બેલા:એક સુંદર કન્યા - 14 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બેલા:એક સુંદર કન્યા - 14

ઋષિએ મનીષાને હનુમાનદાદાનું લોકેટ આપ્યું અને કહ્યું આ હંમેશા તારી સાથે રાખજે.એમ કહી મનીષાના ગળામાં બાંધી દીધુ.જ્યાં સુધી હનુમાનદાદા તારી સાથે છે ત્યાં સુધી બેલા તારું ખરાબ નહીં કરી શકે.પરંતુ બેલા ગુસ્સામાં મનીષાનું તો નહીં પણ નેહડાવાસી ઉપર વરસાદ વરસાવી રહી.

પુષ્કળ વરસાદ થોડી જ વારમાં વરસવા લાગ્યો.ઋષિ પણ તળેટીમાં ન જઈ શક્યા.પુષ્કળ સાંબેલાધાર વરસાદ આવવા લાગ્યો.નેહડાવાસીઓના ઘર તણાવા લાગ્યા.બેલાનું વિકરાળ સ્વરૂપ બધા જોઈ રહ્યા.બધા બેલાંને મનાવી રહ્યા પરંતુ બેલા કોઈનું માનવા તૈયાર નથી.

બેલાની એકમાત્ર ઈચ્છા મનીષાનો જીવ લેવો.મનીષાની જિંદગીને તબાહ કરી દેવી.મનીષાએ દીપકને પ્રેમ કરવાની ભૂલ કરી છે.તે નેહડાવાસીઓને કહી મનીષાને હનુમાનદાદાનું લોકેટ કાઢી નાખવા માટે કહોને બેલા મનીષાનો જીવ લઈલે.મનીષા એ દીપકને પ્રેમ કરવાની ભૂલ કરી એટલે સજા માત્ર મનીષાને એકલીને જ આપવામાં આવશે.

દિપક મનીષાને પ્રેમ કરતો નથી.એ રીતે મનીષાની જિંદગી બરબાદ કરશે તો જ એ પાછી વળશે.એવું બોલી ગઈ.

એક બાળક પાણીમાં તણાવા લાગ્યું દીપક પણ એ પાણીમાં પડી બાળકની પાછળ-પાછળ તરતો-તરતો જઇ રહ્યો.મહામહેનતે એ બાળકને દીપક કાંઠે આવ્યા.દિપકના મો અને નાકમાં પાણી ઘુસી ગયું.તેની માતાને બાળક સોંપ્યું.

દિપક બેલાને કહેવા લાગ્યો બેલા તારી આવી હરકતથી મને તારા પ્રત્યે પ્રેમ હતો,જે સન્માન હતું હું તારી યાદોમાં જીવવા માંગતો હતો એ બધું જ નષ્ટ થઈ ગયું.આ લોકોને હેરાન કરી તમે શું મળશે???

મે તને કાલે જ કહ્યું તું મારા દિલમાં તારા માટે માન છે. તારી યાદો છે,મારા દિલમાં તારું નામ છે.રોજ હું તને ઝરણાં કાંઠે મળવા આવું છું તો પછી તું બધાને શા માટે હેરાન કરે છે??શા માટે બધાની જિંદગી તબાહ કરવા માંગે છે??તને ખબર છે હું મનીષાને પ્રેમ કરતો નથી તો પછી આવું બધું કરવાનું કારણ શું છે????

દિપક મનીષાની ભૂલ છે.તેણે તને પ્રેમ કરી મારી જગ્યા એ લેવા માંગે છે. પરંતુ એ શક્ય નહીં થવા દઉં. તેની ચાલાકી હું સફળ નહીં થવા દઉં.

દિપક નરમાશથી દુઃખી થઈ બોલ્યો ના હું મનીષાને પ્રેમ કરુંને મારા દિલમાં તારી જગ્યાએ લઈ શકશે. મેં તને વચન આપ્યું છે તો પછી શા માટે???

એક અપવિત્ર આત્મા ગુસ્સે થઈ બોલી માણસોના વચનનો ક્યારેય ભરોસો ન કરાય.એ ગમે ત્યારે તોડી નાખે.બેલા તું જ્યાં સુધી મનીષાને મારી નહી નાખે, જ્યાં સુધી બદલો નહીંલે ત્યાં સુધી તું શાંત નહીં થાય.બાળકો યુવાન,ઘરડા સૌ કોઈ થર-થર કાંપી રહયું.


તેનો ગુસ્સો જોઈ તેના બાપુ બોલ્યા બેટા, શાંત થઈજા.તું મારી દીકરી છે.બેટા, શાંત થઈજા.મનીષા બેલાના બાપુની પાછળ છુપાયેલી.

બેલા બોલી બાપુ હું જીવતી હતી ત્યાં સુધી તમારી દીકરી હતી હવે હું તમારી દીકરી નથી.

દિપક બે ડગલા આગળ આવતા બોલ્યો બેલા દીકરી પોતાના બાપુની શેરીના કુતરા સાથેનો પણ સંબંધ તોડી નથી.જ્યારે તું તારા બાપુ સાથે સંબંધ તોડે છે???તારા બાપુના ઘરમાં હજુ પણ તારી છબી છે.તારા ભાઇઓ તારા બાપુનું અસ્તિત્વ નહીં હોય તો પણ એ તારી છબી સામે હાથ જોડશે.

તારા ભાઇઓ નહીં હોય ત્યારે તારા ભત્રીજાઓ છબી સામે હાથ જોડીને કહેશે કે આ અમારા ફઈ છે.સાત પેઢી સુધી વ્યક્તિ મરી જાય તો પણ પોતાના કુટુંબ સાથેનો સંબંધ તોડી શકતો નથી અને તું માત્ર મરી જવાથી,આત્મા બની જવાથી તારા બાપુ સાથે સંબંધ તોડે છે???મને ખૂબ જ દુઃખ થયું બેલા.

મારી સાથે પણ સંબંધ તોડી નાખ.ભારે મગજે,વહેતી આંખો સાથે,દિલમાં ગિરનાર પર્વત જેટલો ભાર લઈ દિપક બોલ્યો.દીપકની ઈચ્છા તો બેલાને દુઃખી કરવાની ઈચ્છા ન હતી.પરંતુ બેલનું વર્તન દિવસે-દિવસે ખરાબ થતું જતું હતું.