કર્મોનો હિસાબ - (ભાગ ૨૨) સ્પર્શ... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મોનો હિસાબ - (ભાગ ૨૨)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૨ )


મન જાણે એક વહેશી, પિશાચી, દરિંદો થઈ ગયો હતો. કોઈજ લાગણીઓ નહીં બસ શરીરની ચાહત હતી, પ્રેમ હતો એ પણ શરીર સાથે. મન એક નંબરનો બોગસ, થર્ડ ક્લાસ માણસ હતો.


જેના માટે કચરાથી સારી કોઈ જગ્યા જ ના હોઈ શકે. એવોજ અદ્દલ કર્મોની હિસાબ હોઈ શકે. એટલે જ સમયે એને એ જ સુજડ્યું અને આજે એને એની યોગ્ય જ્ગ્યાએ લાવી ઊભો કરી દિધો હતો.


ક્રિશ્વી બહું બધું રડી હતી અને પોતે જ પોતાની જાતને સાંત્વના આપી સાચવી લીધી હતી. આખરે એક અઠવાડિયા પછી મનને ફોન કર્યો અને ફરી સવાલો સંબંધો વચ્ચે આવી ઉભા રહ્યા.


"તેં કેમ આવું કર્યુ? મારા પ્રેમ, લાગણીમાં કોઈ કમી રહી?" લાગણીસભર થઈ ક્રિશ્વી એ પૂછ્યું.


"ના, ક્યારેય નહીં... તે પ્રેમ કર્યો છે અઢળક ને સાથ પણ અનંત આપ્યો છે." મન ક્રિશ્વી ને ભોળવવા બોલ્યો.


"ના... ક્યાંક તો કમી હશે જ. નહીં તો મારી સાથે આવું ના થાત. પણ મન હું હંમેશા તારી સાથે છું." ક્રિશ્વી નિસાસો નાખતાં બોલી.


"હું પણ સાથ આપીશ. સાચેજ તને ખુશ રાખવા પ્રયત્ન કરીશ." પોતાના ઇરાદા પાર પડતાં હાશકારાનો શ્વાસ ભરતાં મન બોલ્યો.


આટલી વાત પછી ફોન કટ થયો ને નીરવ શાંતિ બંનેના મનમાં પથરાઈ રહી. પણ મન ખુશ હતો કે હજુ પણ એને સાથ મળશે. ક્રિશ્વી હજું પણ સાથ આપશે. આ તરફ ક્રિશ્વીના મનમાં એકજ વાત હતી કે મેં તો પ્રેમ કર્યો છે ને તો હું સાથે રહીશ શક્ય હશે ત્યાં સુધી.


આ ઘટના પછી શાલીની મનના જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ ગઈ. જ્યારે ક્રિશ્વી સાથે કોઈ કોઈ વાર વાત કરી લેતી. શાલીની સમજી ચૂકી હતી મનની ઇચ્છાઓ શું છે. મનનો સ્વાર્થ અને અપાર ઇચ્છાઓ શાલીની સમજી ચૂકી હતી આથી પોતે પોતાનો નિર્ણય લઈ લીધો હતો. આમપણ આવા બોગસ, થર્ડ ક્લાસ માણસ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવો આથી સારું હતું કે એને પડતો મૂકવો.


મન ઉપર આ ઘટનાની અસર કોઈજ નહોતી. એ હજુપણ અનન્યા સાથે બસ એને પામવી, એના શરીરનો ઉપયોગ કરવો, લાગણીઓ સાથે રમવું બસ એ જ કરી રહ્યો હતો. હજુપણ નવા નવા પાત્રો શોધી એમની સાથે પણ એ જ કરી રહ્યો હતો. બસ મન એટલે સ્વાર્થ, અહમ્, અવિશ્વાસ, એક પ્રકારનું થર્ડ ક્લાસ પાત્ર બની રહી ગયો હતો.


ધીમે ધીમે બધું નોર્મલ થઈ રહ્યું હતું ક્રિશ્વી અને શાલીની બંને ને મનથી તકલીફો હતી છતાં એ પોતાના પ્રેમ, લાગણીઓને પ્રાધાન્ય આપતા સતત મનનો સાથ આપી રહ્યા હતા અને મનને ધાર્યું કરવા મળી રહ્યું હતું.


પોતાની પત્ની કાવ્યાથી લઈ ક્રિશ્વી અને અનન્યા સાથે મનને બસ પોતાના શરીરની ભૂખ સંતોષવી, પોતાનું ધાર્યું કરવું, પોતાની ઈચ્છાઓ પૂરી કરવી, ધાર્યું કરવું બસ એ જ નિત્યક્રમ બની ગયો હતો. નવી નવી વ્યક્તિઓ શોધી બસ એમની સાથે પણ આ જ ઇરાદે સંબંધ જોડવો એ જ મન બની ગયો હતો.


પ્રેમ, લાગણીઓનો ઉપયોગ કરી શરીર સુધી પહોંચવું બસ આવું ખરાબ વ્યક્તિત્વ એટલે મન. ક્યારેય કોઈપણ પાત્રને ન્યાય ના આપી શકે એવું અન્યાયી વ્યક્તિત્વ એટલે મન. એક પ્રકારનું નર પિશાચી વ્યક્તિત્વ એટલે મન. એકદમ થર્ડ ક્લાસ માણસ એટલે મન. દુનિયાની બધીજ ગાળો ઓછી પડે એવું ખરાબ વ્યક્તિત્વ એટલે મન.


મનની પત્ની કાવ્યા પણ કદાચ હવે મનને ઓળખી રહી હતી. પણ જ્યારે મનને કોઈ સવાલો કરે ત્યારે મન એના સવાલો ત્યાજ ડામી દેતો અને એને ત્યાજ પૂર્ણવિરામ કરી દેતો.


આજે ફરી કાવ્યા એ સવાલો કર્યા હતા આથી મન ગુસ્સામાં કાવ્યાને મારી ઘરની બહાર નીકળી ગયો હતો. મન સીધો ક્રિશ્વી ના ઘરે પહોંચી ગયો હતો અને ગુસ્સામાં ક્રિશ્વી સાથે એકદમ વાઇલ્ડ સેક્સ એન્જોય કર્યું હતું.


જેમાં મન માટે અપાર સુખ હતું જ્યારે ક્રિશ્વીના શરીર પર ઠેર ઠેર મનના દાંત ના નિશાન અને નખના નિશાન ક્રિશ્વી ને આ અમાનુષી મનની હાજરી પુરાવી રહ્યા હતા. મનના ખરાબ, થર્ડ ક્લાસ વ્યક્તિત્વની હાજરી પુરાવી રહ્યા હતા.


ક્રિશ્વી સાથે થી છૂટા પડી મન અનન્યા પાસે પહોંચી ગયો. એની સાથે સાંજે ડીનર કરી છૂટો પડ્યો. અનન્યા મનના શરીરનો સ્પર્શ થતાંજ સમજી ચૂકી હતી કે આ એ નથી જેને મે પ્રેમ કર્યો છે. છતાં એ મન મનાવવા કહી રહી હતી મન મારો જ છે.


પોતાના પિશાચી ઈરાદાઓ સાથે મન જીવી રહ્યો હતો અને બસ રાત્રે સુમસાન રસ્તા પર વિચારોમાં દોડી રહ્યો હતો. અચાનક રસ્તા પર આવતા ખાડાને લીધે મનનું બેલેન્સ ગયું અને બાઇક સાથે મન રસ્તા પર પટકાયો. થોડાજ પળમાં પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. આંખે અંધારા, ચારે તરફ શાંતી, એકાંકી મન બસ ત્યાંજ મનની આંખ મીંચાઈ ગઇ.


*****


શું મન ના જીવનનો અંત આવી ગયો?
અનન્યા ને ખબર પડશે તો શું કરશે?
ક્રિશ્વી નો પ્રેમ જીતશે કે મન ના ક્ષડયંત્રો?
પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.


*****


તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...

Feelings Academy...