Jivan no sangath prem - 9 books and stories free download online pdf in Gujarati

જીવન નો સંગાથ પ્રેમ - ભાગ-૯



જય શ્રી કૃષ્ણ.. મિત્રો આગળ ના ભાગ માં આપણે જોયું કે સંજના ની નોકરી ચાલુ થઈ જાય છે.. અને એની ઓફિસ માં એ બહુ સારી રીતે કામ કરી રહી હોય છે…એવામાં રાહુલ એને કંઈ એવી વાત કરે છે જેના લીધે સંજના ચિંતા માં મુકાઈ જાય છે.. અને રાહુલ સંજના ને કહે છે કે હું તને પ્રેમ કરું છું….હવે જોઈએ આગળ શું થાય છે પ્રેમ થાય છે કે પછી દુશ્મની?
“ કહે છે ને કે જ્યારે પ્રેમ થાય છે…ત્યારે ભલ ભલા ની ઉંઘ જતી રહે છે…”બસ એવું જ કંઈ થઈ રહ્યું હોય છે…રાહુલ સાથે..રાહુલ ને રાતે ઉંઘ નથી આવતી…બસ એને તો સંજના નાં જ વિચાર આવ્યા કરતાં હોય છે…ને આ બાજુ સંજના સમજી જ શકતી નથી કે આ બધું શું થઈ રહ્યું છે?એવું કેવી રીતે થયું ?શા માટે થયું?બસ આ બધા વિચાર કરતાં કર્તા સંજના સુઈ જાય છે..
બીજા દિવસે સવારે જ્યારે સંજના ની આંખ ખુલે છે તો એને રાહુલ નો વિચાર આવે છે કે શું એ કીધું એને એ સાચું જ હતું કે મેં સપનું જોયું હતું.. પણ પછી એને એહસાસ થાય છે કે એ સાચું જ હતું તરત જ એ પોતાનો ફોન ચેક કરે છે ને જોવે છે..તો રાહુલ નો ગુડ મોર્નિંગ નો sms આવ્યો હોય છે..ને પછી I miss you લખ્યું હોય છે.. આ જોઈને સંજના ને કાંઈક થાય તો છે..હૃદય માં પણ એને કાઈ સમજ માં આવતું નતું…
સંજના અને એના પપ્પા ફ્રેશ થઈને ઑફિસ જાવા માટે નીકળે છે અને બસ સ્ટેન્ડ પર જઈને ઊભાં રહે છે..આ બાજુ રાહુલ સંજના ના sms ની રાહ જોતો હોય છે કે કાલે મેં જે કીધું શુ એના પછી સંજના મારી સાથે વાત કરશે કે નઈ બસ એની ચિંતા એને પરેશાન કર્યા કરતી હતી..પણ જ્યારે સંજના બસ માં બેઠી એના પછી એને રાહુલ ને sms કર્યો ત્યારે રાહુલ ના મન માં હાશ થઈ કે સંજના મારા થી ગુસ્સા નથી…સંજના ને રાહુલ પૂછે છે કે તું મારાથી ગુસ્સા તો નથી ને..સંજના કહે છે કે ના હું તારા થી ગુસ્સા નથી ત્યારે રાહુલ નાં મન માં શાંતિ થાય છે…પછી બંને એક બીજાને ગુડ મોર્નિંગ કહે છે.. ને રાહુલ પૂછે છે સંજના ને કે સંજના તું બસ માં બેસી ગઈ…સંજના કહે છે હા હું બસ માં બેસી ગઈ છું …ઓફીસ જાવા માટે…તે ચા નાસ્તો કર્યો કે નહીં ? રાહુલ કહે છે ..હા મેં તો કર્યો છે…પણ તું તો ક્યારેય કરતી નથી નાસ્તો …(સંજના ક્યારેય નાસ્તો કરતી નતી…એ વાત રાહુલ ને ખબર હતી ..એટલે જ રાહુલ એ સંજના ને કીધું )હા મેં નાસ્તો નથી કર્યો…તો શું કામ નથી કર્યો તે નાસ્તો કરવો જોઈએને..રાહુલ કે છે….પણ સવાર માં શુ ખાઉં હું કઈ હોતું જ નથી ને ઘર માં નાસ્તો કરવા માટે ..તો હું નથી કરતી …સંજના જવાબ આપે છે…
રાહુલ:આમ કરીને તો તારી તબિયત ખરાબ થઈ જશે…
સંજના:અરે પાગલ એમ તો કઈ તબિયત ખરાબ થતી હોય,એતો કાઈ જ ના જમેં તો ખરાબ તબિયત થાય…હું તો હમણાં 1 વાગે lunch break માં જમી લઇશ…પછી ક્યાંથી બીમાર થવાની…
રાહુલ:તો પણ તારે ખાઈ લેવું જોઈએ કંઈક ને કંઈક…તો શરીર માં સ્ફૂર્તિ રહે…કામ કરવાની મજા આવે…
સંજના:સારું હો હું ખાઈ લઇશ જ્યારે પણ સવારે કાઈ મળશે ને તો….ok હવે ખુશ…
રાહુલ:હા એક દમ…
સંજના એની ઓફિસ માં પહોંચી જાય છે અને એના કામ માં વ્યસ્ત થઈ જાય છે…
સંજના રાહુલ ને પૂછે છે…તું ઑફિસમાં પહોંચી ગયો?રાહુલ જવાબ આપે છે કે હા હું પહોંચી ગયો બસ કામ જ કરું છું …હું…તું શું કરે છે?સંજના જવાબ માં કહે છે કે હા હું પણ કામ જ કરું છું…બહું જ કામ છે….હું પછી વાત કરું એમ કરીને એ બંને પોતાના કામ માં વ્યસ્ત થઈ જાય છે…
સંજના નો જમવાનો સમય થઈ જાય છે…તો એ જમવા માટે જાય છે…ત્યારે એ રાહુલ સાથે વાત કરે છે…કે તું જમ્યો કે નહીં …રાહુલ કહે છે તું જમી કે નહીં ?બંને એક બીજાને જવાબ માં હા કહે છે..કે હા જમી લીધું…જમવાનો સમય પુરા થતા ફરીથી એક બીજાના કામ માં વ્યસ્ત થઈ જાય છે….પછી રાહુલ પોતાના ઘરે જતો રહે છે એનો ઓફિસ નો સમય પૂરો થતાં એ જતો રહે છે…પછી સંજના નો સમય ઓફિસ નો પૂરો થતાં એ ઘરે જાવા માટે નીકળે છે.. ઘરે જઈને એ રાહુલ સાથે વાત કરે છે…રાતે શાંતિ થી જમીને બંને વાત કરે છે…
એક બાજુ સંજના બેખબર હોય છે…કે રાહુલ એના વિશે શું વિચારતો હોય છે…કદાચ રાહુલ ને ખબર હોય છે કે સંજના એને પ્રેમ કરે છે…પણ કદાચ સંજના ને જ ખબર હોતી નહતી..કેમ કે સંજના ને પ્રેમ નો અનુભવ ક્યારે પણ થયો નહોતો….બસ એટલા માટે જ કદાચ એને ખબર નહોતી પડતી…
રાહુલ વિચારતો હોય છે કે એવું તે શું કરું જેના લીધે સંજના મને કહે કે હું પણ તને પ્રેમ કરું છું.. કેમ કે મને ખબર છે…સંજના મને પ્રેમ કરે છે…અચાનક એને એક લગ્ન નું નિમંત્રણ આવે છે…એના મિત્ર નાં લગ્ન નું નિમંત્રણ આવે છે…અચાનક એના મન માં અલગ વિચાર આવે છે…શુ અલગ વિચાર હશે રાહુલ નો?જોઈએ હવે આગળ…
બીજા દિવસે સવારે ફરીથી એ જ શિડયુલ માં બંને ઑફિસમાં કામ કરવા લાગ્યા હોય છે…આખો દિવસ બંને એક બીજા સાથે અલગ અલગ વાત કરતા રહ્યા…પછી રાહુલ એના મિત્ર ના લગ્ન વિશે વાત કરે છે…અને કહે છે સંજના ને કે હું કદાચ તારા સાથે 2 દિવસ સુધી વાત ના કરી શકું..કેમ કે હું લગ્ન માં વ્યસ્ત હોઈશ તો તારા સાથે વાત નઈ કરી શકું…તો સંજના 2 મિનિટ માટે વિચાર માં પડી જાય છે..કે હું એના સાથે વાત કર્યા વગર રહી શકીશ કે નહીં.. પણ પછી વિચારે છે કે કઈ નહીં બસ 2 દિવસ ની જ વાત છે ને..એ કટાક્ષ માં રાહુલ ને કહે છે કે સારું કઈ નઈ મારા 2 દિવસ નાં sms બચી જશે….એમ એને હસી ને કહે છે…રાહુલ કહે છે..કે સારું કાઈ નઈ.. બચી જશે તો પછી એની કસર પુરી થઈ જશે…પણ સંજના ને શુ ખબર હતી કે એ 2 દિવસ માં સંજના ની હાલત શુ થવાની છે?
હવે એ જોવાનું છે કે સંજના કેવી રીતે રહી શકે છે એના સાથે વાત કર્યા વગર …તો હવે શરૂઆત થવાની હતી પ્રેમ નાં નવા સફર ની…હવે સંજના રાહુલ ને પ્રેમ કરે છે…કે નહીં એ સંજના ને જાતે મહેસૂસ કરવાનું હતું…પણ કેવી રીતે…એ તો હવે જ્યારે રાહુલ સંજના સાથે વાત ના કરે તો ખબર પડે…એ દિવસ આઈ ગયો જે દિવસ થી 2 દિવસ રાહુલ સાથે વાત થવાની ન હતી…સવારે જ્યારે સંજના ઉઠે છે..તો એ પોતાનો ફોન ચેક કરે છે.. તો રાહુલ નો sms હતો જ નહીં …એ સમજી જાય છે…કે હવે રાહુલ 2 દિવસ પછી જ વાત કરશે તો સંજના જ એને ગુડ મોર્નિંગ નો sms કરી દે છે..પણ રાહુલ નો કોઈ reply ના આવતાં ઉદાસ થઈ જાય છે…આ બાજું રાહુલ sms જોઈને ખુશ તો થાય છે…એને sms કરવાનું મન પણ થાય છે.. પણ પોતાના મન ને મક્કમ રાખે છે.. કે એનાં મોઢા માંથી બોલવું હોય તો આવું તો કરવું જ પડશે…બહુ જ કઠિન પરીક્ષા હતી આ રાહુલ અને સંજના ની કે બંને એક બીજાના પ્રેમ ને સમજી શકે છે કે નહીં…
ક્રમશ:
તો મિત્રો શું લાગે છે તમને શું સંજના ને એહસાસ થશે આ 2 દિવસ માં કે એ રાહુલ ને પ્રેમ કરે છે કે નહીં?કે રાહુલ ને સંજના એક બીજા ની પ્રેમ ની પહેલી પરીક્ષા માં પાસ થશે કે નહીં…સંજના રાહુલ ને miss કરશે કે નહીં?
જાણવા માટે વાંચતા રહો ..જીવન નો સંગાથ પ્રેમ…
તમે મને instragram પર પણ follow કરી શકો છો.. surbhiparmar.581 પર…


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED