છેલ્લો દાવ - 2 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લો દાવ - 2

છેલ્લો દાવ ભાગ-૨

        આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. આ વાત કેયુર ઘરે જઇને દિવ્યાને કહે છે અને દિવ્યા નિશા સાથે અંગત રીકે વાત કરવાની તૈયારી બતાવે છે. કેયુરની ઇચ્છા ન હતી કે, દિવ્યા નિશા સાથે વધુ સંપર્કમાં રહે. પણ દિવ્યાની જીદથી તેણે હથિયાર મૂકી દીધા. હવે આગળ........................

            બીજા દિવસે સવારે દિવ્યા કેયુર પાસેથી નિશાનો મોબાઇલ નંબર લઇ લે છે અને પછી બપોર પછી તે ઓફિસ જઇને તેના નંબર પર ફોન કરે છે. નિશા ફોન ઉપાડે છે.

નિશા : હેલો.

દિવ્યા : હાય. હું દિવ્યા વાત કરું છુ. કેયુરની વાઇફ.

નિશા : અરે હા, કેમ છો? મજામા ને?  

દિવ્યા : હા મજામાં છું. બોલો તમે શું કરો છો?

નિશા : બસ હું હવે કોલેજ જવા નીકળી.  

દિવ્યા : ઓ.કે.

            બંને વચ્ચે થોડી ઔપચારિક વાત થઇ. પછી દિવ્યાએ તેને કોલેજમાં હેરાન કરતાં છોકરા વિશે પૂછી જ નાખ્યું. તો નિશા તો રડવા જ લાગી. ત્યારે દિવ્યાને એવી લાગણી થઇ કે, આને ખરેખર તકલીફ છે. એટલે તે તેને આશ્વાસન આપવા લાગી. ને બંને વચ્ચે લગભગ બે કલાક ફોન પર વાત ચાલી. દિવ્યા અને નિશાની ઉંમરમાં ચાર વર્ષનો તફાવત હતો. એટલે થોડા સમયમાં તેઓ સારા મિત્રો બની ગયા હતા. આ વાતથી કેયુર અજાણ પણ ન હતો. તે તો ખરેખરમાં ખુશ હતો કે દિવ્યા અને નિશા વચ્ચે સારું એવી મિત્રતા થઇ ગઇ હતી. પણ તે તેના જીવન પર હવે કાંઇ અસર ના થાય તેમ ઇચ્છતો હતો. 

        પછી તો દિવ્યા, નિશા અને કેયુર ત્રણેય જણ ફોન પર અને વોટ્સએપ પર વાત કરવા લાગી. ઘણી વાર દિવ્યાને થોડી અસલામતી જેવું લાગતું તો તે કેયુરનો મોબાઇલ ચેક કરી લેતી. પણ આ વાતથી અજાણ કેયુર નિશા સાથે ફોન પર ને વોટ્સએપ પર વાતો ચાલુ જ રાખતો. હા બંને વચ્ચે મિત્રતા સીવાય કઇ જ ન હતું, પરંતુ તેમના પહેલા જેવા સંબંધ હતા તે હવે અત્યારે તેવો જીવી રહ્યા હોય તેમ તે બંનેને લાગતું.

        એકવાર તેઓ ત્રણેય એ બહાર જમવા જવાનો પ્લાન બનાવ્યો. એ વખતે વરસાદની ઋતુ હતી. એટલે વરસાદનું તો કાંઇ નકકી જ નહી. કેયુર અને દિવ્યા બંને ઓફીસથી ઘરે આવી ગયા હતા. ઓફીસથી ઘરે આવી તેમણે ઘરમાં જાણ કરી દીધી હતી કે તેઓ આજે બહાર જમવા જવાના છે. એટલે તેઓ તરત જ તૈયાર થઇને બહાર જમવા જવા નીકળ્યા. પણ જેવા તેઓ બહાર નીકળ્યા કે, વરસાદ ચાલુ થઇ ગયો. એટલો બધો વરસાદ બહાર પડયો કે, બારી બહાર કાઇ દેખાય જ નહી. કેયુર બહુ જ ગુસ્સો થઇ ગયો.

કેયુર : આ વરસાદને પણ આજે જ પડવું હતું? ખાવાનો મૂડ જ બગાડી દીધો.

દિવ્યા : કેયુર, કેમ ચિંતા કરો છો? બંધ થઇ જશે વરસાદ..

કેયુર : કયારે બંધ થશે વરસાદ? રાતના બાર વાગ્યે? આપણે નિશાને ટાઇમ આપ્યો છે એને પૂછ એ ઘરેથી નીકળી કે નઇ?

દિવ્યા : હા હું પૂછી લઉં.

(દિવ્યા નિશાને મેસેજ કરે છે. નિશા ઘરે જ હોય છે.) આઠ વાગ્યાના હવે સાડા આઠ વાગે છે ને આ શું વરસાદ તો બંધ થઇ જાય છે.

કેયુર : (ખુશીમાં) ચલ દિવ્યા, ઝડપ કર હવે. વરસાદ બંધ થઇ ગયો છે. નિશાને મેસેજ કરી દે. એ બહાર આવીને ઉભી રહે.  

દિવ્યા : ઓ.કે. (દિવ્યા નિશાને મેસેજ કરી દે છે. ને તેઓ બંને નકકી કરેલ જગ્યાએ તેની રાહ જોતાં હોય છે. ત્યાં નિશા આવે છે ને તે ત્રણેય બાઇક પર રેસ્ટોરેન્ટમાં જમવા જાય છે.) હવે આગળ.........................

 (વધુ આવતા પ્રકરણે ભાગ-૩ માં)

 - પાયલ ચાવડા પાલોદરા