CUTTING OF BIRDS WINGS books and stories free download online pdf in Gujarati

કપાયેલી - પાંખ


"કેમ આજે વહેલી આવી ?" આ પ્રશ્ન તેની સાસુ નો હતો.કપિલા બા આમ તો નવરા આખો દિવસ લોકો ની અને તેની વહુ સરોજ ની પંચાત જ કરવાની. સરોજ આજે જોબ થી વહેલી આવી તો પણ સવાલ ઉભો અને જો મોડી આવી હોય તો ઘરના બધાજ પ્રશ્ન પૂછે "આજે કેમ મોડું થયું ?" અને આવી ને ઘરકામ તો કરવાનું જ સવારે છોકરા થી લઇ બધા નું જમવાનું પણ .પછી પાછું બાળકો નું લેસન અને પતિ દેવ નું ફાવતું ભોજન બે મુખ્ય કામ તો ખરા.
"બા, આજે ચિન્ટુ ની સ્કૂલ માં જવાનું છે એટલે વહેલી આવી"
" એટલે વહુ બા નો પગ ઘર માં તો નઈ જ ને .. કહું છું થોડું ઘર માં પણ ધ્યાન આપતી હોય તો ...તારા માં બાપે તને નાખી દીધી અમારા માથે .. "
"બા તમે એમ કેમ બોલો છો .. ઘર નું કામ મારા સિવાય કોણ કરે છે ?જમવાનું ,કપડાં ધોવાના ,વાસણ કચરા -પોતું બધું હું જ તો કરું છું અને સાથે મારો જોબ પણ કરું છું "
"એજ .એજ ઉપાધિ છે કે તું જોબ કરે છે ..મારે શું ? આ તો વિનય ને તું ગમી એટલે બાકી .."
" મને ખબર છે બા ,તમે અમારા લગ્ન થી ખુશ નથી,તમારે શેઠ શાંતિ લાલ ની દીકરી દક્ષા લાવી હતી.પણ તમારો છોકરો મને લઇ આવ્યો "
" એમાં મારા છોકરા નો શું વાંક?એ તો તુજ ગળે પડી હશે.મારો બીજો દીકરો મનીષ છે,  જોજે મારી પસંદ ની વહુ લાવે છે કે નહિ.આ બાજુ વાળી રમીલા ની વહુ 5 તોલા લઇ ને આવી અને ૫૦,૦૦૦ રોકડા અને તું શું લાવી ?
જોબ પર છૂટ્યા ની શાંતિ હતી તે બધી જ આ ડોશી એ ડહોળી નાખી ..એની આ રામાયણ કેટલીય વાર સાંભળી ચુકી છે. વિનય ના કહેવા મુજબ ચૂપ રહી ને સહન કરયા કરતી હતી.
સરોજ ભણેલી હતી નજીક ની એક સિવિલ કોન્ટ્રાક્ટર ની -ઓફિસ માં કમ્યૂટર વર્ક કરવા જતી હતી.તેમાં લોન ના હિસાબ,વપરાયેલ સામાન અને નાના મોટા બિલ બનાવતી હતી.હજુ આ સાઈટ નવી જ ચાલુ થઇ હતી.
તે તૈયાર થઇ ને ચિન્ટુ ની સ્કૂલે ગઈ.મેડમ ને મળી અને ચિન્ટુ ને લઇ આવી ત્યારે થોડું મોડું થઇ ગયું. રીક્ષા માં ઘેર આવી તો વિનય અને મનીષ બંને આવી ગયા હતા.મનીષ અને વિનય એક જ બાઈક પર આવતા.બંને ની જોબ નજીક નજીક હતી,
" ભાભી, ભૂખ લાગી છે કૈક નાસ્તો મળી જાય તો .."
"બે મિનિટ મનીષ ભાઈ ..હું ફ્રેશ થઇ જાવ ..એટલી વાર . આજે સ્કૂલ માં ગઈ હતી ..એટલે "
" સારું "કહી ને બે ભાઈ વાતો એ વળગ્યા.
વિનય ને આજે સરોજ કૈક ઉદાસ લાગી.તેને વિચાર્યું આજે સાંજે તેને દરિયા કિનારે ફરવા લઇ જાઉં.તે થોડીવાર પછી રસોડા માં ગયો તો સરોજ બટેટાપૌવા નો નાસ્તો બનાવતી હતી.
"આજે થોડી વહેલી ફ્રી થઈશ?"
"નહી થવાય..નાસ્તા પછી બધા માટે જમવાનું બનાવવાનું છે.અને આજે તો રોજ ના કરતા થોડું મોડું થઇ ગયું."
"હા,આજે ચિન્ટુ ની શાળા એ ગઈ હતી મને ખબર પડી. હું તને એમ કહેતો હતો સાંજે દરિયા કિનારે જઇયે તો .."
" મેં કીધું ને આજે નહિ "
" સારું તો એક કામ કર બાને નાસ્તો આપી દે એને એમ પણ ભાવે છે.આપણે બધા બહાર જમીયે તો ?"
"રહેવા દે, બા એમ પણ મને લડ્યા જ કરે છે અને પાછું બહાર જમવા નું .."
"તું એ ચિંતા છોડ, ઝટપટ તૈયાર થઇ જાવ ,મનીષ થોડો નાસ્તો કરી લેશે પછી એ પણ આવશે "
"સારું", એટલુંજ બોલી.પછી શું થવા નું હતું એ એને ખબર જ હતી.
ચિન્ટુ સાથે ચાર જન નીકળ્યા.હોટેલ માં જમ્યા પછી બહાર આવ્યા.વિનય બોલ્યો "મનીષ, તું ચિન્ટુ લઇ ને ઘરે જા,અમે રીક્ષા માં આવી છીએ."
"ભલે મોટા ભાઈ "
બે જન રોડ પર ચાલતા ચાલતા આવ્યા.ત્યાં રોડ ની સાઈડ પર એક પીંજરા વાળો બેઠો હતો. સરોજ કુતુહલ વશ તેની નજીક ગઈ તો તેની પાસે પોપટ ,ચકલી અને કબૂતર ના ખાલી પીંજરા હતા.
સરોજે પૂછ્યું "ભાઈ, આમા પક્ષી ક્યાં ?"
"બેન, હું ખાલી પીંજરા જ વેચું છું.પક્ષી તો શિકારી લોકો પકડી ને વેચે, તે તેની પાંખો કાપી નાખે પછી પક્ષી થી ઉડી ના શકાય "
" તો તમારા પિંજરા માં પણ ક્યાં ઉડી શકે? .ખાલી પાંખો જ ફફડાવી શકે ને!! "
" બેન, આ તો મજબૂરી છે એટલે પિંજર વેચીએ,તમારે ખરીદવું હોય તો કહો "
" જો તમે પંખી નું ઘર આપતા હોત તો જરૂર લઇ જાત"
કહી ને આગળ ચાલવા લાગ્યા. વિનય આ વાર્તાલાપ બહુ ધ્યાન થી સાંભળતો હતો. બંને દરિયા કિનારે બેઠા. થોડી વાર મોજા કિનારે આવી ને પાછા જતા બંને જાણ જોઈ રહ્યા.
વિનય બોલ્યો " જીવન આવું જ છે સરોજ ,સુખ અને દુઃખ ની થાપટો જીવન રૂપી કિનારા ને રોજ વાગતી હોય છે.પણ કિનારો એનું સ્થાન છોડતો નથી.જયારે કિનારો સ્થાન બદલશે ત્યારે દરિયા નું અસ્તિત્વ જોખમાય જશે."
"બરાબર છે,હું પહેલા એક પંખી ની જેમ આઝાદ હતી.સમાજ ની મરજી વિરુદ્ધ તારી સાથે લવ મેરેજ કર્યા ત્યારે મારા સ્વપ્નો ની દુનિયા બહુજ રંગબેરંગી હતી. મમ્મી પપ્પા તારી બા ને જોવે તેટલું કરિયાવર નથી આપી શક્યા. તેને કારણે રોજ મારી સાથે ઝગડા ચાલુ રહે છે .
હું બા ને ઉંમર વાળા સમજી ને ઇગ્નોર કરતી હતી ઘરના બધાજ કામ હસતા મોઢે કર્યા છે.છતાં આ આમ નહીં કરવું.પેલું તેમ ના બોલવું. આ કપડાં ના પહેરાય,પેલા ની ઘરે ના જવાય જેવી કેટલીય વાતો થી હું કંટાળી ગઈ છું.મારી જાત પેલા કપાયેલ પક્ષી ની પાંખ ની ફફડાટ કર છે અને તારા પ્રેમ નું પીંજરું મને ઘેરી લે છે .કોઈ નો પ્રેમ શું આટલું બધું દુઃખ આપે, મેં કોઈ બીજા સાથે લગ્ન કર્યા હોત તો શું હું આ જીવન જીવતી હોત ?
વિનય થોડી વાર ચૂપ રહ્યો પછી જવાબ આપ્યો "સાંભળ સરોજ, સુખ દુઃખ નસીબ ની વાત છે, આ પિંજર ,પંખી ,કપાયેલી પાંખ એ બધું હું સમજુ છું.હું પણ મેરેજ પછી મોડી રાત સુધી બહાર નથી ફરી શકતો ,મારી મરજી મુજબ નથી જીવી શકતો ,મારા પણ ઘણા શોખ છે મેં બધા છોડ્યા છે. બસ તું મને ફરિયાદ કરી શકે છે હું કોને કરું ? અને બા એમના ઉમર પ્રમાણે બોલ્યા કરે.આપણે પ્રેમ કર્યો છે અપરાધ નહિ માટે આપણે ઉદાસ થવાની કે પસ્તાવા જરૂર નથી.અને તને આ પિંજર માંથી છૂટવું હોય તો તે પણ આઝાદ છે. આજે તારો ચહેરો ઉદાસ જોઈ ને મેં બહાર જમવાનું અને ફરવા નું ગોઠવ્યું."
" તારો પ્રેમ જ મને ટકાવી રાખે છે,નહિ તો ક્યાર ની ચિન્ટુ ની સાથે બીજે ભાડે મકાન માં અલગ રહેતી હોત! ."
" બાય ધ વે ,એક વાત કહું , હું તને અલગ થવા નહિ દઉં કારણ કે જે બિલ્ડર ની ઓફિસ માં તું કામ કરે છે ત્યાં આપણે ૩ જા માળે એક ફ્લેટ બુક કર્યો છે. તેનું ડાઉન્ટ પેમેન્ટ પણ થઇ ગયું છે.અને તે પણ તારા નામે જ છે એના EMI હું ભરીશ .પણ જ્યાં સુધી મનીષ નું લગ્ન ના થાય અને ફ્લેટ નું પઝેશન ના મળે આપણે એ પિંજરા માં જ રહેવું પડશે.
" બસ હવે, બહુ ડાહ્યો ના થા ,આજે બપોર થી મૂડ બગડ્યો હતો પણ તે એકદમ સારો કરી દીધો ..હા ..યાદ આવ્યો સરોજ .વી . પટેલ ના નામ થી પેમેંન્ટ પણ હતો ૩.૩ લાખ નું ..તેની એન્ટ્રી કરતી વખતે હું બબડી પણ કે આ સરોજ ના નસીબ સારા અને મારા કેવા ?" એ ચેક તે મોકલાયો પણ ફ્લેટ જોયો ક્યારે .?"
" એ બધું ફરી કહીશ આ તો સરપ્રાઈઝ હતી તારી માટે "
બંને રીક્ષા પકડી ને ઘેર આવ્યા. બહાર ઓટલે બા રાહ જોઈ ને બેઠા હતા.સરોજ નું બ્લડ પ્રેસર વધવા લાગ્યું હમણાં બા શું ય કે'શે ?"
પણ બા કઈ બોલ્યા નહિ. બા ના ઓરડા માં જઈ ને બા ની પથારી કરી ને પાછી ફરતી હતી ત્યારે બા થોડા ઢીલા લાગ્યા.
સરોજ એમની પાસે ગઈ.એમના કપાળે હાથ મુક્યો. એટલે બા એ ગુસ્સા માં હાથ હટાવી લીધો .
" મને કશું થયું નથી ,અને એટલી વે'લી મરુ પણ નહિ "
" બા, કેમ એમ બોલો છો ?"
" તો તને બે શબ્દ શું કીધા તું મને મૂકી ને જતી રહીશ, મારે મનીષ સાથે બધી વાત થઇ.એ ફ્લેટ ભલે તે લીધો પણ હું તારા વગર નહિ રહું. મારી વહુ એ મારી શાન છે.તું કરિયાવર માં જઈ લાવી છે તે આજુ બાજુ ની કોઈ વહુ નથી લાવી અને એ છે ખાનદાની.હું તને રોજ લડતી તો પણ તું સામો જવાબ નહોતી આપતી અને મારા ,ઘરના બધા ય કામ કરે છે. કેટલીકે વાર થાય કે મારી છોકરી પણ આટલું સહન ના કરે જેટલું તું કરે છે અને તે પણ મારા વિનયા ને લીધે ને,એ ભાગ્ શાલી કે એને તું મળી."
" બસ બા હવે તેમ સુઈ જાવ આપણે કાલે વાતો કરીશું "
" ના,મને પેલા જવાબ આપ,મારે મણીયા ભેગું નહિ તારી ભેગું રહેવું છે રાખીશ ને ?"
" પણ તમારી બેનપણી રમીલા ને ..!"
" રમીલા ની વાતો એ મગજ બગાડ્યું તું .. હું તારી સાથે જ આવીશ અને રોજ તારી સાથે જ લડીશ બોલ ..!!!" કહી ને મમતાળુ હસી.બા નું આ રૂપ જોય ને તેનો પણ પૂર્વગ્રહ ગાયબ થૈ ગયો. આજે આ પિંજર તેને મંદિર જેવું લાગવા લાગ્યું.તેની અને વિનય દૂર બેઠલી આંખો માં હર્ષ અને આનંદ નો દરિયો છલકાતો હતો.સરોજ ને એક નાનકડું આકાશ જાણે કે ઉડવા મળી ગયું.!!!

તેને આવતી કાલ ની રજા મૂકી દીધી અને બા સાથે મંદિરે દર્શન કરવા જવા નું નક્કી કર્યું .

આ રચના મારી પોતાની,મૌલિક ,સ્વરચિત છે.: જયેશ ગાંધી (૧૨.૦૭.૨૨)

:સમાપ્ત :



 

 

 

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED