kaik navu janva jevu books and stories free download online pdf in Gujarati

કાંઈક નવું જાણવા જેવું

આજ ના આ આધુનિક યુગ માં બધીજ વસ્તુઓ ની માંગ ખૂબજ ઝડપીથી વધી રહી છે
આ ઉપરાંત તેની કિંમત માં પણ દિન પ્રતિદિન નોંધ પાત્ર વધારો જોવા મળી રહ્યો છે

આજે આપણે વાત કરી એ પેટ્રોલ અને ડિઝલ ની વધતી જતી વસ્તી ની સાથે વાહનો નો ઉપયોગ પણ ખૂબજ વધતો જાય છે તેના કારણે પેટ્રોલ અને ડિઝલ ની માંગ માં પણ વધારો જોવા મળે છે

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા રોજીંદા જીવનમાં આ બંને તેલ નો ઉપયોગ ખૂબજ અગત્યનો છે

ખેડૂત ના ટ્રેકટર થી લઈને ફાઇવ સ્ટાર હોટેલ ના જનરેટર સુધી દરેક જગ્યા પર તેનો ઉપયોગ થતો જોવા મળે છે

જેમ દિવસે દિવસે તેની માંગ વધી રહી છે તેમ તેની કિંમત માં પણ નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે


જે પેટ્રોલ ની કિંમત ઈ.સ ૧૯૯૦ માં ૧૨ રૂપિયા ઈ.સ ૨૦૦૦ માં ૨૮ રૂપિયા હતી તે આજે ઈ.સ ૨૦૨૨ માં વધી ને ૧૧૦ રૂપિયા થઈ ગઈ છે

શું તમે જાણો છો કે પેટ્રોલ અને ડીઝલ કઈ રીતે બને છે ?

ચાલો આજે એના વિશે થોડી વિસ્તારથી ચર્ચા કરીએ...

ખરેખર પેટ્રોલ અને ડીઝલ જમીનમાંથી કાળા અને ઘાટા પ્રવાહી પદાર્થ માં મળે છે જેને પેટ્રોલિયમ કહેવાય છે

પેટ્રોલિયમ એ લેટિન શબ્દ છે
જેનો અર્થ ચट्टाનોં માંથી મળતું તેલ એવો થાય છે જે જમીન ની નીચે ઊંડાઈ માંથી મળે છે

આ પેટ્રોલિયમ બનવાની પણ એક અલગ કહાની છે આજ થી હજારો લાખો વર્ષ પહેલા આ ધરતી પર અનેક વિનાશકારી આપત્તિઓ આવી ત્યારે ધરતી પર રહેવાવાળા પ્રાણીઓ અને વૃક્ષો જમીનની ઊંડાણમાં દબાઈ ગયા હજારો વર્ષો સુધી જમીનની પેટાળમાં દબાયેલા રહેવાને કારણે તે સંપૂર્ણપણે decompose થઈ ગયા ત્યારે તેનું પેટ્રોલીયમ મા રૂપાંતર થયું
હજારો વર્ષો સુધી દબાણ અને તાપ ને કારણે તેનું પ્રવાહીમાં રૂપાંતરણ થયું

આવી રીતે નાશ થયેલા તત્વો સમુદ્રમાં તથા જમીનની અંદર આજે પણ દબાયેલા છે

જ્યારે માણસ હોય એ પેટ્રોલિયમ ની વિશેષતાઓ જાણી લીધી ત્યારે અનેક મોટા મોટા કુવાઓમાં ડ્રીલીંગ મશીન દ્વારા ખોદકામ શરૂ કરાયું
પેટ્રોલિયમમાં કાચું તેલ એટલે કે ક્રૂડ ઓઈલ (CRUDE OIL)હોય છે

આ CRUDE OIL માં પેટ્રોલ, નેફથા,કેરોસીન ,ડિઝલ અને મીણ જેવા તત્વો હોય છે

શું તમે જાણો છો આ કાચું તેલ દરેક જગ્યા પર થી નથી મળતું જમીન તથા સમુદ્ર ના અમુક ભાગ માંથી જ મળે છે
જે પેટ્રોલિયમ જમીન માંથી મળે છે તેને મેળવવા ઊંડા કૂવા બનાવવા માં આવે છે જ્યારે સમુદ્ર માંથી મળતા પેટ્રોલિયમ ને મેળવવા માટે તેના પર float in refinery બનાવવા માં આવે છે
આ પધ્ધતિ સાંભળવામાં જેટલી સરળ લાગે છે એટલી સરળ હોતી નથી સમુદ્ર હોય કે જમીન સાચો સમય લાગે છે પેટ્રોલિયમના સોર્સ ને શોધવામાં કઈ વાર તો તેમાં વર્ષો પણ નીકળી જાય છે અને અબજો રૂપિયાનો ખર્ચ પણ થાય છે જે પેટ્રોલ-ડીઝલ આપણને મળે છે તેને મેળવવા માટે સમુદ્રમાં ઘણા મોટા અને મોંઘા મશીનો લગાવવામાં આવે છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ તેલ શોધવાનું કામ કરે છે
જ્યારે આ મશીન દ્વારા કોઈ એક જગ્યા પર તેલ મળી જાય છે ત્યારે તેને આસપાસની ચટ્ટાનો દ્વારા મજબૂત બાંધી દેવામાં આવે છે તેથી તે હલી ન શકે
ત્યારબાદ સમુદ્રની અંદર ડ્રીલીંગ કરવામાં આવે છે જેમ ઘરની અંદર નળ લગાડવા ડ્રીલીંગ કરીએ એ રીતેજ અહીંયા હજારો ફૂટ ઊંડાઈ સુધી ડ્રિલિંગ કરવામાં આવે છે ત્યારબાદ તેને પાઈપ મારફતે રિફાઇનરી સુધી પહોંચાડવામાં આવે છે જમીન પર પણ કંઈક આવી જ રીતે કામ કરવામાં આવે છે એક વાર તેલ મેળવ્યા બાદ તેને રિફાઇનરી સુધી પહોંચાડવામાં આવે છે
રિફાઇનરી માં આ તેલને મોટા મોટા સિલિન્ડરોમાં નાખી અલગ-અલગ તાપમાન પર ગરમ કરવામાં આવે છે ત્યારબાદ પાઇપો દ્વારા તેલમાં રહેલા તત્વો ને છૂટા પાડવામાં આવે છે

હવે તમે વિચારશો કે આ કઈ રીતે થાય છે!!!

પેટ્રોલ અને ડીઝલ આપણને પેટ્રોલિયમના અલગ-અલગ તાપમાન માંથી મળે છે એટલે તેને અલગ-અલગ ટેમ્પરેચર પર ગરમ કરવામાં આવે છે
જેમ કે, પેટ્રોલિયમ માંથી ડિઝલ મેળવવા માટે તેને 250 350°c સુધી ગરમ કરવામા આવે છે

Petrol - 40°C
Naphtha - 70-160°C
Kerosene - 160 - 250°C
Diesel - 250 - 350°C

આ રીતની પદ્ધતિ દ્વારા આપણ ને પેટ્રોલ ડીઝલ અને કેરોસીન મળે છે હવે તમે સમજી ગયા હશો કે પેટ્રોલ કેવી રીતે બને છે

એકવાર પેટ્રોલ ડીઝલ મળી ગયા બાદ તેની ચકાસણી કરવામાં આવે છે કેટલા Octane નું પેટ્રોલ-ડીઝલ છે જેટલું વધારે Octane એટલું વધારે મોંધું અને સારું તેલ

આ બધી પ્રોસેસ બાદ તેને ટેન્કર મારફતે ટ્રાન્સફર કરવામાં આવે છે આ આખી પદ્ધતિમા ખૂબ જ રોકાણ અને મહેનત લાગે છે

આપણા ભારત દેશમાં રિલાયન્સ અને ઇન્ડિયન ઓઇલ જેવી કંપનીઓ અબજો રૂપિયાનું રોકાણ કરે છે ત્યારે છેક આપણા સુધી પેટ્રોલ અને ડીઝલ પહોંચે છે પેટ્રોલ અને ડીઝલ બનાવવાની પ્રોસેસ તો તમે જાણી લીધી હવે એ પણ જણાવી દઉં તેની કિંમત આટલી બધી વધારે કેમ છે

તેનું એક કારણ તો તમે સમજી ગયા કે તેની મેન્યુફેક્ચરિંગ માં લાગતો ખર્ચ અને મહેનત અને સમય બીજું કારણ એ છે કે દુનિયાના બધા જ દેશોમાં પેટ્રોલિયમ પદાર્થ મળતો નથી જે દેશો પાસે પેટ્રોલિયમ છે ત્યાં તેલ સસ્તી કિંમતમાં મળે છે પણ જે દેશો પાસે પેટ્રોલિયમ પેદાશ નથી ત્યાં તેની કિંમત ખૂબ જ વધારે છે જેમ કે ભારત

આ જ કારણ છે કે દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત અલગ અલગ છે આ ઉપરાંત દરેક દેશની (government)સરકાર તેના પર ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ લગાડે છે

આપણા જ દેશની વાત કરીએ તો સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ મળીને ૬૦ % થી વધારે ટેક્સ લગાવે છે આમ છતાં પેટ્રોલ અને ડીઝલની કિંમત હંમેશા વધતી જ રહેશે

તેનું મુખ્ય કારણ એ છે કે તે પેટ્રોલિયમ એ Non renewable સોર્સ છે એટલે કે તેનો એકવાર ઉપયોગ કર્યા બાદ તેને ફરીથી મેળવી શકાતું નથી

આથી જેમ તેનો ઉપયોગ વધતો જાય છે તેમ તેની કિંમતમાં પણ વધારો થાય છે કારણ કે એ ધીરે ધીરે નાશ થતો જઈ રહ્યો છે

ઘણા એક્સપોર્ટનું એવું કહેવું છે કે જે ઝડપથી આપણે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ એ જોતા એવું કહી શકાય કે ૪૦થી ૫૦ વર્ષની અંદર તેનો સંપૂર્ણપણે નાશ થઈ જશે

ઈરાન કુરેદ અને સાઉદી અરેબિયા જેવા દેશો એટલા માટે જ અમીર છે કારણકે દુનિયામાં સૌથી વધારે પેટ્રોલિયમ સોર્સ તેમની પાસે છે અને આ દેશો નું એક સંગઠન છે જેને 'OPEC' કેહવાય છે તે સંગઠન મળીને તેલની કિંમતો નક્કી કરે છે એક રીતે એમ પણ કહી શકાય કે તેલની કિંમતો પર તેમની મનમાની ચાલે છે

ટૂંક માં બસ એટલું જ કહીશ કે પેટ્રોલ અને ડિઝલ ખૂબજ અમૂલ્ય સોર્સ છે જો તેનો ઉપયોગ કાળજી પૂર્વક અને જરૂરિયાત મુજબ કરવામાં આવે તો તેને થોડા વધુ લાંબા સમય સુધી ટકાવી શકીએ

બસ, આવીજ અવનવી વાતો જાણવા માટે બન્યા રહો મારી એટલે કે તમારી Heer.. સાથે ફરી મળીશું એક નવી વાત સાથે..✍️



બીજા રસપ્રદ વિકલ્પો