ગ્રહદશા - 1 Jayesh Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગ્રહદશા - 1


શીર્ષક : ગ્રહ દશા :
સર્જક : જયેશ ગાંધી
તા. ૦૭.૦૭.૨૦૨૨
ગ્રહ દશા :-01


"આમ તો હું કાંઈ રાશિ -ભવિષ માં માનતો નથી "કહી ને નીલ ચા ની લારી પાસે પડેલ પેપર સરકાવી જોવા લાગ્યો.સવાર માં જોબ જતા પહેલા મનુકાકા ની કડક એલચી વાળી ચા પીવી અને ચા બને ત્યાં સુધી પેપર માં નજર મારવી આ નિત્ય ક્રમ હતો.તેને વૃષિક રાશિ માં જોયું તો પ્રેમી -મિલન-મુલાકાત અને ધન લાભ એવું લખેલ હતું. તેને થયું ૪૦ વટાવી હવે બે સંતાન નો પિતા ,,ક્યાં થી મિલન -મુલાકાત થાય? આ જોશી ઓ પણ ફાવે એમ ઠોકે છે .અને ફિક્સ પગાર ના જોબ માં ધન લાભ કોને મળે ? એટલા માં ચા તૈયાર થઈ ગઈ.ચા પી ને ઓફિસે જવા નીકળ્યો થોડે આગળ ગયો હશે ને રસ્તા માં બાઈક બગડી . બાઈક બગડી સાથે સાથે એનો મિજાજ પણ ..જો આજે મોડું થશે તો પેલો
ધનંજય મેહતા (બોસ) તેને કેટલીય ખરી ખોટી સંભાળવશે. રસ્તા માં બાઈક દોરી ને જતો હતો ત્યાંજ નજીક એક બ્લુ કાર આવી ને ઉભી રહી.બ્રાઉન કાચ માં કઈ દેખાયું નહિ.પાછળ થી એક હાથ બહાર આવ્યો .તેને આટલો સુંદર હાથ ક્યારેય નહોતો જોયો. એ હાથ માં એક વીઝીટીંગ કાર્ડ હતું તે તેને દેખાયું .

એ બાઈક ઉભી રાખી ને નજીક ગયો, અડ્રેસ્સ હતું : મહેતા એન્ડ મહેતા સન્સ. નું એટલે કે એની જ ઓફિસ નું . તેને વિન્ડ સ્ક્રીન પર ટપલી મારી તો અંદર થી એક ચહેરો બહાર ડોકાયો. આ તો મધુ , તેની ક્લાસ મેટ, તે બોલ્યો : મધુ ? મને ઓળખ્યો ?
તેની મંજરી આંખો સહેજ મોટી થઇ તે બોલી :
"નીલ ,નીલ યાજ્ઞિક , અને આજ કાલ MM SONS માં એકાઉન્ટ મેનેજર ની જોબ કરે છે. અત્યારે તેની બાઈક બગડી છે ને તેને ઓફિસે પહોંચવા ની ઉતાવળ છે .બરાબર ? કહી ને તે થોડુંક મલકી .
નીલ હતપ્રભ અને છોભીલો થઇ ને તેને જોવા લાગ્યો.તેની મુંજવણ પારખી મધુ બોલી :
" હું તારી ઓફિસે જ જાઉં છું ,મારો ડ્રાઈવર તારી બાઈક લઇ આવશે ,તું રિલેક્સ થઇ ને બેસી જા અને તારો બોસ પણ તને કાંઈ નહિ કે કારણકે તેની સૌથી મોટી અને મોંઘી ક્લાઈન્ટ હું છું."
" ઓકે અને થેન્કયુ ".કહી તે ગાડી માં ગોઠવાયો. હવે ડ્રાઇવિંગ સીટ પર મધુ અને બગલ માં નીલ હતો.
"ખાલી ઓકે કહે,થેન્કસ ફરી કોઈ વાર મળીયે ત્યારે "
" કેમ ,તને સોરી તમને એવું કેમ લાગે છે કે આપણે ફરી મળીશુ ?"
" મને તું કહીશ તો વધુ ગમશે,તારી બોસ ની હાજરી માં "તમે" ચાલશે .
" સારું, હવે મને એ કહે આપણે ફરી મળીશું એવું કેમ લાગે છે"? તું જ્યોતિષ છું ?
" ના ,હું માત્ર મારા મન નું માનું છું, ગઈકાલે સવારે તારા બોસ સાથે મીટીંગ ફિક્સ કરી તો એકાઉન્ટ મેનેજર તરીકે તારું નામ બોલ્યા હતા. એટલે મેં જાતેજ આવવા નું નક્કી કર્યું,નાનું રી -કન્સિલેસન નું કામ હતું,પણ મારા મન માં થયું કે તને રૂબરૂ મળવા હું જાતે આવું એટલે મન ની વાત માની અને આવી ગઈ .હા તું આ રીતે મળીશ એ નહોતી ખબર."
"બરાબર, જ્યોતિષ માં હું પણ નથી માનતો ,છતાં આજે રાશિ પ્રમાણે તારી સાથે મુલાકાત તો થઇ ગઈ."
" એમ શું લખ્યું હતું ..પ્રેમી સાથે મિલન થશે એવું ,બીજું કઈ હતું ?
" હા, જો કે આપણે પ્રેમી નથી માત્ર ક્લાસ મેટ છે,બીજું લખ્યું હતું ધન લાભ થશે ..હવે મને ક્યાંથી ધન લાભ થાય ?"
" એ તું ઈચ્છે તો થઇ શકે , હું ચોખી વાત કરું, મારે તારા જેવા ફેમિલિયર staaf ની જરૂર છે. તને જે પગાર મળે છે તેનાથી ૩૦ ટકા વધારો અને બીજું બધા જે લાભ છે એ કંપની રૂલ્સ પ્રમાણે મળશે "
" મધુ , તું બહુ ફાસ્ટ છે, મને વિચારવા નો સમય આપ. ઘરે પણ વાત કરવી પડે.
"એ..મ,જો સફળ થવું હોય તો જમાના પ્રમાણે ફાસ્ટ રેહવું પડે.છતાં મને કાલે સવારે તો તારે ફાઇનલ ડિસિઝન આપી દેવું પડશે "
વાત વાત માં તેઓ ઓફિસે આવી ગયા. કાર માં થી ઉતરી ને સીધો નીલ ભાગ્યો એની કેબીન માં એને બીક હતી કે હમણાં પેલો બોસ એને ધમકાવશે.
થોડી વાર માં બોસ અને મધુ બંને આવ્યા. બોસ તેના તરફ જોઈ ને બોલ્યો "આ મિસ મધુ છે તેમને તારી સાથે થોડું કામ છે તો પતાવી આપ."
"ઓકે, બોસ."
તેને મધુ ને બેસવા ખુરશી આગળ કરી.પટાવાળા ને બોલાવ્યો અને ચા ને નાસ્તા નો ઓર્ડર આપ્યો. મધુ એને જોઈજ રહી હતી.
"કેમ, આમ શું જુએ છે? "
" બસ , તું કેટલો જવાબદારી અને મેનર્સ વાળો થઇ ગયો છે"
" આપને સાથે હતા એ અલગ સમય હતો મધુ, આજે પરિવાર ની જવાબદારી માથે હોય એટલે જોબ કરવો પડે ,સમાજ માં ટકવા નવા નવા મેનર્સ શીખવા પડે.. બાકી મને પણ પેલી બિન્દાસ્ત લાઈફ જ પસંદ હતી ..પણ ..- એક સવાલ પૂછું ?"
" તારા મેરેજ ?..બાકી નું વાક્ય ચૂપ રહ્યો. "તારા બૉસે મને મિસ કહી એટલે ને ..હોશિયાર "
" સાંભળ, મારે તે દિવસો માં કેરિયર બનાવવું હતું અને મનીષ ને બાળક જોઈતું હતું .આજે અમે બંને ૧૨ વર્ષ થી અલગ છે.અમારી વચ્ચે કોઈ સંબંધ નથી"
" સોરી,મારે નહોતું પૂછવું પણ .."
" મોટો સોરી વાળો, મને મારા નિર્ણય પર કોઈ દુઃખ નથી .."
ચા -નાસ્તો પતાવી બંને થોડું કામ ની ચર્ચા કરી.કામ પતાવી મધુ જતી રહી.પોતાની વિઝિટિંગ કાર્ડ આપી ને ગઈ.
આજે બે વાત સાચી પડી તે પણ રાશિ ભવિષ્ય મુજબ .હવે કાલે જે જવાબ આપવા નો છે તે પણ રાશિ વાંચી ને જ આપીશ.
(ક્રમશ:)