પદમાર્જુન - (ભાગ-૪૦) Pooja Bhindi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પદમાર્જુન - (ભાગ-૪૦)

રણમેદાનમાં ચારેકોર ત્રણેયનો જયજયકાર ગુંજી ઉઠ્યો.
સોમ પોતાના પુત્રની શુરવીરતા જોઇને ગદગદ થઇ રહ્યા હતાં જ્યારે શાશ્વત પદમાને મળવાનાં વિચારથી ખુશ થઈ રહ્યો હતો. વિદ્યુત એ વિચારીને ઉદાસ હતો કે કેમ શાશ્વતને પદમા કેદ છે એ જણાવશે જ્યારે સારંગ શાશ્વત હજુ સુધી જીવિત હતો તે કારણે ગુસ્સામાં હતો.ગોવિંદ ખુશ હતો કે પોતે પદમાને આપેલ વચન પુરુ કરવામાં સફળ રહ્યો છે જ્યારે સારંગગઢમાં તેનો પરિવાર પદમાનાં મૃત્યુની ખબર સાંભળીને શોકમાં ગરકાવ હતો.




“આ……”એક પુરુષની ચીખ સાંભળીને નાની બખોલમાં મૂર્છિત પડેલ પદમા જાગી ગઈ.તેણે જોયું તો સૂર્યાસ્ત થઇ ગયો હતો.



“આ અવાજ ક્યાંથી આવ્યો.”પદમાએ કહ્યુ અને તે બહાર જોવે એ પહેલાં તો ફરીથી એક ચીખ સંભડાણી અને એક સૈનિક ઉપરથી ખીણમાં પડ્યો.પડમા વધુ કઇ વિચારે એ પહેલાં જ તેની આંખો સામે જ તે દિવસે તેની સાથે જે દાસીઓ અને સૈનિકો હતા એ બધા એક-એક કરીને ખીણમાં ફેંકાયા. પદમા તેને ઉપરથી કોઇ જોઇ ન શકે એ રીતે નીચેની તરફ ખીણમાં જોયું.આખી ખીણ સાચા રક્તનાં કારણે લાલ થઇ ગઇ હતી. મગરો અચાનક મળી ગયેલ માંસ પર તૂટી પડ્યા હતા.



પદમાએ પોતાનું મોં બંધ કરી ગળા સુધી આવી ગયેલ ચીસ દબાવી દીધી અને રડવા લાગી.



“તમે બધા મારી પદમાનાં મૃત્યુ માટે જવાબદાર છો.તમને કોઈને પણ જીવવાનો અધિકાર નથી.”ઉપર ઉભેલ સારંગ ચિલ્લાયો.



આ સાંભળીને પદમા સ્તબ્ધ થઇ ગઇ.


“અર્થાત આ બધા નિર્દોષોની મૃત્યુનું કારણ હું છું.”પદમાએ કહ્યું અને ફરીથી રડવા લાગી.


“પદમા…”સારંગ પોતાનાં ઘૂંટણિયે બેસીને ચિલ્લાયો.



સૂર્યાસ્ત થઇ ગયો હતો.પદમાની આંખો રડી-રડીને સુજી ગઇ હતી.


“નહીં, હું અહીં આમ જ ન બેસી શકું.મારે અહીંથી બહાર નીકળવું જ જોશે અન્યથા સારંગ શાશ્વત અને મારા પરિવારને પણ નુકશાન પહોંચાડી શકે છે.”પદમાએ પોતાના આંસુઓ લૂંછતા કહ્યું અને ઉભી થવા ગઇ. પરંતુ કમજોરી હોવાનાં કારણે એ ત્યાં જ બેસી પડી.તેણે ફરીથી હિંમત ઝૂંટવી અને ઉભી થઇ. સૂર્યાસ્ત થઇ ગયો હોવાનાં કારણે બહાર અંધારું હતું પણ ચંદ્રમાંનાં પ્રકાશને લીધે પદમા થોડું ઘણું જોઇ શકતી હતો. તેણે ઉંડો શ્વાસ ભર્યો અને જે ડાળખીની મદદથી તે બખોલમાં પ્રવેશી હતી એ જ ડાળખી પર તે ફરીથી લટકાઈ ગઈ.હજુ તો તે થોડી આગળ વધી હસે કે એક છ ફુટ લાંબો મગરમચ્છ કૂદકો મારી પાણીની બહાર નીકળ્યો.તે એટલો મોટો હતો કે ડાળી પર લટકી રહેલ પદમાનાં પગથી માત્ર થોડો જ દુર રહ્યો.પડમાએ ફરીથી પોતાની ચીસ ગળામાં જ દબાવી દીધી.હવે તો પદમાની નીચે જે ખીણ હતી એમાંના મોટા ભાગનાં મગરો પોતાના શિકારને પકડવાના પ્રયત્નો કરી રહ્યા હતા. પદમા મહામુશ્કેલીથી પથ્થરોનો સહારો લઈને ઉપર ચડી અને જમીન પર બેસીને રડવા લાગી.સાંજની આરતી પણ થઇ ગઇ હોવાથી અત્યારે મંદિરે કે તેની આસપાસ કોઈ જ નહતું.પદમાએ પોતાનું મો ઢાંકવા માટે મંદિરમાંથી ચૂંદડી લીધી અને પોતાનાં ઘર તરફ ચાલી.



થોડાં સમય બાદ છુપાતી-છુપાતી પદમા પોતાનાં ઘરે પહોચી.તેણે ઘરની બહાર રાજપરિવારનો ઘોડો જોયો.તે પરત ફરવા જતી હતી ત્યાં જ તેણે રેવતી અને અંજલિનો રડવાનો અવાજ સંભડાયો.


“કાકી, રેવતી મહેરબાની કરીને તમે રડો નહીં.”વિદ્યુતે કહ્યું.
વિદ્યુતનો અવાજ સાંભળીને પદમા બારી પાસે ઉભી રહી.ત્યાં ઉપસ્થિત બધાનાં ચહેરા પર એક પ્રકારની ઉદાસી વર્તાઈ રહી હતી.શાશ્વત અને ગોવિંદ અત્યંત ગુસ્સામાં હતાં. કલ્પ અને સોમ તેઓને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.


“પુત્ર શાશ્વત, ગોવિંદ સારંગ અત્યારે પદમાનાં મૃત્યુનાં કારણે શોકમાં છે એટલે શાંત છે. પછી એ તમને પણ નુકશાન પહોંચાડી શકે છે.માટે હું તમને બંનેને વીંનતી કરું છું કે તમેં વિદ્યુતનો પ્રસ્તાવ સ્વીકારી લો.”સોમે કહ્યું.


...

શું પદમા પોતાનાં પરિવારને મળી શકશે?

શું હશે વિદ્યુતનો પ્રસ્તાવ?