો "
"એનું નામ ના લેશો મોટા ભાઈ ..કહી ને આંખ ના ખૂણે આવતા આંસુ ને રોકી રાખવા નો પ્રયત્ન કરતા હતો.
"આપણે માધવપુર થી ભીલાડ કેમ આવ્યા ખબર છે તને .આપણા પિતાજી રતનસિંહ પોલીસ માં હતા.એક દિવસ એક એરિયા માં રેડ પાડી તો કમલા નામની સ્ત્રી ઝડપાઇ.પિતાજી એ તેને બચાવી લીધી અને છોડી મૂકી.પછી ધીમે ધીમે તેને પિતાજી ને પોતાની મોહજાલ માં ફસાયા.
પછી તે બ્લેકમેલ કરવા લાગી અને બદનામી ના ડર થી પિતાજી નોકરી ,ઘર અને ગામ છોડી ને અહીં આવ્યા અને હજુ વધુ એક વાત સાંભળ :તારી ચંપા એટલે ..કમલા ની દીકરી .."
છેલ્લા શબ્દ સાંભળી ને તો છોટુ પણ હલી ગયો. છોટુ તેના ઉસ્તાદ ની નજીક ગયો ઉસ્તાદ ની આંખો થી આંસુ લુછવા બેઠો.
"છોટુ, તારો ઉસ્તાદ એટલો ઢીલો નથી ..ચિંતા ના કર આ તો થોડું દિલ માં હતું તે બહાર આવ્યું.દર્દ સહન ના થયું બીજું કઈ નઈ.
"હવે થી તારે મારી સાથે ટ્રક પર નહીં આવવાનું ?"
" કેમ?"
" કેમ કે હું નથી ઈચ્છતો મારી જેમ તું પણ લોકો ની રમત નો ભોગ બને ..હું તો દર્દ ને જીરવી જાણીશ .તારે કાલ થી સ્કુલ માં જવાનું એનો બધો ખર્ચ હું આપીશ.હું રોજ ટ્રક ચલવીશ. બીજો કોઈ દિલાવર ના થાય માટે તું સારો ભણી ગણી ને તારું જીવન સુધાર મારી પાસે જે મૂડી છે તે તારા માટે જ ખર્ચી નાખીસ.
"ઉસ્તાદ ,તમે ખરેખર દિલાવર છો..મારી માટે ...આટલું બધું .."
" ઉસ્તાદ નહિ મોટા ભાઈ કહેવાનું ..બરાબર .."
બે આંખો હસ્તી હતી તો બે રડતી હતી ..દિલાવર ની આંખ મેં એક સવાલ હતો
"મારા પ્રેમ માં ક્યાં કચાશ હતી ?ઉપર વાળો સાચા પ્રેમ કરનાર ને કેમ દુઃખ આપતો હોય છે ?"????????????????????????????????

(વાચક મિત્રો ,જો તમારી પાસે આનો જવાબ હોય તો અચૂક આપજો ....કહાની સ્વરચિત અને કાલ્પનિક છે -જયેશ ગાંધી )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED