GRAH DASHA - 3 books and stories free download online pdf in Gujarati

ગ્રહ દશા - 3

નીલ ઘરે પહોંચ્યો પછી સરલા સાથે જોબ માટે આવતી કાલ થી જવાનું છે તેમ કહ્યું .સરલા નું એમ માનવું હતું કે એક વાર જુના શેઠ ને વાત તો કરો પણ નીલ એક નો બે ના થયો તે સંપૂર્ણ રીતે નવી જોબ અને નવી ઓફિસ માટે તૈયાર હતો .
બીજે દિવસે રોજ કરતા વહેલા નીકળી ગયો. નવી ઓફિસે પહોંચી ગયો તો એના અને પ્યુન સિવાય કોઈ હતું નહિ. પ્યુન એ વેટીંગ એરિયા માં બેસાડ્યો અને વાંચવા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આપ્યું. તેને આજે ચા ની અધૂરપ સમજાઈ ..હવે એને મનુ ભાઈ ની ચા કે રાશિ ભવિષ્ય બંને વગર ચલાવવું પડે તેમ હતું ,કૈક મન ના લાગ્યું .એક અજંપો ઘેરી વળ્યો.નવી જોબ નો આ અનુભવ સારો ન હતો .થોડી વાર પછી એક પછી એક STAFF ના લોકો આવવા લાગ્યા.ગઈ કાલે જે HR હેડ હતા તે પણ આવ્યા. સીધા અંદર ગયા અને પછી નીલ ને બોલાવ્યો.નીલ ને કેમ પણ આજે કઈ ગમતું ના હતું.
"ગુડ મોર્નીગ ,નીલ.. "
" ગુડ મોર્નિંગ સર "
" આવો તમને તમારી કેબીન અને કામ બતાવી દઉં."
બંને આવ્યા એક સરસ કોમ્યુટર થી સુ સજ્જ અને ટેલિફોન ,એસી ની સુવિધા વાળી કેબીન તેને સોંપવા માં આવી. સાથે મીના નામ ની એક છોકરી આસિસ્ટન્ટ તરીકે આપી.

તેને કોમ્પ્યુટર માં સૌ પ્રથમ નેટ ઉપર પોતાનું રાશિ ભવિષ્ય વાંચ્યું .
"વૃષિક રાશિ વાલા માટે મંગલ નો ગ્રહ દોષ છે. આ દોષ ને કારણે તેમને સાંસારિક અને સામાજિક તકલીફ થઇ શકે છે. આર્થિક ફાયદા ની સાથે નુકસાન ના યોગ પણ છે. આ વર્ષ પ્રેમ માટે ઉત્તમ છે" બીજું બધું તેને વાંચ્યું નહિ ને નેટ બંધ કરી બેસી રહ્યો .જૂની ફાઈલ અને થોડા આંકડા સાથે રમત સારું કરી દીધી .
તેને જોયું કે મોટા કોન્ટ્રાક્ટ ના બીલો માં અને કોમ્પ્યુટર ના ડેટા માં ઘણી ભૂલો છે. તેને નોટ ડાઉન કરી તે મધુ ની કેબીન માં ગયો.
તેની કેબીન માં ગયો તો મધુ કોઈ ની સાથે ફોન પર વ્યસ્ત હતી. ફોન પૂરો કરી દીધા બાદ
"યસ મી. યાજ્ઞિક ? વાહટસ ગો ઈન ..યોર ફસ્ટ ડે જોબ ?"
" વેરી વેલ , બટ ઈ વોન્ટ ટુ સે સમથિંગ . કેન આઈ ?
" યસ, ગો ઓન .."
"મધુ,તારી ગયા વર્ષ ની બેલેન્સસીટ માં કોન્ટ્રાક્ટ ના બીલો માં ભૂલ છે તે બતાવા આવ્યો છું .
" મેડમ,મેડમ કહેવાનું, ઇટ્સ ગુડ ફાઈન્ડીંગ .."
"સોરી, આ તો એકલા હતા ...એટલે ..."
" આજે મધુ કીધી કાલે ..બીજું કૈક ..તો "
"ના , એવું નહિ કરું ,અને નહીં કહું .."
"બપોરે લંચ ટાઈમ માં મને મળ..
"ok મેડમ ..કહી ને બહાર નીકળી ગયો ..
તેના ગયા પછી એક રહસ્યમય સ્મિત ઉપસી આવ્યું મધુ ના ચહેરા પર ..એ સ્મિત એટલું મર્માળુ હતું કે ખુદ મધુ જ એનો મતલબ જાણી શકે બિચારા નીલ નું તો શું ગજું .?
બપોરે નીલ જમવા માટે ગયો ત્યારે મધુ નો ફોન આવ્યો.લન્ચ લેવા બહાર જવા નું છે.તેને પોતાનું ટિફિન પાછું મૂક્યું અને મધુ સાથે બહાર જવા નીકળ્યો. સ્ટાફ માં નાના થી લઇ બધા ગુસપુસ કરવા લાગ્યા. તે બધા ને અણદેખા કરી ગાડી માં બેસી ગયો.
"ટેવ પાડી દે ,બધાની નજરો નો સામનો કરવાની ..કારણકે હું તારો પુરેપુરો ઉપયોગ કરવાની છે "
તેના મન માં ખતરા ની ઘંટી વાગી. સામાજિક નુકસાન ,ગ્રહદશા ..બધું યાદ આવ્યું . પ્રત્યક્ષ બોલ્યો "શું ?"
"કઈ નહિ તારો ફ્રેન્ડ તરીકે પણ અને એક કર્મચારી તરીકે પણ તારો ઉપયોગ કરીશ એમ "
" હમ્મ,."
" નીલ .તને મારા માં શું ગમે ? બોલ ને "
" તારી આ ફ્રીલી વાત કરવા ની ટેવ,તારી ડ્રેસ સેન્સ અને આ મોર્ડના નિટી ..
"સારું બોલે છે ..અને બીજું કઈ ..."
" કયારેક તું ભૂલી જાય છે તું મારી બોસ છે "
" હું ઇચ્છુ કે તું પણ ભૂલી જાય ..ઓફિસ ની બહાર .."
" આપણે ફ્રેન્ડ છે મને એટલુંજ યાદ છે "
" સરસ ..તો હવે એ કહે તું સરલા સાથે .. ખુશ છે ..બીજી રીતે ..સમજ ને ..
" જો મધુ ,હવે તારે લગ્ન કરી લેવા જોઈએ ..કદાચ તારી દબાયેલી લાગણી એકાંત માં ઊછાળા મારે છે "એવું બોલી મન માં વિચારવા લાગ્યો આ પૈસા નો લોભ શું શું સાંભળવા મજબુર કરે છે ?
" મને સલાહ ના આપ ..હું કઈ નાની બાળકી નથી અને આ તો તારો સાથ ગમે છે એટલે વાતો કરું છું ..બાકી મારી માટે કેટલી પાર્ટી લાઈન માં ઉભી છે ..ખબર છે ..પેલો મી.હર્ષ મેહતા જે ૨૦૦ કરોર ની માલિકી ધરાવે છે ..મને અપનાવા તૈયાર છે ."
" જો મારો ઈરાદો તને હર્ટ કરવા નો નહોતો ..અને એ હર્ષ પેપર ના પાને કેટલી વાર ચડ્યો છે સ્કેન્ડલ મેન છે .એની ઉમર તારા કરતા ૧૦ વર્ષ વધુ છે "
"ઠીક છે ..ચાલ હોટેલ માં જમી ને જલ્દી રીટર્ન થઈ એ."
બંને ચૂપ ચાપ જમવા લાગ્યા .
"પેહલા તો મારી સોરી કબૂલ કર ..નીલ બોલ્યો " તારો મુડ બગાડવા બદલ"
"મુડ બગડ્યો છે તો તું સુધાર ..સોરી નઈ ચાલે "
બોસ ને રાજી કરવા એ એમ્લોયી ની ફરજ છે અને ના જાણે કેમ પણ જેના કારણે સારી જોબ મળી એનો મુડ બગાડવાનું ઠીક ના લાગ્યું .બીજું કે મુડ વધારે બગડે ને જોબ જાય તો ..?
"બોલ શું કરું તો તારો મુડ સુધરે? "
"હું એકલી રહેવા થી ટેવાયેલી છું ..પણ હું ઈચ્છું કે તું મારી સાથે તારો ટાઈમ ગુજારે ..અલગ અલગ વાતો કરે .."
"પણ ત્યાં કામ છે તે "
" તે રોકાઈ ને કરી લેજે "
તેને નારાજ કરવાનું યોગ્ય ના લાગતા "ભલે "
"એવું મુડ વગર નું,મારી ઉપર ઉપકાર કરી ને નહિ ..તારો સાથ અને મન હોય તો ."
"તને બહુ સમજ પડે "
"ચાલ હવે શું કરવું છે એ કહે" નીલ બોલ્યો .
"અહીજ હોટેલ માં જમીએ,વાતો કરીએ "
" જેવું તને ઠીક લાગે " ગમે તેમ કરી બોસ ને રાજી રાખવા ની ગરજ થી બોલ્યો.
મધુ એક રૂમ ની ચાવી લઇ આવી. ગ્રહો ની ગતિ ચાલુ થઇ ગઈ હતી .કોઈક અજાણી શંકા થી નીલ ડરી ગયો. પણ અત્યારે ના પાડવી એટલે કેરિયર ને ના પાડવા બરાબર.
બંને રૂમ માં આવી ગયા.અદ્યતન સુવિધાયુક્ત રૂમ માં કોઈ પણ વ્યક્તિ ને થાક વગર પણ ગ આવી જાય. બે સોફ્ટ ડ્રિંક્સ આવ્યા.
બંને કોલેજ ની વાતો કરતા કરતા હલકા ઘૂંટ પીતા હતા. કેમ જાને પણ નીલ વધારે નશા માં લાગ્યો.
થોડી વાર માં મર્યાદા નો જે બાધ પુરુષ તોડે તે એક સ્ત્રી તોડી રહી હતી. વાસના નો અજગર નીલ ને ભરડા માં લઇ રહ્યો હતો.
અને છુપાયેલ કેમેરા એનું કામ કરતા હતા.
બંને ને હોશ આવ્યા તો જોયું કે લગભગ સાડાત્રણ કલાક તેઓ રમ માં બંધ રહ્યા.
(ક્રમશઃ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED