The Author बिट्टू श्री दार्शनिक અનુસરો Current Read અધૂરું સપનું અમદાવાદનું - ભાગ 1 By बिट्टू श्री दार्शनिक ગુજરાતી ફિક્શન વાર્તા Share Facebook Twitter Whatsapp Featured Books નિતુ - પ્રકરણ 63 નિતુ : ૬૩ (આડંબર)નિતુની નજર સામે વિદ્યાની અશ્રુ ભરેલી આંખો... જીવન પ્રેરક વાતો - ભાગ 09 - 10 શિક્ષકનું મહત્ત્વ: ભારતીય સંસ્કૃતિમાં શિક્ષકની ભૂમિકા - 09 ... પ્રેમ થાય કે કરાય? ભાગ - 35 મમ્મી -પપ્પાસુરત :"આ કેવિન છે ને અમદાવાદ જઈને બદલાઈ ગયો હોય... ભાગવત રહસ્ય - 146 ભાગવત રહસ્ય-૧૪૬ અજામિલ નામનો એક બ્રાહ્મણ કાન્યકુબ્જ દેશમાં... ઉર્મિલા - ભાગ 7 ડાયરી વાંચવાના દિવસે ઉર્મિલાના જીવનમાં જાણે નવી અનિશ્ચિતતા આ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા बिट्टू श्री दार्शनिक દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા કુલ એપિસોડ્સ : 5 શેયર કરો અધૂરું સપનું અમદાવાદનું - ભાગ 1 (4) 1.8k 3.7k લગભગ બે - ત્રણ વર્ષ પહેલાં એ શિયાળાની વાત છે. હું એસ. ટી. બસ માં અમદાવાદ જતો હતો. રાત ના લગભગ નવેક વાગ્યાનો સમય હતો. લગભગ રાત્રે દસ વાગ્યા પછી હું અમદાવાદ ઉતર્યો. આખા દિવસ નો થાક હતો એટલે બસમાં જ સૂઈ જવા જેવી હાલતમાં સફર કરી હતી. નજર સતત બારીની બહાર જ હતી પણ રાતનું અંધારું અને વિચાર શૂન્ય મગજ હોવાને લીધે, અમદાવાદ સુધીના સફર ની કોઈ ખબર જ ના રહી. અમદાવાદ એસ. ટી. સ્ટેન્ડ થી મારે સિટી બસ મા બેસી દોસ્તાર ના ત્યાં જવાનું હતું. એટલે હું તરત જ સામેના બી.આર. ટી.એસ. ના બસ સ્ટેન્ડ બાજુ ગયો. રાત બહુ થઈ ગઈ હતી એટલે આજુ બાજુ બહુ ઓછા લોકો હતા. આજુબાજુ થોડી નજર દોડાયા પછી મને એક ભાઈ બસ સ્ટન્ડની દીવાલ પર ટેકો લઈને ઉભેલા દેખાયા. મે મારું રેગ્યુલર શિયાળા નું જેકેટ પહેર્યું હતું અને મારી રેગ્યુલર ટ્રેકિંગ બેગ જે મેં પુરે પુરી ભરી હતી એ ખભે લટકાવેલી. એટલે થાક થોડો વધારે લાગતો હતો. હું એમની પાસે ગયો અને હવે પછી બસ ક્યારે આવશે એના વિષે પૂછ્યું. એ ભાઈ દારૂ પીધા પછી પુરે પૂરો ટુન જ હશે. મે દારૂ પીધેલા વ્યક્તિ ને કદી જોયો ન હતો, એટલે કંઇ ખબર ના પડી. પણ એની જબાવ આપવાની રીત અને વર્તન મને અસામાન્ય લાગ્યા. અને કોલેજ મા દોસ્તારોએ કીધેલી વાતો પર થી કંઇક અંદાજો માંડ્યો કે આ જરૂર પીધેલો જ હશે. હવે મે ત્યાંથી નીકળવાના પ્રયાસો ચાલુ કર્યા. પણ એ વ્યક્તિ તો જાણે મારા માટે બધું જ કરવા તૈયાર થઈ ગયો. હું એના આ વર્તન થી ગભરાઈ ગયો પણ મે બહાર દર્શાવ્યું નહિ. હું એને સમજાવવાના બધા પ્રયત્નો મા અસફળ રહ્યો. હવે આગળ કંઇક ખોટું કે ન ઘટવાની ઘટના ઘટી શકે છે એ વિચારી ને હું વધારે ગભરાયો. પછી મેં એને મારા જમણા હાથની એક ફેંટ એના મોઢા પર મારી દીધી. એ જમીન પર પડી ગયો. પછી તરત જ ઉભો થયો અને મને મદદ કરવા વળગી આયો. બીજી ફેંટ મેં વધારે જોર થી મારી. એ ફરી ઉભો થઇ ગયો. આ વખતે મે એને મારા ડાબા હાથ થી પુરે પૂરી તાકાત થી ફેંટ મારી. પણ એ ફરી થી ઉભો થઇ ગયો. અને મને સમજાવવા લાગ્યો કે આખા દિવસ ના થાકથી માણસ કંટાળી જાય એટલે ગુસ્સો આવે જ. મને એના શ્વાસ મા કંઇક વિચિત્ર મીઠી અને કડવી મહેક આવી ગઈ. મે એને કુલ પાંચ ફેંટ એક - એક કરીને મારી. પણ એ દરેક વખતે પાછો જ વળગી આવતો. હું કંટાળી ગયો એટલે મેં ત્યાં થી ભાગી જવાનું વિચાર્યું. પછી મેં એને ધક્કો માર્યો અને ત્યાં થી બી.આર.ટી.એસ. ના રૂટ પર ઉંધી બાજુ બચેલી પૂરી તાકાત લગાવી દોડ્યો. હું કદાચ આઠસો મીટર જેટલું એક જ વાર માં ખભે મારી ભારથી છલોછલ બેગ લટકાવેલી રાખીને, એના તૂટી જવાની ચિંતા બાજુ પર રાખીને દોડ્યો હોઈશ. બી.આર. ટી.એસ. એટલે બસ રેપિડ ટ્રાંઝિસ્ટ સિસ્ટમ. અમદાવાદ મા બી.આર. ટી.એસ. નો અલગ જ રસ્તો રખાયો છે. અને બસ સ્ટેન્ડ પણ કંઇક વિશિષ્ટ પ્રકારના છે. એ રોડ કરતાં લગભગ ત્રણથી પાંચ ફૂટ ઊંચા બનાવાયા છે. અને એના બંને છેડા પર ચડવા માટે ઢાળ અને સીડી છે. બસ મા બેસવા માટે પેહલા એ પાંચ ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર ચડવું જરૂરી હોય છે. અને બસ આવે એટલે એ એની ખાસ નક્કી કરેલી જગ્યા એ જ ઊભી રહે અને પછી બસ અને બસ સ્ટેન્ડ બંને ના કાચ ના દરવાજા આપમેળે ખુલે. હું અહીંથી જ બસમાં બેસીને જવાનો હતો. બી.આર.ટી.એસ માં લગભગ દર પાંચથી દસ મિનિટમાં એક - બે બસ તો આવી જ જાય.આટલું સાંભળ્યા પછી થાય કે આમાં શું કહેવા જેવું હતું. પણ બસમાં બેઠા પછી મારી સાથે જે થયું એ મારા માન્યામાં હજી સુધી આવતું નથી. એ કિસ્સો ભાગ - ૨ માં.Follow me on Instagram : @bittushreedarshanikFeel free to give your valuable feed back on instagram too. › આગળનું પ્રકરણ અધૂરું સપનું અમદાવાદનું - ભાગ 2 Download Our App