GRAH DASHA - 2 books and stories free download online pdf in Gujarati

ગ્રહ દશા - 2

 

શીર્ષક : ગ્રહ દશા :
સર્જક : જયેશ ગાંધી
તા. ૧૦.૦૭.૨૦૨૨

 


તે રાતે નીલ ને ઊંઘ ના આવી,પત્ની ને જગાડી ને નવી મળેલ તક વિશે વાત કરું કે ના કરું તેની અવઢવ માં હતો. એક બાજુ વધુ પગાર ની જોબ મળતી હતી હતી તો બીજી બાજુ સેટઅપ કરેલ લાઈફ હતી.સરલા આખો દિવસનું ઘરકામ ,છોકરા સાથે લેસન ના ઝગડા,રોજ જમવા ની માથાકૂટ અને ઓછા પગાર નો કકળાટ બધું ભૂલી ને નિરાંતે ઊંઘતી હતી .તે જોઈ ને નીલ ને આજે પોતાની જ પત્ની બહુ વહાલી લાગી, તેની બંધ આંખો પાછળ ના સ્વપ્નો પણ મારે જ પુરા કરવા પડશે. સરલા આમ પણ અભાવ માં જીવેલી, થોડી ગુસ્સેલ પણ સમજદાર ,વ્યવહારુ ,ઘરકામ થી લઇ દરેક કામ માં આગવી સૂઝ ધરાવતી હતી.બંને ને એકબીજા પ્રત્યે ભરપૂર પ્રેમ અને લાગણી છે. જીવન માં એક પોતાના ઘર અને થોડીક પૈસા ની છૂટછાટ ની કમી છે .બાકી પરિવાર સુખી જ છે.
તેને હળવેક થી પત્ની ને ઉઠાડી, તેનો હાથ પકડી આગળ ની રૂમ હીંચકા પર બેસાડી. સરલા નીલ ને આ હરકત જોઈ ને થોડીક નવાઈ પામી પણ તે પોતાનો પતિ હતો માટે કઈ પણ બોલ્યા વિના તેના પ્રમાણે વર્તન કરતી રહી. હીંચકા પર બેસ્યા પછી ઈશારા થી પૂછ્યું "શું છે ? કેમ અત્યારે જગાડી ?
"તારી કિસ્મત હવે બદલશે રાની , હું તારા બધાજ અરમાન પુરા કરી શકીશ પણ એમાં તારા સહકાર ની જરૂર છે "
" અડધી રાતે મારી ઊંઘ બગાડી ને આવું ગોળ ગોળ ના બોલ " તે સહેજ બગડી.
નીલે સવાર ની આખી ઘટના પત્ની ને કહી સંભળાવી. મધુ એ ૩૦ ટકા પગાર વધારો અને બીજા અન્ય લાભ પણ આપશે એમ કીધું છે પણ આપણે અહીંથી ઘર બદલી ને ત્યાં રહેવા જવું પડે "
" કેમ ..તમે અહીં થી અપડાઉન કરી શકો ને ?" ત્યાં બીજું ઘર શોધવું, છોકરા ના સ્કૂલ નું એડમિશન કરાવવું તે પણ અડધા વર્ષે,અને હું તો કહું છું તમે થોડો સમય આ ઘર માં કાઢી નાખીયે પછી હપ્તે થી નવું મકાન જ એ વિસ્તાર માં જોઇશુ . બરાબર કે નહિ ?
" બરાબર, તારી આ છેલ્લી વાત મને ગમી, તો પછી હું કાલે હા કહું કે ના ?"
" હજુ શું બાકી રહ્યું .. હા તો કીધું ને ... "
" બીજું બહુ બાકી રહ્યું કહી તેનો હીંચકા માંથી સરલા ને ઉપાડી દીધી અને બેડરૂમ બાજુ ઉંચકી ને ચાલવા લાગ્યો " પણ સરલા નીચે ઉતરી ગઈ. બેડરૂમ માં બેડ પર બંને સુઈ ગયા ..કયારે નિદ્રા રાની આવ્યા તેની કોઈ ને ખબર ના પડી.
સવાર માં જોબ પર જવા નીકળ્યો તો સરલા આવી.બોલી નવા જોબ નો જ કોઈ જવાબ આપો તે પહેલા બધી શરતો સાંભળજો.
