Jivan no sangath prem - 4 books and stories free download online pdf in Gujarati

જીવન નો સંગાથ પ્રેમ ભાગ - 4

જય શ્રી કૃષ્ણ, ?મિત્રો.....(આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના અને રાહુલ એક બીજાના ઘણાં સારા મિત્રો બની જાય છે... અને પછી રાહુલ સંજના પાસે એનો મોબાઈલ નંબર માંગે છે... સંજના તરત જવાબ આપતી નથી એટલે રાહુલ એને વિચારીને નંબર આપવાનું કહે છે... હવે આગળ...)

 

"સંજના વિચારે છે કે હું રાહુલ ને નંબર આપું કે નહીં પણ આખરે એ એક નિર્ણય પર આવે છે અને રાહુલ ને નંબર આપવાનું નક્કી કરે છે....."



જ્યારે બપોરે રાહુલ અને સંજના online થાય છે ...ત્યારે રાહુલ વિચારે છે કે સંજના એ શું વિચાર્યું હશે એ મને નંબર આપશે કે નહીં....


પછી સંજના રાહુલ ને hi કરે છે ....સામેથી રાહુલ પણ hi નો જવાબ આપે છે...પછી સંજના કહે છે કે હું તને મારો નંબર આપવા તૈયાર છું....આ સાંભળીને રાહુલ ખુશ પણ થાય પણ એના મન માં એક સવાલ હોય છે... જે સંજના ને પૂછવા મજબૂર કરી દે છે... રાહુલ સંજના ને પૂછે છે...

રાહુલ:"તને મારા પર વિશ્વાસ તો છે ને...."

સંજના:"હા, મને તારા પર પુરેપુરો ભરોસો છે...એટલે જ તો તને મારો નંબર આપ્યો છે..."

રાહુલ:(આ સાંભળીને ખુબ ખુશ ☺થઇ જાય છે)ધન્યવાદ....તારું કે તે મારા પર ભરોસો કરીને મને નંબર આપ્યો....

સંજના:"અરે એમા શાનું thanks...?"હું તારી મિત્ર છું ને તું પણ મારો મિત્ર છે તો...હું તારા પર કેમ ભરોસો ના કરું.

"રાહુલ કહે છે કે તું મારા સાથે મારા મોબાઈલ નંબર પર messasge કરીને કરીશ ને....સંજના કહે છે...કે હા હું તારા સાથે મોબાઈલ નંબર પર message પર વાત કરીશ ....."


એ સમયે તો સંજના પાસે આજનાં સમય નો મોબાઈલ નતો... બસ એક નાનકડો ફોન હતો જેનાં પર ફક્ત ફોન કરી શકાય અને message કરી શકાય....એના પાસે ઈન્ટરનેટ વાળો મોબાઈલ ન હતો...એટલે સંજના એ કહ્યું કે હું તારા સાથે message પર જ વાત કરી શકીશ....ઈન્ટરનેટ પર નહિ.... રાહુલ કહે છે...કાંઈ વાંધો નહીં આપણે એ રીતે વાત કરીશું....



બસ તો પછી જોવાનું જ શું રોજ બંને નું message કરવાનું ચાલું કરી દીધું....રોજ બંને એક બીજા સાથે વાત કરતાં... રાહુલ તો સંજના નાં ઉઠ્યાં પહેલાં એને good morning wish કરી દેતો હતો....


રોજ સવારે ઊઠીને પહેલાં સંજના ફોન ચેક કરતી કે રાહુલ નો message આયો છે કે નહીં.....message આયો હોય તો એ તરત જ એને reply કરીને ગુડ મોર્નિંગ કહેતી...પછી થોડા સમય સુધી તો એ સુઈ જ રહેતી....એના સાથે વાત કરતા કરતાં.... એક અજીબ પ્રકાર નો અહેસાસ રાહુલ ને તો થતો હતો...કેમ કે એ કોઈ દિવસ આવી રીતે કોઈ છોકરી સાથે વાત નહોતો કરતો...સંજના એ પહેલી છોકરી હતી...જેના સાથે એ આટલાં સમય સુધી વાત કરતો હતો...સવાર થી લઈને બંને એક બીજા સાથે રાત સુધી વાત કરતાં...જ્યાં સુધી બંને નાં 100 messages ના પતે ત્યાં સુધી....
.
.
.
.
.
.
અજી સુધી બંને એ એક બીજા સાથે ફોન પર વાત નહોતી કરી...રાહુલ ને ઘણી વાર વિચાર આવતો કે હું સંજના સાથે ફોન પર વાત ક્યારે કરું ....હું એને ફોન પર વાત કરવાનું કહું કે નહીં....પછી એ વાત ને ટાળી દેતો...કે હમણાં જ તો એના પાસે થી નંબર લીધો છે....જો હું એને હમણાં જ કહું તો એને ખોટું લાગશે .....એનાં કરતાં એ યોગ્ય સમય ની રાહ જોતો....સંજના ને તો ક્યારેય એવો ખ્યાલ સુધી માં નહીં આવતો કે એના સાથે ફોન પર વાત કરું એતો બસ મોબાઈલ પર message પર વાત કરતી...કે ફેસબુક પર વાત કરતી...
.
.
.
.
.
.
સંજના જ્યારે પણ ફેસબુક પર કોઈ પોસ્ટ કરતી પોતાનાં ફોટો ની તો રાહુલ તો બસ એને નિહાળ્યા જ કરતો....ના જાણે રાહુલ ને શું થઈ ગયું હતું... બસ એને પોતાને સમજ માં આવતું ન હતું....કે આ બધું શું થાય છે...
.
.
.
.
.
સંજના ને તો એવુ કાંઈ પણ ન હતું થતું... કેમ કે એતો એને બસ એક દોસ્ત જ માનતી હતી....રાહુલ પણ દોસ્ત જ માનતો હતો પણ એને કાઈ અજીબ જ અહેસાસ થતો હતો સંજના ને જોઈને...રાહુલ હવે એ વિચારતો હતો કે હવે સંજના સાથે ફોન પર વાત તો કરવી જ પડશે....
.
.
.
ક્રમશઃ

તો મિત્રો શું લાગે છે તમને કે રાહુલ સંજના ને ફોન કરશે કે નહીં ?એનાં સાથે વાત કરશે કે નહીં? અને સંજના એના સાથે ફોન પર વાત કરશે કે નહીં...શું રાહુલ સંજના ને પસંદ કરે છે? જાણવા માટે વાંચતાં રહો...જીવન નો સંગાથ પ્રેમ....

મિત્રો,રેટિંગ આપવાનું ભૂલતાં નહીં તમે તમારી વાત મને ચેટ બોક્સ માં પણ કહી શકો છો...કોમેન્ટ પણ લખી શકો છો ...કાઈ ભૂલ થઈ હોય તો પણ કહી શકો છો.... ધન્યવાદ મિત્રો..?

તમે મને ઇન્ટરગ્રામ પર પણ follow કરી શકો છો... surbhiparmar.581 પર.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED