અધૂરું સપનું અમદાવાદનું - ભાગ 2 बिट्टू श्री दार्शनिक દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરું સપનું અમદાવાદનું - ભાગ 2

હું તરત પછીનું સ્ટેન્ડ છોડી એના પછીના સ્ટેન્ડ સુધી એકધારો દોડી ગયો હતો. આશરે 1 કિલોમીટર તો ખરું જ. બસ સ્ટેન્ડ મા અમુક લોકો મને દેખાયા. હું ખૂબ ગભરાયેલો, થાકેલો અને ઉતાવળ મા હતો એટલે મેં સીધો બસસ્ટેન્ડમાં ઉભેલા પેસેન્જરોને થોડે જ દૂર થી બૂમ આપી કે મને એ સીધો ઉપર જ ખેંચી લે. હું સીધે સીધો બસ જ્યાં આવીને ઊભી રહે એ જગ્યાએ જ ધસી ગયો. ત્યાં લગભગ મારી જ ઉંમરની એક છોકરી હતી. એણે મને હાથ આપ્યો અને ઉપર ખેંચી લીધો. હું બસ સ્ટેન્ડ મા એ જગ્યાએ થી ઘૂસ્યો જ્યાં કોઈ બસ આવીને ઊભી રહે છે. અને જો કોઈ બસ આવી હોત તો અકસ્માત તો નક્કી જ હતો.

એ છોકરી એ ઘાટા લાલ રંગનો આખી બાંયનો શર્ટ કે જેના પર સફેદ ચેક્ષ બનેલા હતા, અને એકદમ ઘાટા વાદળી રંગનું ક્યાંય થી પણ ફાટેલું ન હોય એવું જિન્સ પેન્ટ પહેર્યું હતું. એના શર્ટ નું કોલર વાળું બટન ખુલ્લું હતું અને બંને બાંય કોણી અને કાંડા ની બરાબર વચ્ચે સુધી પહોંચતી હતી. એનું જિન્સ પેન્ટ કદાચ સહેજ લાંબુ હશે એટલે એણે પેન્ટની બંને બાજુની મહોરી વાળીને ઘૂંટી સુધી ઉપર ચડાવી દીધી હતી. પગમાં સાધારણ એવા ગ્રે રંગના શોર્ટ મોજા અને એના પર જોતા જ ગમી જાય એવી સુંદર અને સાદી એવી સાધારણ છીકણી રંગની ચપ્પલ અને હાથના નખમાં મરૂન રંગની નેલપોલીશ. રાત્રે ઠંડી ખૂબ હતી છતાં એને ફક્ત છીકણી થી મરૂન રંગના ગોગલ્સ જ પહેર્યા હતા. એના ઘાટા ભૂરા અને ચમકતા ખુલ્લા વાળ એના બંને કાનની ઉપરથી કોઈ ઝરણાની જેમ લહેરો ખાતા એના હાથનો સાધારણ સ્પર્શ કરી મારા હાથમાં સ્પર્શે પહોંચતા હતા. એના આ બંને ઝરણાને જાણે નદી થયા પહેલા જ દરિયો મળી ગયો હોય એમ મને બસ સ્પર્શી જ રહ્યા હતા. એનો ચેહરો આખા દિવસની ભાગ દોડ પછી પણ એવો જ મલકાતો હતો જાણે થાક અને કંટાળો શું છે એની એને કંઈ ખબર જ નથી. એને એક નજરે જોતાં લાગ્યું કે આખા દિવસ પછી પણ ખૂબ હળવાશ ના મૂડ મા હતી. એણે મારો હાથ જે રીતે પકડ્યો એ સ્પર્શ અનુભવીને મને લાગ્યું કે એ જાણે મારી જ રાહ જોતી હતી.

પણ હું ખૂબ થાક્યો હતો એટલે મેં આને ધ્યાન માં લીધું નહિ અને બસ સ્ટેન્ડ ના પ્લેટ ફોર્મ પર ચડી ગયો. હું ઊભો ઊભો મારામાં શ્વાસ ભરતો હતો ત્યાં એણે મને બેસવા માટે જગ્યા કરી આપી. હું ત્યાં એ રીતે જઈને બેઠો જાણે મને આની જ તો જરૂર છે. હું ત્યાં બેઠો કે તરત એણે એની પેલી નાની ખભે લટકાવવાની લેડીઝ બેગ માંથી પાણીની અધૂરી ભરેલી નાની બોટલ કાઢી. એ બોટલને પકડીને થોડી વાર સુધી તો મારી બાજુમાં જ ઊભી રહી. મને ખાસ જાણ ના રહી પણ લાગતું હતું કે હું એ વખતે એકલો નતો જ. લગભગ 2 મિનિટ પછી એણે મને એ સાવ નબળા પ્લાસ્ટિકની બનેલી નાની બોટલ પાણી પીવા આપી. એટલા પાણીથી મારું કશું થવાનું નથી એમ વિચારીને પણ મે પાણી પીધું. પેહલા ઘૂંટ અદર ગયો કે તરત જાણે જીવમાં જીવની સાથે જીવ આવી ગયો. આ અનુભવ સાવ અલગ જ હતો, જાણે મારામાં મારી સાથે કોઈ બીજું પણ છે. એક ન વર્ણવી શકાય એવો હાંશકારો અનુભવાતો હતો. આ હાંશકરો હજી અનુભવાતો હતો ત્યાં જ બસ આવી ગઈ.