વાત એક રાતની - ભાગ ૮ અંશતઃ. ગોસાઇ ભરતવન દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

વાત એક રાતની - ભાગ ૮

પાંચ મિનિટ બાદ ટ્રેન વિરમગંજ સ્ટેશન ઉપર ઊભી રહી. ટ્રેન થોડા સમય સુધી ઊભી રહી પછી તેને સ્ટેશન છોડવા માટે પોતાની ગતિ ધીરે ધીરે ચાલુ કરી તો મેં જોયું કે, મરૂન કલરની સાડી સરખી કરતી નિહારિકા પોતાની મિડલ સીટ ઉપરથી વીજળીવેગે ઉતરી અને ઉઘાડા પગે દરવાજા તરફ ભાગી. તેણે કંપાર્ટમેન્ટ નો દરવાજો ખોલ્યો હું ત્યાં જ ઉભો હતો.

"તમે ઉતરી જાવ હું બેગને ફેંકી દઈશ" મેં કહ્યું.

ટ્રેનની ગતિ ધીરે ધીરે વધી રહી હતી. તે એકદમ મારી નજીક આવી. મરૂન કલર ની સાડી નો પાલવ ઉડી અને મારા મોઢા ઉપર આવ્યો. તેને પાલવ સંભાળતા મારી એકદમ નજીક આવી અને બોલી.
"ધન્યવાદ, જિંદગી જો ફરીવાર મોકો આપશે તો આ એહસાનનો બદલો હું ચૂકવી દઈશ." એ સ્ફૂર્તિથી વળી અને ટ્રેનની સાથે થોડા ડગલા ચાલી અને પ્લેટફોર્મ ઉપર ઉતરી ગઈ.

તે સુટકેસ કે જે મારા હાથમાં હતી એ દરવાજા ઉપર રાખી અને બહારની બાજુએ ધક્કો મારી દીધો. થોડા મીટરના અંતરે સુટકેસ અને નિહારિકાને એ સ્ટેશન ઉપર મેં ઉતારી દીધા....... કેટલી શાંતિ મળી રહી હતી મનને!

મેં દરવાજાથી જોયું તો પ્લેટફોર્મ ઉપર સુટકેસ સાથે ઊભેલી મને જોઈ રહી હતી. એ પોતાનો હાથ મારા તરફ હલાવી રહી હતી. તેને હું દૂર સુધી એક નજરે જોતો રહ્યો. તે હાથ હવે મારી નજરથી ધીરે ધીરે ઝાંખો થવા લાગ્યો હતો. બસ ભગવાનનો એ આભાર કે હજુ સુધી અમને કોઇએ જોયા નહોતા. હાથ દેખાતો બંધ થયો તો હું દરવાજાથી મારી સીટ ઉપર આવીને બેસવા જતો હતો ત્યાં જ મારી નજર નિહારિકાની સીટ ઉપર ગઈ નિહારિકા પોતાની ડાયરી ઉતાવળમાં ત્યાં જ ભૂલી ગઈ હતી.

"અરે યાર ડાયરી રહિ ગઈ.."

મેં ડાયરી ઉઠાવી અને ડાયરીના પાના ઉથલાવવા લાગ્યો. કોઈ પાના ઉપર કવિતાઓ હતી, તો કોઈક પાના ઉપર બહુ જ મશહૂર શેરો શાયરી, તો કોઈક પાના ઉપર બહુ ઈમ્પોર્ટન્ટ તારીખો પણ લખેલી હતી. લાલ અને લીલા કલરની સ્કેચ પેનથી અમુક ચિત્ર પણ કર્યા હતા. અમુક પત્તા ઉપર કાર્ટુન પણ હતા એની જોડે અમુક તસવીરો પણ હતી.
ત્યાંજ ડાયરીના વચ્ચેના પાનામાંથી એક તસવીર મારા પગ ઉપર પડી. પગ ઉપર પડેલી તસવીર મેં ઝૂકીને ઉઠાવી અને જોયું તો તસવીર તો નિહારિકાની હતી. કોઈ છોકરા સાથે, હસતી. !
બંનેના ગળામાં હાર હતો ગજરા નો... અને બેકગ્રાઉન્ડમાં કોઈક મંદિર હતું અને પાછળ મંડપ..... મારો મગજ ઘૂમી રહ્યો હતો. તસવીરમાં દેખાતો છોકરો એનો પતિ હતો તો ઉપરની બર્થ ઉપર સૂતેલ વિકાસ કોણ હતો?????

તો હવે પછી સવારે કોની બેન્ડ વાગવાની હતી મારી નિહારિકાની કે પછી ઉપરના નંબર ઉપર સૂતેલા વિકાસની મને કશીજ સમજણ પડી નહોતી રહી.... વિરમગંજ સ્ટેશન ઉપર બનેલી ઘટનાનું રાજ હવે રાજ રહેશે.????? શું મેં તેમની મદદ કરીને કોઈ મુશ્કેલી તો નથી મોડી દીધી ને..??? આખરે શું છે કહાની હકીકત જાણવા માટે વાંચતા રહો વાત એક રાતની અને સાથે સાથે મિત્રો તને આ વાર્તા કેવી લાગી રહી છે એનો પ્રતિભાવ નીચે આપતા રહેજો જેથી કોઈપણ લેખક પોતાના કાર્યની સરાહના હંમેશા ચાહ્યા કરતો હોય છે. તો આપનો કિમતી સમય આપજો.
મિત્રો તમે મને સબ્સ્ક્રાઇબ પણ કરી શકો છો જેથી નવો પ્રકાશિત ભાગ આપણે જલદીથી મળી જાય જે પણ ભાગ પૈડમાં છે એ તમે જલ્દીથી વાંચી શકો. સાથે સાથે મને ફોલો પણ કરો જેથી કરીને નવા ભાગ નોટિફિકેશન આપણા સુધી પહોંચી જાય અને તમે આવનારો ભાગ વાંચવાનું ચૂકી ન જાવ...