મોર્ડન મહાભારતનો અર્જુન - 6 Suresh Kumar Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

મોર્ડન મહાભારતનો અર્જુન - 6

(6)

અરે, અર્જુન હવે બસ કરને યાર જવાદે, આપણે એકલા પછી વાત કરીશું મેહુલે અર્જુનને સમજાવ્યો.

શું થયું છે...? અરે બધા આટલા સીરીયસ કેમ થઇ ગયા. ઐશ્વર્યા નો હાથ પકડી સંજના થોડી ગભરાઈ ગયી હોય તેમ બોલી.

વાત ખરેખર ગંભીર છે. આપણે લોકો નાનપણ થી બધા ખુબ લાડ-પ્યાર માં ઉછેરાયેલા અને આપણી જીંદગી માં ક્યારે કોઈ ખરાબ અનુભવ નથી થયેલા, અને હવે થોડા ગણા દિવસો કે વરસો માં ગણું જ બદલાઈ ગયું છે. અને આજકાલ તો આપણે આપના પોતાના ઘરમાં પણ સુરક્ષિત છીએ કે નહિ એ પણ ખબર નથી પડતી...!!?? ગુસ્સા માં હોય તેમ પગ પછાડતા ઐશ્વર્યાએ મન નો ઉમળકો ઠાલવ્યો.

ઓહ.. ગોડ..! પ્લીસ મને સીધે સીધું સમજાવીસ શું થયું..? સંજના પણ અજાણ હોય તેમ લાગ્યું.

હા, પ્લીસ હવે બધું સમજાવ. અર્જુને ઐશ્વર્યા ને સાંત્વના આપી.

થોડી વાર પછી ઐશ્વર્યા સ્વસ્થ થઇ અને પોતાની આપવીતી કેહવા લાગી.

અર્જુન..! આજે સવારમાં અમે, હું અને મારી મમ્મી માર્કેટમાં થોડી ખરીદી કરવા ગયા હતા, અને લગભગ બધું કામ પતાવીને પાર્કિંગ તરફ પાછા આવતા હતા અને અમારૂં સમાન સરખું કરતા કરતા આગળ ચાલતા હતા, એટલામાં પાછળ થી કોઈ બહેન નો અવાજ સંભળાયો, ‘બચાવો - બચાવો’... ’ચોર’...’ચોર’....

અમે પાછળ વાળીને જોયું તો ૨-૩ મહિલાઓ રસ્તા વચ્ચે કોઈ બે બાઈક સવાર સાથે ઝપાઝપી કરી રહી હતી, પેલી બહેનો ના હાથમાં થેલીઓ હતી એટલે વધુ કંઇ ન કરી શકી અને પેલા બદમાસો જે હેલ્મેટ પેહરી ને આવ્યા હતા તેમાંથી એકે ચપ્પુ કાઢી એક બેન નો સોનાનો દોરો તોડવા નો પ્રયત્ન કર્યો પણ તુટ્‌યો નહિ એટલે જોર થી ખેચ લગાવી બેન ને ગયલ કરી નાખ્યા અને બીજા બહેને તેને પાછળ થી પકડવા ની કોસિસ કરી તો તેમના હાથ પર ચપ્પુ ના ઘા કર્યા, અને પોતાની જાત ને બચવા જલ્દી થી ભાગવા લાગ્યા. પણ બુમાબુમ અને પેલી બે બેનો ની બહાદુરી જોઈ આજુબાજુ માંથી સૌ એમને પકડવા દોડયા, પણ બાઈક ને આમ તેમ ફેરવી ને અમારી સામે થીજ એ ગુંડાઓ નીકળી ગયા.

સૌ કોઈ થોડી વાર માટે તો ગભરાઈ ગયા હતા, પણ કોઈ મોટી જાન હાની થઇ નહિ. ધીમે ધીમે બધું નોર્મલ થઇ ગયું હતું. પણ મેં અને મમ્મીએ પેહલા આવું ક્યારેય જોયું ન હતું એટલે ખુબ ડરી ગયા અને હવે તો માર્કેટ માં જતા પણ બીક લાગે છે. લથડતા-લથડતા ને ધ્રૂજતા અવાજે ઐશ્વર્યા પલંગ પાસે બંને આંખો હાથો વડે દબાવી બેસી ગયી. અને માથે હાથ ફેરવતા-ફેરવતા સંજના પણ ત્યાંજ બેસી ગયી.

પણ આ આખી ઘટના સાંભળ્યા પછી સૌ કોઈને જાણે કે જીંદગી ના મસ્ત માહોલ માં અચાનક કોઈ આવી ખલેલ પોહ્‌ચાડતું હોય તેમ લાગ્યું. અને મેહુલના બેડરૂમ નું વાતાવરણ જાણે કુરૂક્ક્ષેત્ર ના રણમેદાન જેવું દેખાવા લાગ્યું. જેમાં ચારે બાજુ ભલે ને પોત પોતાના સગા સબંધિઓ હોય છે તો પણ, ડર લાગે છે, તેમ અત્યાર સુધી જે વસ્તુઓ કે ઘટનાઓ ખરાબ કે ખુબ દુર હતી એ જાણે બધાની નજીક આવી ગયી હોય તેમ લાગવા માંડયું.

હવે તો મને લાગી રહ્યું છે કે જે ઘટનાઓ ને જોઈ ને આપણે કેહતા હતા કે આવું તો રોજ થયા કરે એમાં આપને શું..? આપણું કામ નથી..! પણ હવે જો આપણી જાતની અને પરિવાર, કુટુંબ કે સ્નેહીયોની જવાબદારી કે રક્ષા આપણે નહિ કરીએ તો કોણ કરશે...? એમાં તો આપણે નહિ કહી શકીએ કે નહિ બોલાય કે ‘એમાં આપણે શું? અર્જુન બધા ને સમજાવતો હોય તેમ બારી પાસે થી ઉભો થયો.

હા, ખરેખર અત્યાર સુધી દુનિયામાં આપણે જોયું છે કે જ્યાં સુધી પોતાના પણ વીતતી નથી ત્યાં સુધી આપણને તે વસ્તુ કે ઘટના કે ડર નો એહસાસ થતો નથી. પણ આવું ને આવું રહ્યું તો જે ઘટનાઓ અત્યાર સુધી આપણી આસપાસ કે દુર થતી અને આપણે ખાલી જોઈ ને ભૂલી જતા હતા..! એવીજ ઘટના આપણા માથી કોઈની સાથે પણ થઇ સકે છે. હવે તો એવું લાગી રહ્યું છે કે આપણે બધા જે મસ્તમજા ના દરિયા કિનારે ઉભા રહીને આજુબાજુ ના દ્રશ્યો માણી રહ્યા હતા એ દરિયા ના મોજાઓ નો રૂખ બદલાઈ રહ્યો છે અને એની રફતાર અને ઊછાળ પણ ભયંકર થઇ રહ્યો છે, માટે હવે આપણે બનાવેલા આ રેતી ના મેહેલ કે આપણી બનાવેલી આ સૃષ્ટીને બચાવીજ પડશે આ તુફાનો થી...!!! મેહુલ પણ મોટો વિધવાન બની ગયો હોય તેમ જવાબદારી લીધી.

ખરેખર, આપણે બધા લોકો ભલે ને પોતાની જાત ને આમ ખુબ હોશિયાર કે સમૃદ્ધ સમજતા હોઈએ પણ અંદર થી સૌ ખોખલા જ છીએ. આજ નો આ જમાનો કેહવા ખાતરજ સ્વતંત્ર છે બાકી હજુ પણ દુનિયાના લોકો પોતાની જાતે કે મન થી સ્વતંત્ર હોય તેમ નથી લાગતું. સંજનાએ પોતાની વાત મૂકી.

થોડી વાર માટે સૌ ખામોશ થઇ ગયા અને બધા ના ચેહરો એક બીજા થી વિરૂદ્ધ હતા સૌ કોઈ ને અત્યાર સુધી કોઈ અપરાધ કર્યો હાય તેમ લાગતું હતું. કેમ કે કોલેજ માં મસ્તી કરી પીકનીક મનાવી કે ફરવા ગયા અને આમને આમ જીંદગી અન્જાન થઇ ને વિતાવી નાખી પણ, હવે જમાનો જેમ સારી સારી વસ્તુઓ આપી રહ્યો છે કે ડેવેલપ કરી રહ્યો છે તેમ તેમ ખરાબ વસ્તુઓ કે સંજોગ અને નેગેટીવ માહોલ પણ ઉભો કરી રહ્યો છે. જાણી જોઈ ને ‘અન્જાન’ બનવાથી આ નેગેટીવીટી દુર નહિ થાય એ સૌ સમજવા લાગ્યા હોય તેમ લાગ્યું.

ગણા દિવસોથી મનમાં અને દિલમાં તુફાન ફેલાવતા વિચારોના વમળો ધીરે ધીરે શાંત પડતા હોય તેમ વાતાવરણ હળવું બનવા લાગે છે, અને મેહુલ જે ખૂણા માં એક સ્ટુલ પર બેઠો હતો ઉભો થઇ રૂમ માં ફેલાયેલ અંધકાર ને જાણે દુર કરતો હોય તેમ લાઈટ ચાલુ કરી સૌને સમય નું ભાન કરાવે છે.

અરે, ફ્રેન્ડસ..! ૬.૦૦ વાગી ગયા..! અને બહાર અંધારૂં પણ થઇ ગયું છે.

ઓ હો.. ઘણો સમય થઇ ગયો. લાઈફ આટલી બધી અંધકારમય હોઈ સકે છે? એ તો ખબરજ નહતી.

હા, લાઈફ માં ગણા બધા રંગો છે, જેમ ખુશીઓ થી ભરેલી વાદળી વાદળો છે, તેમ નીરાશાઓ થી ભરેલું કાળું ડીબાંગ આકાશ પણ છે. બસ, આપણે તો ફક્ત આપણે ને જોઈતા હતા એવા રંગોજ પસંદ કાર્યા જીવનમાં મસ્તી કરવા માટે પણ ખબરજ ના રહી કે જીંદગીમાં બધાજ રંગો નું મહત્વ સરખું છે. અને જો ભૂલથી પણ તેનું બેલેન્સ કરવાનું ભૂલી ગયા તો તમારા હાથ માં રહેલા રંગો ક્યારે કાળા-કાળા ડરાવણા રંગ માં ફેરવાઈ જશે એ ખબરજ નહિ રહે..! સંજના એ પોતાની ફિલોસોફી જણાવી.

બસ, યાર હવે વધારે ડરાવાનું બંધ કર અને આ રંગો ની રંગોળી પુરાવાનું પણ બધ કર. લાગે છે હવે આપણે મોટા થઇ રહ્યા છીએ અને જવાબદારીઓ ઉપાડી લેવાની તૈયારી કરવી પડશે. ઐશ્વર્યા એ જુસ્સો દેખાડયો.

હા-હા. જરૂર, હજુ તો આપણે મોટા થવાની શરૂઆત કરી છે, માટે ડરવાનું થોડી હોય..! અને ધીરે ધીરે જવાબદારીઓ પણ લેવા માંડીશું કેમ અર્જુન..? મેહુલે હિંમત બતાવી.

અરે. હા-હા કેમ નહિ..! જવાબદારી પરથી યાદ આવ્યું કે મારે કાલની યોગા શિબિર માટે સર્જનને તૈયાર કરવાનો છે. તે ના પડતો હતો પણ તેના મમ્મી એ મને જવાબદારી સોપી હતી કે હું તેને સાથે લઇ જવું. અર્જુને મેહુલ ને કહ્યું.

તો, ફોન કર અને કહી દે કે અમે બધી તૈયારી કરી લીધી છે તેને બસ સવારમાં વેહલું ઉઠવા જ નું છે.

અર્જુન તરત જ ફોન ઉપાડી સર્જનને કોલ કરે છે. ગણી વાર સુધી રીંગ વાગ્યા પછી....

સોર્રી સોર્રી, અર્જુન ફોન ઉપાડવામાં થોડી વાર લાગી, બોલ

અરે ઓકે, ઓકે, પણ તું ક્યાં છે..? આટલી બધી વાર રીંગ વાઘડી તો પણ...?

અરે, હું બાઈક પર હતો ‘સૌમ્યા’ ને મૂકી ને તારા ઘર બાજુજ આવતો હતો

ઓહો...સૌમ્યા..? તમે સાથેજ છો એમ ને..?

અરે...અરે એવું નથી...અતો બસ મારા થી બોલઇ ગયું...!