" હા .. હવે . ..કહી ને બાઈક પર બેસી ઉપડી ગયો
સીધો જ મનુ કાકા ની ચા ની લારી પર ઉભો રહ્યો
"કાકા, એક કડક મીઠી .."
" આપું સાહેબ ..બે મિનિટ ..કહી ને મનુ કાકા તેમના કામ માં વ્યસ્ત થઇ ગયા. ત્યાં સુધી નીલ પેપર માં રાશિ ભવિષ્ય જોવા લાગ્યો. વૃષિક રાશિ ના કોલમ માં જોયું તો "ઉતાવળો નિર્ણય ન લેવો, તક ઝડપી લેવી " સાલું આ તો મુંજવણ માં નાખી દીધો.ચા આવી પણ ભાવી નહીં.
તેને બાઈક ઓફિસ તરફ હંકારી. આજે રોજ ના કરતા પાંચ મિનિટ વહેલો હતો.તેના બોસ જયારે નીલ મોડો હોય ત્યારેજ વહેલા આવતા. તેને કન્ફ્યુઝન હતું કે તે મધુ ને જોબ માટે હા કહે કે ના કહે. તેને સામે થી મધુ ને ફોન કર્યો ને કહ્યું કે હું તને મળવા માંગુ છું.
મધુ એ રિપ્લાય માં બપોર પછી નો સમય આપ્યો. વાર્તાલાપ પતાવી તે રોજિંદા કામ કરવા લાગ્યો.
બપોર પછી બોસ ની રજા લઇ ને તે મધુ ને મળવા નીકળ્યો.
તેની ઓફિસે થી ૨૨કિલોમીટર અને ઘર થી ૧૮ કિલોમીટર દૂર મધુ ની કંપની હતી. તે મધુ ની કંપની માં પહોંચ્યો તો તેને માન્ય માં ના આવે એવી મોટી ત્યા આધુનિક બિલ્ડીંગ, ઇન્ટરિયર ડિઝાયનીગ અને ગ્લાસ વર્ક થી સુસજ્જિત, એકદમ લીસી ફ્લોર, લિફ્ટ અને CCTV ની સગવડ. નીલ ને પોતા ની જૂની ઓફિસ યાદ આવતા જ એક પ્રકાર ની નાનામ અનુભવવા લાગ્યો.તે જેવો અંદર પ્રવેશ્યો તો એક મોટો હોલ અને રાઉન્ડ ટેબલ ફરતે ખુરશી ગોઠવાયેલ હતો. દરેક ખુરશી ની પાસે એક મિનરલ બોટલ, માઈક, અને પેડ પેન ગોઠવાયેલ હતા.
પાછળ એક દરવાજો થોડો ખુલ્યો તેમાંથી મધુ બહાર આવી.
" વેલકમ, ઈન માંય કંપની, વેલકમ નીલ".
" થેન્ક યુ મેમ, "
" હજુ હું તારી બોસ નથી, તું તારો ફાઇનલ જવાબ આપી દે , અહીં જોબ જોઈન્ટ કરી દે પછી તો મને મેમ કહેજે, હમણાં મધુ ચાલશે"
" oK મધુ," કહી ને હસ્યો.
તેની માટે કડક મીઠી ચા આવી ગઈ. અને થોડાક મોંઘી જાત ના બિસ્કિટ પણ.. તે આ બધું જોઈ રહ્યો.
" એમાં કશું નવું નથી, આ દરેક વિઝીટર માટે અમારી કંપની માં આજ ટ્રીટ છે, તું આ પતાવ હું બે મિનિટ માં આવી" કહી ને તેના પત્યુત્તર ની રાહ જોયા વિના તે હોલ ની બહાર નીકળી ગઈ.તેની બોલવા ની છટા,કામકાજ ની રીત અને વૈભવશાળી બિલ્ડીંગ થી એ એટલો પ્રભાવિત થયો કે તેને " ના" પાડવા માટે નું કોઈ કારણ હાથ ના લાગ્યું.
થોડી વાર થઇ ને એક પટાવાળો આવ્યો."નીલ સર ,તમને મેડમ એમની પર્સનલ ઓફિસે માં બોલાવે છે" તે ઉભો થઇ ને તેની પાછળ ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા તે મધુ ની ઓફિસબહાર આવી ને ઉભો રહ્યો. પટાવાળો પાછો વળી ગયો. MD ની ઓફિસ જોઈ ને તેને વિચિત્ર લાગણી નો અનુભવ થવા લાગ્યો.
અંદર વહીલ ચેર પર મધુ બેઠી હતી. તે પરમિશન લઇ અંદર આવ્યો. કોઈ ભીની ગંધ એની આસપાસ ફરી વળી.AC ની ઠંડી હવા અને મોંઘી પેન્ટિંગ ઓફિસ ને વધુ પ્રભાવશાળી બનાવતી હતી.
"જો હું તને સીધું જ પૂછી લઉ, મારી સાથે કામ કરવા માં તને કોઈ તકલીફ તો નથી ને ? જો તું ના કહીશ તો હું બીજા કોઈ ને રાખી લઈશ મને ખોટું નહિ લાગે"
" ના ના એવું કશું નથી, હું તૈયાર છું પણ થોડી મુંજવણ છે"
" બોલ "
" તમારી શરતો અને મને મળતા ની લાભ ની ચર્ચા થોડી વિગત વાર કરીયે તો ..."
તેને એક બેલ માર્યો, HR નો હેડ હાજર થી ગયો."યસ મેમ ?"
"આમને આપણી કંપની ને બધી પોલિસી સમજાવી દો, જો તેમને યોગ્ય લાગશે તો કાલ થી આપણી સાથે હશે"
"યસ મેમ, કહી ને બંને ચાલવા લાગ્યા.
એક બીજા કેબીન માં જઈ ને ગોઠવાયા.
"સર, પહેલા તમને થોડી શરતો જણાવી દઉં ." એચ આર નો હેડ બોલ્યો .
" જી જરૂર"
" આપણી કંપની તમારી સેલરી ના ૧૦ ટકા બોન્ડ સ્વરૂપે જમા રાખશે જે તમને ૩ વર્ષ પછી રીટર્ન મળશે અને એ પણ વ્યાજ સાથે. સિનિયર લેવલ માટે સમય મર્યાદા નથી તમે કામ પૂરું કરીને જઈ શકો અને બોનસ .પી .એફ ના લાભ સરકારી ધારાધોરણ મુજબ છે."
" તમને મકાન ભાડું અને પેટ્રોલ એલાઉન્સ આપવા માં આવશે .દર વર્ષે ૧૦-૧૫ % નો વધારો અને મોંઘવારી અલગ થી ચૂકવાશે. તમારી ભૂલ હશે તો તમને તાત્કાલિક ધોરણે છુટા કરવા માં આવશે અને કંપની ને નુકસાન જેવું લાગશે તો તમને ૩ પગાર વધારા ના આપી અને તમારી જમા રકમ ચૂકવી ને જવા દેવા માં આવશે .
" બીજું બધું તો ઠીક પણ આ બોન્ડ અને ૧૦% રકમ ..એ થોડું નથી જામતું "
" કઈ નહિ, અમે મેડમ સાથે વાત કરી શકો છો "
OK કહી ને તે મધુ ની કેબીન માં ગયો. મધુ એ સસ્મિત તેનું સ્વાગત કર્યું. અને આંખો થી પૂછ્યું. નીલ ખુરશી માં બેસી ને તરતજ બોલ્યો
" આ બોન્ડ નું શું છે, મને ૧૦ ટકા દર મહિને ચૂકવવા ના ફાવે' બીજુ બધું મને મંજુર છે "
" ખાસ તારા માટે હું આ નિયમ ભંગ કરું છું. તું દર મહિને જે રકમ બોન્ડ પેટે જમા કરાવે તેટલી રકમ તારે મારી પાસે થી લઇ જવી હવે બોલ મંજુર "
" મંજુર .. મેમ .."
"ચાલ તો હવે તને નવી જોબ મળી એ ખુશી માં મને કોફી પીવા લઈ જા"
" તમે મારા માલિક થયા, હવે મારી સાથે આમ ફરવું .."
