વંદના - 23 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંદના - 23

વંદના-23
ગત અંકથી ચાલુ..

અચાનક આઇસીયુનો દરવાજો ખૂલે છે.અને એક અજાણ્યો ચહેરો અંદર આવે છે. અંદર આવતા જ તેમને અમનને જલ્દી થી બહાર આવવાનો આદેશ આપતા કહ્યું." મિસ્ટર અમન શાહ! સોરી ટુ ડિસ્ટર્બ યુ. મારું નામ ઇન્સ્પેકટર રાજીવ મહેતા છે. મને તમારા માતાના કેસમાં થોડી જાણકારી જોઈએ છે. તો તમે જરા પ્લીઝ બહાર આવશો. અહીંયા આઈસીયુમાં વાત કરવી ઉચિત નથી. ખોટું પેશન્ટની હેલ્થ પર અસર થાય. એટલે તમે ઝડપથી બહાર આવશો તો સારું."....

અમન અચાનક અચંબિત થઈ ગયો. એને કઇ સમજાયું નહી કે અચાનક પોલીસ અહીંયા શું કરે છે.? અને શેનો કેસ? અમન અજીબ અસમંજસમાં આવી ગયો. એને કંઈ સૂઝતું ન હતું કે એ શું કરે?..


અમન એ થોડીવાર કંઇક વિચાર કરીને પોતાની જાતને સવસ્થ કરતા ઇશારાથી જ બહાર આવવાની સંમતી આપી. ઇન્સ્પેક્ટર રાજીવ મહેતા આઇસીયુ માંથી બહાર ગયા એટલે તરત જ અમન પણ તેમની પાછળ પાછળ દોરી ગયો. ઇન્સ્પેક્ટર રાજીવ મહેતા અમન ના પિતા પાસે આવીને ઊભા રહ્યા અને કહ્યું" મિસ્ટર દિલીપ શાહ મારે તમારા પત્નીના કેસ વિશે થોડા સવાલો પૂછવા છે શું તમે મને સહકાર આપો તો સારું"

અમન એ તરત ઇન્સ્પેક્ટર રાજીવ મહેતા ને અટકાવતા કહું" જોવો સર મારા પિતાની હાલત એવી સ્વસ્થ નથી કે તે તમને કોઈ પણ સવાલો ના જવાબ આપી શકે. પ્લીઝ તમારે જે પૂછ્યું હોય એ મને કહો. પણ હું તમારા આમ અચાનક અહીંયા આવવાનું કારણ સમજ્યો નહીં. અને ડોકટર મોદીએ તો કહું હતું કે મારી માતાની આવી હાલત સુગર ઘટી જવાથી થઈ છે. તો પછી આ પૂછપરછ શા માટે? એ કહેશો મને?"

ઇન્સ્પેક્ટર રાજીવ મહેતા એ થોડી વાર કંઈક વિચાર કરીને ખોંખારો ખાતા બોલ્યા," હમમ જોવો મિસ્ટર અમન ડોકટર મોદીએ સાચું જ કહું છે કે આ કેસ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જવાથી આ બનાવ બન્યો છે. પરંતુ આ એક એક્સિડન્ટનો કેસ છે. એટલે પોલીસ તપાસ તો થાય જ પણ તમારી માતા ના કેસમાં એક અઘટિત ઘટના ઉભી થઈ છે. તમારી માતાના શરીરમાં ઘણી જગ્યા એ મારના નિશાન પણ મળી આવ્યા છે."

આટલું સાંભળતા જ અમન ના ચહેરાના હોશ ઉડી ગયા.કાપો તો લોહી ના નીકળે એવી હાલત થઈ ગઈ. અમન એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. અને બોલી ઉઠ્યો શું કહો છો ઇન્સ્પેક્ટર સાહેબ? ડોકટર મોદીએ તો અમને આ વિશે કંઈ કહ્યું જ નથી. એવું બની જ કેવી રીતે શકે? શેના નિશાન? "અમન એકદમ આક્રોશમાં આવી ગયો..

" જોવો મિસ્ટર અમન મે જ ડોકટર મોદીને તમને આ વાત જાણવાની ના પાડી હતી. કારણકે તમારી માતાની અત્યારની આવી હાલત નું કારણ ભલે ગમે તે હોય પણ પરંતુ એ નિશાન જોતાં તો આ કેસ એક ડોમેસ્ટિક વાયલન્સ નો કેસ દાખલ પણ થઈ શકે છે. હા એ વાત સાચી કે ઘાવ ના નિશાન તાજા નથી પરંતુ નિશાન જોતા જ કોઈપણ માણસ સમજી જાય કે આ એક શારીરિક હિંસાનો ગુનાનો કેસ છે."

એક મિનિટ ઇન્સ્પેકટર સાહેબ તમે શું કહી રહ્યા છો મને કંઈ જ સમજાતું નથી. અને કદાચ તમને કોઈ ભૂલ થતી હશે મારી માતાના શરીરમાં એવા કોઈ નિશાન નહિ હોય. પ્લીઝ તમે એક વાર ડોકટર મોદી સાથે વાત કરી લો. મારી માતા ખૂબ જ ભોળી અને સરળ સ્વભાવની છે. મે ક્યારેય પણ મારી માતા નો કોઈ સાથે મીઠો ઝઘડો પણ થયો હોય એવું નથી જોયું. આવું બની જ ના શકે." અમન એ ઇન્સ્પેકટર રાજીવ મહેતાની વાત કાપતા બોલ્યો..