કેમ બોલાઈ ગયું એટલે?

એવું કંઇ નહિ પણ સૌમ્યાએ ના પાડી હતી એટલે...બીજું કંઇ નહિ.....સૌમ્યા એ સંજના ને તે મારી સાથે છે તેમ કહ્યું ન હતું એટલે..

ઓહો ઓકે, હું સમજી ગયો. પણ હવે તું મારા ઘરે ધક્કો ન ખાતો હું મેહુલને ત્યાં છું, અને બધીજ તૈયારી થઇ ગયી છે, તારે બસ સવાર માં વેહાલા આવી જવાનું છે.

ઓકે, તમે લોકો મને ‘રોમિયો’ માંથી ‘રામદેવ’ બનાવી ને જ રેહ્‌સો. આ યોગા બોગા શીખવાડી ને..!!!

અરે....બસ બસ રોમિયો ફોન મુકું છું અને હા કાલે સવારે વેહલા ભૂલતો નહિ...!

ઓકે... બાય

અર્જુન ફોન બંધ કરતા-કરતા....હવે સૌએ પોતપોતાના ઘરે જવું જોઈએ એમ કહી રૂમ ની બહાર નીકળે છે.

અને બધાના જીવનનો માર્ગ બદલાતો હોય તેમ રસ્તાઓ બદલતા-બદલતા પોતાના ઘરો તરફ અદ્રશ્ય થઇ જાય છે. અને ઉપર આકાશમાં પણ કળા ઘટાદાર વાદળો જાણે ચંદ્ર પર ઘેરાવો કરતા હોય તેમ ભેગા થઇ ગયા હતા!

***

(યોગા શિબિર નો પેહલો દિવસ)

રવિવાર નો દિવસ છે, રસ્તાઓ સુમશાન છે. વેહલી સવારના ૪ વાગી ને ૪૫ મિનીટ થઇ રહી છે.

અર્જુન અને તેના દોસ્ત યોગા શિબિરમાં જવા તૈયાર થઇને ક્યારના યોગા શિબિરના હોલ ની બહાર ઉભા છે, પણ લગભગ સૌથી વેહલા આવી ગયા હોય..! એવું લાગી રહ્યું છે. અને કોઈ દેખાતું નથી એટલે થોડા ગભરાઈ રહ્યા છે.

એટલામાં તો યોગા હોલની અંદરથી એક મોટું ટોળું બહાર તરફ આવી રહ્યું છે, અને છોકરાઓ ને કંઈક સૂચનો કરી આગળ વધી ગયું, સર્જન કે જેણે પેલા લોકો જોડે વાત કરી અને જાણી લીધું કે આ લોકો યોગા શિબિરમાં જ આવ્યા છે અને એ લોકો સવારની વાર્મઅપ કસરત કરવા યોગા ટ્રેનરની સાથે બહાર ગ્રાઉન્ડમાં જઈ રહ્યા છે.

અરે, જલ્દી ચાલો, આ લોકો આપણી જોડે જ છે. યોગા શિબિરમાં. અને વાર્મ-અપ કરવા બહાર જઈ રહ્યા છે. અને હા, બહુ ખુશ ના થાઓ આપણે સૌથી વેહલા નથી, આ લોકો આપણા થી વેહલા આવી ગયા છે.! સર્જને ઉત્સાહમાં આવી ને કહ્યું.

અરે, હા-હા, ચાલો ચાલો. મેહુલ અને અર્જુન પણ દોડી ને સૌને જોઈન કરે છે.

સર્જન, મેહુલ અને અર્જુન ફટાફટ યોગા શિબિર ના સવાર ના વાર્મ અપ માં જોડાઈ જાય છે.

થોડીવાર માંજ સૌ લોકો યોગા હોલ માં આવી જાય છે અને યોગા પ્રશિક્ષક ના સહયોગીઓ ના સૂચનો દયાન થી સાંભળી રહ્યા છે. એવા માં મુખ્ય યોગાગુરૂશ્રી ‘યોગેન્દ્રજી’ હોલ માં પ્રવેશે છે અને જાણે કઈંક અલૌકિક થયું હોય એવું અર્જુન ને લાગ્યું. અર્જુન તરતજ યોગગુરૂ શ્રી યોગેન્દ્રજી સામે નજર નાખે છે અને ગુરૂજી ની નજર પણ જોગાનું જોગ અર્જુન તરફ પડે છે. અને વરસો થી જાણે જાણતી હોય તેમ બંને ની નજરો થોડી વાર માટે એક થઇ જાય છે.

અને પછી યોગ ગુરૂજી સ્ટેજ તરફ આગળ વધી જાય છે.

ગુરૂજી માટે એમની આવડત અને સિદ્દ્‌ધિ જ એમની ઓળખાણ છે. માટે એમની ઓળખાણ હું આપું એના કરતા એમની આવડત ને એમની ઓળખાણ આપવા દઈએ અને બહુ સમય ના લેતા શીધી જ આ શિબિર ની કમાન એમના હાથો માં આપુ છું, સ્ટેજ સંચાલકે બધા ને ધ્યાન કેન્દ્‌રિત કર્યા.

એક ઉંડો શ્વાસ લઇને શ્રી યોગેન્દ્રજીબાબા થોડું હસ્યા. અને પછી ધીમે થી એમને એક સ્વયંસેવક ને ઈસારો કરી પોતાની પાસે બોલાવ્યા અને કંઈક પૂછવા લાગ્યા.

તમે મારા આવ્યા પેહલા મારો પરિચય કોઈ યોગી બાબા ટાઇપ તો નથી આપી દીધો ને...!!?

ના ના ભાઈ આતો તમારા લાંબા વાળ જોઇને આ લોકોને એવું લાગતું હશે..! સેવક બોલ્યા.

ઓ.કે....! યોગેન્દ્રજી હવે સમજ્યા હોય તેવું લાગ્યું.

અરે તમે લોકો મારા લાંબા વાળ જોઇને મને કોઈ મહત્મા કે સંત ટાઇપ બાબા ન સમજી લેતા..! યોગેન્દ્રજી સમજાવતા હોય તેમ હળવા થઇ સૌની સામે બોલ્યા.

વાતાવરણમાં થોડી હસી ફેલાઈ,અને સૌ થોડા નોર્મલ થઇ ગયા.

મારા થી કઈ તમારે બીવાની કે મને કોઈ યોગી બાબા સમજવાની જરૂર નથી હું પણ તમારી જેમ એક સામાન્ય માણસ છું મારે પણ ૨ છોકરાઓ છે જે મારી જીંદગીથી પણ વહાલા છે, અને તેનાથી પણ વહાલી મારી પત્ની છે, એટલે હું પણ તમારા માંનો જ એક છું એવું સમજજો. યોગેન્દ્રજીબાબા એ ચોખવટ કરી.

હા, મારૂં નામ થોડું ડરવાનું છે...!!! નહિ..? પોતેજ મજાક કરી.

સભામાં બધા હળવા થઇ હસવા લાગ્યા. અને બધા નિર્થક ના ડરતા હતા એવું લાગ્યું, ખાશ કરીને પેલા છોકરાઓને...!

અરે આતો આપણા જેવાજ લાગે છે, કોઈ બાબા શાબા નથી સર્જને ધીરે થી કહ્યું.

હા, હવે ચુપ થા.... મેહુલે ટોક્યો.

થોડી ગણી હળવી વાતો કાર્યા પછી ધીમે ધીમે ગુરૂજી ક્યારે લોકોને પોતાના જીવન પર અને પોતાના શરીર પર યોગ અને ખાશ કરીને શ્વાસ લેવાની ટેકનીક કેવી રીતે કામ કરે છે તેના વિશે જણાવી દીધું એ ખબરજ ન પડી.

શ્વાસનું આટલું બધું મહત્વ હશે એ તો અર્જુનને પણ ખબર નહોતી.

શ્વાસો થી આપણા આખા શરીરની ક્રિયાઓ કંટ્રોલ થઇ શકે છે એ તો ઠીક પણ શ્વાસો થી આપને આપણા વિચારોને પણ કાબુમાં રાખી શકીએ છીએ એ મહત્વનું જાણવા મળ્યું અર્જુન અને તેના મિત્રો ને. અને સૌને પણ.

પછી ધીરે ધીરે શ્વાસનું ઊંડાણ પૂર્વકનું માર્ગદર્‌શન પૂરૂં કાર્યા પછી, થોડું કંઈક યોગ વિશે પણ જણાવ્યું.

યોગ શું છે?

પ્રાણાયામ, ધ્યાન, સમાધિ, આબધુ અર્જુને ચોપડીઓમાં તો વાચ્યું હતું પણ ખરેખર હવે ખબર પડી કે આ બધું શું છે. અને કેવી રીતે કામ કરે છે.

અર્જુન તો લગભગ મંત્રમુગ્ધ થઇને આ સભામાં ખોવાઈ જ ગયો હતો.

યોગેન્દ્રજી ધ્યાન વિશે ની માહિતી એમની મીઠી ભાષા એવી ટે સમજાવતા ગયા કે સૌને જાને એ બધું પેહલા થીજ ખબર હોય તેમ મન માં છપાતું ગયું.

ધ્યાન અને યોગ ના પ્રેક્ટીકલ સેસન પણ લીધા, જેમાં ધ્યાન ના અનુભવે અર્જુન ને કંઈક વધારેજ ઉત્સાહિત કરી નાખ્યો હોય તેમ લાગ્યું. કેમકે અર્જુને ક્યારે પણ પેહલા ધ્યાન કર્યું નહતું અથવા કર્યું હશે તો એની ખબર એને પણ નહતી. એટલે આટલી વેહલી સવારના સંત વાતાવરણ માં અર્જુન તો ધ્યાન માં મગ્ન થઇ ગયો અને તેનું ધ્યાન બધા કરતા વધારે વખત લાગ્યું હતું. અને બધા પોતપોતાની જગ્યા પર ઉભા થઇ ગયા અને વાતો કરવા લાગ્યા હતા તો પણ અર્જુનને કંઇ ખબર નહતી અને એ તો ગાઢ નિંદ્રા માં હોય તેમ આંખો બંધ હતી.

અરે, અર્જુન ...ઓં અર્જુન ખભા ઉપર ધીરેથી હાથ મુકતા મેહુલે જાણે અર્જુનને સમાધિ માંથી જગાડયો.

બધા ઉભા થઇ ગયા છે. આજે બસ આટલુજ બીજું કાલે વધારે શીખવાનું છે... સર્જન મજાક કરતો હોય તેમ પોતાની જગ્યાએ થી ઉભો થતા બોલ્યો.

ઓહો...મને તો ખબર જ ના રહી કે ક્યારે ગુરૂજી સ્ટેજ પરથી પણ ઉતારી ગાયા અર્જુન પોતાની આંખો ચોળતા ઝટ ઉભો થઇ ગયો.

બધાએ જાણે આળસનો પોટલો ઉપાડયો હોય તેમ બંને હાથ આકાસ તરફ ખેચીને હળવા થઈ આજનું જ્ઞાન લઇ ઘર તરફ બહાર નીકલ્યા.

પણ અર્જુન હજુ એજ બધી વસ્તુઓમાં પરોવાયેલો હતો અને જેપણ એ વાંચીને શીખ્યો હતો તેને પાકું કરી રહ્યો હતો અને જાણે કે એને પેહલેથી બધું ખબરજ હોય તેમ ફક્ત રિવિઝન કરતો હતો. અને પોતાના માંજ ખોવાયેલો હતો હજુ પણ.

અરે અર્જુન, ચલ તારૂં ઘર આવી ગયું હવે ઉતર મારે મોડું થઇ ગયું છે કોલેજે નથી આવું તારે...? મેહુલ બાઈક ઉભું રાખતા બોલ્યો.

અરે યેસ હું બસ.... બસ તૈયાર જ છું તું આવ ત્યાં સુધી કપડા ચેન્જ કરી લઉં. અર્જુન સ્વસ્થ થઇને ઉતર્યો.

હા હા હું તો હમણાજ આવું છું પણ તું પાછો ત્યાં ન પોહચી જતો વિચારો માં.....પેહલા મો ધોઈ નાખજે..

ઓહ, ચોક્કસ યાર હું ખરેખર ખોવાઈ ગયો હતો....પણ મઝા બહુજ આવી હો... અર્જુન જાણે હવે જાગ્યો હોય તેમ રીફ્રેશ થઇ બોલ્યો.

મેહુલ પોતાના ઘર તરફ વળ્યો અને અર્જુન તેના ઘરમાં પ્રવેશ્યો.

***