જીવન નો સંગાથ પ્રેમ - 19 Surbhi Anand Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન નો સંગાથ પ્રેમ - 19

જીવન નો સંગાથ પ્રેમ- 19
મિત્રો,માફ કરશો થોડાં સમય ના અભાવ ને કારણે હું તમને નવલકથા આપી નહોતી શકી.. જય શ્રી કૃષ્ણ,મિત્રો આગળ નાં ભાગ માં આપણે જોયું હતું કે સંજના અને રાહુલ એકબીજા ને મળીને ઘરે જવા નીકળી જાય છે અને એકબીજા સાથેની પળો યાદ કરે છે.. સંજના ઘરે પહોંચીને તરત જ રાહુલ ને ફોન કરીને કહી દે છે કે એ ઘરે પહોંચી ગઈ છે અને તરત ફોન મૂકી દે છે અને પછી રાહુલ ને Message કરીને કહે છે કે હું હજી ટ્રેન માં જ છું મને તો ઘરે જતાં વાર લાગશે..
સંજના કહે છે સારું વાંધો નહીં..પણ ધ્યાન રાખીને જજે..અને રાહુલ કહે છે એટલાં માં કે સંજુ.. I love you 😘.. સંજના શરમાઈ જાય છે અને કહે છે I love you too ❤️ આજે ઘણી મજા આવી અને તને મળીને ઘણું સારું લાગ્યું એમ લાગ્યું કે જાણે દુનિયા ની આટલી ભીડ માં આપણે કેવી રીતે મળી ગયાં..અને અચાનક એકબીજા નાં બની ગયા..એવું લાગે કે આ દુનિયા માં આપણું પણ કોઈ ખાસ છે..મને હંમેશા એક એવા વ્યક્તિ ની શોધ કે જે મને ખૂબ પ્રેમ કરે,મારું ધ્યાન રાખે, મમ્મી- પપ્પા જેવો પ્રેમ કરે,ચિંતા કરે,અને જોવો તું મને મળી ગયો…એટલું કહેતાં રાહુલ પણ કહે છે કે તું પણ તો એવી જ મળી છે મને જે આટલો પ્રેમ કરે છે ધ્યાન રાખે છે,દુનિયા માં તારા જેવી છોકરી મેં બીજે ક્યાંય નથી જોઈ જે હું આવો દેખાઉં છું તો પણ મને પસંદ કરે નહિ તો અમુક છોકરી તો જોતાં ની વાત માં જ કહી દે છે કે આની સાથે મારે બેસવું પણ નથી..
સંજના કહે છે કે હું એવા બધાં માં માનતી જ નથી.જે દિલ થી સારું વ્યક્તિ હોય એનાં સાથે જ તો જીવન જીવવાની મજા આવે..અને મને ખબર છે કે તારા સાથે જીવન જીવવાની મને ઘણી મજા આવશે..બોલ તું રહીશ ને મારી સાથે મારો જીવનસાથી બનીને,રાહુલ આ વાત સાંભળીને કહે છે કે તું રહી શકીશ?સંજુ કહે છે કેમ નહીં હું રહી જ શકીશ ને તને આટલો પ્રેમ જો કરું છું.. એટલાં માં સંજના ની મમ્મી એને બોલાવીને કહે છે કે ચાલ તું તૈયાર થઈ જા, આપણે જવાનું છે, ક્યાં મમ્મી?સંજના સવાલ કરે છે,અરે બેટા તને કીધું તો હતું કે આજે આપણે સ્વામિનારાયણ ભગવાન નાં મંદિરે જવાનું છે, હિંડોળા દર્શન માટે તું ભૂલી ગઈ?અરે હા મમ્મી યાદ આવ્યું,તે મને કાલે જ કીધું હતું.તો ચાલ તૈયાર થઈ જા,,એટલાં માં કહે છે સંજુ રાહુલ ને કે મંદિરે જાઉં છું સ્વામિનારાયણ ભગવાન નાં પછી આવીને તારી સાથે વાત કરું..રાહુલ કહે છે સારું જતી આવ અને આપણા માટે પ્રાર્થના કરતી આવ. આપણા માટે? શું? રાહુલ કહે છે એ જ જે તું કાયમ માગે છે,કે આપણે હંમેશા સાથે રહીએ,, હા હા સારું કરતી આવીશ..હો.. હોશિયાર…એમ કહીને સંજના રાહુલ ને bye કહી દે છે..અને મંદિરે બધાં સાથે જવા નીકળી જાય છે..
મંદિરે દર્શન કરતાં કરતાં સંજના રાહુલ સાથેની હંમેશા સાથે રહેવાની પ્રાર્થનાં કરતી હોય છે કે હે ઈશ્વર,મને અને મારા રાહુલ ને હંમેશા એકબીજા સાથે રાખજે..ક્યારેય અમને એકલાં નહીં પાડતા…હંમેશા અમે એકબીજાને આ રીતે પ્રેમ કરતાં રહીએ…રાહુલ ઘરે પહોંચી ગયો હતો એટલે એણે Sms કરી દીધો કે સંજુ હું ઘરે પહોંચી ગયો છું…સંજુ કહે છે સારું હું પણ દર્શન કરીને ઘરે આવી ગઈ છું..તું જમી લે હું પણ જમીને તારા સાથે વાત કરું…એમ કરીને બંને જમવા બેસી જાય છે…જમીને પછી કામ પતાવીને સંજના રાહુલ ને sms કરે છે..રાહુલ શું કરે છે? શું જમ્યો? રાહુલ કહે છે હું તો શાક અને રોટલી જમ્યો..તું શું જમી? હું તો દાળ અને ભાત..મને બહું ભાવે,ઓહ તો તને દાળ અને ભાત બહું ભાવે છે એમ ને..હા મને બહું ભાવે સારું..સારું બોલ તો શું કરે છે? કંઈ નહીં બસ ટીવી જોઉં છું અને તને યાદ કરું છું આજની ક્ષણો યાદ કરું છું..
સારું બસ એ જ યાદ કર્યા કરવાનું છે .તરે બીજું કાંઈ કામ નથી? ના મારે શું કામ હોય?મારું બધું કામ પતી ગયું…હવે બસ ખાલી તારા સાથે વાત કરવાની..તો આજે કેવું લાગ્યું મને મળીને? ઘણું સરસ ને સારું પૂરી લાઈફ યાદ રહેશે મને આ વાત,તારું મારી પાસે આવવું ,મને propose કરવું,મને ગુલાબ આપવું.. hug કરવું ..બધું જ …પણ હવે તને હું બહું યાદ કરી રહી છું કે ફરીથી ક્યારે મળીશું?ફરીથી hug ક્યારે કરીશું…ક્યારે તું મને ફરીથી એવી પ્રેમ થી kiss કરીશ? કરીશ કરીશ આટલી બધી ઉતાવળ છે? મને વળગી જવાની? તો આવી જા ને હમણાં જ,મારી પાસે..હું તને આમ વળગીને સૂઈ જઈશ..એટલું સાંભળીને જ સંજના નાં શરીર માં તો જાણે કંપારી છૂટી ગઈ અને શરમાઈ ગઈ…રાહુલ કે શું થાય? સંજના કે કંઈ નહીં બસ શરમાઈ ગઈ ,આય હાય,તું જ્યારે શરમાય છે ને તો કસમ થી કહું તને વળગી જવાનું મન થાય છે….તો વળગી જાને કોણે રોક્યો છે તને…હું તો પૂરેપૂરી તારી જ છું ને…એમ….સારું સારું હવે સૂઈ જા ચાલ…બહું મોડું થઈ ગયું છે ને સવારે જોબ પર પણ જવાનું છે..બંને એકબીજાને goodnight કહીને સૂઈ જાય છે…
મિત્રો,શું લાગે છે તમને આગળ રાહુલ અને સંજના નો પ્રેમ ક્યાં સુધી પહોંચશે?ક્યારે મળશે? જાણવા માટે વાંચતાં રહો જીવન નો સંગાથ પ્રેમ…
મારી કંઈ ભૂલ હોય તો તમે મને ઇનબૉક્સ માં કે કૉમેન્ટ માં જણાવી શકો છો સારી લાગે તો પણ કૉમેન્ટ માં કહી શકો છો…ધન્યવાદ…મને Instragram પર પણ follow કરી શકો છો…surbhi.anand.gajjar પર