ભાગ ૫
અંતિમ ભાગ.
મેં મારું ધ્યાન બારીની બહાર કર્યું. મારું સ્ટેન્ડ હવે આવવામાં જ હતું, એટલે હું ઊભો થયો અને એક નાનું સ્મિત છલકાવી હું બસ ના દરવાજે ગયો. મારા બસ સ્ટેન્ડની પેહલાનું બસ સ્ટેન્ડ આવી ગયું અને બસ ત્યાંથી નીકળી. બસ ઉપડી કે તરત જ એ પણ એની જગ્યાએ થી ઉભી થઇ અને મારી બાજુમાં આવીને ઊભી રહી ગઈ. હવે તો અંદર થી અવાજ ઉઠી આવ્યો કે એ બસ મારી બાજુમાં જ હોવી જોઈએ. પણ સમય અને પરિસ્થિતિને માન આપીને હું મૂંગા મોઢે ઊભો રહ્યો.
હવે મારે ઉતારવા માટે બસ સ્ટેન્ડ આવી ગયું હતું. અંદરનો જ અવાજ જાણે મારી ઉપર હાવી થઈ ગયો અને મારી નજર અને શરીર બધું જ એના કાબૂમાં લઈ લીધું. મારી જાણ બહાર જ મારી નજર એના ચેહરા તરફ ગઈ. આટલી બધી વાત કર્યા પછી મને લાગતું હતું કે આ છોકરી તો ક્યારેય કોઈ વાતનું દુઃખ અનુભવી જ ના શકે, ભલે પછી એ ગમે તેટલી મોટી બાબત હોય ! પણ આ એક જ સેકંડ જેટલા સમયમાં જાણે મને બધી વાતની ખબર પડી ગઈ કે મને એની જરૂર કરતાં એને મારી જરૂર ક્યાંય વધારે હશે. એની એ મૂંગી આંખો બસના દરવાજામાં સ્ટેન્ડ આવવાની રાહ જ જોતી જોઈ રહી હતી. પણ છતાં જેમ અવાજ બધી બાજુ સંભળાય એમ મને એની આંખો જોર જોરથી મદદ માંગતી સંભળાઈ. એની તકલીફ તો ખબર ના પડી પણ એની એ મૂંગી આંખો અને શાંત સ્મિત અત્યારે કંઇક અલગ જ જણાતી હતી. લાગ્યું કે ઘણી વાત છે જે એને કહી નથી પણ એને ક્યાંક કોઈને કેહવી છે. થયું કે હજી થોડો સમય લઈ ને એની સાથે પસાર કરું, શું ખબર એને શું તકલીફ હશે !
પછી મને ખ્યાલ આવ્યો કે હમણાં આમાં ઘણા સમયથી ઘણાં લોકો સાથે ન બનવાના કિસ્સા પણ બન્યા છે. અને હું એને ક્યાં મળ્યો છું અને એ મને કઈ રીતે ઓળખે છે એ મને કોઈ ખ્યાલ નઈ. આમ આટલી રૂપાળી અને પ્રેમાળ છોકરી કે મન મોહી જાય. કદાચ હશે પણ. પણ વિશ્વાસ કંઈ સાવ અમુક મિનિટ સમય સાથે પસાર કરવા પર થોડી મૂકી દેવાય! બીજી બાજુ થતું કે પ્રેમ તો પળવાર માં પણ થઈ જાય. મન તો થતું કે એને ખભે હાથ મૂકીને વાત પૂછું પણ... હવે શું કરવું એ તો હું થોડી જ ક્ષણોમાં એટલો મૂંઝાયો કે ન પૂછો વાત. સ્ટેન્ડ આવી ગયું. ઉભી રહી ગઈ અને અમે બંને એક જ સ્ટેન્ડ પર ઉતર્યા. મને એક સમયે થયું કે આ કદાચ મારી વધુ માહિતી માટે મારી પાછળ જ આવશે. પણ થયું કંઈક એવું કે....
હું બસ સ્ટેન્ડ ની ડાબી બાજુથી ઉતર્યો અને એ જમણી બાજુથી. બહાર નીકળતા નીકળતા મે પાછળ વાળીને જોયું. એ એના રસ્તે આગળ વધતી હતી. એની ચાલવાની ઝડપ સહેજ ધીમી થઈ. કદાચ એને વળીને પાછળ ફરવું હશે પણ એણે વળીને જોયું નહીં. મનની વાત એણે પણ એના મનમાં જ દબાવી દીધી હશે. એની અને મારી પરિસ્થિતિ અને વિચારોને ધ્યાનમાં રાખીને મે હવે મારા રસ્તે જવાનું નક્કી કર્યું. હું સ્ટેન્ડના દરવાજા તરફ સીધો થયો. મેં બસ સ્ટેન્ડથી બહાર આવી આંખો બંધ કરી આકાશ સામે જોયું કે અંધારું અત્યારે કેટલું છે અને આંખ બંધ કરી ઊંડો શ્વાસ ભર્યો ને આંખ ખોલી કે તરત જ......
ઊંઘમાંથી મારી સવાર પડી.
______________________________________________________
જો તમને આ વાર્તા રોચક જણાઈ હોય તો રેટિંગ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ જરૂરથી મોકલજો.
મારી અન્ય રચનાઓ, કવિતા અને અથવા ક્વોટ માટે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @bittushreedarshanik પર ફોલો કરી શકો છો અને મેસેજ પર વાત પણ કરી શકો છો.
તમે તમારો કિંમતી અભિપ્રાય ત્યાં ચોક્કસથી જણાવી શકો છો.