"મિસ્ટર અમન હું સમજુ છું કે તમે અત્યારે કેવું અનુભવી રહ્યા છો. પણ આ હકીકત છે અને એ મને ડોકટર મોદીએ જ ફોન પર જણાવ્યું હતું. તમે ખુદ ડોકટર મોદીને પૂછી શકો છો" ઇન્સ્પેકટર રાજીવ મહેતા એ અમન ને સાંત્વના આપતા કહ્યું..

વંદના પણ આ બધું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. વંદના જાણે અમન ની વેદના ને મહેસૂસ કરી રહી હતી. વંદના ને ખબર હતી કે અમન તેની માતાની કેટલી નજીક છે. એ એની માતાની કેટલી સંભાળ રાખે છે! અમન તેની માતાને ક્યારેક કામ કરતા જરાક પણ વાગી ગયું હોય તો આખું ઘર માથે લઈ લેતો. પોતે જ તેની માતા નો ડોકટર બની ને તેને પટી લગાવી આપતો સમયસર દવા આપતો. આજે અત્યારે પોતાની માતાની આવી હાલત નો જવાબદાર પણ પોતાને જ માને છે. એને પસ્તાવો થાય છે કે મારી ભૂલ થઈ ગઈ કે મે મારી માતા ઉપર ધ્યાન ના આપ્યું અને અત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ. વંદના અમનની આંખોમાં એ પીડાને સ્પષ્ટ જોઈ રહી હતી. એ અમનને કઈ કહે એ પેલા અમન ઉતાવળા પગલે ડોકટર મોદીની કેબિન તરફ દોડી ગયો ....

અમન ડોકટર મોદીની પરવાનગી લીધા વગર જ કેબિનમાં ઝડપથી અંદર પહોંચીને ટેબલ પર પોતાનો હાથ પછાડતા બોલ્યો" આ શું થઈ રહ્યું છે ડોકટર મોદી તમે તો કહેતા હતા કે મારી માતા ની આ હાલત સુગર ઘટી જવાથી થઈ છે. તો પછી આ ઇન્સ્પેકટર રાજીવ મહેતા અહીંયા શું કરે છે? અને શું બક્વાસ કરે છે એ માણસ? મારી માતાના શરીર પર મારના નિશાન એ કાઈ રીતે બને ડોકટર મોદી?...

"રિલેક્સ મિસ્ટર અમન હું સમજુ છું તમારી તકલીફ પણ આ સાચું છે. તમે કહેતા હોવ તો હું તમને એ નિશાન બતાવી શકું છું. તેમના ગળા,હાથ,અને તેમની પીઠ પર મારના નિશાન મળી આવ્યા છે. એટલે જ મે તરત જ ઇન્સ્પેકટર રાજીવ મહેતા ને ફોન કરી ને જણાવ્યું. અને એમણે જ મને કહ્યું હતું કે આ વાત હું તમને કે તમારા પિતાને ના જણાવું. કારણકે આમાં ક્યાંક ઘરેલુ હિંસા નો મામલો હોય શકે. જો ખરેખર એવું હોય તો ગુનેગાર ભાગી શકે છે કે સાવચેત થઈને પોતાને બચવાના તમામ ઉપાય કરી શકે છે. એટલે જ એમના કહેવાથી મે તમને આ વાતથી અજાણ રાખ્યા. તમે આવો મારી સાથે આઇસીયુમાં હું તમને નિશાન બતાવું." ડોકટર મોદીએ અમન ને શાંત પડતા કહ્યું...

અમન એક નજરે ડોકટર મોદી સામે જોઈ રહ્યો. તેના માથા ઉપર જાણે કોઈ એ હથોડાથી જોરથી પ્રહાર કર્યો હોય તેમ તેના માથા માં અસહ્ય પીડા થવા લાગી અને અમન ત્યાં જ ખુરસી પાસે ઢળી પડ્યો.

ડોકટર મોદી પણ અમન ને આમ બેહોશ થતાં જોઈને મૂંઝવણમાં મુકાય ગયા. ઝડપથી તેઓ અમન પાસે પહોંચીને અમનને તપાસવા લાગ્યા. અમન કદાચ ખુબજ સ્ટ્રેસના લીધે બેહોશ થઈ ગયો હતો.ડોકટર મોદીએ હોસ્પિટલ ના વોર્ડબોય રાજુને આદેશ આપતા કહ્યું " રાજુ આ મિસ્ટર અમનને જનરલ વોર્ડમાં દાખલ કરી દો. અને હા તેમના પિતા દલીપભાઈ શાહ આઇસીયુ બહાર બેઠા છે તેમને મિસ્ટર અમનની આવી હાલતની જાણ કરી દેજો.અને કહેજો કે કોઈ ચિંતા કરવા જેવું નથી વધુ પડતા સ્ટ્રેસ ના લીધે એ બેહોશ થઈ ગયા છે. અને હા એમની સાથે એક લેડી પણ આવી છે એ કોણ છે? જરા એમને અને ઇન્સ્પેક્ટર રાજીવ મહેતાને મારી કેબિનમાં આવવવાનું કહેજો....

રાજુ ડોક્ટર મોદીના આદેશ પરમાણે ઝડપથી સ્ટ્રેચર લઈ આવ્યો. અને અમન ને સ્ટ્રેચર પર સુડાવીને જનરલ વોર્ડમાં લઈ ગયો.


ક્રમશ...

વધુ આવતા અંકે...