Jivan no sangath prem - 1 books and stories free download online pdf in Gujarati

જીવન નો સંગાથ પ્રેમ ભાગ - 1

જય શ્રી કૃષ્ણ? મિત્રો, હું એક વાર્તા રજૂ કરી રહી છું  ....આ એક સત્ય ઘટના છે.... આશા છે કે તમને મારી આ વાર્તા ગમશે ...તમે મને સારો પ્રતિભાવ આપશો...     દોસ્તો....બધા જ જાણે છે કે પ્રેમ? એ સૌથી સુંદર અનુભૂતિ છે.. એ પછી આપણા પરિવાર માટે હોય કે કોઈ અજાણ્યા વ્યક્તિ માટે... પ્રેમ તો બસ પ્રેમ જ છે ...??   તો હું એક પ્રેમ વાર્તા તમને કેહવા જઈ રહી છું...સંજના અને રાહુલ ની પ્રેમ કહાની..એક એવી પ્રેમ કથા જેમા તમે વિચારતા રહી જશો કે સુ સાચે જ આવું હોય છે....      સંજના એક મધ્યમ વર્ગ ના પરિવાર માંથી આવતી છોકરી....ભોળી ,સુંદર અને સુશીલ જે જોતા જ ગમી જાય એવી...છોકરી હતી...જે હંમેશા ખુશ રહેતી હતી.... પોતાના પરિવાર ને બહુ જ પ્રેમ કરતી....સંજના નો પરિવાર બહુ મોટો હતો... એના પરિવાર માં એના મમ્મી-પપ્પા, ભાઈ બહેન, દાદા-દાદી ,કાકા-કાકી ,અને એનાં પિતરાઈ ભાઈ બહેન રહેતાં હતાં...સંજના ના પપ્પા private medical કૉલેજ  માં જોબ કરતા હતાં,અને એના મમ્મી પણ નોકરી કરતા હતા... બહેન 10 માં ધોરણ માં આવી હતી,અને ભાઈ નાનો હતો,2 std માં ભણતો હતો...       આ બાજુ રાહુલ એ પણ સંજના જેવો જ..પણ રાહુલ શ્યામ હતો જોતાં જ તો ના ગમે પણ તમે એને ઘહેરાઈ થી જાણો તો તમને જરૂર ગમી જાય એવો છોકરો હતો સંજના થી એકદમ દેખાવ માં અલગ ...હંમેશા ખુશ રહેતો બીજાને ખુશ રાખતો પોતાના પરિવાર ને બહુ જ પ્રેમ કરતો.....એના પરિવાર માં એના મમ્મી -પપ્પા,ભાઈ બહેન અને રાહુલ એમ 5 સભ્યો રહેતા હતા... રાહુલ ના પપ્પા ખેતીવાડી કરતા હતાં, રાહુલ ના મમ્મી એના પપ્પા ને મદદ કરતાં... રાહુલ પણ એમની ખેતીવાડી માં મદદ કરતો હતો...ક્યારેય પોતાના મમ્મી પપ્પા ને મદદ કરવા ના ના કહે...રાહુલ નો ભાઈ private company માં નોકરી કરતો હતો ને એની બહેન ઘરકામ કરે...12 std પત્યા પછી સંજના એ કૉલેજ માં admission લીધું... Classes પણ joint કર્યા...પણ સંજના ને અમુક વિષયો માં પરિણામ નબળું આવતાં એને બી.કોમ કરવાનું ટાળી દીધું... અને વિચાર્યું કે હું નૌકરી કરી શકું એવો કોઈ કોર્સ કરું...સંજના ની બહેન ભણવામાં હોશિયાર હતી...પ્રિયા એનું નામ પ્રિયા એ 9 ધોરણમાં પરીક્ષા પછી કોમ્પ્યુટર કલાસ કર્યા ...એને પણ એ જ વિચાર્યું કે હું પણ કોમ્પ્યુટર કોર્સ કરીને નોકરી કરું...બસ ક્લાસ જોઇન્ટ કરીને એને કોર્સ કરવાનું ચાલુ કરી દિધું information technology નો 1 વર્ષ નો કોર્સ કર્યા પછી જોબ મળશે એમ વિચારીને એને ક્લાસ જોઈન્ટ કર્યા...જેમ જેમ સમય જતો રહ્યો એમ સંજના intelligence બનતી ગઈ...એક દિવસ સંજના ના સર એ સંજના ને Facebook પર એકાઉન્ટ બનાવતા શીખવાડ્યું.... નવાં નવાં મિત્રો બનાવવા સંજના ને બહુ જ ગમતા... બસ પછી તો જ્યારે સમય મળે ત્યારે સંજના એના જૂના મિત્રો સાથે ચેટ કર્યા કરતી....આ બાજુ રાહુલ ભરૂચ જિલ્લામાં એક નાનકડા ગામ માં રહેતો હતો...સાદું જીવન જીવતો હતો...10 ધોરણ પાસ કર્યા પછી એણે કૉલેજ માં એડમિશન લીધું હતું... જેમાં એણે electric engineering માં એને રસ પડ્યો...કૉલેજ પુરી કર્યા પછી એણે પાર્ટ time નોકરી કરવાનું ચાલુ કર્યું હતું.... રાહુલ સંજના કરતા 3 વર્ષ મોટો હતો..સંજના નો કોમ્પ્યુટર કોર્સ પૂરો કર્યો પછી એ નોકરી માટે શોધખોળ કરતી હતી....નોકરી નતી ત્યાં સુધી સંજના ઘર નું કામ કરતી....પછી બપોરે ફ્રી સમય માં ફેસબુક એકાઉન્ટ ખોલીને એના મિત્રો સાથે વાત કરે કે પછી નવી નવી પોસ્ટ કરતી...એક દિવસ સંજના ના ફેસબુક એકાઉન્ટ પર એક ફ્રેંન્ડ request આઈ... રાહુલ પટેલ....રાહુલ પટેલ હતો અને સંજના પરમાર હતી....સંજના ને નવા નવા મિત્રો બનાવાનું બહું ગમતું એટલે એને request accept કરી લીધી... પણ બન્ને ને ક્યાં ખબર હતી કે આ નાની નાની વાતોમાં બંને ને એક બીજા સાથે પ્રેમ થઈ જવાનો છે....                                                         વધું આવતાં અંકે...તો મિત્રો...કેવો લાગ્યો તમને મારો પહેલો ભાગ.... કૉમેન્ટ માં જરૂર જણાવજો ...અને ચેટ બોક્સ માં પણ તમે કહી શકો છો ...મિત્રો મારી કોઈ ભૂલ હોઈ તો મને કહેજો...?તો હું આનાથી વધારે સારું લખી શકું મને અનુભવ તો નથી લખવાનો... બસ મારી આ સ્ટોરી જરૂર આમાંથી તમને કઈક શીખવાડી દેશે....    ?                                                                        શું સંજના અને રાહુલ મિત્રો બની શકશે?એના માટે વાંચતા રહો જીવનનો સંગાથ પ્રેમ...તમે મને instragram પર follow પણ કરી શકો છો... surbhiparmar.581....પર ...આશા છે કે તમે મારી વાર્તા પસંદ કરશો....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED