ભણતરનું મહત્વ Bhanuben Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભણતરનું મહત્વ

ભણતરનું મહત્વ (નાટિકા)

મગું ડોશીમા: અરરર... શું કરું આ તાવથી, હું કંટાળી ગઈ છું..
(ધુર્જતા આવજે બોલે છે.)
અલી રીના વહુ.. સાંભળતી નથી બે ગોદડા ઓઢાડ.

રીના વહુ: શું છે ?ચૂપચાપ પડ્યા રહો ને! નવરા બેઠા તો આખા ગામની પંચાત કરો છો, મને રોટલા ઘડતા કરતા ઊભી કરો છો, કેટલી વખત ઉભી થઉ, મને પણ થાક લાગે છે તમારે તો નવરા બેઠા બૂમો જ પાડવી છે મારે પાસે ટાઈમ ક્યાં છે ?

રઘુ : છાપુ વાંચતા બોલ્યા , અલી તારે શું છે? કે મારી માની પાછળ પડી છે કે મારી માને છણકા કરી રહી છે સેવા તો કરવી જ પડે ને!

જમના ડોશી અને મેના ડોશી બંને ભજન મંડળીમાં જાય છે અને રસ્તામાં મંગુડોશીને બૂમ પાડે છે .
અલી માંગુ ડોસી બહાર આવ થોડા ભજન કરી લઈએ..

મંગુ ડોસી ફટાક કરતો ગોદડુ આઘું કરી ઊભા થઈ જાય છે અલી ઉભી રહો હાલ જ આવું છું અને ત્યાં જાય છે.

ત્રણે જણા સાથે બેસીને હાથમાં માળા છે અને ભજન બોલે છે.

મોંઘી મોંઘી મોંઘવારી મોંઘી મોંઘી મોંઘવારી.

વધી ગયા ડુંગળીના ભાવ વધી ગયા શાકભાજીના ભાવ.

મોંઘી મોંઘી મોંઘવારી મોંઘી મોંઘી મોંઘવારી.

વધી ગયા બાજરીના ભાવ, વધી ગયા ઘઉં,ડાંગરના ભાવ.

દુઃખના દાડા આવી ગયા,ડોશીઓ દુઃખના દહાડા આવી ગયા.

ડોશીઓ ભજન ગાતી હોય છે ત્યારે એક રીટાબેન પાણીની માટલી લઈને નીકળે છે અને કહે છે; એ મંગુ ડોસી, જમના ડોસી, મેના ડોસી તમે કેમ આવું ભજન ગાવો છો?

મંગુ ડોસી કહે: બોન તારા ધણીનો પગાર આવે છે એટલે તને મોંઘવારી નો માર ક્યારેય નડે નહીં, કેટલી બધી મોંઘવારી છે તને ખબર છે!

રીટાબેન: સાચી વાત મારા ઘરવાળા ભણ્યા એટલે આટલી સારી નોકરી મળી છે. નહિતર મને પણ મોંઘવારીની અસર થઈ જાત.

મેના ડોસી કહે: બુન ભણવાની વાતો કર્યા વિના પંચાત કર્યા વિના ચાલતી થા અહીંથી.

ત્રણે ડોશીઓ બેઠી હોય છે ત્યારે ટીની, મુન્ની અને જીગી ભણવાની અને રમવાની એક્શન કરતા હોય છે અને ગીત ગાતા હોય છે.

અમે નાની નાની બાળાઓ રેતીમાં રમીએ રે.
રેતીમાં રમીએ રેતીમાં રમીએ રે

અમે નાની નાની બાળાઓ નિશાળે જઈએ રે.
નિશાળે જઈએ રે ભણવા જઈએ રે.

ત્રણે ડોશીઓ બૂમ પાડે છે હવે ચૂપ થાઓ, ના જોઈએ મોટી ભણવાવાળી.

ત્રણેય છોકરીઓ એની મમ્મી રીનાને કહે છે :મમ્મી અમને જલ્દી તૈયાર કર નિશાળ નો ટાઈમ થયો છે.

રીના છાણા થાપતા હાથ ધોઈને આવે છે અને ફટાફટ તૈયાર કરે છે અને કહે છે કે; સીધેસીધા નિશાળમાં જજો અને ધ્યાન આપજો. કારણ કે જો ભણવામાં ધ્યાન નહીં આપો તો મારા જેમ છાણા
થાપતા રહી જશો. હું પણ ભણી હોત તો અત્યારે નોકરી કરતી હોત ને જલસા કરત રોજ નવી સાડી પહેરાત અને બજાર વચ્ચે વટ પાડત.

રઘુ કહે ;એના જોઈ મોટી વટ પાડવા વાળી ...આપણા નસીબમાં તો મજૂરી જ લખી છે હવે જલ્દી કામ પતાવી દે અને મજૂરીએ ચાલ..

રીના વહુ; ખબર જ છે અમારા નસીબમાં મજૂરી લખી છે એટલે મજૂરી કરવા તો આવું જ પડશે ને એમાં કંઈ કહેવાની જરૂર નથી કામ પતાવીને આવી જ રહી છું. પહેલા આ ત્રણે છોકરીઓને નિશાળે ભેગી કરી દઉં પછી આવી જ રહી છું ચલો છોકરીઓ નિશાળે મૂકવા આવું છું અને ત્યાંથી સીધી મજૂરી જવું. ( છોકરીઓને નિશાળે મોકલે છે.)

રસ્તામાં રીના , રઘુને સમજાવે છે કે દીકરીઓને ભણાવું કેમ જરૂરી છે.
રઘુ કહે: હવે હું દીકરીઓને શિક્ષિત જરૂર કરીશ.

મંગુ ડોસી કહે:આ ત્રણેય છોકરીઓ નિહાળે જશે પછી આ નાનીયા ને કોણ રાખશે અને આ ઘરના કામ કોણ કરશે?

રીના વહુ કહે ; બા તેની ચિંતા ના કરો મે બધું કામ પતાવી દીધું છે.અને એક હાથે નાનીયાં ને ઘોડિયું ફેરવજો સુઈ જશે .હું આવીને એને ખવડાવીશ.પણ મારે મારી દીકરીઓને શિક્ષીત કરવી છે.મારી જીંદગી બગડી તેમની બગાડવા નથી માગતી.

મેના ડોશી : અલી મંગુ ડોશી તારી વહુ ભણી નથી પણ પાવર તો જો..મારી વહુ એક શબ્દ ના બોલી શકે.

રઘુ : તમે ડોશીઓ ભેગા થઈને ભજન કરો છો કે પછી એકબીજાની ટીપ્પણી કરો છો તમે લોકો કે મારી છોકરીઓની પાછળ પડી ગયા છો મારે તો મારી છોકરીઓને ભણાવવાની છે તમારે જે કહેવું હોય તે કહી શકો છો અને બા તમે પણ આ બધાની વાતમાં ના આવો તો સારું આપણે દીકરીઓને આપણે જ ભણાવી જોઈએ કારણ કે જો દીકરીને શિક્ષણ આપીશું તો એ બે ઘરને તારશે એક સાસરીના કારણે અને બીજું પિયરના ઘરની અને એના પગ પર ઉભી રહેશે તો એ એને મોંઘવારીનો માર નડશે નહીં. હમણાં તો તમે મોંઘવારીની જ વાતો કરતા હતા તો મોંઘવારીમાં પતિ-પત્ની બંને કોમાય તો મોંઘવારીમાં કોઈપણ અસર એમને થાય નહીં એટલા માટે જ હું એમને ભણાવવા માગું છું મારી પત્ની રીનાએ કરેલી શિક્ષણની વાતએ મારી આંખો ખોલી છે કે દીકરીઓને ભણાવી જ જોઈએ મહેરબાની કરીને હવે પછી તમે એવી કોઈ પણ વાત ન કરતા કે જેથી કરીને મારે તમને બે શબ્દ કહેવા પડે.

રીટાબેન ત્યાંથી નીકળે છે અને કહે છે. રઘુ ભાઈ તમે તો દીકરીઓ માટે ખૂબ સરસ વાત કરી. દીકરો દીકરી એક સમાન છે માટે શિક્ષણનો હકદાર પણ બંને જ છે અને તમે જે શિક્ષણ દીકરીઓને આપી રહ્યા છો એ ખરેખર તમને શાબાશી આપવાને લાયક છે. અને રીનાએ તમને સમજ આપી એ પણ ધન્યવાદ ને લાયક છે.

એટલામાં સ્કૂલ છૂટી જતાં ત્રણેય ઘરે આવે છે .

મંગુ ડોશી કહે: નિશાળે જઈ શું કમાઈ આવ્યા.આ ઘરના કામ કેટલા છે.તારા માં અને બાપ સમજતા નથી વળી તમારે ક્યાં દુકાનો માંડવી છે.વાંચતા આવડે એટલે બહુ થયું.

ટીની, મુન્ની અને જીગી: બા નિશાળે જઈને અમે સારા સંસ્કાર મેળવીએ છીએ.

હિસાબ કરતા શીખીએ છીએ.

જીવનમાં કેવી રીતે આત્મસન્માન જાળવવું તે શીખીએ છીએ

જીવનમાં આવતા પડકારો નો સામનો કેવી રીતે કરવો તે શીખીએ છીએ.

મોંઘવારીમાં કેવી રીતે જીવનને સફળ બનાવવું તે શીખીએ છીએ અમે અમારા પગ પર ઊભા રહીને આગળ વધી સારી નોકરી મેળવવા ઇચ્છીએ છીએ.મારા માતા પિતાની ઈચ્છા ને પૂરી કરવા માગીએ છીએ.બા આ જમાનો કેટલો મોંઘવારી ભર્યો છે.અત્યારે ઓછી આવકમાં ઘર ના ચાલે.ભણ્યા હોય તો સારી નોકરી મળે અને પોઝિશન અને પાવર મળે સમાજમાં ઊંચું સ્થાન મળે,દીકરો હોય કે દીકરી દરેકને ભણવાનો અધિકાર છે.

મંગુ ડોશી : શાબાશ મારી દિકરીઓ મને આજે સમજાયું કે દીકરો અને દીકરી દરેક સમાન છે.અને ભણતર બંને ને જરૂરી છે.રીના વહુ મને માફ કરશે કાલથી હું ઘરકામની જવાબદારી લઉં છું.તું તારી દીકરીઓને સમયસર નિશાળે મોકલજે.

રીટાબેન : મંગુ બા જાગ્યા ત્યારથી સવાર.


રીના અને રઘુ પણ ખુશ થાય છે.અને મંગુ ડોશીને વંદન કરે છે.