" જો નીલ, હું બહુજ ખુલા વિચાર ધરાવું છું .મને કોઈ શું કહેશે તેની પરવા નથી. મારો સ્ટાફ મારો નેચર અને ગુસ્સો બંને જાણે છે કે કોઈ પણ કાના ફુસી જેવું કરે નહિ .નહિ તો તેમની નોકરી ગઈ. હા તને તારી પત્ની ની બીક લાગતી હોય તો ..રહેવા દે , નથી પીવી કોફી "
" ના, હવે મારે એવું કઈ નથી , ચાલ હું તને મારી મન પસંદ જગ્યા એ કોફી પિવાડું,પણ એ કોઈ મોટી હોટેલ નથી માત્ર ચા ની લારી છે "
" તું જ્યાં લઇ જઈશ ત્યાં મને કોઈ વાંધો નથી"
મધુ તેની કાર માં ગોઠવાઈ ,નીલ પણ ખેંચાઈ ને તેમાં બેસી ગયો .તેઓ મનુ ભાઈ ની લારી એ ઉભા રહ્યા.એક ચા અને એક કોફી નો ઓર્ડર આપી તેઓ વાતો એ વળગ્યા.
" મધુ ,તું ગ્રહ કે રાશિ માં માને છે, ફરી પૂછું છું ?"
"ના, જો તમે રાશિ માં લખેલા પ્રમાણે વિચાર કરો બધું તમને રાશિ પ્રમાણે થાય છે એમ જ લાગે.તને હું મળી કે જોબ મળી બે વાત તારી સાચી પડી એવીજ બે વાત જો મારી રાશિ માં લખી હોત તો કદાચ માણવા માં આવે પણ એવું નથી. માણસ પોતે જ એક ગ્રહ છે જે એક ય બીજા કારણે કોઈ ને લાભ આપે છે અથવા તો નુકસાન કરે છે"
" એમ તો તું સાચું કહે છે ..પણ ..કઈ નહિ જવા દે ને .."
"સારું, હું તને એક પ્રશ્ન પૂછું ..તારું લગ્ન જીવન સારું ચાલે છે ને ..તો મને કહે તમારે બે વચ્ચે ઝગડો ક્યારે થયો હતો ?"
" એમ તો નાના મોટા ચાલતા જ રહે પણ નોંધી શકાય એવો કોઈ નથી થયો "
" તો આજે તારી પત્ની ને એવું કહેજે કે હું મારી બોસ સાથે જમી ને આવ્યો બસ .."
" ના, એમ તો કઈ ના કહે ..પણ આ વાત ને જ્યોતિષ ને સુ લેવા દેવા ?
" એજ કે આ કોઈ જ્યોતિષ નહીં મનોદશા જ છે જે તમને સારું અને નડતું સમજાવે છે. જો તારી પત્ની એવું વિચારે કે બોસ સાથે જમવું એ સારી વાત છે ,ગૌરવ ની વાત છે તો ખુશ થશે અને એમ વિચારે કે તેની લેડીસ બોસ સાથે હોટેલ માં ગયો હતો તો તારી ઘેર મહાભારત શરુ થશે. ખરું કે નહિ ..આ વાત માટે કયો ગ્રહ લાગુ પડે ?
" તારી વાત સાથે સમંત , ચાલ હવે જઈશુ તને મૂકી ને મારે પાછું આવવું પડશે "
"મને મૂકી ને ..?"
" સોરી ..મારી બાઈક લેવા મારે તમારી સાથે આવવું પડશે "
" કેટલો ડરે છે મારાથી તો પત્ની થી કેટલો ડરતો હોઇશ?
" સરલા સરળ અને સીધી છે થોડી ગુસ્સા વળી ખરી પણ એવી ખોટી શંકા કરે એવી નથી ડરવા ની તો વાત જ નથી "
" સારું હવે ચાલ, અને હા કાલ થી થોડું ડિસ્ટન્સ રાખજે ..ઓફિસ માં મેમ અને બહાર મધુ કેહવા નું ઓકે?"
" યસ મધુ મેમ "
થોડી વાર પછી તેઓ ઓફિસ માં આવ્યા અને બીજી ફોર્માલિટી પતાવ્યા પછી નીલ બાઈક લઇ ને ઘર તરફ રવાના થયો. કાલે પહેલો દિવસ કેવો જશે એ તો કોઈ ને પણ ખબર નથી.

શું આ મધુ નામ નો ગ્રહ સરલા ને નડશે ? કે પછી નીલ ને મધુ નો પ્રેમ મળશે ?
દિલ ની લાગણી અને રમતો આ ગ્રહ પર શક્ય છે તો પછી બીજા ગ્રહ આ લોકો ને નડશે કઈ રીતે ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED